આહવાન - 49 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

આહવાન - 49

મિકિનનો આખો પરિવાર આખરે ઘરે આવી ગયો. ઘરે આવતાં જ ન્યુઝ ચાલુ કર્યા ત્યાં તો બ્રેકિંગ ન્યુઝ શરું પણ થઈ ગયાં હતાં." મિસ્ટર અરોરાની પૂર્વ મંત્રી મિકીન ઉપાધ્યાયને જાનથી મારી નાખવાની યોજના અસફળ. મોટી પદવી ધરાવતાં બે સાળાઓ સહિત ચાર વ્યક્તિની ધરપકડ."

મિકિનને થોડી ઈજા થઈ હોવાથી એને આરામની પણ જરૂર છે‌ . બાળકો આજે આખાં પરિવારને સાથે જોઈને ખુશ થઈ ગયાં. શૈલી તો સીધી કાજલ અને મિકિનને જોઈને વળગી જ પડી. એણે કેટલાંય સવાલો કરી દીધાં.

વિધિ તો હસતાં રમતાં પરિવારને જોઈ જ રહી. એ બધાંને જોઈ રહી છે એમાં પણ એક ખુશી સાથે છુપાયેલું દર્દ પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. એને જોઈને કાજલ બોલી, " શું વિચારી રહી છે બેટા ?? "

વિધિ : " બસ મને ભૌતિક કહી શકાય એવું બધું જ મળ્યું છે મને હજું સુધી...કોઈ વાતની કમી નથી મારાં ઘરે...પાણી માગ્યું ત્યાં દૂધ મળ્યું છે. પણ લાગણીઓ કે પ્રેમનું આવું એક તણખલું પણ હું મેળવી શકી નથી એવું મને હવે લાગી રહ્યું છે‌. બધાં એકબીજાં માટે કેટલું કરી રહ્યાં છે જ્યારે મારાં પરિવારમાં તો જ્યાં સત્તા અને સંપત્તિ મળે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાજું ઢળી શકે છે...ઘણીવાર તો એવું લાગે કે મમ્મી સિવાય કોઈને કોઈની પડી નથી. કાશ આવો પરિવાર અને આવાં ભાઈઓ સૌને મળે..‌!! " કહેતાં કહેતાં વિધિ રડી પડી.

સ્મિત : " આ બધું સંસ્કારની ઉપજ છે. જે સંસ્કાર નાનપણથી સિંચન કરવામાં આવે છે એ જ ઉપજે છે. વિધિ આ પરિવારનો એક રાઝ કહું ?? તું માની પણ નહીં શકે...પણ સત્ય એ છે કે અમે ત્રણ સગાં ભાઈઓ નથી. અને આ જેને અમારાં પિતા કહીએ છીએ એ અમારાં સગા પિતા પણ નથી... છતાં એનાંથી પણ વધારે છે‌. "

વિધિ : "શું ?? અંકલ આવું ના હોય. તમે ખાલી એમ જ કહો છો ને...બાકી સગાં ભાઈઓ અને સગા બાપ દીકરા પણ એકબીજાં પર આટલો વિશ્વાસ નથી કરતાં તો સગાં ન હોય તો આવું કેવી રીતે શક્ય છે. કેટલો પ્રેમ છે તમારાં બધાં વચ્ચે. અને ભાઈઓ વચ્ચે તો ઠીક પણ આ ઘરની વહુઓ વચ્ચે પણ એટલી આત્મીયતા છે. બાકી આવાં જોખમભર્યા કામમાં કોણ સાથે આપે કે પોતાનાં પતિઓને પણ જવાની પરવાનગી આપે. "

શશાંકભાઈ : " માનવામાં આવે એવું તો નથી છતાં આ જ સત્ય છે. પણ ભાગ્યેશભાઈ જેવાં બીજાં માટે જીવન કુરબાન કરી દે એવાં વ્યક્તિ બહું નસીબદાર હોય એમને જ મળે...!!"

વિધિ : " હમમમ... પપ્પા એમને તો એમનાં કર્યાની સજા તો મળશે જ પણ કોઈ પણ સંબંધ વિના આ પરિવાર સાથે આજે મને એક લાગણી બંધાઈ છે‌. હું એવું ઈચ્છું છું કે અહીંથી ગયાં પછી પણ આ પરિવાર સાથે એક સંબંધ રાખવા ઈચ્છું છું કે જ્યારે હું મારી સુખ સંપત્તિમાં પણ એક ગુંગળામણ અનુભવું ત્યારે હું અહીં આવી શકું...!! મારાં પપ્પા અને મામાને સજા મળશે એનું મને દુઃખ ચોક્કસ છે પણ હવે કુદરતે એમને સુધારવા કંઈ તો કરવું જ પડશે. "

વિશાખા : " તું અમારી દીકરી જેવી જ છે. તું ગમે ત્યારે આવી શકે છે આ ઘરનાં દરવાજા હંમેશાં તારાં માટે ખુલ્લાં રહેશે. કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કદાચ તારાં કારણે જ અમારો આ પરિવાર આજે અહીં છે. નહીંતર કદાચ શું થાત ?? ભલે તારાં પપ્પાએ ગમે તે કર્યું પણ તે અમારાં પર એક મોટો ઉપકાર કર્યો છે. એક ક્ષણ માટે સ્મિતનાં એ વર્તનથી હું ખરેખર પાગલ થઈ ગઈ હતી. સ્મિત આવો બદલાઈ શકે હું વિચારી પણ નહોતી શકતી. મને તો થોડીવાર માટે શું કરવું એ કંઈ સમજાયું નહોતું. "

કાજલ : " એ વખતે તો હું પણ ગભરાઈ હતી. મને મારાં કરતાં તો વિશાખા માટે એમ થયું કે સ્મિતભાઈ અમારું તો ઠીક પણ વિશાખા માટે પણ વિચારી રહ્યાં નથી. "

વિકાસ : " સોરી પણ મેં જ સ્મિતને આ પ્લાન મુજબ કરવાનું કહ્યું હતું. અને કોઈને પણ કંઈ કહેવાની ના કહી હતી. મને ઉંડે ઉંડે એક શંકા હતી કે કદાચ છેલ્લે વિધિ પોતાનાં પરિવારને જોઈને કે એમની ધાકધમકીથી ફરી જશે. એટલે જ આવું કરવું પડ્યું. "

આજે પહેલીવાર બધાંની હાજરીમાં આ વાતની ચર્ચા થઈ.

ભાગ્યેશભાઇ એકદમ ભાવૂક બની ગયાં. એ બોલ્યાં, " પણ બેટા આ મારાં ત્રણ દીકરા ન હોત તો ખબર નહીં મારી જિંદગી શું હોત ?? હું વિચારી પણ નથી શકતો..."

અંજલિ : " વિકાસ પહેલાં આપણે વિધિને એના ઘરે મુકી આવવી જોઈએ. એની મમ્મી ચિંતામાં હશે. "

સ્મિત : " હું અને વિશાખા જ જઈએ છીએ... કદાચ એનાં ઘરે અત્યારે કોઈને જવાની પરમિશન નહીં હોય. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હશે..."

પછી થોડી જ વારમાં વિધિને મૂકવા માટે સ્મિત અને વિશાખા નીકળી ગયાં...!!

*************

વિધિનાં ગયાં બાદ કાજલ ભાગ્યેશભાઈ સામે જોઈને બોલી, : " ઘણાં સમયથી મારાં મનમાં અટવાતો એક સવાલ પૂછી શકું પપ્પા ?? "

ભાગ્યેશભાઈ : " હા બોલને બેટા."

કાજલ : " તમે ત્રણેયને આટલાં મોટાં સાથે કર્યાં. બધાં વચ્ચે બહું સારી સમજણ અને પ્રેમ પણ છે. તો અમારાં લગ્ન પછી પણ આપણે બધાં સાથે જ રહેતાં હતાં બધાં ખુશ હતાં તો તમે સ્મિતભાઈનાં લગ્ન બાદ કેમ એકાએક બધાંને જુદાં જુદાં રહેવા માટે ગોઠવણ કરી અને તમે ફરી એકવાર કેનેડા જવાનું નક્કી કર્યુ જ્યારે અાપણા કોઈ વચ્ચે તો એવો અણબનાવ પણ ન થયો હતો. "

ભાગ્યેશભાઈ : " તને તો હું ઓળખી ગયો હતો કે તું પરિવારને સાચવીશ એમાં મને કોઈ શંકા નહોતી રહી. પણ વિશાખા આવવાની હતી મને થયું કે એ આ બધું નહીં સાચવી શકે અને વિકાસ માટે તો હજું કંઈ નક્કી જ નહોતું થયું. મેં તો દરેક ઘરનાં આજકાલનાં કિસ્સાઓ પરથી નક્કી કરી જ દીધું હતું કે સંબંધોનો ભારણ કોઈનાં પર આવવાં નહીં દઉં જેથી જાણે અજાણે કોઈનાં પર પણ ઉંડે ઉંડે એક નફરત કે એકબીજાં માટે દ્વેષભાવ ન જાગે એવાં બીજ પણ ન રોપાય."

વિકાસ : " પપ્પાનાં મનમાં આ પ્લાન નક્કી થઈ ગયો હતો એ જ સમયે એક દિવસ મારો અંજલિ સાથેનો ભાંડો ફૂટી ગયો. "

અંજલિ : " તું પણ શું વિકાસ ?? બધાં છોકરાઓ છે અહીં..."

વિકાસ : " હવે આ બધાં તો બહું ઇન્ટેલિજનન્ટ છે બચ્ચાં આજકાલનાં...અમને તો કદાચ એક બે ગર્લફ્રેન્ડ બની પણ ગઈ હશે...સાચી વાતને રિકેન , રાહીલ ?? "

બે ય જણાં કંઈ પણ બોલ્યાં વિના હસવા લાગ્યાં.

કાજલ : " સાચી વાત છે. એમાં શું છે ?? લવ મેરેજ થોડાં ખરાબ છે...બસ પાત્ર સારું હોવું જોઈએ બાકી તો અરેન્જ મેરેજ પણ સફળ ન થાય. એવું થોડું લખાયેલું છે છે કે અરેન્જ મેરેજ જ કરાય. "

બધાં સમજી ગયાં કે કાજલ મયુર અને એનાં લગ્નની વાત કરી રહી છે.

વિકાસ : " બસ તો ભાભી પપ્પા માટે તો સારું થઈ ગયું કે બંન્નેના સાથે મેરેજ કરાવી દીધાં ને પછી ત્રણેયને થોડાં જ સમયમાં અલગ રહેવા મોકલીને એ પોતે કોઈનાં પર બોજ ન બને એટલે એ કેનેડા જતાં રહ્યાં. અમે બહું સમજાવ્યા હતાં પણ એ ન માન્યાં. "

ભાગ્યેશભાઈ : " ચાલો બધું સારું થયું છે પણ હવે એકવાર ન્યુઝ તો ચાલું કરો શું ચાલી રહ્યું છે...સરકારે આપણને આ કામ માટે સાથ તો આપ્યો હવે એમને સજા આપવામાં એ સાથે આપે છે કે નહીં..."

વિકાસ : " પુરાવા છે અને એ પણ વિડીયો એટલે ગુનેગારોને સજા તો આપવી જ પડશે...અને ડૉ.આલોકને તો ખબર જ નથી કે જે સિવિલ હોસ્પિટલમાં આટલો મોટો નિર્ણય આવ્યો છે એમાં સંપૂર્ણ મારો હાથ છે...પણ જે થયું તે સારું થયું લોકોને સારી સેવા મળશે તો ખરાં..."

બધાં આ વાતથી ખુશ થઈ ગયાં કારણ કે રોજબરોજ જે સિવિલ હોસ્પિટલની કથળતી હાલત છે એથી કેટલાંય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આથી આ વસ્તુ બહું જ સારી બની છે.

ટીવીમાં જ બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યાં કે સરકારે એક તાત્કાલિક ધોરણે મીટીંગ બોલાવી છે. અને એમાં મિસ્ટર અરોરાને જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે...જો એ નિર્દોષ ઠરશે તો ફરી એમનાં માટે વિચારણા કરવામાં આવશે.‌.પણ હાલનાં સંજોગોમાં કોણ મંત્રી પદે આવશે એ માટે બહું મોટો સવાલ છે. બહું થોડાં સમયમાં એનો જવાબ મળશે...ન્યુઝ સાંભળવા અમારી સાથે જોડાયેલા રહો... પણ સાથે એક સવાલ એ જ છે કે ખરેખર આ મોટાં માથાઓને સજા મળશે કે કેમ ?? "

બધાં એક સત્યની લડાઈનાં ફેંસલા માટે નિર્ણયની રાહ જોવા લાગ્યાં.

શું આવશે અંતિમ નિર્ણય ?? એક અંતિમ ધમાકેદાર અંતને માણો સંગાથ - ૫૦ અંતિમ ભાગ સાથે....