યૂહીં કોઈ છોડકર નહિ જાતા Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

યૂહીં કોઈ છોડકર નહિ જાતા

સવારના પાંચ વાગ્યા અને ફોનનું એલાર્મ રણકવા લાગ્યું. એલાર્મના અવાજે જયદીપની ઊંઘ બગાડી. જયદીપે તેનો ફોન લઈને એલાર્મ બંધ કર્યુ અને ફરી સુઈ ગયો. પાંચ મિનીટ પછી ફરી એલાર્મ વાગ્યું અને ફરી જયદીપે એલાર્મ બંધ કર્યું. તે જોબ પર ટાઈમે પહોંચી શકે એ માટે તેણે ઘણા બધા એલાર્મ સેટ કર્યા હતા. ત્રીજી વખત એલાર્મ વાગતા જયદીપ ચિડાયો અને તેણે ફોન લેવા માટે ફરી ટેબલ પર હાથ ફેરવ્યો. ફોનને હાથ અડતા ફોન ટેબલ પરથી નીચે પડ્યો અને સ્વીચ ઓફ થઇ ગયો. જયદીપને ખૂબ ઊંઘ આવતી હતી તેથી તેણે ફોન પર ધ્યાન આપ્યું નહિ અને તે ફરી સુઈ ગયો. થોડીવાર પછી દસ વાગ્યે ઉઠીને તે બ્રશ કરવા ચાલ્યો ગયો. ફ્રેશ થયા પછી તેણે નાસ્તો કર્યો અને ફરી પાછો બેડરૂમમાં આવી તેનો ફોન શોધવા લાગ્યો. તેણે ટેબલ પાસેથી ફોન લીધો અને ચાલુ કર્યો. તેણે જોયું તો કોઈ અજાણ્યા નંબરના અગિયાર મિસ્ડ કોલ હતા. જયદીપને થયું કે આજે તે ઓફીસ નથી ગયો એટલે ત્યાંથી કોઈકના કોલ આવ્યા હશે. તેણે એ અજાણ્યા નંબર પર કોલ કર્યો. સામેથી કોઈકનો અવાજ આવતા જયદીપે કહ્યું, “હેલ્લો. તમે કોણ?”

“હેલ્લો.”

“હા બોલો. તમારો મિસ્ડ કોલ હતો. કોણ બોલો છો?”

“તમે જયદીપ...” કોઈ છોકરી બોલી રહી હતી.

“હા જયદીપ બોલું છું. તમે કોણ?”

“જયુ. તુ... તુ મને ભૂલી ગયો?”

“સોરી. પ્લીઝ તમે કહેશો કે કોણ બોલો છો?”

“સાળંગપુર યાદ છે? જો એ યાદ હશે તો મને ઓળખી જઈશ.”

“સાળંગપુર? તુ... આ સપનુ નથી ને? તુ સાચે જ...” જયદીપનો ચહેરો ખીલી ઉઠ્યો.

“હા આ કોઈ સપનુ નથી. હું તારી શિવાની બોલું છું. મારાથી એટલો નારાઝ છે કે મને ભૂલી ગયો?”

“યાદ જ હતી. બસ આજે તારો અવાજ કંઇક અલગ હતો એટલે ન ઓળખી શક્યો. એવો એકપણ દિવસ નથી ગયો જ્યારે મે તને યાદ ન કરી હોય. ભૂલી તો તુ ગઈ હતી મને કોઈક બીજા માટે.” જયદીપ નારાઝગી વ્યક્ત કરી રહ્યો હોય એવી રીતે વાત કરી રહ્યો હતો.

“હા. આજ ગળુ બેસી ગયુ છે એટલે અવાજ એવો થઇ ગયો છે. ઠીક છે. સારી વાત છે કે આજે પણ તુ એ બધું મનમાં રાખીને બેઠો છે.”

શિવાની આગળ કંઈપણ બોલે એ પહેલા જયદીપે કોલ કટ કરી નાખ્યો. શિવાનીએ ફરી જયદીપને કોલ કર્યો પણ જયદીપે કોલ પર ધ્યાન ન આપ્યું. શિવાની કોલ કરતી રહી પણ જયદીપે તેને અવગણવાનું ચાલુ રાખ્યું અને તેનો સાતમો કોલ આવતા રીસીવ કરી તે બોલી ઉઠ્યો, “તે યાદ જ એવી આપી છે કે ભૂલવાની કોશિશ પણ કરું છું તો વધારે યાદ આવે છે. છોડને આ બધું. આજે મારી યાદ કેમ આવી? એ પણ બે વર્ષ પછી!”

“પ્લીઝ હવે મારો કોલ કટ ન કરતો. હું જાણું છું કે મે તને ખૂબ હર્ટ કર્યો છે. તારી નજરમાં તો હું હવે એક બેવફા છું. આજે બોલીલે મને જેટલું બોલવું હોય એટલું. હું તારી ગુન્હેગાર છું. આપ જે સજા આપવી હોય એ પણ પ્લીઝ મારી સાથે વાત કર.” શિવાની રડવા લાગી.

“શિવાની તુ મારા માટે કદી બેવફા હતી જ નહિ. આજે પણ નથી. બસ તે જે કર્યું તેનાથી થોડો નારાઝ છું અને આજે તારી સાથે વાત કરીને એ નારાઝગી પણ દૂર થઇ ગઈ છે. સોરી મે તને રડાવી.”

“જયુ મારે તને મળવું છે.”

“મારે પણ તને મળવું છે. એક કામ કર તુ કાંકરિયા મારો વેઇટ કરજે હું અત્યારે જ અમદાવાદ માટે નીકળું છું.”

“જયુ તુ આજે પણ એટલો જ ઉતાવળો છે જેટલો પહેલા હતો. પહેલા જાણી તો લે હું ક્યાં છું?” શિવાની હસવા લાગી.

“તો ક્યાં છે તુ?”

“હું બોટાદ જ છું. કાલે જ આવી. કાલની તને કોલ કરું છું પણ નંબર બંધ બતાવે છે. સાગરને કોલ કર્યો તો ખબર પડી કે તે એ નંબર બંધ કરી નાખ્યો છે. સાગરે આ નંબર આપ્યો તો તારી સાથે વાત કરી રહી છું. સવારની કોલ કરતી હતી તો સ્વીચ ઓફ બતાવતા હતા. સાગરને પૂછ્યું તો તેણે કીધું કે તુ જોબ પર હોય એટલે ફોન લોકરમાં રાખી દે છે. તે મારો એકપણ કોલ રીસીવ ન કર્યો એટલે હું ડરી ગઈ હતી પણ તારો કોલ આવતા જીવમાં જીવ આવ્યો.”

“તો તુ જ કે બોટાદમાં ક્યાં મળવું છે?”

“એક એવી જગ્યાએ જે તને પસંદ હોય. જ્યાં જઈને તને શાંતિ મળતી હોય.”

“તો એક કામ કર તારા ઘરની બહાર મારો વેઇટ કર હું તને લેવા આવું છું.”

“પણ મારા ઘરની બાજુમાં આવીને પહેલાની જેમ હોર્ન ન વગાડતો.” શિવાની હસવા લાગી.

“એ હોર્નના અવાજથી તો તુ તારો ચહેરો બતાવવા બહાર આવતી હતી એ ભૂલી ગઈ? હોર્ન તો વાગશે. હું પણ જોવ છું કોણ રોકે છે મને?” જયદીપ હસતા બોલ્યો.

“હા હવે સમજી ગઈ. તુ નહી સુધરે. જલ્દી આવ હું વેઇટ કરું છું.”

શિવાનીએ કોલ કટ કર્યો એટલે જયદીપ બીજી વખત નાહવા ચાલ્યો ગયો. આજે તેની ખુશીનો પાર નહતો કારણ કે તે બે વર્ષ પછી તેની પ્રેમિકાને મળી રહ્યો હતો. તે તેના એક પછી એક કપડા પહેરીને અરીસામાં જોઈ રહ્યો હતો. તેને જોઇને એવું લાગતું હતું કે જાણે મુરતિયો કન્યા જોવા જઈ રહ્યો છે. શિવાનીને લાલ રંગ ખૂબ ગમતો અને એ કારણે જ જયદીપે લાલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું. તે જવા માટે તૈયાર થઇ ગયો અને તેના નાના ભાઈને બાઈક સાફ કરવાનો ઓર્ડર આપી દીધો. તે બાઈકની ચાવી લઈને બહાર નીકળ્યો ત્યારે તેના ભાઈએ બાઈકને ચમકાવીને ગેટની સામે રાખી દીધી હતી. જયદીપ બાઈક લઈને પહેલા બજારમાં ગયો અને શિવાનીને પસંદ હતી એ ચોકલેટ લઈને સીધો શિવાનીના ઘરની સામે બાઈક ઉભી રાખી હોર્ન વગાડવા લાગ્યો. હોર્ન સાંભળતા જ શિવાની ઘરની બહાર આવી અને જયદીપને ઈશારો કરી આગળ જવા કહ્યું. જયદીપે શિવાનીના ઘરની આગળની ગલીમાં બાઈક ઉભી રાખી અને શિવાનીનો વેઇટ કરવા લાગ્યો. શિવાની આવી એટલે બંને "જય ભીમ ગાર્ડન" પહોંચી ગયા. બંને ગાર્ડનમાં જઈ એક બાંકડા પર બેઠા. જયદીપ શિવાનીથી થોડો દૂર બેઠો હતો. તેને દૂર બેઠેલો જોઈ શિવાની જયદીપની નજીક આવી ગઈ અને જયદીપના ખભા પર માથું રાખી બોલી, “જયુ હવે તને મારી નજીક બેસવામાં પણ શરમ આવે છેને?”

“ના શિવાની આવું કેમ વિચારે છે? બસ અહીં આપણે બે જ નથી બેઠા એટલે થોડો દૂર બેઠો હતો. સામે જો બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને તેના પેરેન્ટ્સ પણ સાથે છે. વળી, કમિશનર ઓફીસ નજીક જ છે. નથી ચાહતો કે મારા કારણે તારી લાઇફમાં પ્રોબ્લેમ ઉભી થાય.”

“જયુ અમદાવાદમાં તો તુ રસ્તામાં લોકોની વચ્ચે મારો હાથ પકડીને ચાલતો હતો અને હવે તને લોકોની પડી છે? તુ ભલે સાચું ન બોલે પણ તુ હજી મારાથી નારાજ છે. પ્લીઝ સાચું બોલ. તને મારા સમ છે.”

“તે સમ આપી દીધા છે તો સાંભળ. શિવાની હું પણ માણસ છું. મને પણ હર્ટ થાય છે. તુ મને ત્યારે છોડીને ગઈ હતી જ્યારે મને તારી આદત પડી ગઈ હતી. તે એક વખત પણ ન વિચાર્યું કે તારા ગયા પછી તારા જયુનું શું થશે?”

“જયુ તને એમ લાગે છે ને કે હું કોઈક બીજા માટે તને છોડીને ગઈ હતી તો એ તારા વિચારોમાં ખોટ છે. તે મારી આદત પાડી હતી એટલે મારે તારાથી દૂર જવુ પડ્યુ હતુ. તુ ચાહતો હતો કે હું તારા માટે ચોવીસ કલાક હાજર રહું. તુ કહે ત્યારે તને મળવા આવું. જે પ્રેક્ટીકલી પોસીબલ નથી. જયુ હું રમવાની કે વાપરવાની કોઈ વસ્તુ નથી કે તારા માટે તારી ઈચ્છા થાય ત્યારે હાજર રહું.”

“સોરી મેં તારી આદત પાડી. મને નહતી ખબર કે તુ મારા પ્રેમને આ રીતે જુએ છે. મારા પ્રેમને મારી હવસ સમજે છે. મે તને કદી વસ્તુ માની જ નથી. મે તને તારી મરજી સિવાય કદી ટચ પણ નથી કરી. બસ જ્યારે તુ દૂર જતી ત્યારે હું ડરી જતો, એકલો પડી જતો કારણ કે હું એક પળ પણ તારા વગર જીવવા નહતો માંગતો. તારી વાતને ખોટી સાબિત કરતા મને આવડે છે પણ હું નહિ કરું કારણ કે હું અહીં તારી સાથે ઝગડવા નથી આવ્યો. એક પ્રશ્નનો જવાબ આપ. તને મારી આદતોથી પ્રોબેલ્મ હતી તો મને ફરી મળવાનું કારણ? કેમ પાછી આવી તુ મારી લાઇફમાં?”

“જયુ હું તને સારો વ્યક્તિ બનેલો જોવા માંગતી હતી. મારી પાછળ તુ તારો સમય બગાડી રહ્યો હતો. મેં ઘણી વખત તને સમજાવ્યો કે તુ કંઇક કામ કર. આપણું ફ્યુચર સેક્યોર કર. ત્યારે તને એમ લાગતું કે તુ મારા ખર્ચા નથી મેઈન્ટેન કરી શકતો એટલે હું તને કામ કરવાનું કહું છું. તે એક વખત તો મને ત્યાં સુધી સંભળાવી દીધું હતું કે મને પૈસાની ભૂખ છે. છેલ્લે તે મારી પાસે એક જ ઓપ્શન છોડ્યો હતો કે તને છોડી દવ. તુ મારા ગમમાં રહે એ જોવા હું તૈયાર હતી પણ કોઈના પર તુ આધાર રાખીને જાનવરની જેમ જીવે એ હું કદી જોવા નહતી માંગતી. તને છોડીને હું અમદાવાદ હોસ્ટેલમાં હતી કારણ કે મારે મારી કોલેજ પૂરી કરવી હતી. બોટાદમાં હું માત્ર મારા પરિવાર અને સાગર સાથે જ કોન્ટેક્ટમાં હતી. મને એમ હતુ કે મારા ગયા પછી તુ મારી પાછળ રડ્યા કરીશ. મને ગાળો આપ્યા કરીશ. મને બેવફા પણ ઘોષિત કરી નાખીશ પણ તે એવું કંઈપણ ન કર્યું. હા તુ બે થી ત્રણ મહિના સુધી મારા માટે રડ્યો જરૂર છે. સાગર મને બોટાદથી તારી બધી જ અપડેટ આપતો હતો. સાગરે એક વખત મને મનાવવાની કોશિશ કરી કે હું તારી લાઇફમાં પાછી આવી જવ. મારી જીદ છોડી દવ. તે ચાહતો હતો કે તુ દુખી ન રહે. એ દિવસે મે સાગરને પ્રોમિસ કર્યો હતો કે જ્યારે મારો જયુ એવો વ્યક્તિ બની જશે જેવો હું જોવા માંગું છું ત્યારે હું સામેથી જ મારા જયુ પાસે આવી જઈશ. આજે તુ એ વ્યક્તિ બની ગયો છે જે પૈસેટકે સુખી છે, જેને તેના માબાપની પરવાહ છે અને સમાજની અંદર રીસ્પેક્ટ છે. હું એ જયુની પત્ની બનવા કદી નહતી ચાહતી કે જેને બસ કામકાજ કર્યા વગર મારી સાથે સમય ગાળવો છે. મન થાય ત્યારે મારા શરીરથી રમ્યા કરવું છે. કહેતા મને જરા પણ શરમ નથી આવતી કે જો હું તારાથી દૂર ન ગઈ હોત તો હું દુલ્હન બનવા પહેલા તારા સંતાનની મા બની ગઈ હોત કેમ કે જ્યારે પણ હું તારી સાથે ફીઝીકલ થવાની ના પાડતી ત્યારે તુ રિસાઈ જતો અને તને મનાવવા મારે તારી ઈચ્છા પૂરી કરવી પડતી. અત્યારે તુ આ મારો સ્વાર્થ ગણ કે ગમે તે. હું એ જયુની પત્ની બનવા માંગું છું જે અત્યારે મારી પાસે બેઠો છે. જયુ હું તારાથી દૂર જરૂર ગઈ હતી પણ તુ હંમેશાં મારા દિલમાં હતો. જ્યારે હું હોસ્ટેલમાં મારા રૂમમાં સૂતી ત્યારે મને તુ યાદ આવતો. તારી કમી મને એટલી ખૂંચતી કે મારે ઓશિકાને મારો જયુ સમજીને મારી બાહોમાં ભરીને સૂવુ પડતુ અને ત્યારે જ મને ઊંઘ આવતી. તારાથી દૂર જઈને ખુશ તો હું પણ નહતી પણ જો હું આ બધું વિચારીને તારી પાસે આવી ગઈ હોત તો આજે પણ તુ એ જ હોત જે બે વર્ષ પહેલા હતો.”

જયદીપ શિવાનીની વાત સાંભળી એકદમ ચુપ થઇ ગયો હતો. તેને ભાન થયું કે તે ભૂતકાળમાં શિવાની સાથે પ્રેમના નામે પોતાની હવસ જ પૂરી કરી રહ્યો હતો. જયદીપને હવે પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો હતો. તેણે શિવાની પાસે માફી માંગવાનું નક્કી કર્યું અને શિવાની સામે જોયા વગર તેણે તેનો હાથ શિવાનીના ગાલ પર રાખ્યો. ગાલ પર હાથ રાખતા જ જયદીપનો હાથ ભીનો થઇ ગયો અને તે બોલી ઉઠ્યો, “શિવાની તુ રડી રહી છે! શું થયુ તને? પ્લીઝ રડ નહિ.” તે શિવાનીને જોરથી ભેટી પડ્યો અને કહેવા લાગ્યો, “શિવાની મને માફ કરી દે. હું તને પ્રેમના નામે સતાવી જ રહ્યો હતો અને તુ મને સાચો પ્રેમ કરતી હતી એટલે મને સહન કરી રહી હતી. શું જરૂર હતી તારે મને સહન કરવાની? અને એ પણ એવા માણસ માટે જેને બસ તારુ શરીર જ દેખાતું હતું. હું હંમેશાં કામની વાતને લઈને તારી સાથે ઝગડતો રહ્યો જ્યારે તુ મને કેપેબલ બનાવવા માંગતી હતી. પ્લીઝ મને માફ કરી દે.” જયદીપની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

“જયુ માફી તો મારે માંગવી જોઈએ. મે તારો સાથ છોડી દીધો હતો. ભલે પછી એ પાછળ કોઈ સારો ઈરાદો હોય પણ મે જે કર્યુ એ બરાબર નહતુ. તને સમજાવવાના બીજા ઘણા રસ્તા હતા પણ મે ખરાબ રસ્તો જ પસંદ કર્યો. કષ્ટભંજનદેવની કૃપાથી આજે તુ એવો બની ગયો છે જેવો હું તને જોવા માંગતી હતી પણ મે જે કર્યુ તેના લીધે તારી જિંદગી પણ ખરાબ થઇ શકતી હતી. માણસો એક નાનકડા બ્રેકઅપના લીધે જિંદગી બગાડી નાખે છે અને મે તો તારી સાથે બ્રેકઅપ કરતા પણ ખરાબ કર્યુ છે.”

જયદીપ શિવાનીના આલિંગનમાંથી છૂટો પડ્યો અને શિવાનીના આંસુઓ લૂછતાં બોલ્યો, “શિવાની પ્લીઝ તુ રડ નહિ. જે થઇ ગયુ એ થઇ ગયુ અને આમ પણ જે થયુ એ સારા માટે જ થયુ છે. પ્લીઝ હવે તુ મને કદી છોડીને ન જતી. આ બે વર્ષ તારી વગર કેવી રીતે કાઢ્યા છે એ ફક્ત હું જાણું છું. હવે તુ દૂર ગઈ તો હું તારી દૂરી સહન નહિ કરી શકું. હું તને પ્રોમિસ કરું છું કે આજ પછી હું તારી આંખોમાં કદી આંસુ નહિ આવવા દવ. હવે હું એટલો કેપેબલ થઇ ગયો છું કે તને હંમેશાં માટે મારી પાસે રાખી શકીશ. હું ચાહું છું કે તુ હંમેશાં મારી પાસે રહે. મારી પ્રેમિકા બનીને નહિ પણ મારી વાઈફ બનીને.” શિવાની જયદીપની આંખોમાં પોતાની આંખો પરોવી જયદીપની વાતો સાંભળી રહી હતી. જયદીપની વાતો સાંભળી શિવાનીની આંખોમાં કંઇક અલગ જ ચમક હતી. જયદીપ જ્યાં સુધી બોલતો રહ્યો ત્યાં સુધી શિવાની તેની સામે એકીટશે જોઈ રહી અને જયદીપના હોઠ જ્યારે બોલતા બંધ થયા એટલે શિવાનીએ તરત જ તેના હોઠ જયદીપના હોઠ પર રાખી દીધા અને થોડીવાર સુધી જયદીપને કિસ કર્યા પછી બોલી, “હું પણ એ જ ચાહું છું.”

“પણ તારા પેરેન્ટ્સ મને સ્વીકારશે?” જયદીપે પૂછી નાખ્યું.

“મારા પેરેન્ટ્સ ઓલરેડી ગ્રીન સિગ્નલ આપીને બેઠા છે. મારી કોલેજ પૂરી કર્યા પછી પપ્પા પાસે મે તારી માંગણી કરી હતી અને પપ્પાએ થોડી તારા પર રીસર્ચ કરી અને તેમણે માની ગયા છે. પપ્પાએ સામેથી જ કીધુ કે તેમને ફર્ક નથી પડતો કે આજથી બે વર્ષ પહેલા તુ કેવો હતો. તેમની માટે આજે તુ જે છે એ વધારે મહત્વનું છે. તો હવે તો તને જાન લઈને આવવામાં પ્રોબેલ્મ નથીને?” શિવાની હસવા લાગી.

“હવે જમાઈ માની જ લીધો છે તો જમાઈને શું પ્રોબેલ્મ હોય? ચાલ હવે તને ઘરે ડ્રોપ કરતો જવ અને સાથે તારા પપ્પાને મળીને થેંક્યું કહેતો જવ. પપ્પા સાચે જ માની ગયા છે ને? જોજે હો ક્યાંક માર ન ખવરાવતી.” જયદીપ હસવા લાગ્યો.

“કેમ પપ્પાથી ફાટે છે?” શિવાની હસવા લાગી.

“હા. માત્ર તારા પપ્પાથી નહી, મારા પપ્પાથી પણ.” જયદીપે હસીને જવાબ આપ્યો.

“ચિંતા ન કર. પપ્પાને ખબર છે કે હું તારી સાથે અહીં આવી છુ. જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે પપ્પાએ કીધું હતું કે આવતી વખતે તને ઘરે લઈને આવું. પપ્પા તને મળવા માંગે છે. તો તારે મને ડ્રોપ કરીને નીકળી નથી જવાનું ઓકે? મારા ઘરમાં પણ આવવાનું છે.”

બંને બાંકડા પરથી ઉભા થયા એટલે શિવાનીનું ધ્યાન બાંકડા પર પડેલી થેલી પર ગયું અને તે બોલી, “જયુ આ થેલી તુ લઈને આવ્યો છે?” જયદીપે શિવાનીની વાત સાંભળી બાંકડા પર નજર કરી અને બોલ્યો, “અરે આ સાલું મનમાંથી જ નીકળી ગયુ. અરે આ તારા માટે તારી ગમતી ચોકલેટો લાવ્યો હતો પણ તારી પાસે બેઠો એટલે આ બધુ મનમાંથી જ નીકળી ગયુ કે તારા માટે કંઇક લાવ્યો છું.” જયદીપે થેલી શિવાનીને આપી. શિવાની “એક મિનીટ હું આવું છું” કહીને આગળ બાળકો રમતા હતા ત્યાં જઈને બાળકોને ચોકલેટ દઈને જયદીપ પાસે આવી ગઈ. જયદીપે કહ્યું, “એક ચોકલેટ તો તારા માટે રાખવી હતી. એક કામ કરીએ ઘરે જતા પહેલા બજારમાંથી તારા માટે ચોકલેટ લેતા જઈએ.”

“ના એવું નથી કરવું. તુ ચોકલેટનું ટેન્સન ન લે. મે મારી ચોકલેટ થોડીવાર પહેલા જ લઇ લીધી છે અને એ ચોકલેટ મને મન થશે ત્યારે હું લઇ લઈશ.” શિવાની જયદીપથી નજર છુપાવી હસવા લાગી.

જયદીપ શિવાનીના કહેવાનો અર્થ સમજી ગયો અને હસતા બોલ્યો, “જાને વાયડી. હોસ્ટેલમાં જઇને બગડી ગઈ છે.” શિવાની દોડીને બાઈક પાસે પહોંચી ગઈ અને જોરથી બોલી, “આ બધુ તારી પાસેથી જ શીખી છું.” જયદીપ હસતો હસતો બાઈક પાસે આવી ગયો અને બાઈકમાં બેસી બાઈક સ્ટાર્ટ કરવા લાગ્યો. બાઈક સ્ટાર્ટ થઇ એટલે શિવાની બાઈક પર બેસી ગઈ અને બંને ત્યાંથી નીકળી ગયા...

**વાંચવા બદલ આભાર**