Mari samay yatra books and stories free download online pdf in Gujarati

મારી સમયયાત્રા

મારી સમયયાત્રા

પ્રસ્તુત વાર્તા એક કાલ્પનિક વાર્તા છે જેનું વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી. પ્રસ્તુત વાર્તામાં રજૂ થયેલ પાત્રો કાલ્પનિક છે. પ્રસ્તુત વાર્તા કોઈના વાસ્તવિક જીવન પર કોઈ અસર પહોંચાડતી નથી. પ્રસ્તુત વાર્તામાં લેખક પોતાની ભૂતકાળમાં થયેલી ભૂલ સુધારવા ટાઈમ મશીનનું નિર્માણ કરે છે. તેમાં તે સફળ પણ થાય છે અને તે સમય યાત્રા ખેડે છે. પણ ભૂતકાળમાં જઇ તે નિષ્ફળતા અનુભવે છે. નિષ્ફળતા શા માટે અનુભવે છે વાર્તાના અંતે જાણ થશે. વાર્તાનો ઉદ્દેશ કોઈને ઠેસ પહોંચાડવાનો નથી ફક્ત મનોરંજન પૂરું પાડવાનો છે.

- સાગઠીયા સચિન

વાર્તા શરૂથી શરૂ કરું છું. હું અને શ્રી એકબીજાને 4થા ધોરણથી ઓળખીએ છીએ પણ સમયે અમે માત્ર ક્લાસમેટ હતા અર્થાત એકબીજાની બહુ નજીક હતા. મુખ્ય વાત તો છે કે અમે બંને એકબીજાના ભણતરની બાબતમાં કટ્ટર હરીફ હતા. પણ જ્યારે 6ઠા ધોરણમાં આવ્યા ત્યારે શી ખબર બંનેને શું થયું કે બંને હરીફાઈ મૂકી ગાઢ મિત્રો બની ગયા અને એકબીજાના અભ્યાસમાં મદદ કરવા લાગ્યા.

અમે બંને એટલા નજીક આવી ગયા હતા કે હવે સંબંધને મિત્રતા કહેવી સારું હતું લાગતું. એનું કારણ હતુ કે અમે એકબીજા વગર રહી હતા શકતા. દિવસ મને આજે પણ યાદ છે કે જ્યારે હું તાવને લીધે હું શાળાએ તો જતો ત્યારે તે બધાને મારી ખબર પૂછ્યા કરતી. મારા ભાભી ને તે તી ઓળખતી છતાં પણ તેણે મારા ભાભીને મારી ખબર પૂછી કે,ભાભી. સચિન નિશાળે કેમ નથી આવતો? તેના વગર અહીં ગમતુ નથી. કાલ ચોક્કસ તેને નિશાળે મોકલજો હો. ભૂલતા નહિ.” એનાથી મારા ઘરમાં ઘટના ચર્ચાનો વિષય બની ગઈ. 6ઠ્ઠું ધોરણ પૂરું થયું. મારો પહેલો નંબર આવ્યો.

14મી એપ્રિલે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જ્યંતીના કાર્યક્રમ દ્રારા આખા ગામની હાજરીમાં મારુ સન્માન કરવામાં આવ્યું. ત્યારથી શ્રી મારા સંપર્કમાં ઓછી રહેવા લાગી. મેં તેને ઘણી વખત કારણ પૂછ્યું પણ તેણે મને જવાબ આપ્યો. આખરે મારાથી રહેવાયું એટલે મેં તેની બેનપણી પૂજાને પૂછ્યું કે,મને તે શા માટે અવગણે છે?’ તેના જવાબમાં પૂજાએ કહ્યું, સાંભળીને તને દુઃખ થશે પણ જે હકીકત છે તને કહુ છું. તારો નંબર આવ્યો તેને નથી ગમ્યુ.” ઘડીક તો મને માન્યમાં આવ્યું. પણ પછી મેં વિષય પર તેની સાથે વાત કરી.તેણે મને કહ્યું કે,હા વાત સાચી છે, મારી લાગણીને ઠેસ પહોંચી છે. ચોથા ધોરણથી મારો પહેલો નંબર આવે છે અને વખતે તારો નંબર આવવાથી મેં મહેનત નથી કરી એવું સાબિત થયું છે. તેના કારણે મારે ઘણું સાંભળવું પણ પડ્યું છે. તારી સાથે થયુ હોત તો તને ખબર પડત કે કેવું લાગે છે? બોલ હવે તારે બીજું કાંઈ સાંભળવું છે?

મને એમ થઈ ગયુ કે મેં આને પૂછીને પોતાના પગ પર કૂવાડી મારી છે પણ શુ થાય મેં બધુ સાંભળી લીધુ અને જણાવ્યું કે,બસ,આટલી વાત. તારે નંબર જોઈએ છેને? વખતે નંબર હું તને અપાવીશ. ગેરન્ટી.” સાંભળી ફરી તેના ચહેરા પર સ્મિત આવી ગયુ અને મારી સફળતા હતી.

બધુ સારી રીતે ચાલી રહ્યુ હતુ. એવામાં મારા ફુઈનો છોકરો જીવો ત્યાં ભણવા આવ્યો.તે કેટલો અડવીતરો હશે, એતો તમને નામ પરથી સમજાય ગયુ હશે. તેના આવવાથી મારી હેપી લાઈફમાં ગ્રહણ લાગી ગયો. તે નિશાળમાં એટલા તોફાન કરતો કે મારેહું તેના મામાનો છોકરો છુંએવુ કહેવામાં શરમ અનુભવતો.

બધુ ઠીક હતુ પણ એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે શ્રી મારાથી બહુ દૂર ચાલી જાય છે.

તારીખ ?/03/2012-શનિવાર

દિવસ મને એટલે યાદ છે કારણકે દિવસે શ્રીએ મને તેના ફોટા દેખાડ્યા હતા. ફોટા સરસ હતા. ફોટા તેણે મીરાંબાઈ, ગરબા ક્વીન તેમજ હીરોઇનના વેશમાં પડાવ્યા હતા. દેખાડ્યા ત્યાં સુધી ઠીક હતુ પણ તેણે મને પૂછ્યું,સાચું બોલજે તને આમાંથી કયો ફોટો ગમ્યો?મેં કીધુ, બધા સરસ છે અને બધા મને ગમે છે. હકીકત તો છે કે તુ ગમે તેવો ફોટો પડાવ તે સારો આવે કેમ કે you are as beautiful as Cinderella (તુ સિન્દ્રેલા જેટલી સુંદર છો).(માફ કરજો થોડુંક તો ફિલ્મી આવશે.) સાંભળતા મને કહે,હા હા બસ હવે માખણ લગાવ, આવા ફિલ્મી ડાયલોગ મને સંભળાવ. મને ખબર છે કે તને પોપટ જેમ મીઠું મીઠું બોલતા બહુ આવડે છે. માટે હવે સાચું કે કયો ગમ્યો?પછી મેં તેને જવાબ આપતા કહ્યું કે, ના હું માખણ નથી લગાવતો, પણ જો તારે જાણવું હોય તો મને હીરોઇન ના પોઝ વાળો ફોટો મને અતિશય ગમે છે.” ત્યાં તો તે બોલી ઉઠી,મને ખબર હતી કે તને ગમશે.હું એટલો આંનદમાં આવી ગયો કે મારાથી બોલાઈ ગયું કે,તને વાંધો હોય તો ફોટાની એક કોપી મને આપીશ?” તેણે પૂછ્યું,તારે પણ આનું શું કામ છે?સાચું કે, તારે ફોટાની કોપી શા માટે જોઈએ છે?” હું મુંઝાયો પણ મેં હિંમત કરી જવાબ આપ્યો,શ્રી તને ખબર નથી કે હું દર વેકેશનમાં બોટાદ ચાલ્યો જાવ છું.” તેણે કહ્યું,તો?મેં જવાબ આપ્યો કે,તો શું,મારી સાથે બોટાદ તું થોડી આવીશ?તને ખબર તો છેને કે આપણે બેસ્ટ ફ્રેંડ છીએ. ું બે દિવસ પણ તને મળ્યા વિના નથી રહી શકતો. તો પછી દોઢ મહિનો મારાથી કેમ રહેવાય? માટે જો તારો ફોટો સાથે હોયને તો મને એકલું લાગે. સમજી?” સાંભળી તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને તે મારી સામે જોઇને સ્મિત કરવા લાગી. મને થયું કે કદાચ તેને ખોટું લાગ્યું હશે એટલે મૌન થઈ ગઈ છે. તેથી મેં તેને કહ્યું કે, તને ઇચ્છા હોય તો મારે નથી જોઈતો. હું તો આમજ માગતોતોપણ તે બોલી,સારું મારા ઘરે આવીને લઈ જજે.” મેં કહ્યું,યાર. મેં તારું ઘર નથી જોયુ અને ત્યાં આવીને તારા ઘરનાને એમ કહેવું કે શ્રીના ફોટા આપો મારે બોટાદ લઈ જવા છે!હં્યાં તો તે ખડખડાટ હસવા લાગી અને કહે,તારી વાત તો સાચી છે, સારું તું મને નાલીબાર(સિક્કાનો એક વિસ્તાર જે ભૂંગામાં આવેલો છે.)મળજે હું આજે સાંજે કોપી કઢાવી તને આપીશ. પણ કોઈને દેતો નહીં. વાત આપણી બે વચ્ચે રહેવી જોઈએ.” મેં તેની વાત માન્ય રાખી.

તે દિવસે સાંજે હું 4 વાગ્યે નાલિબાર આવી ગયો. પણ શુક્રવારે અમે સાંજે આનંદ મેળવવા માટે પૈસા વગરનું પાકીટ રસ્તામાં નાખી માણસોને મૂર્ખ બનાવતા. તે ધંધો મારા મિત્રોને ખાસ કરીને જીવા ને યાદ આવ્યો અને બધાએ પાછું મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું. પણ દિવસે હું ટુકડીમાં હતો. હું પાણીના ટાંકા પાસે આવી બેસી ગયો. રસ્તા પર નજર નાખી ત્યાં તો શુ જોવ છું. શ્રી તેના પરિવાર સહિત ટાંકા પાસેથી પસાર થઈ. બધાને સાથે જોઈને મેં મારો વિચાર બદલી નાખ્યો અને મેં ઘર તરફ દોડ મૂકી. પણ વિધાતાના લેખ કોણ બદલી શકે? જીવાએ મને અવાજ આપ્યો અને હું ત્યાં ગયો. જોયું તો શ્રીના દાદી પાસે પેલું પાકીટ હતું અને તેઓ બધાને ગાળો દેતા હતા. જીવો કહે, લીડર તમે ક્યાં ગયાતા?” સાંભળી શ્રીને થયું કે બધો પ્લાન મારો છે અને માત્ર મારી સામે જોઇ રહી.

બીજા દિવસે હું શાળાએ ગયો. શ્રીને બોલાવી પણ તે મારી સામે મોં ગાડ જતી રહી. બપોર થયો તેઓ જમતા હતા ત્યાંથી હું પસાર થયો એટલે પૂજાએ મને કહ્યું,સચિન ચાલ અમારી સાથે નાસ્તો કર. તને મારા સમ.હું ના પાડ શક્યો. ડબામાંથી થોડા મમરા લીધા અને શ્રીને પૂછ્યું,મારી સાથે વાત કેમ નથી કરતી? શું થયું છે?” તેણે કહ્યું,પૂજા ચાલ, અહીં મચ્છર વધી ગયા છે. ચાલ નહિતર મેલેરિયા થઈ જશે.” સાંભળી મને હસું આવ્યું અને મેં કહ્યું,વાંધો નય, તારી માટે હું મચ્છર છું ને પણ હું તને નહીં કરડું. પણ મારી સાથે વાત કર.” પણ તે તો ત્યાંથી જતી રહી.

મને થયું કે ગઈકાલે બનેલી ઘટનાથી તેને દુઃખ લાગ્યું હશે. મેં ઘણી વાર તેની પાસે માફી ડાયરેકટલી અને ઈંડિરેક્ટલી માંગી પણ તેણે મને જવાબમાં કહ્યું કે,હું તારું કઈ પણ સાંભળવા માંગતી નથી.” વાત અનિકેતના કાને પહોંચી. અનિકેત મારો મિત્ર હતો. તેણે મને પોતાના ઘરે બોલાવી મારી પાસે વાત પર ચર્ચા કરી. મને કહ્યું કે,જો તારે શ્રી પાસે નિર્દોષ સાબિત થવુ હોય તો તારે મારુ એક કામ કરવું પડશે. તને મંજુર છે?” મેં કહ્યું, વાત તને કોણે કહી?” તેણે મને કહ્યું બધું જવા દે તારે નિર્દોષ સાબિત થવું છેને? હું મજબૂર હતો મેં હા પાડી. તેને મને કહ્યું,એમ નહિ.તારે સમ ખાવા પડશે.મેં તે માન્ય રાખ્યું અને પછી તેણે મને જે કામ કરવાનું કીધું સાંભળીને મને ધનુર ઉપડી ગયું. તેણે કહ્યુ હતુ કે,તું શ્રીને ભૂલી જા. અમે બંને નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ. મારા દાદા અને શ્રીના દાદા બંને પાકા મિત્રો છે. તું ધીરે ધીરે અમારી વચ્ચે આવશ. બીજી વાત કે ભવિષ્યમાં શ્રી તારી પાસે હશે તેની કોઈ ગેરન્ટી નથી. પણ મારી પાસે તે હશે 100%ગેરન્ટી છે. માટે જો તારે નિર્દોષ સાબિત થવું હોય તો શ્રીને ભૂલી જા અને આજ પછી તેને બોલાવતો.” મારી પાસે હા પાડવા સિવાય કોઈ વિકલ્પ હતો અને આખરે મેં શરત સ્વીકારી.

અનિકેતના કહેવા પ્રમાણે હું શ્રીથી દૂર થઈ ગયો. અનિકેત તેને રિસેસમાં મીઠો લીમડો દેવાના બહાને રૂમની પાછળ લઈ જતો અને શ્રી સાથે વાતો કરતો. તે શુ વાતો કરતો તો રામ જાણે. પણ દિવસથી શ્રી મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી, તે મોનીટર બની મારુ બધા વચ્ચે અપમાન કરવા લાગી. સતત એક વર્ષ ચાલ્યું. 7માંની પરીક્ષામાં મેં કહ્યા પ્રમાણે તેને બધુ લખાવ્યું અને પરિણામે મારો બીજો નંબર આવ્યો. શ્રી નો પહેલો નંબર આવ્યો. મારા ભાઈએ મારા મોબાઈલ તથા ટી. વી. પર પ્રતિબંધ લગાવ્યો અને મને ઘણો ઠપકો આપ્યો. શિક્ષકોની નજરમાં મારી વેલ્યુ ઘટી ગઈ. બધું જોઈ શ્રી મારો મજાક ઉડાડવા લાગી અને મને ધિક્કારવા લાગી.

હવે મને થયું કે હું મોત મીઠું કરી લવ. પણ તેનાથી હતું એવું થાત. બધી આશાઓ મરી ગઈ. જીવન પ્રત્યે રસ રહ્યો અને એમ કરતાં કરતાં 8મુ પણ પૂરું થવા આવ્યું. હવે અનિકેત ને તેની ભૂલ સમજાઈ. તેણે મને કહ્યું,સચિન, તારી સાથે મેં ખોટું કર્યું. મેં તારી પાસેથી જીવવાની આશા છીનવી લીધી. તમે એકબીજા સાથે કેવા ખુશ હતા. પણ મેં તમને અલગ કરી નાખ્યા. તને થતું હશે કે શ્રી બહુ ખુશ છે ના તે પણ દુઃખી રહે છે. હું મારા કૃત્ય માટે ક્ષમા ચાહું છું અને તને સમમાંથી છૂટો કરું. ચાલ મિત્ર ફરી એક નવી શરૂઆત કરીએ.

ઘડીક તો હું રાજી થયો પણ હવે શુ? નફરતનો છોડ હવે વૃક્ષ બની ગયો હતો. આખરે વિદાયદિન આવ્યો. મેં નક્કી કર્યું કે આજ શ્રી સાથે વાત તો કરવી છે, ભલે ગમે થાય. પૂજા મારફતે મેં તેને પાણીના પરબ પાસે બોલાવી અને પૂછ્યું કે,હવે આપણે સંબંધ રાખવાનો છે?” તેણે કાઈ જવાબ આપ્યો અને મોઢું બગાડીને જતી રહી. મને થયું કે તેનો જવાબ ના છે.

દિવસ પછી મારો સ્વભાવ બદલી ગયો. મારામાં ચીડિયાપણું આવી ગયું. વાત વાતમાં ગુસ્સો કરવા લાગ્યો અને આખરે અભ્યાસ છોડી દીધો. એક આખું વર્ષ રખડયો અને બધાના કહેવાથી બોટાદમાં ફરી 9માં ધોરણથી ભણવા બેઠો. શ્રીની ઘટનાને એક ખરાબ સપનું સમજીને ભૂલી ગયો અને અભ્યાસમાં ધ્યાન આપ્યું. પરીક્ષામાં સારા ગુણ લાવી શિક્ષકોનું દિલ જીતી લીધું. દસમું ધોરણ આવ્યો અને ટ્યુશન જવાનું નકકી કર્યું.

બધું બરોબર ચાલતું હતું. મનમાં કોઈપણ જાતના વિચાર તા આવતા. પણ એક દિવસ બન્યું એવું કે રવિવારે સાઉથનું સૂર્યાનું ફિલ્મ ટાઈમ સ્ટોરીજોયુ અને તેની મારા મગજ પર ઊંડી અસર થઈ. મને પણ ભૂતકાળમાં જવાની ઈચ્છા થઈ. પણ મનને મનાવી લેતો કે શક્ય નથી. ટ્યુશનમાં ગયો અને કાળું સાહેબ, જે વિજ્ઞાનના પ્રોફેશનલ શિક્ષક હતા તેમણે કહ્યું કે,આઈન્સ્ટાઈન ના કહેવા મુજબ જો આપણે ગતિના નિયમો અને બ્રહ્માંડના નિયમોનો ઊંડો અભ્યાસ કરીયે તો કદાચ આપણે ભૂતકાળમાં જઇ શકીએ.” સાંભળતા વળી પાછી ભૂતકાળમાં જવાની ઇચ્છા જાગી. મને થયું કે, જો કદાચ હું ભૂતકાળમાં ચાલ્યો જાવ અને મારી 7મા ધોરણની ઘટનાને ફરી સુધારું તો શ્રીને હું ફરી પ્રાપ્ત કરી શકું.” બસ ઘેલશા ને ધ્યાનમાં રાખી તે દિવસથી મહેનત ચાલુ કરી દીધી.

મેં દસમા ધોરણ પછી સાયન્સ રાખ્યું અને તેમાં ભૌતિક વિજ્ઞાન પર વધુ ભાર આપ્યો. મેં આઇન્સ્ટાઇનના પુસ્તકો વાંચીને ગતિનું વધારે જ્ઞાન મેળવ્યું. 4 વર્ષ સુધી હું ગતિ અને બ્રહ્માંડના નિયમોની વચ્ચે રચ્યોપચ્યો રહ્યો.

તારીખ 1/03/2020-શનિવાર

4 વર્ષની મારી મહેનત આજ રંગ લાવી. હું મારી મથામણમાં સફળ થયો. મેં જાણી લીધું કે ભૂતકાળમાં કઈ રીતે જવાય? હવે માત્ર એક ચિનગારી આપવાની હતી અને પછી હું ભૂતકાળમાં. 3 વર્ષ મેં ગતિ અને બ્રહ્માંડ ના નિયમો પર અભ્યાસ કર્યો અને 1 વર્ષ મેં ટાઈમ મશીન બનાવવા કાઢી નાખ્યું. ટાઈમ મશીન તો પહેલા બની જાત પણ ભારત પાસે એવી ટેક્નોલોજી હતી પણ આજે 2020માં તે શકય છે. રાતના 12:25 વાગ્યે મેં ભૂતકાળમાં જવાનું નક્કી કર્યું. કોઈને કીધા વગર હું મારી લેબમાં આવી ગયો. મશીનના બધા સ્પેરપાર્ટ્સ ચેક કરી માતાજીનું નામ લઈ મશીન ચાલુ કરી. થોડી વાર સુધી ભયંકર અવાજ થયો અને અચાન મશીનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. થોડી વાર ધુમાડો નીકળ્યો અને મશીન એકદમ બંધ પડી ગઈ.

મને થયું કે મશીન બગડી ગઈ લાગે છે. તેને ચેક કરવા હું મશીનમાં ગયો કે તરત મસીનમાથી ધુમાડા નીકળવાનું ચાલુ થઈ ગયું અને ફરી પેલો ભયંકર અવાજ ચાલુ થયો. મશીનમાં લગાવેલી લોખંડની પાઇપ મારા માથાંમાં જોરથી પટકાય અને હું બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો એટલે બધી બાજુ જોયું તો જગ્યા જાણીતી હોય એવું લાગ્યું. મારી હાલત બહુ ખરાબ હતી. માથામાંથી લોહી વહી જતું હતું.ચહેરા પર ચેકા પડી ગયા હતા. આંખો સોજી ગઈ હતી. હાથ પગ છોલાઈ ગયા હતા અને લોહી નીકળતું હતું. અસહ્ય પીડા થતી હતી. ઉપર નજર નાખી જોયું તો પાણીની ટાંકી હતી અને જોઈને મને મગજમાં દુખાવો ઉપડ્યો અને ફરી પાછો બે ભાન થઈ ગયો.

ભાનમાં આવીને જોયું તો કોઈક મને ઉઠાડતું હતું. મેં જોયું તો ચહેરો ઝાંખો દેખાતો હતો. થોડીક વાર પછી જોયું તો ચહેરો ચોખ્ખો દેખાવા લાગ્યો. જોયું તો તે જીવો હતો. તે કહેતો, ભાઈ, તમને શુ થયું? તમને લોહી નીકળે છે. ઘડીક રહો હું કોઈકને બોલાવીને લાવું.” મને નવાઈ લાગી કે,મારા ફુઈનો છોકરો મને નથી ઓળખતો? નકકી હું ભૂતકાળમાં આવી ગયો છું પણ હું છું ક્યાં? અને ટાઈમ મશીન ક્યાં છે.” મારી પાસે બે જણ આવ્યા અને મને ઉપાડીને પોતાની બાઇકમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે મારી સારવાર કરી અને મને હોસ્પિટલમાં દાખલ રહેવા સૂચવ્યું. મારી પથારીની બાજુમાં જોયું તો જીવો, પકો અને હર્ષદ હતા. હર્ષદ મને પૂછવા લાગ્યો,ભાઈ તમે કોણ છો? અને આમ આવી હાલત તમારી કોણે કરી?” મેં કહ્યું,મને નથી ખબર હું કોણ છું? અને કયાંથી છું? મને કઈ પણ યાદ નથી.” મને થયું કે હું મારી ઓળખાણ આપીશ તો મારા પર વિશ્વાસ નહિ કરે કે હું ભવિષ્યમાંથી આવું છું. બધાને લાગ્યું કે મારી યાદદાસ્ત વય ગઈ છે. હર્ષદ કહે,ભાઈ તમને કંઈ વાંધો હોય તો તમે ઠીક થાવ ત્યાં સુધી મારા ઘરે રહેશો? મને તમારી મદદ કરીને સારું લાગશે.મારી આંખમાં હર્ષના ંસુ આવી ગયા. મેં તેની વાત માન્ય રાખી. જોઈ ડોક્ટર હર્ષદ, પ્રકાશ અને જીવાને શાબાશી આપવા લાગ્યા અને બોલ્યા,દુનિયામાં હજી ઈશ્વર છે.”

2 દિવસ હું હોસ્પિટલમાં રહ્યો અને 3જા દિવસે હું હર્ષદના ઘરે ગયો. મારી હાલત હજી સુધી ખરાબ હતી પણ હર્ષદે મારી ઘણી સેવા કરી. મેં હર્ષદને વિનંતી કરી કે,તમે મારી કોઈને જાણ કરતા.” તેણે તે માન્ય રાખ્યું. 4-5 દિવસ પછી હું સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયો અને હર્ષદના મમ્મીને જણાવ્યું કે,હું થોડાક સમય માટે બહાર જવ છું. મારી ચિંતા કરતા.તેમણે મને કહ્યું, બેટા, જરા જાળવીને જજે.” સારું કહીને હું બહાર ગયો અને યાદ આવ્યું કે હું જે કામ કરવા ભૂતકાળમાં આવ્યો હતો ભૂલી ગયો છું.

તારીખ 10/03/2012-ગુરુવાર

હું નાલિબાર આવ્યો અને જોયું તો બધા નિશાળીયા નિશાળે જતા હતા. મેં નિશાળે જવાની કોશિશ કરી પણ મારી પાછળ કૂતરા દોડ્યા. મારે નાનપણથી એક એવી બીમારી છે કે જ્યારે હું કૂતરાને જોઈ જાવ એટલે મને યમરાજનો પાડો દેખાય. હવે વિચાર્યું કે શાળામાં પ્રવેશ મેળવવા માટે ચોક્કસ કારણ જોઈએ. થોડી વાર ત્યાં બેઠો અને એક અવાજ સંભળાયો,મિત યાર આજ ટીચર ને કેજે કે મારા વાલી ઘરે નથી, નહિતર ટીચર મારશે.” જોયું તો 4થા ધોરણ નો સુનિલ બોલતો હતો. મારા મનમાં એક યુક્તિ સૂઝી. મેં તેને કહ્યું,તારા વાલી બનીને હું આવું તો.મને તે કહે,તમે કોણ છો અને તમે કેમ વાલી બનીને આવવા માંગો છો?” મેં કહ્યું,મને તારો ભાઈબંધ સમજ અને હું તેજ નિશાળમાં ભણેલો છું. મારે ખાલી નિશાળ જોવી છે.” તેને વાત ગળે ઉતરી ગઈ.

તેની સાથે હું નિશાળમાં ગયો. સૌ પ્રથમ તો હું ફાલ્ગુની ટીચરને મળ્યો અને ચીલર પાર્ટી નું ચેપટર પતાવ્યું. હવે મારુ મુખ્ય કામ યાદ આવ્યું અને તેને શરૂ કરી દીધું. હું શાળાની બહાર દુકાને બેઠો. મને ખબર હતી કે હવે ટૂંક સમયમાં રીસેસ પડશે. થોડીક વાર થઈ અને રીસેસ પડી. બધા છોકરાઓ બુમો પાડતા પાડતા બહાર નીકળ્યા. બધાને જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું પણ મારી નજર તો માત્ર શ્રીને શોધી રહી હતી. થોડોક સમય જતાં બધા નાસ્તો કરવામાં, રમવામાં અને ગપ્પા મારવામાં મશગુલ હતા અને તે સમયે બે છોકરી આવતી દેખાઇ. તે શ્રી અને પૂજા હતી. શ્રીને તો હું જોતો રહી ગયો. તેને જોઈને કઈક અલગ અનુભવતો હતો કારણકે તેનું સ્મિત હું 8 વર્ષ પછી જોઈ રહ્યો હતો. થોડીક વાર સુધી હું મારી કલ્પનાની દુનિયામાં ખોવાઈ ગયો અને હોશ આવ્યો ત્યારે તે શાળા તરફ જતી હતી. મેં વિચાર્યું કે, સમયે એની સાથે વાત કરવી યોગ્ય નથી.” હવે 4 વાગ્યાની રીસેસ મારો છેલ્લો ચાન્સ હતો.

4 વાગ્યા સુધી હું તેની સાથે વાત કરવા હિંમત ઉત્પન્ન કરતો રહ્યો જેની કમી હતી. જો હિંમત મારી પાસે 8માં ધોરણમાં હોત તો મારે ભૂતકાળમાં આવવું પડત. 4 વાગ્યા અને હું મુંઝાયો કે,તેને હવે ક્યાં ગોતવી?” મને તરત યાદ આવ્યું કે,અત્યારે તો અનિકેત તેને લીમડો દેવા જરૂર રૂમ પાછળ લાવશે .હું તકની રાહ જોતો શાળાની પાછળ ગુલમહોર ના ઝાડ નીચે બેસી ગયો. મેં જે વિચાર્યું હતું થયું, અનિકેત શ્રી ને કલાસ પાછળ લઈ આવ્યો અને મીઠો લીમડો આપી તેની સાથે વાતો કરતો હતો. મને ગમ્યું પણ શુ થાય? મને કોણ ઓળખતું હતું? હું માત્ર અનિકેતના નિકળવાની રાહ જોતો હતો. શ્રી મને જોઈ ગઈ અને અનિકેત ને કહેવા લાગી,પેલો લંબુ કોણ છે અને અહીં શુ કરે છે?અનિકેત કહે,એને મુકને એતો ગાંડો હોય એવું લાગે છે.મને મગજ ગયો પણ હું મૌન રહ્યો. ઈશ્વરની કૃપાથી અનિકેતના મિત્ર તેને રમવા માટે બોલાવીને લઈ ગયા.

તે જોઈને મને મારી સફળતા દેખાતી હતી. નવાઈની વાત તો હતી કે શ્રી હજી ત્યાં ઉભી હતી અને મારી સામે એક નજરે જોઈ રહી. મને થયું કે, મને ઓળખી ગઈ લાગે છે.પણ એવું હતું. મેં પણ તેની નજરમાં નજર પરોવી અને તેણે મને તેની પાસે બોલાવવા ઈશારો કર્યો. મને મારી આંખ પર વિશ્વાસ આવ્યો પણ તે હકીકત હતી. હું તેની પાસે ગયો તેણે મને કહ્યું કે,મારો દુપટ્ટો પેલી બાજુ કાંટામાં ફસાઈ ગયો છે જરા એને કાઢી આપશો?” મેં કહ્યું,વાંધો નય.મેં દુપટ્ટો કાઢી આપ્યો. તેણે મને થેન્ક્સ કહ્યું. મેં સામે કહ્યું,યુ ઓલવેઝ વેલકમ. સાંભળીને તેને નવાઈ લાગી. મને કહેવા લાગી,માફ કરજો. તમે આમ તો ગાંડા જેવા લાગો છો અને english? વાત કાંઈ ગળે ઉતરી નહીં.” મેં કહ્યુ, “મને ખબર છે કે તમે મારા હાલ જોઈને મને ગાંડો સમજો છો પણ હું હજી ગઇ કાલે હોસ્પિટલમાંથી આવું છું. રહી વાત મારા ઇંગલિશ ની તો હું 12 પાસ છું. Do you understand?” સાંભળી તે બોલી, “તો બરાબર પણ તમે અહીં ક્યારના મને જોતા હતા. તમારે કોનું કામ છે? અને તમે કોણ છો? તમને અહીં ક્યારેય જોયા નથી.” મેં કહ્યું, “મારુ નામ કેટબોય છે. નામ સાંભળીને નવાઈ લાગશે પણ સાચું અને ખોટું બંને નામ છે. તમે સચિનને ઓળખો છો?” મારુ નામ સાંભળતા તેનું મોઢું બગડી ગયું અને કહેવા લાગી, “હું....હું...હું કોઈ સચિનને નથી ઓળખતી.” ત્યાં તો એની બેનપણી પૂજા સાંભળી ત્યાં દોડી આવી અને કહેવા લાગી, “યાર, ખોટું કેમ બોલશ. તે કદાચ આપણા સચિનની વાત કરતો હશે.” મારી સામે જોઈ મને પૂછવા લાગી કે, “કોણ સાગઠીયા સચિન?” મેં કહ્યું, “હા , શું તમે તેને ઓળખો છો?” શ્રી બોલી ઊઠી, “માફ કરજો અમે કોઈ સચિનને નથી ઓળખતા. તો અમથી મજાક કરે છે તે પણ તમને ગાંડો સમજે છે. ચાલ પૂજા રીસેસ પુરી થઈ ગઈ છે.”

મેં કદી સપનામાં પણ હતું વિચાર્યું કે શ્રી મારાથી આટલી નફરત કરતી હશે કે મારું નામ પડતા તેનું મોઢું બગડી જાય અને મારી ઓળખાણ આપવામાં પણ સંકોચ અનુભવે. વાહ! શુ મારા ભાગ્ય છે? મારુ કરિયર બગાડી હું ફરી ભૂતકાળમાં દિવસ જોવા આવ્યો હતો. બસ દિવસ જોવાનો બાકી હતો.

હું નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો ગયો. હું હર્ષદને ઘર આવી એકદમ ઉદાસ થઈ બેસી ગયો. મને ઉદાસ જોઈ હર્ષદના મમ્મીથી રહેવાયુ. તે મને પૂછવા લાગ્યા, “બેટા. તું ગયો ત્યારે હસતા મુખે ગયો હતો અને આવ્યો ત્યારે આમ ઉદાસ કેમ? શુ વાત છે? જો કાઈ તકલીફ હોય તો મને મુંઝાયા વગર કહી દે. હું તને મારો દીકરો માનુ છું. એક માં થી દીકરાની પીડા કેમ જોવાય? જો તું પણ મને માં ગણતો હો તો મને જે હોય મુંઝાયા વગર કહી દે.” મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા. હું બોલ્યો, “માસી તમે મારા માં થી પણ ઉપર છો પણ તમે મારી વાત સ્વીકારી નહિ શકો. તમને વાત પર જરા પણ વિશ્વાસ નહિ આવે.” તેમણે બોલ્યા, ‛બેટા, મને મારા દીકરા પર વિશ્વાસ છે કે તે મારી પાસે જૂઠું નહિ બોલે.”

સાંભળી હું હરખાયો અને મેં મારી વાત શરૂ કરી, “હું અહીંનો નથી. હું સમયયાત્રા કરીને 8 વર્ષ પાછો આવ્યો છું. હું 2020માંથી સમય સાથે સંઘર્ષ કરી ફરી 2012માં આવ્યો છું. હું અહી મારી ભૂતકાળની ભૂલ સુધારવા આવ્યો હતો પણ તેમાં હું નિષ્ફળ ગયો છું. તેથી હવે હું 2020માં જવાની તૈયારી કરી રહ્યો છું.” મારી વાત સાંભળી ઘડીક તેમણે શોકમાં ડૂબી ગયા અને પછી બોલ્યા, “બેટા, ને તારી વાત પર વિશ્વાસ છે. આમાં તારે નિષ્ફળતા અનુભવવાની જરૂર નથી. આપણે કદી પણ આપણું ભૂતકાળ બદલી શકતા નથી. બીજી વાત તો છે કે તું નિષ્ફળ ગયો નથી. જે કામ આજ સુધી કોઈ કરી શકયા નથી કાર્યમાં તું સફળ થયો છે. તારી મોટી સફળતા છે. તારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ.”

તેમની વાત મને ગળે ઉતરી ગઈ. મેં સ્વીકારી લીધું કે, “મનુષ્યનું વર્ચસ્વ માત્ર વર્તમાન પર છે તે ભવિષ્ય કે ભૂતકાળમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર કરી શકતો નથી, તે વિધાતાના લેખમાં મેખ મારી શકતો નથી.” મેં નકકી કર્યું કે હવે મારુ કામ અહીં પૂર્ણ થાય છે અને મારે હવે 2020માં પાછું ફરવાની જરૂર છે. તેથી મેં હર્ષદના મમ્મીને જણાવ્યું કે, “માસી હવે મારો જવાનો સમય થઈ ગયો છે. તમે મને સાચવ્યો હું કદી નહિ ભૂલું. હર્ષદને મારા આવજો કહેજો.” મારી વાત સાંભળી તેમની આંખમાં આંસુ આવી ગયા અને જોઈને હું બોલી ઉઠ્યો, “માસી મારે રડતા રડતા વિદાય નથી લેવી. હું તમારું હસતું મોઢું જોતા ભવિષ્યમાં જવા ઈચ્છું છું.” મારી વાત સાંભળીને તેમણે પોતાના આંસુ લુછી નાખ્યા .ને આશિર્વાદ આપતા કહ્યું, “બેટા, તને ભગવાન દુનિયાનું બધું સુખ આપે અને તું હેમખેમ ઘેર પહોંચી જા એવી દુઆ કરું છું.” મેં તેમની ચરણરજ લઈ વિદાય લીધી.

વાત વાતમાં સાડા 10 વાગી ગયા અને હું ટાંકા પાસે આવી ફાંફા મારવા લાગ્યો. મેં માસીને ચિંતા થાય એટલે કહી તો દીધુ કે, “મને ખબર છે કે ટાઈમ મશીન ક્યાં છે? પણ હવે શુ કરવું. ટાઈમ મશીન છે ક્યાં?” મેં ગોતવાનું શરૂ કર્યુ. સાડા 12 વાગ્યા સુધી મથ્યો પણ ટાઈમ મશીન મળી. આખરે થાકીને બેઠો. અડધી રાત થઈ. કુતરાઓ ભસવાનું ચાલુ કરી દીધું. મને બીક લાગવા લાગી અને હું મુંઝાયો. જેમ સમય જતો ગયો એમ ઠંડી અને પવનના સુસવાટા વધવા લાગ્યા. આખરે મેં નક્કી કર્યું કે હવે જે થાય તે આજે ટાંકામાં રાતવાસો કરવો છે.

મેં પથ્થર લઈ ટાંકાનું તાળું તોડી નાખ્યું અને તેની અંદર ગયો. ટાંકાની અંદર ઘોર અંધારું અને કબૂતરના ઉડવાનો અવાજ આવતો હતો. મને બીક લાગી એટલે મેં સીડી પર ચડી દોડ મૂકી અને છેક છેલ્લા માળે જ્યાં બધું ખુલ્લું હતું ત્યાં આવી ગયો. ત્યાં પહોંચી જોયું તો મને મારી આંખ પર વિશ્વાસ આવ્યો. ટાઈમ મશીન ત્યાં હતી. પછી મને ભાન થયું કે હું હોસ્પિટલમાં શા માટે હતો? અને મારી ગંભીર હાલત શા માટે હતી? ખરેખર મારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે એટલી ઊંચાઈએથી પાડવા છતાં હજી હું જીવતો છું. હવે મને વિશ્વાસ થઈ ગયો કે હજી મારો ઈશ્વર દુનિયામાં છે અને તે અદ્રશ્ય શક્તિ બનીને મારી મદદ કરે છે.

ઈશ્વરનો આભાર માની. ટાઈમ મશીનને ખસેડીને સમતલ સપાટી પર મૂકી. ટાઈમ મશીનની હાલત બહુ ખરાબ હતી. તે ચાલુ થશે કે નહીં? તેની કોઈ ગેરન્ટી નહતી. ટાઈમ મશીનના તાર બધા ખુલી ગયા હતા. જોતા લાગ્યું કે, “કદાચ જ્યારે હું ટાંકા પરથી નીચે પડ્યો હઇસ ત્યારે તાર મને વીંટળાઈ ગયા હશે. તેથી મને બહુ ઇજા નથી પહોંચી.” કલાક સુધી મથ્યો ત્યારે ટાઈમ મશીન ઠીક થઈ. તાર વીંટવામાં બહુ સમય લાગ્યો. માતાજીનું નામ લઈ ટાઈમ મશીનમાં પ્રવેશ્યો. જોયું તો તારીખ સેટ કરવાનું સ્તર તૂટી ગયું હતું. નક્કી કર્યું કે હવે નશીબ હશે ત્યાં ટાઈમ મશીન લઈ જશે. 33 કરોડ દેવતાઓને યાદ કરી ટાઈમ મશીન ચાલુ કરી.

ફરી પાછો ભયંકર અવાજ શરૂ થયો. મશીનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું. મશીન ફરી પાછી બંધ પડી ગઈ. ફરી કોશિશ કરી અને મશીન ચાલુ થઈ ગઈ અને તાર ખુલ્લા હોવાથી મને જોરદાર કરંટ લાગ્યો. કરંટ લાગવાથી હું બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો તો વાડામાં પડ્યો હતો. જોયું તો બોટાદવાળા મારા ફુઈના ઘરના વાડામાં પડ્યો હતો. ઉભો થઈને જોયું તો મારા ફુઈનો છોકરો મોંટૂ કઈક બાળતો હતો. મેં પૂછ્યું, “ શું કરશ?” તેણે મને કહ્યું, “વાડામાં સૂઈને ધરાય ગયો? તને યાર કેવી ટેવ છે? જ્યાં ત્યાં સુઈ જાસ. શી ખબર તને નિંદર કેમ આવતી હશે? મોઢું ધોઈને મારી સાથે તાપણું કર, ટાઢ ઉડી જાય.” હું વિચારમાં પડી ગયો, “કાઈ નય ને ટાઈમ મશીન બોટાદમાં લઈ આવી? પણ તે છે ક્યાં? લગભગ બધું સપનું તો નહીં હોય ને?”

મોઢું ધોઈને મોંટૂ પાસે બેઠો. મેં કહ્યું, “શું સળગાવ્યું છે કે આટલો મોટો તાપ થાય છે?” તેણે જવાબ આપતા કહ્યું, “તું સૂતો હતો ત્યારે તારી બાજુમાં કઈક મોટું ડબ્બા જેવું પડ્યું હતું અને એમાંથી ધુમાડા નીકળતા હતા. જ્યાં જોવ ત્યાં તાંબાના તાર તૂટેલા પડ્યા હતા. મને થયું કે કચરો છે અને તે તાંબાના તાર કાઢવા માટે સળગાવ્યું હશે અને હવાના કારણે તે પૂર્ણ રીતે સળગ્યું નહિ હોય એટલે ધુમાડા નીકળતા હશે. તેથી તારે મહેનત કરવી પડે એટલે મેં તેને સંપૂર્ણ રીતે સળગાવી નાખ્યું છે અને તાપ તે ડબ્બાનો છે.”

તેની વાત સાંભળી મને બધું સમજાય ગયું કે, “ મૂર્ખાએ મારી ટાઈમ મશીનનું ભળથું કરી નાખ્યું છે પણ તેને સમજાવવું કેમ કે તેણે મારી 2020મા જવાની આશા તોડી નાખી છે.” હવે મારી આશા મરી ગઈ. થોડીક વાર પછી સાંઈરામ દવેનું વાક્ય યાદ આવી ગયું, “what ever happening is for good only”(જે કાંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે). ઘરમાં જઇ કેલેન્ડરમાં જોયું તો 5 નવેમ્બર, 2016ની તારીખ હતી. વિચાર્યું કે, “હજી 2016માં મારુ અગત્યનું કઈક કામ બાકી લાગે છે. તેથી ભગવાન મને ફરી 2016માં લઇ આવ્યા છે.” તમામ ઘટનાને સારું પાસુ માની આગળની જિંદગી 2016 થી શરૂ કરી. ખરેખર ઈશ્વર ખુબજ દયાળુ છે.

હે પરમ કૃપાળુ પરમાત્મા તે મને ખુબ સાચવ્યો છે અને તે જે મને સારી જિંદગી આપી છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”

જય હિન્દ

Thanks for readin

જય માતાજી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED