તુલસી --અતુલ્ય વનસ્પતિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુલસી --અતુલ્ય વનસ્પતિ

તુલસી સમાન ઔષધ નહિ..
પ્રાચીન ભાષા સંસ્કૃત માં કહેવાયું છે, ' યસ્ય તુલયમ ન અભવત' અર્થાત્ જેની તુલના કોઈ સાથે ન થઈ શકે તે તુલસી. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં તુલસી જોવા ન મળે. તો એના અનેક ઉપયોગોને કારણે ઘરના આંગણામાં તેને સ્થાન મળ્યું છે. એક સર્વેક્ષણ મુજબ આજે 58 ટકા લોકો ઘરની શોભા માટે ધાર્મિક માન્યતાને કારણે ૮ ટકા લોકો તો ૨૭ ટકા લોકો ઔષધી તરીકે ઉપયોગી થાય તે માટે ઘરે તુલસીના છોડને વાવે છે. પુરાણમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે અમૃત મંથન કર્યું ત્યારે સર્વપ્રથમ પ્રાણીમાત્રના કલ્યાણ માટે તુલસીની ઉત્પત્તિ કરી હતી.ત્યારથી જ કહેવત પડી "જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર રોગ ન જાય,સાજા રેવાનુ આ છે સાર ગાય અને તુલસી હો દ્વાર"
તુલસીના વિવિધ ભાગો 92% પાંદડા 35% માંજર 8% ડાળખાં અને 3% મૂળનું ઔષધિ તરીકે કુદરતી ઉપચારમાં વાપરી, દીર્ઘાયુ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.તેના આધારે તેના વિવિધ નામ પાડવામાં આવ્યા છે.
સંસ્કૃત તુલામ એટલે અનુપમ કે જેના જેવી બીજી કોઈ ઔષધિ નથી.સુલભા એટલે સરળતાથી મળી આવે તે.સરસા એટલે સૌથી ઉત્તમ શૂલદની એટલે શૂળનો નાશ કરનારી. પ્રતિ ગંધા એટલે સડાને કારણે ઉત્પન્ન થતાં ગંધનું નાશ કરનારી. અંગ્રેજીમાં મોસકીટોરિપ્લૅનટ એટલે મચ્છરનો નાશ કરનારી...
આમ ઔષધિ તરીકે ખાંસી, શૂળ, બ્રોન્કાઇટીસ, ન્યુમોનિયા, કૉલેરા, કૃમી, હેડકી, ઉલટી, શ્વાસ, તાવ, આધાશીશી, ગળા માં સોજા,કાનનો દુખાવો,ચામડીના રોગો,આંતરડાની તકલીફ,યકૃતના રોગો,ઝાડા જેવા અનેક રોગોમાં તુલસીના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે.ઘરની હવાને શુદ્ધ રાખવા,જંતુનાશક તરીકે,તુલસીનો અમૂલ્ય ફાળો હોવાથી ઘર આંગણે તેને વાવવામાં આવે છે.એક પ્રયોગ મુજબ સાંજે તુલસીના કુંડાને ખુલ્લામાં મૂકીને આખી રાત રહેવા દઈ સવારે ઘરમાં મૂકવાથી પ્રકૃતિ સારી રહે છે.અનેક વિચારો અને વાયુ વિકારો થતાં નથી.તથા તેમાં વિદ્યુત શક્તિ વધુ હોવાથી તેની આસપાસના 200 મીટર ની હવા શુદ્ધ અને સ્વચ્છ રહે છે.તિરુપતિ ની એસ. વી. યુનિવર્સિટી દ્વારા કરાયેલ એક અભ્યાસ મુજબ તુલસીનો છોડ ઉચ્છવાસમાં સ્ફૂર્તિ દાયક ઓઝોન વાયુ બહાર કાઢે છે જેમાં ઓક્સિજનના ૨ ને બદલે ત્રણ પરમાણુ હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બ્રહ્મવૈવર્ત પુરાણ ના ચાર ખંડો પૈકી બ્રહ્માંડમાં તુલસીની ઉત્પત્તિ ની કથા આપેલ છે. કૃષ્ણ સંઞ કરવા બદલ રાધાજીના શાપથી એક ગોપિકા ધર્મધ્વજ રાજાની ત્યાં અતુલ્ય રૂપવતી તરીકે તુલસી જન્મી હતી. ઉપરાંત તુલસીને લક્ષ્મીની સખા, કલ્યાણ સ્વરૂપ આ પાપહરિણી, પુણ્ય આપનારી કહેવાય છે. તેથી લોકો તેને પૂજે છે. ગૃહિણીઓ સવાર-સાંજ તેની પૂજા કરે છે. આરતી દીવો કરે છે. ઘરમાં શોભા માટે તથા સંસ્કાર, પવિત્રતા અને ધાર્મિકતાના પ્રતીકરૂપે તુલસીના વિવિધ છોડ જેમાં ભારતમાં જ વિદેશમાં ત્રણ મળીને કુલ નવ જાતો વપરાય છે.
હવે તુલસી ના પ્રકારો વિશે માહિતી મેળવી એ... રામ અને શ્યામ તુલસી સૌથી વધુ પ્રચલિત છે. જ્યારે વન તુલસી આપોઆપ ઊગી નીકળે છે,શ્વેત તુલસી આછા લીલા રંગની હોવાથી રંગોમાં વૈવિધ્ય માણનાર લોકો તેને વધુ વાપરે છે, તો કપુરી તુલસી ના પુષ્પો ગુચ્છા રુપે, જ્યારે બાર્બરી તુલસી ની ડાળી લીલા જાંબુડી આભા વાળી અને માંજરી ગોળ શ્વેત રીંગણી રંગના ગુચ્છા સ્વરૂપ હોવાથી અનેરી શોભા ધરાવે છે.બાબી તુલસી સુગંધવાળો છોડ છે.
તુલસીની પીસી ચહેરા પર લગાવવાથી ચામડી ના છિદ્રો ખુલ્લા થાય છે, જેથી ચહેરાની ત્વચા સ્વચ્છ દુર્ગંધ રહિત, તેજસ્વી અને મુલાયમ બને છે. સફેદ ડાઘ, ખીલ વગેરે દૂર થઈ ચહેરોની કાંતિ વધે છે. આમ ઔષ ધિ, શોભા, દવા સ્વરૂપે કે જેમ તમને ગમે તેમ પણ આંગણામાં તુલસીનો છોડ તો હોવો જ જોઈએ, કે જેથી નિશુલ્ક તંદુરસ્તી મળે, ઘરને તીર્થ સમાન બનાવીએ અને રોગો (વ્યાધિ) થી દૂર રહીએ.
ગીતા જયંતી અને તુલસી જયંતી ની હાર્દિક સ્વસ્થ શુભકામનાઓ.