મેરી ક્રિસમસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

મેરી ક્રિસમસ

ઈસુ જીવન દર્શન:
આજથી લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાની વાત છે. ઈઝરાયેલમાં રોમન સરકારના રાજમાં સિઝર ઓગસ્ટ નામનો રાજા થઈ ગયો. એક વખત તેમણે જાહેર કર્યું કે યહૂદીઓ ની વસ્તી ગણતરી કરવાની હોવાથી 25 ડિસેમ્બરે સૌ અહીં હાજર થઈ જશે.આ એ જમાનાની વાત છે, કે જ્યારે આજના દિવસની જેમ ઘરે ઘરે જઈને વસ્તીગણતરી ના થતી આ રાજ્યમાં નાઝરેથ નામના નગરમાં એક સાલસ દંપતી જોસેફ અને મરિયમ રહેતા હતા. મરિયમ સગર્ભા હતી, છેલ્લા દિવસો હતા, પણ રાજાના હુકમને માન આપી બંને ત્યાં આવ્યા. નગરમાં માનવ મહેરામણ ઉમટેલો હતો, દંપતીની કોઈપણ ધર્મશાળામાં રહેવાની જગ્યા ન મલી છેવટે તેમણે એક તબેલામાં આશરો લીધો. એ જ રાત્રે મરિયમ ની પ્રસુતિની પીડા ઊપડી. અને તબેલામાં એક પુત્રને જન્મ આપ્યો ઘેટાના ટોળાની સાચવતા ભરવા ડો ને એક દેવદૂતે આવીને કહ્યું કે જીસસ નો જન્મ થયો છે. તે પરમાત્માનો પુત્ર છે અને યહુદીઓનો એટલે કે તમારો મુક્તિદાતા થશે.આ સાંભળી ભરવાડોની ખૂબ નવાઈ લાગી. તેઓ જીસસની જોવા દોડ્યા.
આ એક દંતકથાછે, ઈશુના જન્મની, જ્યારે બીજી એક દંતકથા મુજબ જે રાત્રે આ બાળકનો જન્મ થયો ત્યારે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો. જેને જોઇ તે વખતના લોકોએ માન્યું કે નક્કી આ બાળકમાં દૈવી ગુણો હશે. આ બાળક એટલે ૨૫ ડિસેમ્બર જન્મેલા અને આજે જેને આપણે ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખીએ છીએ તે ભગવાનના અંશ...
અમુક વર્ષો પછી ઈસુને બ્રહ્મજ્ઞાન થયું તે લોકોને સાચું માર્ગદર્શન આપવા લાગ્યા. માનવસેવા નું મહત્વ સમજાવવા લાગ્યા, સમાજ સુધારણાના કાર્યો કરવા લાગ્યા એ જમાનામાં પાખંડી ધર્મગુરુઓ નું વર્ચસ્વ બહુ જ હતું,ઈશુએ તેમના પાખંડો ખુલ્લા પાડ્યા અને લોકોની સાચા ધર્મ તરફ વાળવાનું સમજાવ્યું. એક જ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખવાનું કહેવા લાગ્યા. શરૂઆતમાં આ વાતને ન સમજનારો વર્ગ બહુ મોટો હતો, પણ ધીમે ધીમે લોકોને સત્ય સમજાયું તો ઉશ્કેરાયેલા પાખંડી ધર્મગુરુઓ એ રાજાની કાન ભંભેરણી કરી કે ઈસુ લોકોને સરકાર વિરુદ્ધ બળવો પોકારવા ઉશ્કેરે છે, તેથી તેને ફાંસી આપો કે મૃત્યુદંડ આપો. અધર્મ માં માહિર એવા કેટલાક લોકોએ તો "ઇસુને ક્રોસ પર જડો" એવું કહ્યું, એટલે કે વધસ્તંભ પર તેના હાથ-પગ પર ખીલા જ ડી લટકાવો..અને આખરે રાજા એ મુજબ કરવા આદેશ આપ્યો.
આજના જમાનામાં ભાઈ ભાઈ કે મિત્ર મિત્ર વચ્ચે પણ દુશ્મનાવટ રાખતા લોકોને ખૂબ જ સમજવા રૂપ આ વાત છે કે જે ભગવાન ઇસુનો અંતિમ શબ્દો હતા:"હે ભગવાન, આ લોકોને માફ કરજે કેમકે તેઓ શું કરી રહ્યા છે તેની તેમને જ ખબર નથી!" દુશ્મન કે પોતાનું ખરાબ કરનાર પ્રત્યે પણ ભારોભાર કરુણા અને મૈત્રી રાખવી તો કોઈ ભગવાન ઈસુ પાસેથી જ શીખે! ક્ષમા ભાવના આવી રીતે આપણી જિંદગીમાં કેળવીએ તો ખરેખર આપણું મન નિર્મળ બની જાય.
કહેવાય છે કે ઈશુને વધસ્તંભ પર જડવામાં આવ્યા,તે દિવસે ૧૨ વાગ્યે તો સૂર્યપ્રકાશ તો બંધ થઈ ગયો અને બપોરે ૩ વાગ્યા સુધીમાં તો આખા દેશ પર અંધકાર છવાઈ ગયો.ઈશુએ મો ટા સાદે બૂમ પાડી,"હે પિતાજી હું મારો આત્મા તમને સોંપું છું".અને પ્રાણ છોડ્યા.ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા, માનવસેવા, જીવ માત્ર પ્રત્યે કરુણા અને મૈત્રીનો સંદેશ માનવજાતમાં પ્રચલિત કરનાર તેજસ્વી તારલો આકાશમાં વિલીન થઈ ગયો.
દર વર્ષે ૨૫ ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખ્રિસ્તી લોકો કાગળ નો મોટો રંગી ન તારો બનાવી, ઘરોમાં કે ચર્ચમાં રાખે છે રોશની કરે છે, દેવળમાં પ્રાર્થના ગવાય છે, ક્રિસમસ ટ્રી શણગારે છે જેમાં વિવિધ ભેટો મૂકવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ઓર્ડન ફોર્ડ ગામના ચર્ચના પાદરી એ ક્રિસમસ ઉત્સવ પર ઇ. સ. ૧૮૧૮માં શાંત રાત્રિ અને પરમ રાત્રી જેવા ગીત લખ્યા હતા. જે આજે પણ ચર્ચમાં પ્રાર્થના સભા માં ગવાતા સૌથી પ્રિય ગીતો છે. નાતાલ કે ક્રિસમસના દિવસોમાં બનાવવામાં આવતું સાન્તાક્લોઝ નું પાત્ર કે જે બાળકોને ભેટ આપી ખુશ કરે છે, તે આપણને સમજાવે છે કે બાળકો માત્ર પ્રભુને પ્યારા સંતાનો છે અને દરેકને સાન્તા ક્લોસ ની જેમ પ્રભુ કંઇ ને કંઇ ખુશીઓ આપતા જ રહે છે. પણ આપણી અપેક્ષા રૂપી પડદો આવી જતા આપણને જરૂરી અને મળતી હોય તે ખુશીઓ આપણે અનુભવી શકતા નથી. ઈશ્વર આપણને તે જ આપે છે જે આપણા માટે યોગ્ય છે, નહીં કે તે, કે જે આપણે માંગીએ છીએ. આવા શ્રદ્ધા,મૈત્રી કરૂણા ના સાગર એવા ભગવાન ઇસુના સદગુણો જીવન માં ઉતરીએ એ જ મેરી ક્રિસમસ!!