મન : સંબંધ મિત્રતા નો - 11 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 11

મન : સંબંધ મિત્રતા નો

11


નિયા એ વોચ માં જોયું તો 11.30 થઈ ગયા હતા. અને એને જલ્દી સ્ટેશન પોહચવાનું હતું.

જો આદિત્ય આવે તો ચાલે પણ આદિત્ય ને એની ગર્લફ્રેન્ડ મિશા ને મળવા જવાનું હતું. એટલે એને નિયા એ નાં પાડી. માનિક એ કીધું હું મૂકી જાવ પણ નિયા એ નાં પાડી કે હવે જરૂર નથી.

ત્યાં જ મનન આવ્યો , "કેમ તમે આટલાં ટેન્શન માં છો"

"મારે સ્ટેશન જવાનું છે. માનિક એ પેલા કીધું હતું હું આવીશ મૂકવા. પણ હવે કે છે નાં. " નિયા કોઈ બોલે એ પેલા બોલી.

"અરે bro હું મૂકી જાવ ચાલ એમ પણ મારે એ સાઈડ જવાનું છે."

મનન નિયા ને મૂકવા જાય છે. નિયા ટ્રેન આવવાની 5 મિનિટ ની વાર હતી ત્યારે ટિકિટ લઇ ને પ્લેટફોર્મ પર પોહચી જાય છે. ત્યાં માનિક નો ફોન આવે છે.

"સોરી પણ મારે મૂકવા આવવું હતું પણ" હજી એ બોલે એ પેલા નિયા બોલી.

"ઓકે પછી વાત કરું ટ્રેન આવે છે."

નિયા એ ટ્રેન માં બેસી ને એના મમ્મી ને કહી દીધું હું બેસી ગઈ છું. પછી earphone નાંખી ને શાંતિ થી સોંગ સાંભળતી હતી ત્યાં પાછો માનિક નો ફોન આવ્યો.

"મારે મૂકવા તો આવવું હતું પણ લાઈસન્સ નઈ હતું એટલે"

"હા ઓકે હવે ફોન નાં કર્યા કરતો "

"કેમ કામ હોય તો ફોન નાં કરું"

"એવું શું કામ" નિયા એ પૂછ્યું.

" નાં કંઇ નઈ"

"ઓકે બાય" કહી ને નિયા એ ફોન મૂક્યો.


1 કલાક પછી


નિયા નાં ફુઆ સ્ટેશન પર થી નિયા ને લઇ ને ઘરે ગયા ત્યારે,

"મારી છોકરી કેટલી મોટી થઈ ગઈ. સોના કેમ આટલી પાતળી થઈ ગઈ. ખાતી નથી કે શું? ભણવાનું કેમ ચાલે છે?" રેશમા ફોઈ એ નિયા ને પૂછવાનું સ્ટાર્ટ કર્યું.

"બિચારી સોના ને બહાર ઊભી રાખવાનો ઇરાદો છે કે શું?" નિયા નાં ફુઆ બોલ્યા અને આ સાંભળી બધા હસવા લાગ્યા.

નિયા બધા ને મળી પછી પૂછ્યું, "ક્યાં છે ફોઈ તમારી રાજકુમારી ઓ"

"મારી જાન આવી ગઈ તું" જાનવી આવતા ની સાથે બોલી.

"હા તારી બલી ચડવાની હોય અને હું નાં આવું એવું તો બને જ નહિ😉" નિયા આંખ મારતાં બોલી.

"બેટા એને બલી નાં કેવાય" નિયા નાં દાદી બોલ્યા.

"હા ખબર છે મને દાદી" નિયા બોલી.

"સોના" ખુશી આવી ને જ નિયા ને હગ કરી લીધું.

"દૂર રે મારાથી" ખુશી નાં હાથ માં મહેંદી લગાવેલી હતી એટલે નિયા બોલી.

"નિયા તારે પણ લગાવવી જ પડશે. ચાલ જમી લે પેલા પછી લગાવી લેજે મહેંદી" જાનવી બોલી.

નિયા એ જમી લીધું પછી ખુશી ને પણ જમાડી દીધું કેમકે એના હાથ મેહદી વાળા હતા.

પછી એ ત્રણ જણ અને અમુક જાનવી ની ફ્રેન્ડ હતી એ બધા ઉપર એ લોકો નાં રૂમ માં ગયા. નિયા અને ખુશી એ dance ની પ્રેક્ટિસ કરી પછી નિયા એ મહેંદી પડાવી.

"નિયા અંદર નામ કોનું લખશે" ખુશી એ પૂછ્યું.

"હા સોના અંદર નામ કોનું લખીશું." જાનવી એ પૂછ્યું.

નિયા થોડી વાર રહી ને બોલી, "મારી આંખોમાં મૌનનુ આકાશ મલકે છે,
મારી કોરી હથેળીઓ હજી તારા નામની રાહ જુએ છે"

ખુશી અને જાનવી નિયા ને હેરાન કરવા લાગ્યા કોણ નામ ની રાહ જોવે છે. આમ એ લોકો વાત અને મસ્તી કરતા હતા એમાં 8 વાગી ગયા અને એ લોકો જમવા ગયા નીચે.

જમી ને નિયા થોડી વાર એના પપ્પા સાથે બેઠી પછી ખુશી એને ઉપર લઈ ગઈ. જાનવી જીજુ સાથે વાત કરતી હતી કદાચ એટલે નિયા અને ખુશી ખુશી ની રૂમ માં જઈ ને બેઠા હતા.

નિયા બોવ ટાઈમ પછી એ લોકો ને મળી હતી એટલે એ લોકો ની વાત પૂરી થાય એમ નઈ હતી. પછી જાનવી આવી ને નિયા એ એને લવ સ્ટોરી કેવાનું કીધું. પેલા તો જાનવી એ નાં પાડી પણ પછી કેહવાની સ્ટાર્ટ કરી.

થોડી વાર આમ એ લોકોની વાતો ચાલી પછી,

"નિયા તારે ત્યાં ફ્રેન્ડ બન્યા કે નઈ" ખુશી એ પૂછ્યું.

"હા " નિયા પછી બધા નાં ફોટો અને એ લોકો સાથે Freshers પાર્ટી અને નવરાત્રિ વાલા ફોટો બતાયા. પછી બધા નાં નામ અને એ કેહતી હતી પણ જ્યારે માનિક નું નામ આવ્યું ત્યારે એ ચૂપ થઈ ગઈ.

"સોના શું થયું? બધું ઠીક છે ને? હમણાં પણ સાયાદ માનિક નો ફોન આવ્યો હતો ત્યારે તું ગુસ્સે થઈ હતી." જાનવી બોલી.

"દીદી બધું ઠીક છે પણ, "

"શું પણ નિયા " ખુશી બોલી.

પછી નિયા એ Freshers party વાળું કીધું. અને બીજી અમુક વાત કીધી.

"નિયા એવું માઈન્ડ માં નઈ રાખ. એ પણ તને ફ્રેન્ડ જ માને છે ને તો પછી કેમ આવું ટેન્શન લે. અને જો કઈ વધારે લાગે તો ભૌમિક છે જ ને" જાનવી બોલી.

ભૌમિક નું નામ સાંભળતાં જ નિયા ચોંકી."તું કેમની ઓળખે છે?"

"મામા એ કીધું હતું અને પ્રિયાંક કાકા પપ્પા ના સારા ફ્રેન્ડ છે. "જાનવી એ કીધું.

"હા છોકરો પણ સારો છે. જો કઈ વિચારવું હોય તો" હજી ખુશી આગળ બોલે એ પેલા જાનવી અને નિયા એ ખુશી ને પિલો મારવાના ચાલુ કર્યા. આમ મસ્તી કરતા એ લોકો સૂઈ ગયા.


બીજે દિવસે,

નિયા આજે લાઈટ પિંક ચોલી માં અપ્સરા થી ઓછી નઈ લાગતી હતી .

"નિયા નજર નાં લાગે તને કોઈ ની" આમ બોલી ને દાદી એ નિયા ની નજર ઉતારી.

"કેમ નિયા કંઇ છુપાવે છે તું?" દાદી બોલી.

નિયા એના દાદી સાથે બધી વાત share કરતી.

"દાદી પપ્પા ને dance" નિયા આગળ બોલે એ પેલા દાદી બોલ્યા.

"બેટા તું ખોટું નઈ કરતી કંઇ ટેન્શન નાં લઈશ. ચાલ નીચે."

પછી નીચે સગાઈ ની રસમ સ્ટાર્ટ થઈ. અને પછી બંને એ એક બીજા ને રિંગ પેહરવી. થોડી બીજી રસમ થઈ પછી નિયા અને ખુશી નો ડાન્સ હતો.

ડાન્સ પત્યો ત્યારે બધા તાળીઓ પાડતા હતા. અને ત્યારે નિયા નું ધ્યાન એના પપ્પા ને શોધવામાં હતું. જ્યારે એને એના પપ્પા ના ચેહરા પર સ્માઈલ જોઈ પછી નિયા ખુશ થઈ ગઈ.

ફોટો ,સેલ્ફી , મસ્તી સાથે સગાઈ પૂરી થઈ. નિયા નાં પપ્પા રાતે ટ્રેન માં નીકળી ગયા. બીજે દિવસે નિયા ને ફુઆ મૂકવા આવવાના હતા એટલે નિયા ને પણ ટ્રેન નું કંઇ ટેન્શન નઈ હતું.


બીજે દિવસે ,


10 વાગ્યા હતા. નિયા જો કપડાં ચેન્જ કરી ને પછી જાય તો મોડું થઈ જાય એટલે એ બેગ મૂકી ને ફુઆ ને કીધું કે કોલેજ મૂકી જાવ. અને આમ એ પાગલ છોકરી હિલ માં જ કોલેજ ગઈ.

કોલેજ માં જ્યારે એના ક્લાસ માં ગઈ ત્યારે બધા છોકરા ઓ માં અમુક એમના ગ્રૂપ સાથે ગોળ કરી ને બેસેલા હતા અને અમુક pubg રમવામાં મસ્ત હતા. નિયા છોકરી ઓ બેસેલી હતી ત્યાં જતી હતી ત્યારે પર્સિસ થોડું વધારે જોર થી બોલી ગઈ, "નિયા"

કોઈ નું ધ્યાન નિયા પર નઈ હતું પણ પર્સિસ નાં લીધે બધા નું ધ્યાન નિયા પર ગયું.

પર્સિસ એ તો નિયા ને directly હગ કરી દીધુ પછી બોલી, "નિયા આજે make-up વગર આટલી જોરદાર કેમની લાગે છે. અને હિલ માં કેમ આવી ગઈ. ઓહ મેહદી તો મસ્ત છે ને."

નિયા એ થોડું વાંચ્યું પછી વાઈવા માં નંબર આયો એટલે ગઈ. એના વાઇવા પત્યા એટલે એ તો ઘરે જઈ ને સુઈ ગઈ.

અને હવે તો directly દિવાળી પછી gtu ની એક્ઝામ હતી એટલે કોલેજ જવાનું નઈ હતું.

સૂઈ ને ઊઠી ને નિયા અને પર્સિસ નાસ્તો કર્યો પછી નિયા એને જાનવી ની સગાઈ નાં ફોટો બતાવતી હતી.

ત્યાં માનિક નો ફોન આવ્યો,

"હા બોલ"

"હવે તો રજા ક્યારે ઘરે જવાનું ?"

"જઇશ થોડા દિવસ માં "

"ઓકે આદિ ને conference માં આવે છે."

"હાઈ " આદિ બોલ્યો.

"હાઈ "

"નિયા આદિ ને એક્ઝામ છે રીમિડ ની. એને ડિજિટલ ઇલેક્ટ્રિક શીખવાડવાનું છે." માનિક બોલ્યો.

"હા તો શીખવાડી દે ને "

"મારે કાલે આવશે નઈ તું શીખવાડી દેજે."

પછી નક્કી થયું નિયા નાં ઘરે એ 4 આવશે. એમ પણ પર્સિસ એ દિવસ હતી નઈ એટલે. આદિ, નિશાંત,મનન અને તેજસ આવવાના હતા. માનિક ને કામ હતું એટલે એને નાં પાડી હતી.

બીજે દિવસે 10 વાગે

"નિયા તારા ફ્રેન્ડ આવ્યા." પર્સિસ એ નિયા ને બૂમ પાડી.

"બેસો નિયા આવે જ છે." એટલું કહી ને પર્સિસ ગઈ.

નિયા આવી અને એ લોકો બધા સ્ટડી નું કરતાં હતાં ત્યાં કોઈ એ બેલ માર્યો,

"તને તો કામ હતું ને " માનિક ને જોતા નિયા બોલી.

"હા કામ હતું તને તો" આદિ બોલ્યો.

"કામ પતી ગયું પછી જોયું તો નિયા અને આદિ નું snap માં લોકેશન અહીંયા નું હતું એટલે લાગ્યું બધા અહીંયા જ છો એટલે આવી ગયો.



સાંજે પાંચ વાગે.


નિયા ની આંખો રડી રડીને લાલ થઇ ગઇ હતી. એને આખું ઘર ચેક કરી લીધું હતું પણ બુક નઈ મળતી હતી. એને એનું કબાટ નું બધું કાઢી ને બહાર મૂકી દીધું હતું.

એને crazy engineer's વાળા ગ્રૂપ માં મેસેજ કર્યા હતા કોઈની પાસે મારી બુક આવી ગઈ હોય તો આપી દેજો. અને બધા ને ફોન કર્યા હતા પણ માનિક સિવાય બધા એ બેગ ચેક કરી ને કીધું નથી.


હજી નિયા નું રડવાનું બંધ નઈ થયું હતું. નિયા એ બુક માં એનું આખું પાસ્ટ અને અમુક સપનાં લખ્યા હતા.
નિયા ને માનિક પર શંકા થતી હતી પણ એ કંઇ કહી નાં શકી.


7 વાગ્યા હજી નિયા રડવાનું બંધ નઈ કર્યું હતું.




શું હસે બુક માં?

શું નિયા ની શંકા સાચી હસે?

બુક માં એવું શું હસે કે નિયા એના માટે આટલી રડે છે?