God's gift books and stories free download online pdf in Gujarati

ગોડ ગિફ્ટ

" *ગોડગિફ્ટ* "
************
......સંગીતસંધ્યામાં એક યુવાને રફી સાહેબના અવાજમાં સૂરીલું ગીત ગાયું ત્યારે તેમના ચાહકોએ બેસૂરા અવાજમાં કહ્યું ."સાલાને ગોડગિફટ છે ... !!" એ બેસૂરા અવાજમાં બોલાયેલું વાકય હજુ પણ કાનમાં કાંટાની જેમ વાગે છે ... શું છે આ ગોડગિફટ ???

સાવધાન ... ....!!!
કોઈની આવડતને, કોઈને કલાને , કોઈના કસબને આવકારવા,પ્રશંસા કરવાને બદલે ખભા ઉલાળીને ફેશનમાં બોલી નાખીએ કે “ આતો ગોડગિફટ છે..!" તો તેની મજાક જ ગણી શકાય . આવડત પાછળની સાધનાની સુગંધ - પરિશ્રમનો પમરાટ અને લાંબી સંઘર્ષયાત્રા તેમાં છુપાયેલી હોય છે. આ બધું ભેગું મળીને આવડતનું એક આંતરિક મેઘધનુષ રચાય છે ત્યારે એ આવડતને આવકારીને તેની પીઠ થાબડીને પ્રોત્સાહન આપવાના બદલે 'ગોડગિફટ ' કહેવું એ એક ઈર્ષાવૃત્તિ છતી કરવાનો બુદ્ધિપૂર્વકનો કીમિયો જ ગણી શકાય. ...
જીવનના કેટલાય પાસાંનો ભોગ લેવાયા પછી કલા કે કસબની કંચુકી હાથ લાગે છે ત્યારે તેના પાછળનો ભોગ , ત્યાગ કે બલિદાનની બલિહારીનો બહિષ્કાર કેમ કરી શકાય ?
......ભગવાનના ચરણોમાં પણ પૂર્ણરીતે ખીલેલા કલાત્મક અને સુગંધીદાર પુષ્પો જ ધરવામાં આવે છે. કેમ કોઈ ડાળખી તેના ચરણોમાં નથી ધરતા? નઈ તો એ ડાળખીમાં પણ કુલ ખીલવાની સંભાવના તો છે જ . ! પણ નઈ ,
એ પુષ્પ જ પ્રભુનો પ્રેમ પામવા લાયક બને છે, જે ટાઢ ,તડકો અને વરસાદની ઝડી સહન કરીને ,કંટકો વચ્ચે પણ પોતાના અસ્તિત્વને કલાત્મક રીતે ....સુગંધીદાર બનાવીને સમગ્રતાથી ખીલાવીને વિકસાવી જાણે છે.!! તેમ કોઈ આવડત- કલા- સર્જન - સિદ્ધિને હાંસલ કરેલા સર્જક પણ ભગવાન માટે ગિફ્ટ બને છે. પ્રભુનો લાડકો બને છે. ગોડ માટે તે ગિફ્ટ બને છે....!!!!!!
...... શું કોઈના પ્રત્યે કૃત્કૃત્ય નો ભાવ વ્યક્ત કરતાં પીડા થતી હશે ?! ચૂંક આવતી હશે ભલા..?? કોઇની આવડતના મોફાટ વખાણ કરવાની ખેલદિલી શુ ' ગોડગિફ્ટ ' જેવા શબ્દ પાસેથી ઉછીની લેવી પડે ? ????કોઇની આવડતને એમ કહેવું કે " "તારી એ મહેનતનું ફળ છે " એમ કહેવાની જવાબદારી માંથી છટકી જવાનું સીધું સાધન એટલે 'ગોડગિકટ ’ નામનો શબ્દ .. !!

.....તો પછી આ ગોડગિફ્ટ છે શુ ખરેખર ગોડગિફ્ટ કોને કહેવી ?
...... ..વ્યકિતગત - કૌટુંબિક - સામાજિક જીવનનો રાગ તોડીને કોઈ ગાયક પોતાની ગાયકીથી આપણાં કાનમાં મધુરાગ છેડે , છે .. ત્યારે તેની પાછળ કોટુંબિક સામાજિક - આર્થિક જીવનના તેના તુટી ગયેલા રાગને જો આપણે સાંભળી શકીએ તો એ ગોડગિફ્ટ છે .. !!!!

.......દુનિયાને સૂરીલું સંગીત પીરસનારની જીવનવીણાના તુટીને બેસુરા થઇ ગયેલા તારની વેદના સમજતા આવડે તો એ ગોડગિફ્ટ છે.....!!!

..... રંગમંચ પર અભિનયના અજવાળા પાથરનાર કોઇ નાટ્યકાર ના જીવન રંગમચ પર લાગણી અને ભાવના પર કાયમી અંધારાનો પડદો પડેલો હોય છે....!.

.....એ અંધારાને જરીક પણ આપણને અડગતા આવડે તો એ ગોડગિફટ છે....!!

.....દેશ દુનિયાને રંગબેરંગી ચિત્રોનું પ્રદાન કરનાર કોઈ મહાન ચિત્રકારનું જીવન કોરા કેનવાસ જેવું હોય છે આ કોરા કેનવાસને આપણે આપણી આંખોથી રંગીન કરી શકીએ તો એ ગોડગિફટ છે ...!!

....પાછડથી જેને બદનામીનું બંડલ પકડાવીદેવામાં આવે છે તેવી નૃત્યાંગનાની કલાને જો ઈજ્જત થી જોતા આવડે તો તે ગોડગિફટ .. !!

.....અનેક ભુખ્યાઓ ની ભૂખ ભગાડનાર ઉદ્યોગપતિઓ-દાનવીરો પોતે રાતોની રાત ભૂખ્યા સૂઈ જઈને અનેક સંઘર્ષો વેઠીને આર્થિક વિકાસ ના કપરા ચડાણ ચડ્યા છે એ ચડાણ પરથી સંઘર્ષની તેની ઉંડી ખાઇ ને આપણે જોઇ શકીએ તો એ ગોડગિફટ છે ..!!!.
.......તો માનવ જીવન ને તંદુરસ્ત સુખ સગવડ ભર્યું બનાવવા વૈજ્ઞાનિકોએ અનેક જાત ની અગવડો વેઠી ને નિતનવી શોધો પાછળ પોતાનું જીવન અલોપ કરી નાખ્યું છે ....!...એ અલોપ ના આકાશ ને અડકતા આવડે તો એ 'ગોડ ગિફ્ટ 'છે....!!!!

......નાળિયેરની જેમ બીજા માટે માથા વધેરનાર શહીદોના ખોડાઈ ગયેલા અને પછી સિંદૂરથી ચોળાઈ ગયેલા પળિયા પર ની લિપિ જેટલી ઉકેલવી અઘરી છે તેનાથી અનેકગણી અઘરી તે પાળિયાની ' સંઘર્ષકથા 'વાંચવાની છે...! જો આ સંઘર્ષગાથા વાચતાં આવડે તો તે ગોડગિફટ ....!!

.....દરેક વ્યક્તિને ' પીછલે જન્મ કા રાઝ ' ખબર પડી જાય તો એ
દુ:ખભર્યા વિડમણાભર્યા પીડાદાયક પૂર્વજન્મની સ્મૃતિ અત્યારે હોય તો જીવન કેટલું દુષ્કર ,પીડાદાયક અને દોજખ બની જાય???? !
કુદરતે તેને ડીલીટ કરીને આપણને વર્તમાનમાં હળવા ફૂલ રાખ્યા છે. આ વિસ્મૃતિ એટલે ગોડગિફટ ...!!!

...પ્રસંશાના બે શબ્દરૂપી પુષ્પો પણ ના પાથરનાર આ માનવજાત પ્રત્યે કઈ ગિફ્ટ ની અપેક્ષા રાખવી. .??????
.........અને ગિફ્ટ તો ગોડ જ આપી શકે ..!માણસ શું આપી શકે ....??

...મીરાંને માનવજાતે ગિફટમાં ઝેર નો ક્ટોરો આપ્યો .. ! !

...દરેકના કાનમાં ' અહમ ભ્રહ્માષ્મી'ની આધ્યાત્મિક ચાવી પહોંચાડનાર ભગવાન બુદ્ધના કાનમાં માનવ જાતે કાંટાની ગિફટ ભોકી ....!!

....દરેકને પ્રેમ - દયા - કરુણાં આપનાર ઇશુને આ માનવ જાતે તિરસ્કાર - નફરત ધૃણા ના ખીલા ની ગિફ્ટ ઠોકી દીધી .....!!!

....તો મહાન તત્વચિંતક ઓશો રજનીશને વિષ કટોરી જ પીવડાવી....!!!!

....ઇતિહાસ સાક્ષી છે કે દરેક યુગના મહામાનવોને આ માનવ જાતે કઈ ગિફ્ટ આપી છે ? ???

...અંતે તો આ બધા પાછળ સહનશીલતા-સાધના - સંયમ - સંઘર્ષ જ પૂજાય છે.આ બધાનો સરવાળો એટલે ગોડ ગિફ્ટ...!!!!

....અને સામે પક્ષે જે ફૂલ ને માત્ર ખીલવું છે.તેને કોઈની પ્રશંસાની જરૂર નથી.તે કોઈ ના શબ્દો નો મોહતાજ નથી... માત્ર ને માત્ર ખીલવું છે. ..
....તેમ સર્જન -કલા અને સંશોધનને વરેલો સર્જક પણ કોઈની પ્રશંસા નો મોહતાજ નથી જ નથી ..... !!!

....પણ આપણે આપણી જવાબદારી માત્ર 'ગોડ ગિફ્ટ ' કહીને પૂરી કરીએ તે કેમ ચાલે ...???

....તો આપણે પણ નક્કી કરીએ કે કોઇની આવડતને માત્ર "ગોડ ગિફ્ટ"કહીને તેને આવકારવાને બદલે તેની અવહેલના કદી પણ ના કરીએ અને સમજીએ કે તેની આ આવડતનો ઇસ્કોતરો કોઈ પરબારો પ્રાપ્ત નથી થયો....! તેના પાછળની સંઘર્ષ ગાથાને સમજીને તેની પીઠ થાબડીએ તો એ કર્તવ્ય આપણા માટે પણ એ "ગોડ ગિફ્ટ " બનશે...!!!!!!!
.....અંતે આપણે બધા શ્વાસ લઈએ છીએ એ ગોડગિફ્ટ જ છે ને.... !!!!!!!!!!!!!

--------સી. ડી.કરમશીયાણી
***********
9426143122

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED