Dear પાનખર - પ્રકરણ - ૧૭ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

Dear પાનખર - પ્રકરણ - ૧૭

શિવાલી અપોઈન્ટમેન્ટસના સમય પહેલા જ ક્લિનિક પર પહોંચી જતી હતી. કમ્પ્યુટર પર કલાયન્ટની હિસ્ટ્રી જોઈ લેતી. જ્યારે પણ સમય મળે ત્યારે નેટ પર નવી નવી પદ્ધતિઓ વિશે જાણકારી લેતી રહેતી. સમય સાથે કદમ‌ મિલાવીને ચાલવું એ એનો સહજ સ્વભાવ હતો.

દરવાજો ખુલ્યો અને ચાળીસેક વર્ષનો પુરુષ એની પત્ની સાથે કાઉન્સિલિંગ રુમમાં પ્રવેશ્યો. સ્ત્રીને જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે એ ડિપ્રેશનની દર્દી છે. ચહેરા પર એકદમ ઉદાસીનતા , આંખો ઊંડી ઊતરી ગયેલી, આંખોની નીચે કાળા કુંડાળા અને જાણે વર્ષોથી એના મુખ પર સ્મિત આવ્યું જ ના હોય.

" મારુ નામ રાજેશ છે અને આ મારી પત્ની છે રૂપા . " રાજેશે ઓળખણ આપી અને ફોર્મ આપતા કહ્યું , " આ ફોર્મ મને કાઉન્ટર પરથી આપ્યું. ભરીને તમને આપવા કહ્યું હતું. "
" હા ! તો બોલો શું પ્રોબ્લેમ છે તમારી જિંદગીમાં . " શિવાલીએ‌ ફોર્મ પર નજર નાંખતા પૂછ્યું.
" ડૉક્ટર ! ગયા મહિને જ મારો દિકરો મૃત્યુ પામ્યો . મારી પત્ની એ સદમા માંથી હજી બહાર જ નથી આવી શકી. એમ હતું કે સમય જતાં બધુ ઠીક થઈ જશે, પરંતુ દિવસે દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. " કહેતાં કહેતાં રાજેશનાં આંખમાં પાણી આવી ગયું.

" વિગતે વાત કરશો ? કેવીરીતે મૃત્યુ પામ્યો તમારો દિકરો ? " કહી શિવાલીએ રૂપા તરફ જોયું, પરંતુ એ ફક્ત એકીટશે ફૂલોને જોઈ રહી હતી. જાણે કશું સાંભળ્યું જ ના હોય .

" એના ભાઈબંધો સાથે પીકનીક પર ગયો હતો. અમને ખબર નહોતી . સમાચાર આવ્યા ત્યારે ખબર પડી. " રાજેશે કહ્યું.

" ઓકે ! તો કેટલા વર્ષનો હતો ? " શિવાલી એ પૂછ્યું.

" અઢાર વર્ષનો ! એને ભાઈબંધો સાથે અકસા બીચ પર જવું હતું. મેં ના પાડી અને પીકચર જોવા કે હોટલમાં જવાનું કહ્યું. તો એની મમ્મીને‌ મનાવવાનો પ્રયત્ન કર્યો અને કલાસનાં બહાને અમારાથી છુપાવીને બીચ ગયો. અમને એમ કે કલાસમાં મોડુ થયુ હશે . રાતનાં દસ વાગ્યા સુધી પણ ના આવ્યો તો એના ભાઈબંધોને ફોન કર્યો. કોઈએ ના ઉપાડ્યો. કોઈએ કહ્યું એ નહોતો એમની સાથે. પછી પોલીસ માં ગયો ફરિયાદ નોંધાવા. ત્રીજે દિવસે એની જગ્યાએ એની … ! " કહી રાજેશ અટકી ગયો , જાણે એને ગળે ડૂમો ભરાઈ આવ્યો હોય!

" સમજુ છું. હું ચોક્કસ તમને આ દુઃખ માંથી બહાર કાઢવા નો પ્રયત્ન કરીશ . પરંતુ રૂપાબહેનનો શું પ્રતિભાવ હતો એ સમાચાર જાણી ને . રૂપાબહેન ! તમે કશી વાત કરી શકશો ?" શિવાલીએ પૂછ્યું.

" એ મારો છોકરો નહોતો . એ આવશે , પાછો આવશે. કોઈ માનતું નથી મારી વાત. " રૂપાએ કહ્યું.

" હું માનું છું. હું તમારી સાથે સહમત છું. મારા પતિ પણ વર્ષો પહેલાં ઑફિસેથી નીકળ્યા અને ઘરે ના આવ્યા. હું પણ એવું જ માનું છું કે એ આવશે , જરુર પાછા આવશે. તમારી તકલીફ અને દર્દ બહુ સારી રીતે હું સમજી શકું છું કારણ કે અમુક સંજોગોમાં તમારી અને મારી હાલત એક સરખી છે. " શિવાલીએ રૂપા સાથે સહમત થઈને એનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી.
" હા ! એ જીવે છે. એ પાછો આવશે મારી પાસે. " રૂપાએ ફરી કહ્યું.

" ડૉક્ટર ! જયારે એની બૉડી આવી ત્યારે પૂરી ખવાઈ ગઈ હતી. એના કપડાં અને અમુક ટેસ્ટ પર થી અંદાજો લગાવ્યો કે એજ છે. એટલે રૂપા માનવા તૈયાર નથી. એનો ચેહરો તો અમે જોઈ ના શક્યા. " રાજેશે કહ્યું.

" તો પછી એ બહુ રડ્યા હશે નહીં ?" શિવાલી એ પૂછ્યું.

" જ્યાં સુધી એની ખબર નહોતી રડતી રહી અને પોલીસ સમાચાર લઈને આવ્યા ત્યારે ના માની. ઉપરથી અમારા બધાં પર ગુસ્સે થઈ ગઈ.પછી કોઈ રડે તો રડવાની જગ્યાએ ગુસ્સે થતી. એક જ વાકય કહેતી, ' ધતિંગ બંધ કરો! મારો છોકરો જીવે છે. ' " રાજેશે કહ્યું.

" હા જીવે છે. હજી કહું છું એ જીવે છે! તમારે ના માનવુ હોય તો‌ ના માનશો . " રૂપાએ આક્રોશથી કહ્યું.
શિવાલી સમજી ગઈ કે રૂપાનું મન હજી એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નહોતું . પુત્રવિરહ‌માં એ તડપી રહી હતી.

" જતા પહેલાં એણે તમારી સાથે શું વાત કરી હતી? " શિવાલીએ રૂપા ને પૂછ્યું.

" એને પાઉંભાજી ખાવી હતી. મેં ના પાડી . એ કદાચ ગુસ્સે થઈ ગયો હશે. મારે પાઉંભાજી બનાવી જોઈતી હતી. તો એ આવી જાત ઘરે ! ભૂલ મારી થઈ ગઈ. " કહેતાં કહેતાં રૂપાએ કપાળ કુટયુ.

" પછી શું થયું ? " શિવાલીએ રૂપાને પૂછ્યું. રૂપા હવે શિવાલી સાથે વાત કરવા લાગી હતી. રાજેશને પણ નવાઈ લાગી રહી હતી.

" પછી એ ના આવ્યો. બધાં ભાઈબંધોને ફોન કર્યો. બધાં જૂઠું બોલ્યા કે એમની સાથે નહોતો. પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે શોધ્યું. પણ એનું મોં ના દેખાયુ કેવીરીતે માનુ એ જ હતો. એ નહોતો. એ ગુસ્સે થાય પણ‌ મને છોડીને ના જાય. બહાર ભણવા જવાની પણ‌ ના પાડતો હતો. કહેતો હતો તને છોડીને નહીં જવું. તો એ કેમ‌ જાય. મને એની બહુ ચિંતા થાય છે એણે શું ખાધુ હશે ? " રૂપાએ ચિંતિત સ્વરે કહ્યું.

" એને બીજુ શું ભાવતું હતું. " શિવાલીએ પૂછ્યું.

" ખીચડી સિવાય બધું. ખીચડી જોવું ને યાદ આવે કે એ ખીચડી નહીં ખાય." રૂપા થોડા ભીના અવાજે બોલી.

" બીજુ શું ગમતું હતું ? " શિવાલી રૂપાને વ્યવસ્થિત સમજીને પ્રશ્ન પૂછી રહી હતી.
" ક્રિકેટ બહુ ગમતું હતું. " રૂપાએ કહ્યું.

શિવાલી ધીરે ધીરે રૂપાનો વિશ્વાસ જીતી રહી હતી. રાજેશ પણ‌ રાહતની શ્વાસ લઈ રહ્યો હતો. કેટલાય વખતે રૂપા આટલી ખુલીને વાત કરી રહી હતી . નહીંતો એકદમ સૂનમૂન બેસી રહેતી. રાજેશને હવે આશાનું કિરણ‌ દેખાઈ રહ્યું હતું.

(ક્રમશઃ)