Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ-૧૧

વિધવિધ સામાજિક જાગૃતિ અભિયાનો

શિક્ષણની જ્યોત જગાવવાની સાથે સામાજિક જાગૃતિ ની મિશાલ બની રહેલા બાળકો વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે અભિયાન શરૂ કર્યા.દરેક વિદ્યાર્થીની સ્વથી શરૂ કરી સમાજ સુધી પહોંચી રહી હતી જેની નોંધ વિવિધ રીતે લેવાઈ રહી હતી પરિણામે પોતાના કાર્યની પ્રોત્સાહન મળતા બાળકોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. જેની આગળ વાત કરીએ...
શાળાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા વિદ્યાર્થીઓ ગ્રીશા અને મનાલીએ મલ્ટી પર્પસ પ્રોજેક્ટ હાથ ધર્યો: જેમાં પાણી, ઉર્જા, પર્યાવરણ બચાવો સાથે ઝબલા હટાવો, વ્યસનમુક્તિ વગેરે અનેક બાબતોને એક સાથે સાંકળીને એક પ્રશ્નાવલી તૈયાર કરી, ઉત્તમ સંશોધકની છાજે તેવું સર્વેક્ષણ ધોરણ9ની આ બે ટબૂકડી બાળાઓએ કર્યું.. ‌ દરેક વિષયને કેટલી સફળતા મળી, તે વિસ્તૃત રીતે રજીસ્ટર માં નોંધ્યું અને આંકડાઓ સાથે માહિતી પૂરી પાડી!! સાચું કામ કઈ રીતે થઈ શકે તેનું આ પ્રોજેક્ટમાં એક ઉદાહરણ આપુ,એક વખત અમારા ટ્રસ્ટી સૌના લાડીલા દાદાજીને મુંબઈથી એક ભાઈનો ફોન આવ્યો કે તમે આટલું સુંદર કામ કઈ રીતે કરી શકો છો? દાદાજીની નવાઈ લાગી કે શું વાત છે? જેના સંદર્ભમાં કહો છો? ત્યારે એ ભાઈ એ વિગતે વાત કહી કે "એમની ભાણેજી આ શાળામાં ભણે છે અને સામાજિક જાગૃતિ અભિયાન શરૂ કરેલ છે, જેમાં વ્યસન મુક્તિ અભિયાન છે, તેણે કહ્યું કે એમના શિક્ષક ના કહેવા મુજબ ઘરથી શરૂઆત કરવાની હોવાથી તેણે મામાને કહ્યું કે ભુજ થી મુંબઈ ન પહોંચાય્. તેથી ફોન કરી આખી વાત કરી,જીદ કરી કે તમે સિગરેટ પીવા નું વ્યસન છોડો તો જ મારુ અભિયાન આગળ ચાલી શકે! કેમકે બહેનને કહ્યું છે કે સ્વથી શરૂ કરવું.. તો મારા કુટુંબમાં પ્રથમ આ કામ કરવાનું છે. આખરે મામા ભાણેજ ની મીઠી જીદ પાસે હાર માની અને વર્ષોનું સિગરેટનું વ્યસન છોડ્યુ!! એ જ રીતે બીજી એક વિદ્યાર્થીનીએ પોતાના પપ્પા પાસે જન્મદિવસ ની ભેટ સ્વરૂપે બીડી નું વ્યસન છોડવા નું કહ્યું જે હમેશ નવા મોંઘા ડ્રેસનો આગ્રહ રાખતી એ નાનકડી બાળાએ એ ભેટ ની બદલે આવી ભેટ માંગી એ વાતથી j પિતા ખૂબ ખુશ થયા અને એ બાળાએ એ સુંદર ભેટ મેળવી પણ ખરી...તેના પિતાજીએ બીડી છોડી ને ભવિષ્યમાં ક્યારે પણ ન પીવાનું વચન પણ આપ્યું.!!. આવા તો અનેક ઉદાહરણો કહી શકાય કે જે ખરા અર્થમાં બાળકો એ અદ્ભુત કામ કર્યાનો પુરાવો આપે છે.
દરેકે દરેક પ્રોજેક્ટ ઉલ્લેખનીય છે પણ અહીં વાત ટૂંકમાં કરું તો કેટલીક બાળાઓ એ આર. ઓ પ્લાન્ટમાંથી નીકળતા વેસ્ટ વોટર અંગે ગેરસમજ દૂર કરી અને ઘરમાં યોગ્ય જગ્યાએ વેસ્ટ વોટર નો ઉપયોગ કરાવી, કરોડ લીટર પાણીની બચત કરી !!ઘણી બાળાઓએ કાગળ અને કાપડની થેલી જાતે બનાવી, વિતરણ કરી અન્યને બનાવતા પણ શીખવી અને પ્લાસ્ટિક ઝભલા નો ઉપયોગ બંધ કરાવ્યો છ! એટલું જ નહીં આ પ્રોજેક્ટ માંથી એક ગરીબ બહેન કે જેમને જીવન નિર્વાહ માટે કોઈ આવકનું સાધન ન હતું તો તે બહેનને કાપડની થેલી ઉ અને તેમને ઓર્ડર પણ (અમુક સંસ્થાઓ )પાસેથી અપાવી, એક ઉત્તમ કામ કર્યું!! કેટલીક બાળાઓએ ફાસ્ટફુડ અને જંક ફૂડ નો મુદ્દો ઉપાડ્યો એના ગેરફાયદા જાણી પોતે પણ બંધ કર્યું અને અન્યને પણ એ અંગે સમજાવવાનું સુંદર કાર્ય કર્યું. તો કેટલીક બાળાઓ એ ગરીબ અને ઘરડા અશક્ત વૃદ્ધોની મદદ કરવાનું કાર્ય કરવા માટે પોતાના પોકેટ મનીમાંથી બચત કરી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી, તેમને પૂરી પાડી...આવું ઉમદા કાર્ય ખરેખર નાની બાળાઓએ કરી બતાવ્યું.
વાંચન અભિયાન તો ઉત્કૃષ્ટ નમૂનો છે જે અભિયાનમાં જેમને વાંચવું ગમતું હોય પણ સમય અને સંજોગોને અભાવે વાંચી ન શકતા હોય કે પુસ્તકો લેવા પુસ્તકાલય સુધી ન જઈ શકતા હોય ,તેવા લોકોને ઘરે બેઠા તેમને મનપસંદ પુસ્તકો પૂરા પાડ્યા, એટલું જ નહીં તે પુસ્તક અંગે તેમણે આપેલા ટાઈમ અનુસાર, વંચાઇ ગયા પછી તેમની પાસે પોતાના રજીસ્ટરમાં રીવ્યુ પણ લખાવ્યું. અને એક સારા વાંચન પ્રેમી અને પુસ્તક પ્રેમી તરીકે નું ઉત્તમ ઉદાહરણ નાની બાળાઓએ પુરુ પાડ્યું!!
ત્યારે કચ્છ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિનિયર લેકચેર ર અને સંશોધનકાર્ય સાથે સંકળાયેલા એવા સાચા કેળવણીકાર શ્રી સંજયભાઈ ઠાકર એક સામયિકમાં પોતાના લેખમાં આ અભિયાનનો ઉલ્લેખ કરતા કહે છે કે "કોઈ ખૂણે શાંતિથી કોઈ નવતર પ્રયોગ થાય અને શાળા ચીલો ચાતરીને જીવનપાથેય પૂરું પાડી ત્યારે મન હરખાઈ જાય તે સ્વાભાવિક છે. માતૃછાયા એ આદરેલા અદકેરા પ્રકલ્પ થી અમે ( અભિયાન સફળ ને વિસ્તૃત બનાવવા બનાવેલ સલાહકારની ટીમના સહુ કેળવણીકાર સભ્યો)પ્રભાવિત થયા છીએ અને કોઈ શાળા ધારે તો શું કરી શકે તેની વિશાળ નાની બાળાઓના સામાજિક જાગૃતિ અભિયાને આપી છે"

સૌનો આભાર આનંદ અને અદકેરા પ્રકલ્પ બદલ અદકેરી સંતૃપ્તિ ની લાગણી અનુભવ તો મારો શિક્ષણ જીવન રાજીપો અનુભવી રહ્યો....