ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-40 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-40

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-40
નીલાંગી અને વિશ્વનાથ અમોલની ઓફીસમાં પહેલો દિવસ હતો એ લોકો પહોચ્યાં. ઓફીસ એવી લેટેસ્ટ ડીઝાઇન અને બધીજ ફસેલીટીવાળી સેન્ટર્લી એસી. હતી. નીલાંગીની આંખો ચાર થઇ ગઇ એને મનમાં થયું આ લોકો કેટલું કમાતાં હશે ? પછી પોતેજ જવાબ આપતી મનમાં બોલી... ફાઇલમાં છે તો બધુ કરોડોની હેરાફેરી અને એટલી આવક આ લોકોજ વાપરી શકે અને ત્યાંનાં પ્યુને કહ્યું "તમે અહીં બેસો હજી અમારા રિસેપ્સ્નિસ્ટ મેડમ આવ્યાં નથી તમને કોને મળવાનું છે ?
ત્યાંજ રિસેપ્સ્નિસ્ટ મેડમ આવી ગયાં. ઝડપથી પોતાની જગ્યા સંભાળતાં બોલી.. યસ તમને કોને મળવાનું છે. નીલાંગી ઉભી થઇને કહ્યું હું નીલાંગી આપ્ટે અને આ વિશ્વનાથ.. હજી આગળ બોલે પહેલાંજ રિસેપ્સ્નિસ્ટ પલ્લવીએ કહ્યું "ઓહ ઓકે મને સરે કહ્યું છે તમને તલ્લીકા મેમને મેળવવાનાં છે.. મેમ આવીજ ગયા હશે તમને ત્યાં લઇ જઊં છું કહીને એણે નીલાંગી અને વિશ્વનાથને સાથે લીધાં કાચની આકર્ષક કેબીનો વટાવતાં એણે એક કેબીન પાસે જઇને નોક કર્યું અને બોલી "મે આઇ કમીંગ મેમ ? અને તલ્લિકાએ એનાં ચશ્માની ઉપરથી જોતાં કહ્યું યસ પલ્લવી શું હતુ ?
પલ્લવીએ કહ્યું "મેમ આ નીલાંગી અને આ ભાઇ શ્રોફ સરની ઓફીસથી આવ્યા છે સરે તમને મેળવવા કહ્યું હતું.
તલ્લિકા ઘોષ થોડીવાર નીલાંગી અને વિશ્વનાથ સામે જોઇ રહી અને પછી ચહેરાં પર કોઇ ભાવ બતાવ્યાં વિના સામેની ચેરમાં બેસવા કહ્યું અને પલ્લવી પોતાની જગ્યાએ જતી રહી.
તલ્લિકા થોડીવાર ફાઇલોમાં માથુ રાખી બેઠી રહી પછી ફાઇલ બંધ કરીને નીલાંગીને કહ્યું " ઓકે નીલાંગી તારાં વિશે મને સરે વાત કરી છે તારે મારી પાસેથી નવા પ્રોજેક્ટ અંગે માહિતી અને ટ્રેઇનીંગ લેવાની છે હું અઠવાડીયુ છું પછી લીવ પર જવાની છું અને મી. વિશ્વનાથ તમે સામે કેબીનમાં અવિનાશ છે એ તમને કામ સમજાવી દેશે તમે ત્યાં જઇ શકો છો.
નીલાંગી બધુ. શાંતિથી સાંભળી રહી હતી. વિશ્વનાથ ઉભો થઇને અવિનાશની કેબીનમાં જવા બહાર નીકળી ગયો. વિશ્વનાથનાં ગયાં પછી તલ્લિકાએ નીલાંગી વિષે બધી માહીતી એની પાસેથીજ લેવા માંડી શ્રોફની ઓફીસ જોઇન્ટ કરે હજી 6 માસ થયાં હતાં ત્યાં શું કામ કરતી એ બધુ પૂછી લીધું.
તલ્લિકાએ નીલાંગીને એનાં વિશે પૂછી લીધું અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું મને આ કંપનીમાં કામ કરે 20 વર્ષે ઉપર થઇ ગયાં. અમોલ બોલતાં પણ નહોતો શીખ્યો એ પહેલાંથી કામ કરુ છું અને આ કંપની ઉભી કરવા અથાગ શ્રમ કર્યો છે હવે મારી ઊંમર થઇ ગઇ છે પણ કામ એટલુંજ કરું છું એ વાત જુદી છે કે શેઠીયાઓને મારામાં હવે "રસ" નથી રહ્યો. પણ અહીં બનેલી ઘટનાઓની હું સાક્ષી છું. ઠીક છે બીજી વાત પછી કરીશું તને કામની વાત સમજાવતાં પહેલાં કહી દઊં... અહીં કામ સાથે "કામ" થાય છે અને "કામ" થીજ પ્રગતિ થાય છે એટલે .... એ આગળ કહેવાં જાય ત્યાં જ પ્યુન કમ ડ્રાઇવર જોસેફ આવીને કહે "મેડમ આ નવા મેડમને સરે બોલાવ્યા છે અને તલ્લિકાએ નીલાંગી સામે જોઇને કહ્યું "જા મળી આવ આજે પહેલો દિવસ છે. હું કામ સાથે "કામ" નીજ વાત કરતી અને તેડુ આવ્યું.
નીલાંગી થોડાં સંકોચ સાથે ઉભી થઇ એને તલ્લિકાની અમુક વાત સમજાતી હતી અમુક અધ્ધરથી જતી હતી પણ એ સીનીયર અને ખૂબ અનુભવી છે એ વાત સમજી ગઇ હતી.
જોસેફ નીલાંગીને સૌથી મોટી ચેમ્બર તરફ લઇ ગયો અને કહ્યું "મેમ તમે જાવ અંદર સર રાહ જુએ છે ખૂબ વિનયથી બોલ્યો નીલાંગી કાચનાં રૂપેરી કલરનાં દરવાજાને ખોલી અંદર ગઇને બોલી મે આઇ કમીંગ સર ?
અમોલે એને કહ્યું "હાં હાં આવ નીલાંગી બેસો. તમારો આજે પહેલો દિવસ છે.. તલ્લિકા મેમ અહીંના સહુથી સીનીયર સ્ટાફ મેમ્બર છે આ કંપની ઉભી થઇ ત્યારથી અમારી સાથે છે એમને અહીં કામ કરતાં જોતો હું મોટો થયો છું એવું કહુ તો-ખોટું નહીં હોય એ ખૂબ મહેનતુ છે અને બધીજ ફાઇલો-કાયદા થી વાકેફ છે નવાં પ્રોજેક્ટ અંગે તમને સમજાવશે અને ટ્રેઇનીંગ આપશે.
બીજી ખાસ વાત કે એમની ટ્રેઇનીંગ કામ પુરતીજ રાખશે બીજી વાતોમાં ધ્યાન ના આપશો સીનીયર હોવાથી બધીજ કામની અને બીજી વાતો પણ કરશે તેથી કામથી કામ રાખજો.
સાંજે મને રીપોર્ટ આપીને તમે પાછા જઇ ચકશો કોઇ પણ પ્રકારની તકલીફ પડે સીધો મને રીપોર્ટ કરજો જોકે કોઇજ તકલીફ નહીં પડે એની પાકી વ્યવસ્થા છે.
નીલાંગી શાંતિથી સાંભળી રહી હતી. અમોલ એને ખૂબ માન પૂર્વક બોલાવી રહેલો અને કામ અને સ્ટાફ વિશે માહીતી આપી રહેલો અને સૌજન્ય પૂર્વકનું વર્તન હતુ છતાં એક સૂક્ષ્મ કડપ હતો. નીલાંગીએ કહ્યું ઓકે સર હું બધી વાતનું પુરુ ધ્યાન રાખીશ એમ કહીને ઉભી થઇને જતાં કહ્યું સાંજે રીપોર્ટ આપીને ઓફીસ પાછી જઇશ. અમોલે કહ્યું "ઓકે બેસ્ટ લક" નીલાંગી થેંક્યુ કહીને પાછી વળી ગઇ.
**********
નીલાંગીની આંખ ખુલી જ્યારે કાંબલે સર ઓફીસમાં આવ્યાં એને ખ્યાલ આવી ગયો કે થાકેલાં શરીરે ઊંઘ ખેંચી લીધી એ સ્વસ્થ થતાં બોલ્યો "ઓહ સર સોરી મારી આંખ ક્યારે લાગી ગઇ ખબર જ ના પડી. કાંબલેએ કહ્યું "ભાઇ અમારી મીટીંગ લંબાઇ ગઇ હતી સાંજ પડી ગઇ. કેમ ઉજાગરા કરે છે ? કામ માથે લઇને નહીં ફરવાનું જ્યારે કામ કરીએ ત્યારેજ વિચારો કરવાનાં. પેલાં સત્યા પાસેથી રીપોર્ટ લઇ લેજે હવે તો ઓફીસો પણ છૂટી ગઇ હશે.
નીલાંગે એકદમજ કીધુ હાં હાં સર હું પહેલાં ફોન કરી લઊં અને મારે આજે તો બીજી પણ ખાસ મીટીંગ છે. અને એણે નીલાંગીને યાદ કરી લીધી.
નીલાંગને સત્યાને ફોન કર્યો... તરતજ પેલાએ ફોન ઉપાડ્યો. અને બોલ્યો સર મેં તમને બે વાર ફોન કર્યો તમે ઉપાડ્યોજ નહીં અહીં આખી ઓફીસ ખાલી થઇ ગઇ અને સર હુ ડીટેઇલ રીપોર્ટ સવારે આપુ મારાં ફોનમાં બેટરી જ પતી ગઇ છે વાત નહીં થાય. સોરી ચાર્જીગ કરવાનું ભૂલેલો.. સવારે ઓફીસ મળીને રીપોર્ટ આપુ છું.
નીલાંગને ગુસ્સો આવ્યો તને ફોન ચાર્જ કરવાનું યાદ ના રહે ? સવારે વહેલો મળશે ઓફીસે ખૂલે પહેલાં હું વહેલો આવી જઇશ અને ફોન કપાઇ ગયો.
નીલાંગ સમય જોયો અને કાંબલે સરની રજા લઇને સીધો બહાર નીકળ્યો અને નીલાંગીને ફોન કર્યો. "હજી એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એ અકળાયો અને બાઇક સ્ટાર્ટ કરીને એની ઓફીસ તરફ ગયો.
નીલાંગીની ઓફીસ બંધ થઇ ગઇ હતી એ નક્કી જ ઘરે જવા નીકળી ગઇ હશે પણ ફોન કેમ બંધ છે ? રૂબરૂજ મળું એનાં ઘરે જઇને મારે જાણવું પડશે એ બે દિવસથી મળી નથી. શું પ્રોબ્લેમ છે ? ફોન બંધ રાખે ? અને એણે નિલાંગીનાં ઘર તરફ બાઇક દોડાવી.
નીલાંગ નીલાંગીનાં ઘરે પહોચ્યો તો જોયુ કે એનાં ઘરે તો લોક છે એને વિચાર આવ્યો અરે બધાં ક્યાં ગયાં ? નીલાંગીને ફરીથી ફોન કર્યો ત્યારે રીંગ વાગી એને હાંશ થઇ અને તરત જ ફોન ઉપાડતાં બોલ્યો. તારો ફોન સ્વીચ ઓફ કેમ હતો ? હું બપોરથી તને ટ્રાય કરુ છું શું પ્રોબ્લેમ છે ? નીલાંગીએ કહ્યું "મારો ફોન હેંગ થઇ બંધ થઇ જાય છે માંડ ચાલુ થયો છે... અને નીલુ મારાં ફોઇ ઓફ થઇ ગયાં છે હું આઇ બાબા સાથે ત્યાં આવી છું પછી શાંતિથી વાત કરશુ મારે ઘણી વાત કરવી છે પણ પછી એમ કહીને ફોન કાપ્યો.
નીલાંગે વિચાર્યુ આજે દિવસજ ખરાબ છે.. બપોરે સૂઇ ગયો.. થાકથી શરીર જ જાણે શિથિલ થયુ હતું નીલાંગી સાથે બહાર જવું હતું તો કોઇને મરવાનું મૂહૂર્ત આવ્યુ એ ખિન્ન મનથી ઘરે જવા નીકળી ગયો.
**************
નીલાંગી સવારે નીલાંગને મેસેજ કરી દીધો હું આઇ બાબા સાથે ફોઇનાં ઘરે મૂકી ઓફીસ જઇશ આજે ટેક્ષી કરીને જવાની છું તો પછી મળીશું એ મેસેજ કરીને નીકળી ગઇ.
નીલાંગી ઓફીસથી અમોલની ઓફીસે પહોચી ગઇ અને તલ્લિકા મેમ સાથે કામ સમજવા માંડી પછી એનાં હાથમાં નવી ઓફીસની ફાઇલ આવી અને તલ્લિકા મેમને પૂછ્યું મેમ ? આ કઇ નવી ઓફીસ ? તલ્લિકાએ કહ્યું મરીનલાઇન્સ પર 36 માં ફલોર પર નવી ઓફીસ બની રહી છે. થોડાં દિવસમાં ત્યાં શીફ્ટ થવાનું છે હું તો નહીં હોઉ નવી ઓફીસમાં....
નીલાંગીએ ફોટાં અને 3D ઇમેજવાળી તસ્વીરો જોઇને અવાક થઇ ગઇ આવી પણ ઓફીસ હોય ? આવી ઓફીસમાં કામ કરવાથી કેટલું સ્ટેટસ વધી જાય ? કાશ હું અહીં કામ કરતી હોત ?
અને ત્યાંજ જોસેફ નીલાંગીને બોલાવવા આવ્યો કે સર આપને બોલાવે છે. અને નીલાંગી અમોલની ચેમ્બરમાં પહોચી ત્યાં અમોલ નવી ઓફીસમાં આમકદ ફોટાં જોઇ રહેલો અને નીલાંગીએ જોયાં ખૂબ ખુશ થઇ ગઇ એણે અમોલને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન્સ સર ખૂબ સરસ ઓફીસ બની છે. ગ્રેટ.
અમોલે પાસો નાંખતા કહ્યું "હાં આખા મુંબઇમાં ના હોય એવી ઓફીસ બનાવી છે ત્યાં બધો નવો સ્ટાફ લેવાનો છે જોઇએ આગળ નવી એપોઇન્ટમેન્ટ્સ કેવી મળે છે અને નીલાંગી બોલી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-41