*મારી લઘુકથાઓ* ૧૦-૬-૨૦૨૦
૧) *ઊર્મિ*. લઘુકથા... ૮-૬-૨૦૨૦
અંજલિ બહેન નાં એક નાં એક દિકરા જય નાં લગ્ન હતાં..
જાન પ્રસ્થાન થઈ અને અંજલિ બહેન ઊર્મિ થી છલકાઈ ને પોતાનું કમરનો પ્રોબ્લેમ ભૂલી ને મન મૂકીને ડાન્સ કર્યો આવડે એવો..
ઘણાં બધાં અંદરોઅંદર એમનો ડાન્સ જોઈને વાતો કરતાં અને હસતાં રહ્યા પણ અંજલિ બહેને પોતાની ઊર્મિ ઓને મન મૂકીને વ્યક્ત કરી..
નિર્વિધ્ને લગ્ન પત્યા અને લક્ષ્મી સ્વરૂપ ખુશી વહું એ પગલાં પાડયાં અને અંજલિ બહેન ની ઊર્મિઓ ને સમજી ને ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ અને અંજલિ બહેન ની નાજુક ઊર્મિ ઓની ભાવના સમજી ને ઘરને મંદિર બનાવ્યું અને ખુશીઓ થી ઘર ગુંજી ઉઠ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ...
૨) *વિરહ*. લઘુકથા... ૮-૬-૨૦૨૦
લોકેશ અને મનાલી નાં લવ મેરેજ હતાં... હજુ તો ફેબ્રુઆરી માં તો પ્રભુતામાં પગલાં પાડયાં અને સોનેરી સપનાં ની દુનિયામાં ખોવાઈ ગયા...
માર્ચ મહિનામાં આખાં વિશ્વમાં કોરોના વાયરસ નાં પગલે લોકડાઉન થયું અને લોકેશ પણ ઘરમાં જ હતો એટલે બન્ને ને સ્વર્ગ હાથમાં લાગ્યું પણ લોકેશ ને મસાલા ખાવાની ખરાબ આદત હતી એટલે એ ગલ્લાં બંધ હતાં પણ મસાલા શોધીને લાવતો આમાં તેને કોરોના લાગું પડી ગયો અને એક દિવસ તબિયત બગડતાં એને કોવિડ હોસ્પિટલમાં લઈ ગયા એ છેલ્લી નજર લોકેશ અને મનાલીની મળી પછી તો હોસ્પિટલમાં થી ફોન જ આવ્યો અને મનાલી વિરહ ની દલદલમાં ડૂબી ગઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ...
૩)*આઈસ્ક્રીમ*. લઘુકથા... ૮-૬-૨૦૨૦
આરતી અને રાજન પોતાનાં નાનાં દિકરા જીત ને આઈસ્ક્રીમ ખવડાવા અમૂલ પાર્લર પર લઈ ગયા ત્યાં એક ફાટેલાં કપડાં થી પોતાનું તન ઢાંકીને રૂખી ફુગ્ગા વેચતી હતી અને જોડે નાનો દિકરો રામુ હતો એણે ફુગ્ગા લેવાં વિનંતી કરી પણ ઘરે જતાં લઈશું વિચારીને જીત ને ચોકલેટ કોન અપાવી બહાર આવ્યા ...
જીત નાં હાથમાં કોન જોઈને નાનો રામુ રૂખી ને કહે બા મને પણ આઈસ્ક્રીમ ખાવો છે..
રૂખી કહે તારાં બાપુ ત્રણ દિવસથી બિમાર છે આ ફુગ્ગા બધાં વેચાઈ જાય તો ખાવાનો અને દવાનો વેંત થાય આ આઈસ્ક્રીમ આપણા થી નાં ખવાય બેટા એ મોંઘો આવે છે..
આરતીએ આ સાંભળીને રૂખી પાસે ગઈ અને રામુ ને કહ્યું કે તારે આઈસ્ક્રીમ ખાવો છે???
રામુ ડરતાં ડરતાં રૂખી સામે જોયું અને હા પાડી..
આરતીએ રાજન ને કહ્યું કે બે બટર સ્કોચ કોન આ મા દિકરા માટે લેતાં આવો..
અને આરતીએ પાંચ ફૂગ્ગા વેચાણ થી લીધાં...
રાજને એ બન્ને ને કોન આપ્યો..
રામુ તો આઈસ્ક્રીમ જોઈને એટલો હરખાઈ ગયો એ જોઈને આરતી અને રાજન ને ખુબ ખુશી થઈ... અને ફુગ્ગા લઈને ઘરે આવ્યા અને આજુબાજુના નાનાં છોકરાંને ફુગ્ગા વહેંચી દીધાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....
૪) *પરિણામ*. લઘુકથા... ૯-૬-૨૦૨૦
અનેરી નું બોર્ડ નું રીઝલ્ટ (પરિણામ) આવ્યું ... ૯૫ ટકા આવ્યા હતા અમદાવાદમાં એનો એક થી દશમાં નંબર હતો.. એની સ્કૂલમાં એનો પેહલો નંબર હતો બધાંના અભિનંદન મળતાં હતાં..
અનેરી નો બીજા દિવસે પેપરમાં ફોટો આવ્યો પણ ઘરમાં અનેરી અને એની મમ્મી દિપ્તીબેન બે જ ખુબ ખુશ હતા આ પરિણામ થી..
અનેરી નાં પપ્પા વિપુલ ભાઈ ને ખુશી થઈ પણ એમને હજુ એમ કે છોકરીઓ ને વધુ ભણીગણીને શું કામ છે???
આજે નાતમાં અનેરી નું સન્માન હતું સ્ટેજ પર એને બોલાવી ને નાતના આગેવાને કહ્યું કે બેટા તારાં આ સુંદર પરિણામ નો યશ તું કોને આપે છે???
અનેરી ની આંખો સામે એ દ્રશ્ય તરવરી ઉઠ્યું વિપુલ એક મહિનો માંડ નોકરી એ ટકે અને કંઈ ને કંઈ બહાનું કે ઝઘડો કરીને નોકરી છોડી દે..
મમ્મી એ સિલાઈ કામ અને પાપડ, અથાણાં બનાવીને ભણાવી છે કારણકે મમ્મી પણ બહુ ભણેલી નથી.. રોજબરોજ ના પપ્પા મમ્મી નાં ઝઘડા.. ત્યારથી મનમાં ગાંઠ વાળી હતી કે એટલી મહેનત કરીશ કે ધાર્યું પરિણામ લાવી ને આગળ ભણીશ અને મમ્મી ને ખુબ સુખી કરીશ...
અનેરી વિચારોમાં થી બહાર આવી અને બોલી મારાં આવાં સુંદર પરિણામ માટે મારી મમ્મી ની મહેનત જવાબદાર છે અને તાળીઓ નો ગડગડાટ થયો અને દિપ્તીબેન ને સ્ટેજ પર બોલાવ્યા આ જોઈ ને વિપુલ પોતાની ભૂલ નું પરિણામ ભોગવી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ..
૫)*એ નારંગી કેન્ડી*. લઘુકથા.. ૯-૬-૨૦૨૦
એક નાનાં ગામડાંમાં એક ફળિયામાં સાથે રહેતાં નીતા,જીતેશ,ગીતા, મોહન,સીમા, રીટા,દીપ,હીના,મીના,રવિ વિગેરે...
બધાને એકબીજા સાથે ખુબ જ પાક્કી દોસ્તી હતી..
ગામમાં પંચરંગી વસ્તી હતી..
રવિ અને હિના ને નાનપણથી જ એકબીજા સાથે વધુ ફાવતું હતું..
રવિ ને ઘરમાં થી વાપરવા રૂપિયા મળે એટલે એ ગામમાં આવેલી અબ્દુલ કાકા ની દુકાને થી રંગબેરંગી કેન્ડી ( લોલીપોપ ) લઈ આવે અને પહેલા હિનાને નારંગી કેન્ડી આપે જે હિના ને ખુબ જ ભાવતી હતી..
થોડાં મોટાં થયાં ત્યાં તો રવિ નાં પપ્પા ની બદલી બીજા ગામમાં થઈ એટલે હવે હિના ઉદાસ રહેતી..
એ અબ્દુલ કાકા ની દુકાને જતી અને એ નારંગી કેન્ડી લાવતી પણ ખાતી નહીં બસ રવિને યાદ કરતી અને એ નારંગી કેન્ડી ફળિયાનાં એનાથી નાનાં છોકરાંને વહેંચી દેતી..
સમય જતાં એનાં લગ્ન થઈ ગયાં પણ એ રવિને કે એ નારંગી કેન્ડી ને ભૂલી શકી નહીં..
હિના અને એનાં પતિ સંજીવ એક દિવસ પિક્ચર જોવા ગયા ત્યાં અચાનક રવિ એની પત્ની મીરાં સાથે મળી જાય છે અને ખિસ્સામાંથી એ નારંગી કેન્ડી કાઢીને હિનાને આપે છે આ જોઈ સંજીવ પૂછપરછ કરે છે અને નાનપણની હિનાની આદત જાણીને એ પણ હસે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ..