Adhura premni anokhi dastaan - 23 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 23

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૩



એક પછી એક દિવસો વીતતાં ગયાં. સુજાતાની કોલેજનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું. આદિત્ય અને રાજુનું કોલેજનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હતું.

છેલ્લાં વર્ષનાં વિધાથીર્ઓ માટે farewell party નું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં પાર્ટીની તૈયારીઓ કરી રહ્યાં હતાં.

"આદિ, તારું તો કોલેજનું છેલ્લું વર્ષ છે. હવે હું તારાં વગર કેવી રીતે રહીશ?"

"અરે, હું કોલેજ છોડીને જવાનો છું. સુરતમાંથી થોડો ચાલ્યો જવાનો છું."

આદિત્ય સુજાતાને મનાવવા બોલી તો રહ્યો હતો. પરંતુ પોતે પણ અંદરથી દુઃખી હતો. બંનેની આંખના ખુણા ભીના થઈ ગયાં હતાં. બંને એકબીજાને ભેટી એકબીજાને સાંત્વના આપી રહ્યાં હતાં.

"અરે ઓ, પ્રેમીપંખીડાઓ. પાર્ટીની તૈયારીઓ કરવાની છે. રોમાન્સ નથી કરવાનો."

અદિતિએ પાછળથી બૂમ પાડી. સુજાતા તેની સામે આંખો કાઢીને જોવાં લાગી.

"હું તો મજાક કરું છું. તમે તમારું ચાલું રાખો."

અદિતિએ સુજાતાની આંખોમાં ગુસ્સાનો ભાવ જોઈને મજાકનું બહાનું બનાવ્યું. અદિતિની વાત સાંભળી, સુજાતા અને આદિત્ય હસવા લાગ્યાં. બંનેને હસતાં જોઈને અદિતિ પણ હસવા લાગી. ત્યાં જ રાજુ આવ્યો. રાજુના આવવાથી બધાં મળીને પાર્ટીની તૈયારીઓ કરવા લાગ્યાં.

પાર્ટી બીજાં દિવસે હોવાથી તૈયારી કરીને, બધાં પોતપોતાની ઘરે ગયાં. આદિત્ય ઘરે પહોંચ્યો, ત્યાં જ આશાબેન કિચનમાંથી બહાર આવ્યાં. બહાર આવીને આશાબેન જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવવાં લાગ્યાં. આદિત્ય તેનાં રૂમમાં જઈને, બેગ મૂકી ફ્રેશ થઈને નીચે આવ્યો.

આદિત્યના આવ્યાં પછી બંને માં-દિકરો જમવા બેઠાં. જમતી વખતે આશાબેન આદિત્ય સામે અલગ જ નજરથી જોઈ રહ્યાં હતાં. જે જોઈને આદિત્ય પોતાની જગ્યાએથી ઉભો થઈને આશાબેનની નજીક ગયો.

"શું વાત છે મમ્મી? તમે કાંઈ પરેશાન છો?

"પરેશાન નહીં ખુશ છું. જેનું એકમાત્ર કારણ તું છે."

"મતલબ? હું કાંઈ સમજ્યો નહીં."

"મારે તને એક વાત પૂછવી છે."

"હાં બોલોને, શું વાત છે?"

"તું સુજાતાને પસંદ કરે છે ને?"

આશાબેન દ્વારા પૂછાયેલા એવાં સવાલથી આદિત્ય થોડીવાર ચૂપ જ રહ્યો. આશાબેને આદિત્યની સામે જોઈને, તેનાં માથાં પર હાથ ફેરવીને ફરી કહ્યું.

"તારી ચુપ્પી જ બધું સાબિત કરે છે. મને વિશ્વાસ હતો જ કે, તમે બંને એકબીજાને પસંદ કરો છો. હવે બસ મારે માધવભાઈ અને કમલાબેન સાથે વાત કરવાની બાકી છે."

"હજું શું ઉતાવળ છે મમ્મી? સુજાતાને પૂછીને પછી આપણે તેનાં પરિવાર સાથે વાત કરીશું."

"પણ બેટા, ખાલી વાત કરવામાં શું વાંધો? આપણે ક્યાં લગ્ન કરી નાખવાં છે."

"નાં, સુજાતાની કોલેજ પૂરી થઈ જાય. પછી જ વાત આગળ વધશે."

"ઓકે, જેમ તું કહે એમ."

આશાબેન આદિત્યની વાત સમજી ગયાં. તેમને આગળ બોલવાનું ટાળ્યું. બંને માં-દિકરાએ જમી લીધાં પછી આદિત્ય તેનાં રૂમમાં જતો રહ્યો, ને આશાબેન ફરી પોતાનું કામ કરવાં લાગ્યાં.

*****

બીજાં દિવસે farewell party માં એક તરફ અમુક વિધાથીર્ઓ મજા માણી રહ્યાં હતાં. તો એક તરફ ઘણાં ચહેરાઓ પર અલગ થવાની ઉદાસી છવાયેલી હતી. તો કોઈ એકબીજાને 'આપણે ક્યાં સાવ અલગ થવાનાં છીએ.'એમ કહીને સાંત્વના આપી રહ્યું હતું.

પાર્ટી પૂરી થતાં સુજાતા અને આદિત્ય કેન્ટીનમાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"મારાં મમ્મીને આપણાં વિશે ખબર પડી ગઈ છે. તેઓ તો તારાં મમ્મી-પપ્પા સાથે વાત કરવાનું પણ કહેતાં હતાં. પણ મેં કહ્યું, બધું સુજાતા કહે, ત્યારે જ થશે."

"બસ મારાં મમ્મી-પપ્પા માની જાય. પછી આપણે હંમેશને માટે એક થઈ જાશું."

એક થવાવાળી વાત બોલતી વખતે, સુજાતાના ચહેરા પર અલગ જ પ્રકારની રોનક છવાઈ ગઈ હતી. આદિત્ય પણ સુજાતાને ખુશ જોઈને મનોમન ખુશ હતો.

આદિત્ય અને સુજાતા વાતો કરતાં હતાં. ત્યાં જ રાજુ ત્યાં આવ્યો.

"સુજાતા મારી સાથે આવને, મારે તારું કામ છે."

રાજુને સુજાતા અને આદિત્ય તરફ આવતાં જોઈને, અદિતિ પણ તેની પાછળ આવી. સુજાતા ઉભી થઈને રાજુ સાથે જવા જતી જ હતી. ત્યાં જ અદિતિ બોલી.

"અરે રાજુ, તને તો તારો જુનિયર વિશાલ બોલાવે છે. એ કહેતો હતો કે, તેને તારી પાસેથી કોઈ નોટ્સ જોતી છે."

"હું તેને નોટ્સ આપીને જ આવું છું. તો હવે કંઈ નોટ્સ જોતી છે તેને?"

"એતો તેને ખબર, મને તો તેણે કહ્યું કે, 'રાજુને મોકલજે.' એટલે મેં તને કહ્યું."

અદિતિની વાત સાંભળીને, રાજુ વિશાલ પાસે જતો રહ્યો. અદિતિ મનોમન ખુશ થઈને ફરી પોતાની બીજી ફ્રેન્ડસ પાસે જતી રહી.

"તો હવે બોલ, હું મમ્મીને ક્યારે તારાં ઘરે વાત કરવા આવવાનું કહું?"

"કોલેજ પૂરી થઈ જાય. પછી હું મમ્મી-પપ્પાને વાત કરીશ. તે હાં પાડી દે. પછી તું તારાં મમ્મીને લઈને મારાં ઘરે આવી જાજે."

"મેં પણ મમ્મીને એજ કહ્યું કે, તારી કોલેજ સારી રીતે પૂરી થઈ જાય. પછી નિરાંતે વાત કરીશું."

"ઓકે, તો હવે ઘરે જઈએ?"

"ઓકે ચાલ, હું તને અને અદિતિને મારી કારમાં ઘરે મૂકી જાવ."

"ઓકે."

સુજાતા ઘરે જવા અદિતિને બોલાવવા ગઈ. અદિતિ અને સુજાતા આદિત્યની કારમાં ઘરે જવા રવાનાં થયાં. સુજાતાને તેનાં પપ્પાનો ફોન આવ્યો. સુજાતા તેમની સાથે વાત કરવા લાગી.

"હાં, બોલો પપ્પા."

"બેટા, મેં આજે ઘરે ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે. અરવિંદભાઈ, રાજુ અને બીજાં અમુક મિત્રો આવવાનાં છે, તો તું વહેલી ઘરે આવી જાજે."

"ઓકે પપ્પા, હું કોલેજેથી નીકળી જ ગઈ છું."

સુજાતાએ એટલું કહીને કોલ કટ કર્યો. મોબાઈલ બેગમાં મૂકીને, સુજાતા આદિત્ય અને અદિતિને કહેવા લાગી.

"મારાં પપ્પાએ આજે ઘરે ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે. રાજુ પણ તેનાં પપ્પા સાથે આવવાનો છે. તો આદિત્ય તારે અને અદિતિએ આવવાનું છે, ને તમારે બંનેએ સાથે આશાઆંટી અને આરાધ્યા દીદીને લાવવાનાં છે."

"ઓકે, અમે જરૂર આવશું."

આદિત્ય અને અદિતિ બંને એકસાથે બોલ્યાં. સુજાતાનું ઘર આવતાં સુજાતા તેની ઘરે જતી રહી. આદિત્ય અદિતિને તેનાં ઘરે મૂકવાં જતો રહ્યો.

*****

રાતે આઠ વાગે બધાં સુજાતાની ઘરે ડિનર પર પહોંચી ગયાં. ડિનર કરીને આશાબેન, કમલાબેન, માધવભાઈ, અરવિંદભાઈ અને બીજાં આવેલાં મહેમાનો નીચે હોલમાં બેસીને વાતો કરવા લાગ્યાં. આદિત્ય, અદિતિ, આરાધ્યા અને રાજુ ઉપર સુજાતાના રૂમમાં બેઠાં હતાં.

રાજુ પણ અરવિંદભાઈ સાથે આવ્યો હતો. એ વાત અદિતિને ખટકતી હતી. તોય આખરે રાજુ સુજાતા અને આદિત્યનો મિત્ર હતો. એ આદિત્ય અને સુજાતાનાં પ્રેમ વિશે જાણતો પણ નહોતો, તો અદિતિ તેને કાંઈ કહી શકે એમ પણ નહોતી.

રાતનાં અગિયાર વાગતાં, આદિત્યને એક કામ યાદ આવ્યું.

"ચાલો, હવે મારે તો જવું પડશે. તમે લોકો તમારી વાતો ચાલું રાખો."

"અરે પણ કેમ? થોડીવાર બેસને, બધાંની સાથે જાજે."

"મારે એક બહુ જરૂરી કામ છે, તો જવું જ પડશે."

"ઓકે, ઠીક છે."

સુજાતાની પરવાનગી મળતાં આદિત્ય નીચે જવા સીડી ઉતારવા લાગ્યો. આદિત્ય ચાલ્યો ગયો. આરાધ્યા અને અદિતિએ પણ જવા માટે કહ્યું. જેથી બધાં નીચે ગયાં.

જતી વખતે અરવિંદભાઈનાં ચહેરા પર ખુશી હતી. પણ આદિત્યનો ચહેરો ઉદાસ હતો. સુજાતાએ આદિત્યને 'બાય' કહ્યું, ત્યારે પણ આદિત્યના ચહેરા પર કોઈ ખાસ ખુશી દેખાઈ નહીં. તે જાણે અંદરથી ખૂબ જ દુઃખી હોય, ને સુજાતાને કાંઈ કહી નાં શકતો હોય. એવી રીતે સુજાતા સામે માત્ર નાની એવી સ્માઈલ કરી જતો રહ્યો.

*****

અદિતિ અને આરાધ્યા બંને ઘરે પહોંચી ગયાં. ઘરે પહોંચીને, અદિતિ આરાધ્યાને પૂછવા લાગી.

"માસી, તમે મારાં પપ્પાને છોડાવવા કોઈ રસ્તો શોધ્યો કે નહીં?"

"નાં બેટા, વકીલ પણ એમાં કાઈ કરી શકે એમ નથી. આદિત્યએ ખુદ જ તેનાં પપ્પાનાં એક્સિડન્ટનો આરોપ તેમનાં પર લગાવ્યો છે. તો એ જ તેમને છોડાવી શકે."

"તો ચાલોને આપણે આદિત્યને બધું જણાવી દઈએ."

"હું થોડી મહેનત કરું છું. જો કોઈ રસ્તો નહીં મળે, તો આદિત્ય અને સુજાતાના પ્રેમને સુજાતાનો પરિવાર સ્વીકારી લે. પછી આપણે તેને બધું જણાવી દેશું."

"ઓકે માસી, તમને જેમ ઠીક લાગે એમ."

અદિતિ આરાધ્યા સાથે વાત કરીને તેનાં રૂમમાં જતી રહી. આરાધ્યા પણ તેનાં રૂમમાં જતી રહી. આરાધ્યા હજું પણ આદિત્યનો ઉદાસ ચહેરો યાદ કરી રહી હતી.


(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED