ફક્ત તું ..! - 25 - છેલ્લો ભાગ Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 25 - છેલ્લો ભાગ

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૨૫

નીલ અને અવની ચાલતા ચાલતા સ્વીમીંગ પુલ પાસે જાય છે. ઘણી વાર એકબીજા ચુપ રહે છે.

નીલ : કેવું કહેવાય નહિ અવની ?

અવની : શું નીલ ?

નીલ : જે વસ્તુ વિચારી જ ના હોય એવું જ બને.

અવની : હા નીલ. એ તો છે જ.

નીલ : જે વસ્તુ પાછળ કેટલાય દિવસથી હું વિચારતો હતો, દોડતો હતો અને દુઃખી હતો આજે એ વસ્તુ આપણા પરિવાર થકી શક્ય બની.

અવની : હા યાર. આઈ એમ સો સોરી. મારી બોવ બધી ભૂલ છે. મેં જ તને ક્યાંક ને ક્યાંક સમજવામાં ભૂલ કરી હતી.

નીલ : હા એ તો તારું રહેવાનું જ હો.

અવની : નીલ યાર મસ્તી નહિ પ્લીઝ. હું સીરીયસલી સોરી કહું છું. તે મારા કારણે ઘણું સહન કર્યું છે, ઘણું દર્દ અને દુઃખ સહન કર્યું છે. મારા કારણે તારું ઘણું કામ પણ બગડ્યુ છે અને એ કરતા પણ વધુ મારા કારણે તારી તબિયત પણ ઘણી વાર બગડી છે.

નીલ : ઓહ. એ તને વળી કઈ રીતે ખબર /

અવની : ના ક્યારેક ભાઈ અને સિયા વાત કરતા ત્યારે ક્યારેક ક્યારેક એમની વાતો સાંભળેલી એટલે.

નીલ : ઓહ હો પણ અવની આમ જો તો ભૂલ મારી પણ છે. મેં પણ તને ખરા સમયે ના સમજીને ભૂલ કરી છે. જયારે તારી સાથે રહેવું જોઈતું હતું ત્યારે તારાથી દુર ગયો, ખોટી જીદ કરી ને ન જાણે કેટલુંય.

અવની : કઈ નહિ નીલ. જે થયું હશે એ સારા માટે જ થયું હશે ને ? તો પછી બધી વાતો મુક.

નીલ : હા હો એ છે. સારું મેં જે ભૂલો કરી છે એના માટે મને માફ કરજે.

અવની : હા નીલ. મેં પણ ઘણી ભૂલો કરી છે તો એના માટે પણ મને માફ કરજે.

બસ આમ નીલ અને અવની ઘણી બધી વાતો કરે છે. બંને સગાઇ થઇ એની ખુશીનો લાહવો ઉઠાવે છે. એક બીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જાય છે અને વાતો કરતા જાય છે. ઘણી વાર ચુપ રહીને પણ એક બીજાને ઘણું બધું કહેતા જાય છે અને આંખોના ઈશારામાં જ હા અને ના પડતા જાય છે.

નીલ : આકાશમાં જો અવની. કેટલો સરસ ચાંદો છે એક દમ તારા ચહેરાની જેમ.

અવની : બસ બસ. હું એ જ વિચારતી હતી કે તું હજી ચાલુ કેમ ન થયો પણ અંતે તું ચાલુ થયો ખરો હો.

નીલ : અવની આંખો બંધ કરીશ એક મિનીટ ?

અવની : કેમ ?

નીલ : પ્લીઝ બંધ કર ને આંખ.

અવની આંખો બંધ કરે છે. નીલ ટેબલ પરથી એક ગુલાબ લઇ અવની સામે ઘૂંટણ ભર બેસી જાય છે ને અવનીને આંખો ખોલવાનું કહી નીલ બોલવા લાગે છે.

“ હું નથી જાણતો કે કેટલો પ્રેમ કરીશ તને,

પણ જેટલો ભી કરીશ એટલો તને જ કરીશ.

હું નથી જાણતો કે તારા માટે શું કરીશ ?

પણ જેટલું ભી કરીશ એ તારા માટે જ કરીશ.

હું નથી જાણતો કે તને હું શું શું આપીશ ?

પણ જેટલું ભી આપીશ એ બધા થી અલગ જ આપીશ.

હું નથી જાણતો કે પ્રેમ નો મતલબ શું ?

પણ મારા માટે બસ ફક્ત “ તું “

હું નથી જાણતો કે ક્યાં સુધી નિભાવીશ તારી સાથે સાથ ?

પણ જેટલો ભી નિભાવીશ એ નિભાવીશ આખરી શ્વાસ.

છેલ્લે બસ એટલું જ કે તું એક જ છે મારી જાન,

કદાચ તારા માટે કશું આપવું પડશે તો આપી દઈશ મારી જાન “

એટલું બોલતા જ અવની નીલ ને વચ્ચે થી અટકાવી દે છે અને પોતાના તરફ ખેંચે છે. બંને એક બીજાની સાવ નજીક આવી જાય છે. અવની નીલ ને હળવેક થી કહે છે,

“ જો તું તારી જાન આપીશ, તો મારી એ જાન નું શું જે મારી સામે ઉભો છે ?

ના ગુસ્સો, ના ઈગો, ના નફરત બસ હવે ફક્ત તને જ પ્રેમ કરવો છે.

બસ એટલું જ કહેતા નીલ પોતાનો હાથ અવનીની કમર પર રાખી પોતાના તરફ ખેંચે છે. બંનેના શ્વાસ એક બીજાને સ્પર્શી રહ્યા છે. એક બીજાની નઝર સામે સામે ટકરાઈ રહી છે. અવનીની આંખોમાં પ્રેમનું ઝરણું ને નીલની આંખોમાં અવનીને એના પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. ધીરે ધીરે નીલ અવનીની ખુબ જ નજીક આવી જાય છે. પોતોના હોઠ અવનીના હોઠ સાથે સ્પર્શ કરાવે છે. બંનેના શરીરમાં એક નવા સ્પર્શની અનુભૂતિ થાય છે. બે ચાર મિનીટ તો બંને એકબીજામાં એવા ખોવાયેલા રહે છે કે એમને ખબર જ નથી કે તે બંને ક્યાં ઉભા છે અને ક્યાં છે. નીલ પોતાના હાથ વડે અવનીને મજબૂતાઈથી પકડી ભેટી લે છે. થોડીવાર બાદ બંને એક બીજાથી અલગ થાય છે. અવની શરમાઈ જાય છે અને દોડીને ટેબલ પાસે જાય છે.

નીલ : ( જોરથી ) આઈ લવ યુ મારી વ્હાલી ડાયન !

અવની : ( પાછલ ફરી ) આઈ લવ યુ ટુ મારા ભૂત !

અવની ધીરે ધીરે દોડતા દોડતા ફાર્મ હાઉસની અંદર જતી હોય છે અને નીલ એને જોઇને એટલું જ કહે છે,

મને નથી ખબર કે પ્રેમનો મતલબ શું ?

પણ મારા માટે બસ ફક્ત “ તું “

* * *

મિત્રો ઘણી વાર લાઈફમાં અમુક વાતો કારણ વગરની બનતી હોય છે અથવા ઘણી વાતોમાં કારણ મળતું નથી. આજે એક નહીં લાખો લવ સ્ટોરીઓ અધુરી રહી જાય છે. એ પછી નાત જાતના લીધે હોય, પરંપરાના લીધે હોય કે કોઈ ત્રીજા વ્યક્તિના આવવાના કારણે હોય.

પ્રેમ ક્યારેય કોઈ વ્યક્તિને બાંધતો નથી પણ છૂટ થી જીવવાની હિંમત આપે છે. પ્રેમ બલિદાન નહીં પણ એકબીજા વ્યક્તિની ખુશી માંગે છે. અવની વચ્ચે જે કર્યું હોય એ કદાચ આપણી નજરમાં ખોટું હશે પણ એની નજરે એ સો ટકા સાચું હશે. એ પોતાના રીતે બધી વાત માં સાચી હશે પણ કહેવાય ને સાહેબ કે વ્યક્તિ એનું જ સાચું માને છે જેનુ દિલ તૂટ્યું છે. ઘણી વાર કોઈ એક વ્યક્તિએ લીધેલ એક ખરાબ કદમ કદાચ બીજા માટે સારું હોય છે. પ્રેમ કોઈ દિવસ પૂરો નથી થતો, પૂરી થાય છે તો બસવ્યક્તિની જરૂરિયાત.

મિત્રો હું બસ એટલું જ કહેવા માંગીશ કે ..,

જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય તો એ પ્રેમને આઝાદ રાખો ના કે ગુલામીમાં. એ વ્યક્તિને જે કરવુ છે એ કરવા દો, એના મન મુજબ રહેવા દો. કારણ કે જ્યારે એક બીજાને છોડવાની વાત આવે છે ત્યારે એ જ વાતો પેહલા આવે છે,

તું મને બાંધી ને રાખે છે,

તું જે કહે એમ મારે કરવું પડે છે,

તારું કહ્યું જ મારે કરવું પડે છે,

મારે જ બધુ કરવું પડે છે,

તે કઈ મારા માટે કર્યું જ નથી..

વગેરે વગેરે...

ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એટલો જ છે કે તમારા પ્રેમ ને આઝાદી આપો. જો તમારું છે તો તમારું જ રહેશે અને નહીં હોય તો એ વ્યક્તિ તમારું ક્યારેય નહિ થાય.

બસ છેલ્લે એટલું જ કહીશ કે પ્રેમમાં સૌથી મહત્વની વસ્તુ છે એકબીજાને આપવામાં આવતો સમય. કેમ કે આજે વિશ્વાસ તો બધા એકબીજા પર કરે જ છે પણ કોઈ પાસે પ્રેમથી વાત કરવા, સુખ દુઃખની વાતો કરવા, એકબીજાનું ધ્યાન રાખવા સમય નથી. તો બસ એક બીજા માટે કશું ના કરી શકો તો કહી નહિ પણ સમય આપવાનું ના ભૂલતા. સપનાઓ તો ઘણા હશે પણ તમને ચાહનારું વ્યક્તિ જ સાથે નહીં હોય તો એ સપના કશું કામના નથી..

* આભાર *