ફક્ત તું ..! - 23 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 23

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૨૩

નીલ ફટાફટ તૈયાર થઇ ને નીચો આવ. સિયાની સગાઈમાં જવાનું મોડું થઇ જશે. નીલના મમ્મીએ કહ્યું.

નીલ : અરે આવું જ છું મમ્મી. શું તમે પણ.

નીલના મમ્મી : શું હું પણ. આ ઘડિયાળમાં જો સાંજના છ વાગી ગયા છે અને આઠ વાગ્યે સગાઈનું મુહરત છે.તું ફટાફટ નીચે આવ.

નીલ તૈયાર થઇ નીચે આવે છે. નીલ ને જોતા જ નીલના મમ્મી બોલે છે.

“ આ શું પહેર્યું છે તે ગાંડા “ આવું પહેરીને તું સગાઈમાં આવીશ હે !

નીલ : અરે મમ્મી મસ્ત છે. આપણે સગાઈમાં જવાનું છે. મેરેજમાં નહિ તો આવા કપડા તો ચાલે.

નીલના મમ્મી : હા પણ કઈક સગાઈમાં જતો હોય એવું તો લાગવું જોઈએ ને. આ પીળા કુર્તામાં તને પીઠી ચોળવા બેસાડ્યો હોય એવો લાગે છે.

નીલ : અરે મમ્મી પણ ચાલશે હવે ! શું તમે પણ.

નીલના મમ્મી : ના મારે નહિ ચાલે બસ.

નીલ : પણ મમ્મી મારી પાસે હાલમાં એક પણ સગાઈમાં પહેરાય એવા કપડા નથી. એક તો તમે બે દિવસ પહેલા જ કહ્યું કે સિયાની સગાઇ છે તો ક્યાંથી બધું ભેગુ કરવું.

નીલના મમ્મી : હા તો વચ્ચે બે દિવસ તો હતા ને !

નીલ : અરે મમ્મી. તમને મારું કામ તો ખબર છે ને ! હું કામમાં હતો એટલે આવું બધું મને યાદ ન આવ્યું. હવે ખોટી જીદ ન કરો પ્લીઝ અને ચાલો.

નીલના મમ્મી : ના. તું જો આવા કપડા પહેરીને આવતો હોય તો મારે નથી આવવું.

નીલ : પણ મમ્મી આ કપડામાં પ્રોબ્લેમ શું છે એ કહી ને !

નીલના મમ્મી : એ પ્રોબ્લેમ વાળી. ત્યાં જાત જાત ના માણસો આવ્યા હશે અને જાત જાતની છોકરીઓ. તો તું શું આવા વેશ માં એ છોકરીઓ સામે આવીશ ? આ તારા પપ્પા ને જો તારા કરતા તો એ સારા લાગે છે.મને પણ ઈચ્છા હોય ને કે તને પણ એક છોકરી મળી જાય અને તારી પણ સગાઇ થાય.

નીલ : હવે ખબર પડી કે આ મારા કુર્તાનું શા માટે પેટમાં દુખતું હતું. જો મમ્મી તમને પહેલા જ કહી આપું છુ કે મને કોઈ પણ છોકરીઓમાં રસ નથી. ના હું કોઈની પાસે જવાનો છું અને ના કોઈની સાથે વાત કરવાનો છું. મારે બસ મારી બહેનની સગાઇ છે તો હું એની મોજ માં રહેવાનો છું.

નીલના મમ્મી : હા વાંધો નહિ પણ તારે પ્લીઝ આ કપડા બદલવા પડશે હો.

નીલ : એ હા મારી માં. તું નહિ પહોંચવા દે મને.

નીલના મમ્મી : હા જ તો લે. માં કોની ?

નીલ : મારી જ ને. હવે મને એ જણાવશો કે બીજા કપડા ક્યાંથી લાવીશું ?

નીલના મમ્મી : હા દીકરા. રસ્તામાં બે-ત્રણ મોલ આવે જ છે ને તો ત્યાંથી જ લઇ લઈશું હો.

નીલ : મમ્મી ખરેખર તું અઘરી છે હો. ત્રાસ છે તારો.

નીલના મમ્મી : છે તો છે.

નીલ ને એના મમ્મી પાપા ત્રણેય મોલમાં જાય છે. મોલમાં જઈને નીલ સારા એવા કુર્તા શોધે છે પણ નીલના મમ્મી ને એ ના ગમતા તે બીજા સેક્શનમાં જઈને નીલ માટે ભારેમાં કપડા લઇ આવે છે.

નીલના મમ્મી : આ લે દીકરા. આ મસ્ત છે. આ પહેર જે.

નીલ : ઓ હેલો. તમને ખબર તો છે ને સગાઇ સિયા ની છે મારી નહિ.

નીલના મમ્મી : હા ખબર છે.

નીલ : તો પછી આવા કપડા કેમ ? આ તો સગાઈના કપડા છે. જેની સગાઇ હોય એ આવા કપડા પહેરે.

નીલના મમ્મી : હા તો શું થઇ ગયું પણ. આ પહેરી લે બસ.

નીલ : પણ મમ્મી યાર. આવા કપડા ના સારા લાગે. બીજા જોશે તો મારી હસી ઉડાવશે.

નીલના મમ્મી : એ મને કહી નથી ખબર. બસ તારે આ જ કપડા પહેરવાના છે. આ મારી જીદ છે બસ.

નીલ : ઓ હેલો આવી કઈ જીદ ના હોય હો !

નીલના મમ્મી : શું મારો દીકરો મારી એક જીદ પૂરી નહિ કરે ? શું મારી પસંદ એટલી બધી ખરાબ છે ? સારું કહી વાંધો નહિ. લોકો સાચું જ કહે છે કે છોકરા મોટા થઇ જાય પછી આપણું ના માને.

નીલ : ઓ મમ્મી પ્લીઝ. તમે મને આમ ઈમોશનલ બ્લેકમેઈલ ના કરો.તમારે મને આવા કપડામાં જોવો છે ને તો હું ત્યાં જઈને બદલાવી લઈશ બસ. ખુશ ને હવે!

નીલના મમ્મી : વાહ મારો દીકરો વાહ.

આમ નીલ માટેના કપડા લઇ બધા સિયાની જ્યાં સગાઇ રાખી હતી એ જગ્યા પર પહોંચે છે. સિયાની સગાઇ એક ફાર્મહાઉસમાં રાખેલી હોય છે. નીલને એના મમ્મી પાપા ગાડી પાર્ક કરી ફાર્મહાઉસની અંદર જાય છે. ત્યાં પહોચતા જ નીલ કપડા બદલાવવા માટે રૂમમાં જાય છે અને એના મમ્મી પાપા સગાઇ હતી તે બગીચામાં ( ફાર્મહાઉસનું ખુલ્લું મેદાન ) નીલ થોડીવારમાં કપડા બદલાવી બહાર આવે છે અને સીધો બગીચામાં જાય છે. ત્યાં જતા જ બધાનું ધ્યાન નીલ પર જાય છે. બધા ની આંખો નીલ ને જ જોતી હોય છે.

નીલ મનમાં વિચારતો હોય છે “ મેં નાં પાડી હતી મમ્મી ને કે આવા કપડા ના પહેરાય. લોકો મારી હસી ઉડાવશે પણ ના! માને કોણ. હવે શું ! જે થાય છે એ થવા દો અને જેને હસવું હોય એને હસવા દો.

નીલ એટલું વિચારતો જ હોય છે ત્યા જ દિવ્ય પાછળથી આવીને નીલના ખંભા પર શાબાશી આપતા કહે છે “ વેલકમ વેલકમ ભાઈ. આવી ગયા એમને “

નીલ : હા ભાઈ આવવું જ પડે ને ! તારી ને સિયાની સગાઇ છે તો. આજે બોવ જ ખુશ છું કે તમેં બંને મળી ગયા અને સગાઇ પણ થોડીવારમાં થઇ જશે.

દિવ્ય : હા હો ભાઈ. ઘણું ખરું તો તમારા લીધે જ શક્ય બન્યું છે.

નીલ : અરે ભાઈ એમાં શું હવે ? સિયાની ખુશી એ મારી ખુશી. આમ પણ બહેનની ખુશી તો પહેલા જ હોય ને.

દિવ્ય : હા ભાઈ સાચું કહ્યું હો. પણ અત્યારે એક વાત કહેવી પડે હો. આજે તમે લાગો છો બાકી જબરા હો. કઈ ન ઘટે.

નીલ : અરે યાર. આ બધી મારા મમ્મી ની કરામત છે. મેં પહેલા જ કહ્યું હતું કે આવું બધું ના કહો પહેરવાનું. બધા હસી ઉડાવશે.

દિવ્ય : અરે ના ના. હું તો સાચે જ કહું છું. ખરેખર તમે મસ્ત લાગો છો.

નીલ : અરે આભાર આભાર પણ તું મને એ કહે કે તે કેમ આવા કપડા પહેર્યા છે ?

દિવ્ય : અરે ભાઈ એમાં એવું છે ને કે મને બોવ ભારે કપડા ન ફાવે એટલે.

નીલ : હા પણ ભાઈ. તારે ક્યાં દરરોજ દરરોજ ભારે કપડા પહેરવાના હોય. આજનો દિવસ તારા માટે ખાસ છે તો ચલાવી લેવાય ને ભાઈ.

દિવ્ય : અરે ભાઈ. હજી મારા મેરેજ બાકી જ છે ને ! એમાં પહેરી લઈશ.

નીલ : હા એ પણ છે હો. ( નીલ મોઢું ફેરવીને આજુ બાજુમાં જુએ છે )

દિવ્ય : કેમ ભાઈ કોને શોધો છો ?

નીલ : અરે કહી નહિ એમ જ.

દિવ્ય : અરે બોલો બોલો.

નીલ : અરે હું સિયાને શોધું છું કે એ ક્યાં છે એમ. એક તો મને પણ એને સરપ્રાઈઝ આપી છે તારી અને એની સગાઇ છે એ ના કહીને.

દિવ્ય : ભાઈ, સિયાને શોધો છો કે પછી અવનીને ?

નીલ : અરે ના ના હવે. એવું કહી નહિ.

થોડી જ વારમાં નીલ ની સામે છોકરીઓનું ટોળું આવતું દેખાય છે. જે સ્ટેજ તરફ આગળ વધતું હોય છે. બધા લોકો એને જ જોતા હોય છે. આસપાસ ઘણી બધી છોકરીઓ હોવાથી નીલને સરખું દેખાતું નથી.એ જોઈ નીલ ખુશ થાય છે કે આજે મારી બહેન ખુબ જ સારી લાગતી હશે એટલે જ આમ બધા ચારે કોર એને ઘેરી વળ્યા છે. બીજા લોકો પણ ધીરે ધીરે સ્ટેજની પાસે જાય છે. નીલ પણ ધીરે ધીરે સ્ટેજ તરફ આગળ વધતો હોય છે. દીવ્યના મમ્મી સિયાને ચાંદલો કરતા હોય છે અને નઝર ઉતારતા હોય છે. આ જોઈ નીલ ને નવાઈ લાગે છે એટલે એ સિયાને જોવા આગળ જઈને એક દમ સ્ટેજની સામે ઉભો રહે છે. સ્ટેજ પર ઉભેલી છોકરીઓ એક પછી એક નીચે આવતી હોય છે. એવામાં જ નીલ સિયાને જુએ છે અને જોતા જ નીલ ની આંખો ફાટી રહે છે. કારણ કે જેના માટે આ બધી વસ્તુઓ થઇ રહી હતી એ સિયા માટે નહિ પણ અવની માટે હતી.

* * *

મિત્રો પહેલું કહેવાય ને “ માં તે માં, બીજા બધા વગડાના વા “ દુનિયામાં એક જ એવી વ્યક્તિ છે જે તમને સારી રીતે સમજી શકે છે અને સાચવી શકે છે. દુનિયાનો કોઈ પણ પ્રેમ લઇ લો પણ માં ની સામે તો એ ટૂંકો જ પડે છે. જીવનમાં બધી વસ્તુ એક બાજુ અને માં નો પ્રેમ એક બાજુ. માં નો પ્રેમ નિસ્વાર્થ હોય છે જે આપણા ગુસ્સાની સામે પોતાનો ગુસ્સો નમતો મૂકી દે છે. પોતાનું ધ્યાન ભૂલી બીજાના ધ્યાનમાં લાગી જાય છે. માટે જ, તમારે જે કરવું હોય એ કરજો, જેટલું આગળ વધવું હોય એટલુ વધજો પણ તમારી માં, મમ્મી, માતા, બા પાછળ ન છૂટવા જોઈએ.