ફક્ત તું ..! - 22 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 22

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૨૨

હું અવની નીલ. મને ઓળખે છે કે પછી ભૂલી ગયો ? અવની એ કહ્યું.

નીલ : ઓહ અવની તું ! તને કેમ ભૂલી શકાય. તું ભૂલવા જેવી વ્યક્તિ થોડી છે.

અવની : ઓહ હો. હજી પણ ડાયલોગ મારવામાં ઉસ્તાદ જ છે એમને ?

નીલ : શું કરવું ? સામે એવું વ્યક્તિ હોય તો આપોઆપ ડાયલોગ બહાર આવી જાય પણ તું મને એમ કહે કે તે કેમ આજે મને ફોન કર્યો ?

કોઈ ખાસ કારણ ?

અવની : હા બસ એટલું જ કહેવું હતું કે તું તારા પ્લાનમાં સફળ રહ્યો.

નીલ : પ્લાનમાં સફળ એટલે ?

અવની : હા તો એજ ને. તારે સિયા અને દિવ્યને સાથે જોવા હતા, એના મેરેજ કરાવવા હતા તો બસ તું એ પ્લાનમાં સફળ થયો એમ.

નીલ : અવની કઈક સમજાય એવું બોલ પ્લીઝ.

અવની : બસ એમ જ કે સિયાના મમ્મી-પાપા મારા ઘરે આવ્યા હતા અને બધી વાત કરી ગયા.

નીલ : બધી વાત એટલે ?

અવની : સિયા એ એના ઘરે દિવ્ય વિશે જણાવ્યું હતું અને અહી અમારા ઘરે દિવ્ય એ સિયા વિશે.તો બંનેની ફેમેલી મારા ઘરે કાલે ભેગી થઇ હતી. બંને ફેમેલી સિયા અને દિવ્યના રીલેશનને હા પાડી દીધી અને સગાઇ કરવાની પણ પરવાનગી આપી દીધી.

નીલ : પણ મને તો સિયા એ કશું જ કહ્યું નથી.

અવની : એ તારો પ્રશ્ન છે કે તારી બહેન એ તને શા માટે ના કહ્યું અને આમ પણ મને પણ આ વાતની ખબર ન હતી. જયારે સિયા અને એમનું ફેમેલી આવ્યું ત્યારે હું પણ બહાર જ ગઈ હતી. મને બધી વાત દિવ્ય એ કરી. મને થોડો ગુસ્સો આવ્યો.

નીલ : કેમ વળી તને ગુસ્સો આવ્યો ?

અવની : પહેલું કારણ એ છે કે મારે સિયા અને દિવ્ય ને સાથે નથી જોવા અને બીજું કારણ એ કે કદાચ હું સિયા અને દિવ્યના રીલેશનને એક્સેપ્ટ કરી લઇશ તો મારે તારું મોઢું પણ વારંવાર જોવું પડશે અને મને તારું મોઢું જોવાનો કોઈ શોખ નથી. બસ એટલે મને ગુસ્સો આવ્યો અને તને ફોન કર્યો કે તું તારા પ્લાનમાં સફળ થઇ ગયો છો એમ.

નીલ : ઓહ. તો તું ફક્ત મારા કારણે સિયા અને દિવ્યને સાથે જોવા નથી માંગતી એમ ?

અવની : એ તારે જે સમજવું હોય તે.

નીલ : અવની એક વાત પુછુ ?

અવની : હા પણ જલ્દી. મારા પાસે તારા માટે સમય નથી. મારે બીજા ઘણા કામ હોય છે.

નીલ : ઓહ. સોરી પણ મારે ફક્ત ખાલી એટલું જ જાણવું છે કે મારો વાંક શું હતો ? તને મારી સાથે એવો તો શું વાંધો પડ્યો કે તે મારી સાથે બ્રેક અપ કરી લીધું.

અવની : એ મને કહી ખબર નથી. બસ મારે તારી સાથે નહોતું રહેવું એટલે.

નીલ : ( હૃદયસ્પર્શી અવાજે ) એમ નહિ પણ યાર. મારે ખાલી એજ જાણવું છે કે મારો વાંક શું હતો ? મેં તારા માટે કેટલું બધું કર્યું છતાં પણ તને મારી કદર ન થઇ ? તને એક વાર પણ મારા વિશે વિચાર નહોતો આવ્યો ? એવો તે મારા પર શું ગુસ્સો છે કે મારા કારણે તું સિયા અને દિવ્યને સાથે જોવા નથી માંગતી ?

અવની : મારા પાસે આ એક પણ વસ્તુઓના જવાબ નથી. મારા પાસે હવે સમય નથી. મારે બીજું ઘણું કામ છે તો હું જાવ છું અને હા ફરીવાર આ નંબર પર ફોન ન કરતો. એમ કહી અવની ફોન કટ કરી નાખે છે.

નીલ ઘણી વાર અવની વિશે બેઠો બેઠો વિચારતો હોય છે.એટલામાં જ નીલના મમ્મીનો ફોન આવે છે.

નીલના મમ્મી : બેટા અમે સિયા ના ઘરે જઈએ છીએ. એના મમ્મીનો ફોન આવ્યો હતો.તેથી હું ને તારા પાપા બંને સિયાના ઘરે જઈએ છીએ. અમે લોકો કદાચ સાંજ સુધીમાં આવતા રહીશું.

નીલ : હા મમ્મી. તમે લોકો જઈ આવો. મારી ચિંતા ન કરો.

નીલ ફરી પોતાના કામમાં લાગી જાય છે. કામ કરતા કરતા સાંજના પાંચ વાગી જાય છે.ઘરે પહોચીને નીલ એમના મમ્મીને ફોન કરે છે. “ મમ્મી તમે લોકો ક્યારે આવવાના છો ? હું ઘર પર આવી ગયો છું “

નીલના મમ્મી : બેટા થોડું કામ છે તો આજે અમે અહી જ રોકાવવાના છીએ. એવું લાગે તો તું બહાર જમી આવજે અને શાંતિથી વહેલા વહેલા સુઈ જજે.

નીલ : હા મમ્મી.

નીલ એના મમ્મી સાથે વાતચીત કરી ફોન કાપી નાખે છે.નીલ થોડી વાર આરામ કરી એના ઘરની પાસે આવેલા ગાર્ડનમાં જાય છે. થોડી વાર ગાર્ડનમાં ચાલે છે અને પછી સિયાને કોલ કરે છે પણ સિયા ફોન ઉપાડતી નથી. થોડીવાર પછી ફરી નીલ સિયાને કોલ કરે છે.આ વખતે પણ સિયા ફોન ઉપાડતી નથી. સિયા કામમાં હશે એમ વિચારી નીલ ફોન કરવાનું બંધ કરી દે છે. સાંજના સાત વાગતા નીલ સારા રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. જમતા જમતા ઉભો થાય જ છે ત્યાં જ સિયાનો ફોન આવે છે.

સિયા : બોલ ને ભાઈ. શું કામ હતું ?

નીલ : હા પણ પહેલા તું મને એ કહે કે તું મારો ફોન શા માટે રીસીવ નહોતી કરતી ?

સિયા : અરે ભાઈ. હું થોડા કામમાં હતી અને મારો ફોન વાઈબ્રેશન ઉપર હતો એટલે ખબર જ ન પડી કે ક્યારે તમારો કોલ આવ્યો.

નીલ : ઓહ. કઈ વાંધો નહિ. તું ક્યાં છે ? મારે તારું થોડું કામ છે.

સિયા : હા ભાઈ બોલ ને. શું કામ છે ?

નીલ : બસ એ જ કે તે મને કહ્યું કેમ નહિ કે તમે લોકો દીવ્યના ઘરે ગયા હતા અને બધી જ વાતચીત કરી લીધી.

સિયા : અરે ભાઈ. હું તમને ફોન કરવાની જ હતી પણ મારે થોડું સ્ટડીનું કામ આવી ગયું હતું. એટલે તમને કોલ ન કર્યો.

નીલ : ઓકે ઓકે. નો પ્રોબ્લેમ. સારું તું અત્યારે તારું કામ પૂરું કરી લે. મને તું નિરાંતે કોલ કરજે અથવા તો મને રૂબરૂમાં મળજે.

સિયા : હા ભાઈ. સારું હું તમને નિરાંતે રૂબરૂમાં મળીશ. તમે તમારું ધ્યાન રાખજો.

નીલ : હા તું પણ.

આમ સિયા સાથે વાત કરતા કરતા નીલ ઘર પર પહોંચે છે. ઘર પર પહોંચીને નીલ લેપટોપ લઈને મુવી જોવા બેસી જાય છે. મુવીમાં એક કપલ સીન આવતા નીલને અવનીની યાદ આવી જાય છે. આ જોઈ નીલનું મન હતાશ થઇ જાય છે અને લેપટોપ મૂકી ફરી અવનીના વિચારોમાં ખોવાઈ જાય છે.

નીલ બસ એ જ વિચાર કરતો હોઈ છે કે “ આ બધામાં મારો શું વાંક છે “ ભગવાન શા માટે મારી સાથે જ આવું કરે છે “ “ શું મારા માટે પ્રેમ બન્યો જ નથી ભગવાન ? “, “ મારામાં એવી તો શું ખામી છે કે અવની મારો પ્રેમ સમજતી નથી. બસ આવાજ વિચારો કરતા કરતા નીલ સુઈ જાય છે. સવારના આઠ વાગ્યા હોય છે. એવા જ નીલના ઘરનો ડોર બેલ વાગે છે. દરવાજો ન ખુલતા ફરી નીલના મમ્મી ત્રણ ચાર વખત ફરી ડોરબેલ વગાડે છે.નીલ ની નિંદર ઉડી જતા નીચે જઈને દરવાજો ખોલે છે.

નીલ : બોવ વહેલા મમ્મી !

નીલના મમ્મી : હા બેટા તારા માટે નાસ્તો બનાવવાનો હોય ને એટલે.મને ના ગમે કે નાસ્તો કર્યા વિના તું ઓફીસ પર જાય.

નીલ : ઓહ મારી વ્હાલી મમ્મી ! ખરેખર તું ગ્રેટ છે હો. તારા જેવું કોઈ નહિ.

નીલના મમ્મી : બસ બસ લ્યો.

નીલ : પણ મમ્મી મને એ કહે કે તમે લોકો કેમ કાલે સિયાના ઘરે ગયા હતા ? ત્યાં વળી તમારા બંનેનું શું કામ હતું ?

નીલના મમ્મી : અરે મારા વ્હલા દીકરા. આવતા અઠવાડિયામાં સિયાની સગાઇ છે.બસ તો એજ કારણે હું ને તારા પાપા સિયાના ઘરે ગયા હતા.

નીલ : (નીલને ખબર તો હતી કે કોની સાથે સગાઇ છે છતાં પણ તે અજાણ બનીને એની મમ્મી ને પૂછે છે) અરે પણ કેમ અચાનક ? કોની સાથે ? છોકરો કોણ છે ? મને કહ્યું પણ નહિ કોઈએ ?

નીલના મમ્મી : અરે શ્વાસ લઇ લે અને પહેલા તું તારા રૂમમાં જઈ ફ્રેશ થઇ જા, ઓફીસ માટે તૈયાર થઇ નીચે આવ પછી તને બધી વાત કરું.

નીલ ફટાફટ પોતાના રૂમમાં જાય છે. નીલના મનમાં બસ એક જ વિચાર ચાલતો હોય છે કે થોડા દિવસ પહેલા તો સિયાએ એના અને દિવ્યના રીલેશન વિશે ઘરે કહેવાની ના પાડી હતી અને અચાનક સિયા એ ઘરે પણ કહી દીધું અને આવતા અઠવાડિયામાં સગાઇ પણ કરે છે તો આવું કેમ ? અને કાલે ફોન પર પણ મને કશું ના કહ્યું. સિયા આમ બધું ફટાફટ શા માટે કરતી હશે ?

નીલ તૈયાર થઈને નીચે આવે છે.એના મમ્મી કાલે રાત્રે સિયાના ઘરે જે વાત થઇ એ બધી જ વાત પૂછે છે. નીલના મમ્મી નીલના બધા જ સવાલનો જવાબ આપે છે. નીલ ને બધી વાતની ખબર પડી જાય છે અને ઓફીસ પર જતો રહે છે.

* * *

ઘણીવાર જીવનમાં એવું વ્યક્તિ મળે છે જે ના તો આપણી પાસે રહે છે અને ના તો દુર પણ હંમેશને માટે એ આપણને એનો અહેસાસ કરાવતું રહે છે. જીવનમાં કેટલાય વ્યક્તિઓ આવશે અને જશે પણ તમારી કદર ત્યારે જ થશે જયારે એમને કોઈ ખરાબ માણસ ભટકાશે. લોકો કદર કરે કે ના કરે, આપણી પાસે રહે કે ના રહે પણ જો આપણે સાચા છીએ તો આપણે કોઈને સાબિતી આપવાની જરૂર નથી. કોઈ આપણી લાઇફમાંથી જાય છે તો જવા દો, કોઈ ના બોલે તો ના બોલાવો, કદાચ ભગવાને તમારા ભાગ્યમાં કોઈ સારા વ્યક્તિને લખ્યા હશે.