આહવાન - 44 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 44

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૪

વિકાસને લોકો ચારેય જણાં વિધિને લઈને મિસ્ટર અરોરાનાં કહેવા મુજબ સિક્રેટ વિલાની નજીક પહોંચી ગયાં. પણ અહીં એવું કંઈ જગ્યા દેખાઈ નહીં કારણ કે દેખાય પણ કેવી રીતે કારણ કે એ તો ડુંગરની જેમ કોતરણીમાં ઉજ્જડ જગ્યામાં બનાવાયેલી છે.

વિકાસે ફરીથી વિધિ પાસે ફોન કરાવ્યો. અત્યારે વિધિને બરાબર બાંધીને કિડનેપ કરી હોય એમ જ લાવવામાં આવી છે. પણ વિધિ મનથી તો વિકાસનાં પરિવારને સારી રીતે ઓળખી ગઈ છે એટલે એને મનમાં એટલી બીક નથી...પણ અત્યારે એને ચિંતા એનાં પપ્પાની છે કે એ કંઈ રમત ન રમે કે અત્યાર સુધી સલામત રહેલો એનો જીવ સાચે મુશ્કેલીમાં ન મૂકાઈ જાય. એને ખબર છે કે એમનાં ભાઈભાભીને કંઈ થયું તો એ લોકો એને નહીં છોડે.

વિધિએ ફોન કરતાં જ મિસ્ટર અરોરાએ ફોન ઉપાડ્યો ને બોલ્યાં, " વિધિ તું આવી ગઈ બેટા ?? ક્યાં છે ?? "

વિધિ : " પપ્પા આ લોકો તો મને આટલે સુધી લાવ્યાં છે પણ તમે ક્યાં છો ?? અહીં તો કોઈ ફાર્મહાઉસ દેખાતું નથી..કે કોઈ સિક્રેટ વિલાનું નામ..."

મિસ્ટર અરોરા : " તું એની ચિંતા ન કર. તમે કઈ જગ્યાએ છો એમ કહે મને...??"

વિકાસે થોડું જગ્યાનું કહ્યું ત્યાં જ બે મિનિટમાં હાથમાં એક મોટાં લાખાવાળો એક માણસ અહીં આવશે કહીને ફોન મૂકાઈ ગયો.

બે જ મિનિટમાં એક માણસ આવી ગયો મતલબ નજીકમાં જ એ જગ્યા છે એવું બધાંએ માની લીધું. એ વ્યક્તિએ કહ્યાં મુજબ ચારેય જણાં એક જગ્યાએ પહોંચ્યાં. પણ આ જગ્યાએ પહોંચ્યા ત્યાં તો મિસ્ટર અરોરા ત્યાં હાજર જ છે. બીજું કોઈ ત્યાં દેખાતું નથી.

વેશપલટો કરીને આવેલાં એ કોઈને મિસ્ટર અરોરા ઓળખી શક્યાં નહીં.

વિધિ મિસ્ટર અરોરાને જોઈને ફટાફટ એની પાસે જવાં ગઈ એ સાથે વિકાસે ઈશારો કરીને એને ના પાડી દીધી.

વિધિ : " પપ્પા આ તો કોઈ ફાર્મ હાઉસ નથી કોઈની મોટી બંગલા જેવી જગ્યા છે. તો તમે અહીં આવો છો દર વખતે ?? અમને કેમ નથી લાવતાં કોઈ દિવસ ?? "

બધી જ વાતથી અજાણ લાગતો મયુર ત્યાં આવીને બોલ્યો, " ઓહ આ તમારી દીકરી છે એમને મિસ્ટર અરોરા ?? સરસ ડાહી છે. પણ આ બધા કિડનેપર કોણ છે ?? "

શશાંકભાઈ ત્યાં આવેલાં મયુરને તરત ઓળખી ગયાં એમણે વિકાસને કંઈક ઈશારો કર્યો.

મિસ્ટર અરોરા : " વિધિ બેટા આ જ તો છે સિક્રેટ વિલા...એક જગ્યા બનાવેલી છે પ્લોટમાં...પણ આ જગ્યા શહેરથી દૂર કોઈને જલ્દી મળે એવી નથી એટલે આનું નામ સિક્રેટ વિલા રાખ્યું છે બીજું કંઈ જ નથી. તું દર વખતે કહેતી હતી તો આજે જોઈ લીધું ને ?? "

વિધિ : " સિક્રેટ વીલામાંથી પપ્પા વ્યક્તિ પોતાની જાતે બહાર પણ નીકળી ન શકે કે અંદર આવી પણ ન શકે ને અહીં તો બધું ખુલ્લું છે...કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે...અને કોઈ સિક્રેટ જેવું છે જ નહીં..."

મિસ્ટર અરોરા કંઈ બોલવાં જાય એ પહેલાં કદાચ અમૂક વાતથી અજાણ મયુર બોલ્યો, " બેટા આ તો મારી જગ્યા છે એ તો અહીંથી થોડે દૂર છે...પણ ત્યાં તો નાનાં છોકરાંઓને ના જવાય‌.. બહું ડરામણી જગ્યા છે એ તો..."

મિસ્ટર અરોરા : " એ બધું છોડો... અત્યારે કહો તમારે શું જોઈએ છે...તમને એવું લાગતું હોય કે અહીં હું એકલો છું તો એવું જરાં પણ ન સમજતાં.... કંઈ પણ ચાલાકી ન કરતાં..‌"

વિકાસ : " અમે એકલાં જ અહીં આવીએ અને તમે આમ વાત કરો કે હું એકલો નથી એ ક્યાંનો ન્યાય છે ?? વર્ષોથી થતાં ધર્મયુદ્ધ પણ સમોવડિયા સાથે જ થયાં છે. "

મિસ્ટર અરોરા : " હવે બોલો છો કે નહીં... હું તો એક ગુંડો માણસ છું..છટકશે તો બધાં જશો... ગુંડાઓની ગેંગમાં લેડીઝ પણ છે...ખબર છે ને ?? અજીબ લાગે છે મને તમારામાં બધું.."

હજું સુધી ચૂપ રહેલા શશાંકભાઈ બોલ્યો, " અમને મિકિન ઉપાધ્યાય અને કાજલ ઉપાધ્યાય અહીં અમારી સમક્ષ જોઈએ...અને જો એવું નહીં કરીશ તો આ તારી દીકરી એક જ ગોળીએ વીંધાઈ જશે..." કહીને શશાંકભાઈએ ખિસ્સામાંથી એક બંદૂક કાઢીને વિધિ તરફ ધરી દીધી.

એટલામાં જ તાળી પાડતો અંદરનાં રૂમમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો. ને બોલ્યો, " મેં કહ્યું હતું ને જીજાજી...આ બધું કોઈ પ્લાનિંગ છે..."

મયુર : " મતલબ ?? તને એવું લાગે છે કે પેલી કાજલ કે મિકિનનાં ઘરવાળાએ આવું કંઈ કર્યું હશે એમ ?? એ લોકો તો સત્ય અને પ્રમાણિકતાનાં પૂજારી છે.... એમનું મગજ જ ન ચાલે...એમની બુદ્ધિ આવાં કામમાં ચાલે જ નહીં..."

ત્યાં જ પેલો વ્યકિત બોલો, " એ વાત પણ સાચી...એ લોકો કોઈનો પણ તરત જ વિશ્વાસ કરી લે... કોઈનાં પણ હાથમાં કંઈ પણ કામ વિશ્વાસથી સોંપી દે.."

આ વ્યક્તિ એ લોકોને કોણ છે ઓળખાયો નહીં...પણ વિશાખાને એનાં વાક્યો પરથી આ વ્યક્તિ પર એક શંકા ગઈ કે જાણે અજાણે આ વ્યક્તિ એ લોકો સાથે જોડાયેલી છે.

મયુર કંઈ વિચારતો વિચારતો શશાંકભાઈની સામે જોઈને બોલ્યો, " આ અવાજ મેં ક્યાંક સાંભળેલો છે....પણ કંઈ યાદ નથી આવતું મને...."

વિકાસ : " હવે બધી ચર્ચા વિના પહેલાં મિકિન ઉપાધ્યાય અને કાજલ ઉપાધ્યાય ક્યાં છે એ કહો..."

ત્યાં જ અંદરથી થોડાં ગુંડા જેવાં લોકોએ આવીને એ ચારેયને ઘેરી લીધાં...ને પછી એક વ્યક્તિ તાળી પાડતો એક જગ્યાએથી બહાર આવ્યો‌. એની પર્સનાલિટી, દેખાવ બધું એક મોટાં વ્યક્તિને શોભે એવું આકર્ષક છે‌. અંજલિ અને વિશાખા તો એને જોઈ જ રહ્યાં.

એ વ્યક્તિ આવીને વિકાસની નજીક ઉભો રહી ગયો ને બોલ્યો, " શું વિકાસ તને એમ કે પહેરવેશ બદલીશ તો હું તને નહીં ઓળંગી શકું એમ ?? પણ દરરોજ મારી સાથે કોઈને કોઈ વિરોધ દર્શાવ્યો તારો અવાજ હું અડધી રાત્રે પણ ઓળખી શકું ‌... તે તો મારું ને મારાં પપ્પાનું જીવવાનું હરામ કરી દીધું છે. અમારી બે નંબરની અઢળક કમાણીને તું રોકવાનો ખોટો પ્રયત્ન કરી છે પણ તું મારી દરેક વસ્તુમાં ટાંગ કેમ અડાડી રહ્યો છે. મારાં જ વિડીયો ને તું સુપ્રિટેન્ડેન્ટ સુધી પહોંચાડી રહ્યો છે...પણ હું તને છોડીશ નહીં...આથી જ મારે જીજાજીનાં આ કામમાં સાથ આપવો પડ્યો કે જેથી તને પણ ખબર પડે કે તારાં પોતીકાંને કંઈ થાય તો કેટલી તકલીફ પડે.

વિકાસ : " ડૉ. આલોક...તમને ડૉક્ટર થઈને આવાં કામ કરતાં શરમ નથી આવતી ?? હું તો સાચો જ છું...સત્ય માટે જ લડું છું....આ તો મારો પરિવાર છે એનાં માટે હું કંઈ પણ કરી શકું..."

આલોક :" બોલવાનું સહેલું છે... કરવું અઘરું છે...ચાલ તારાં ભાઈ ભાભીને છોડી દઈએ...એનાં બદલામાં તું શું કરીશ ?? "

મિસ્ટર અરોરા : " આ બધું ખેંચવાનો કંઈ મતલબ જ નહોતો... મેં કહ્યું જ હતું કે સીધું કામ પતાવી દઈએ...આ બધું કામ આપણને ફાવે જ નહીં...કોઈને કંઈ ખબર પણ ન પડેત..."

વિકાસ : " મિસ્ટર અરોરા...તને તારાં સસરાની સત્તા અને રૂપિયાનું ઘમંડ છે...પણ પોતાનાં પગ પર કંઈ કરી બતાવને ?? આ મિકિનભાઈની ખુરશી પણ તે એ લાગવગનાં જોર પર તો પચાવી લીધી છે. "

વિધિ આ બધું જોઈ જ રહી છે‌. એને બધું સમજાઈ રહ્યું છે કે ઘરમાં આ બધી સત્તા ને રૂપિયા બધું અનીતિનું જ છે...આથી જ કદાચ મમ્મીને આ બધું પસંદ નથી.

વિધિ : " પપ્પા તમે લોકો આવાં જ કામ કરીને અમને બધી સુખ સવલતો આપો છો ?? મને હજું સુધી એમ થતું હતું કે મમ્મી શું કામ પપ્પાની પૈસાની ઘણી બધી બાબતનો વિરોધ કરે છે... કદાચ નાનાને બંને મામા તમે લોકો પણ બધાં એક જ કામમાં જોડાયેલાં છો...એ વખતે મને ઘણીવાર મમ્મી પર ગુસ્સો આવતો કે આટલું બધું છે જાહોજલાલી તો મમ્મી કેમ પચાવી નથી શકતી... એવું પણ નથી કે કોઈ ગરીબ પરિવારમાંથી અમીર પરિવારમાં લગ્ન કરીને આવી હોય કે એને આ ઐયાશી અને એશોઆરામની આદત ન હોય. "

મિસ્ટર અરોરા : " તું નાનાં મોટે બહું મોટી વાતો કરી રહી છે. એક દિવસ પણ એસી વિના ચાલે છે ?? ક્યાંય આટલે સુધી ગાડી કે એક્ટિવા વિના તો ચાલીને જવાતું તો નથી...એ બધી વાતો કરવી સહેલી છે...પણ જો તને છોડી દઈશ તો આમ રઝળતી થઈ જઈશ‌..."

વિકાસ : " જોયું બેટા ?? આ તારાં પપ્પા ?? "

ત્યાં ત્રીજો ન ઓળખાયેલો વ્યક્તિ બોલ્યો, " વ્યક્તિનું મોહરુ દેખાય નહીં થાય ત્યાં સુધી ક્યાં કંઈ થાય છે ?? "

વિધિ : " મને પપ્પા અને આલોકમામા અને નાનાની થોડી ખબર હતી પણ મને એવું હતું કે પ્રશાંતમામા અને ધવલમામા

આવાં નથી.. પ્રશાંતમામા તમે પણ આવું કર્યું ?? હવે તો મને શંકા છે કે તમારાં બધાંની ડીગ્રીઓ ખરીદેલી તો નથી ?? "

એ સાથે જ બધાં ચોંકીને એની સામે જોઈ રહ્યાં...!!

શું કરશે હવે ?? મિકિન અને કાજલ ત્યાં જ હશે કે સિક્રેટ વિલામાં ?? વિકાસ અને તેનો પરિવાર એમને બચાવી શકશે ?? સ્મિતનું સ્વપ્ન પૂરું થશે કે નહીં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....