Aahvan - 43 books and stories free download online pdf in Gujarati

આહવાન - 43

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૩

વિધિ વિકાસને રૂમમાં આવેલો જોઈને તરત જ ઉભી થઈ ગઈ. વિકાસ પણ વિધિને જોઈને દંગ રહી ગયો‌.

વિધિ : " અંકલ તમે અહીં ?? તમે તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છો ને ?? "

વિકાસ : " તું જ મિસ્ટર અરોરાની દીકરી છે એમ ?? કેમ શું થયું ?? મને અહીં જોઈને નવાઈ લાગી ?? મને હજું સુધી લાગ્યું કે મારા પરિવારને મદદ કરનાર એક સાચી વ્યક્તિ મળી છે પણ તું જ મિસ્ટર અરોરાની દીકરી છે ને‌... હું પણ આ પરિવારનો દીકરો છું...જેમ તારાં પરિવારજનોએ બધે જાળ બિછાવીને અમારાં પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધાં છે એમ અમે પણ બધાં જ સાથે છીએ. "

વિધિ : " અંકલ હું તમને મદદ કરી રહી છું... મારાં પપ્પાને તમારે ક્યાં બોલાવવા છે તમે કહો..."

વિકાસ : " તું હમણાં જ ફોન કરીને તારાં પપ્પાનાં એ પર્સનલ નંબર પર વાત કર...અને એ અત્યારે ક્યાં છે એનું એડ્રેસ આપ... નહિતર... તું વિચારી પણ નહીં શકે કે શું થઈ શકે છે તારી સાથે..."

વિધિ : " પ્લીઝ એવું કંઈ ન કરશો...તમે મને જે બાબતે કહી રહ્યાં છે એમાં મને આવી કંઈ જાણ નહોતી. મને ખબર નહોતી કે મામા ખોટાં હતાં . હું ફક્ત એમને સાચાં માનીને એમની મદદ કરી રહી હતી. પણ સત્ય હવે મને સમજાયું છે. પોતાનાને તો સહુ કોઈ મદદ કરે જ ને... "

વિકાસ : " મને બીજું કોઈ નહીં બસ એ જગ્યાનું એડ્રેસ જોઈએ છે...જેથી અમે અમારાં ભાઈભાભીને બચાવી શકીએ...જો તું અમને મદદ કરીશ તો અમે તારો વાળ પણ વાંકો નહીં થવાં દઈએ...પણ જો...તે અમારી સાથે કોઈ પણ રમત રમી તો...."

વિધિ ગભરાઈને બોલી, " ના અંકલ એવું કંઈ ન કરતાં. લાવો ફોન. હું હાલ જ ફોન કરું છું ‌.." ને તરત જ વિકાસે એક ફોન આપ્યો ને એ આપીને કહ્યું કે, " તું નંબર બોલ ફોન લગાવું છું ને તરત જ એણે ફોન કરીને વિધિએ કહ્યું કે, " પપ્પા તમે અત્યારે પહેલાં કહો કે તમે ક્યાં છો ?? અત્યારે જ આ લોકો મને મારી નાખશે.‌."

મિસ્ટર અરોરા : " તને કિડનેપ કરનાર વ્યક્તિને આપ હું એને જણાવીશ કે એણે કોની સાથે પંગો લીધો છે..."

વિધિ : " એ લોકોને બીજું કંઈ નથી જોઈતું પણ "સિક્રેટ વિલા" નું એડ્રેસ જોઈએ છે અને ત્યાં આવવાની પરમિશન જોઈએ છે...એ શું છે મને નથી ખબર આપણાં આ ફાર્મહાઉસનું નામ છે ?? તમે કહી દો ને તો એ લોકો મને છોડી દે..."

મિસ્ટર અરોરા : " હા એ જ છે બેટા...પણ એમને શું કામ જોઈએ છે ?? "

વિકાસ બોલ્યો, " તું કહે છે કે પછી મિસ્ટર અરોરા...?? તારી આ વ્હાલસોયી દીકરી અહીં જ છે એક ધડાકે ઉડાડી દઈશ... તું જેમ મોટો ગુંડો છે એમ હું પણ એવો જ છું..."

વિધિ : " પ્લીઝ પપ્પા આ બે જણાં બહું ખતરનાક છે એમની પાસે બે મોટી મોટી બંદૂક છે...મને લાગે છે તમને મારી કોઈ પરવા જ નથી...કે પછી એવું તો નથી કે હું તમારી દીકરી જ નથી ?? "

મિસ્ટર અરોરા : " વિધિ ચૂપ...!! એક પણ શબ્દ આગળ બોલી છે તો હવે..."

વિધિ રીતસરની ડુસકા ભરવાં લાગી અને બોલી પ્લીઝ પપ્પા કંઈ કરો...મને બહું બીક લાગે છે.

મિસ્ટર અરોરાએ વિધિને સિક્રેટ વિલાનું એડ્રેસ કહ્યું. પછી વિધિ વિકાસ તરફ જોઈને બોલી, " હવે તમે છોડી દેશો ને મને ?? "

વિકાસ સ્પીકર પર રાખેલા ફોનમાં મિસ્ટર અરોરાને સંભળાય એમ બોલ્યો, " એ જગ્યા સુધી પહોંચીને મારું મિશન પૂરું કરવાનું છે પછી વાત..."

મિસ્ટર અરોરા : " તે મારી દીકરીને શું કામ કિડનેપ કરી છે ?? અને તારે શું જોઈએ છે ?? તું કહે એટલાં રૂપિયા આપવા તૈયાર છું હું..."

વિકાસ : " મારે પૈસા નથી જોઈતાં..."

મિસ્ટર અરોરા : " તો મારી પાસે એવું શું છે છે જે તારે જોઈએ છે ?? કે પછી ક્યાંક મારી ખુરશી પર તો તારી નજર નથી ને ?? "

વિકાસ : " ના ભાઈ... એનાં માટે કોઈ ડીગ્રી તો જોઈને..‌અમે રહ્યાં ગુંડા જેવાં માણસો... રીતસરનાં જાનવરો...પણ અલગ પ્રકારનાં છીએ થોડાં... અમારાં મિશનમાં ફક્ત પૈસા નથી હોતાં... જુદાં જુદાં ટાર્ગેટ...એ પૂરાં કરવાં અમે કંઈ પણ કરી શકીએ..."

મિસ્ટર અરોરા : " તો આ જગ્યાએ આવી જા... હું પણ જોઉં કોણ છે તું. પણ એક શરત...મારી દીકરી સાથે જોઈએ અને કોઈ પણ પ્રકારની ચાલાકી નહીં... મતલબ પોલીસ કે કંઈ પણ‌..."

વિકાસ : " અરે તમે તો ગભરાઈ ગયાં... ગુંડા લોકો જોડે પોલીસ આવે પણ ખરી...આપણે તો પોતે જ ચોર ને પોતે જ સિપાહી... કેટલું દૂર છે અહીંથી ?? "

મિસ્ટર અરોરા : " પણ તારી ગેંગ ક્યાં છે એ તો કહે ભાઈ ?? "

વિકાસ : " એસ.જી.હાઈવે થી કેટલું થાય ?? "

મિસ્ટર અરોરા : " પોણો કલાક...પણ ત્યાં સુધી મારી દીકરીને કંઈ પણ ન થવું જોઈએ. "

વિકાસ : " બસ તો મળીએ થોડાં જ સમયમાં..." ને ફોન મૂકાઈ ગયો.

**************

વિકાસ વિધિને ત્યાં બેસાડીને બહાર ગયો. ત્યાં બધાં એની રાહ જોઈને બેઠાં છે. એ બહાર આવ્યો કે તરત જ ભાગ્યેશભાઈ બોલ્યાં, " હવે શું કરશું બેટા...મને ચિંતા થાય છે... આમાં હવે કંઈ જ અવાજ નથી આવી રહ્યો. "

વિકાસ બધાં અહીં રૂમમાં આવો..કોઈ એક જણાં બહાર રહો...

બધાં સમજી ગયાં કે વિધિને આ વસ્તુ નથી જણાવવાની. અંજલિ બોલી, " વિકાસ હું અહીં છું તમે જાવ‌..છોકરાઓ પણ અંદર રમે છે પણ એમને કંઈ પણ આ વસ્તુ અત્યારે ખબર ન પડે એ જરૂરી છે‌."

વિકાસે અંદર રૂમમાં જઈને બધું જ સમજાવી દીધું. પછી પ્લાન મુજબ વિકાસ, અંજલિ, શશાંકભાઈ, વિશાખા જશે એવું નક્કી થયું.

વિકાસ : " પપ્પા તમારી તબિયત સારી નથી એટલે તમે ઘરે રહો...અને બાળકો પણ તમારી જોડે સચવાઈ રહેશે...!!" ને પછી પ્લાન મુજબ થોડી જ વારમાં એક ગાડી આવી ગઈ. એ બધાંએ જ વેશપલટો કરી દીધો. અને ચારેય જણાં ગાડીમાં બેસીને એક મિશન પર નીકળી ગયાં....!!

****************

સિવિલ હોસ્પિટલમાં સવાર સવારમાં જ સુપ્રિટેન્ડેન્ટની ઑફિસમાં ડૉ.જોશી અને ડૉ. અંતાણીને બોલાવવામાં આવ્યાં.

સુપ્રિટેન્ડેન્ટે લેટર બંનેને આપ્યો. બંનેએ લેટર વાંચતા જ એમનાં હોશ ઉડી ગયાં.

ડૉ. અંતાણી તરત જ બોલ્યાં, " સર તો પછી આપણું અહીં કામ જ શું છે ?? પણ આવું ડિસિઝન અચાનક ?? વર્ષોથી આ જ તો ચાલ્યું આવે છે...અચાનક આમાં તો શું તફલીક થઈ એમને ?? "

ડૉ.જોશી : " બાકી આટલાં વર્ષો નોકરી કર્યાં બાદ હવે એકલી

આ સરકારી નોકરીનાં પગારમાં શું થાય ?? કેટલું પાથરીને બેઠા હોઈએ આપણે તો..!! "

સુપ્રિટેન્ડેન્ટ : " મને તો અત્યારે સવારમાં જ આ લેટર મળ્યો. મને પણ ઝાટકો લાગ્યો પણ શું થાય હવે... આટલું મોટું ડિસીઝન કોઈ મોટાં માથાં વિના શક્ય નથી..અને એ પણ આવાં કપરાં સમયમાં..."

ડૉ. અંતાણી : " ક્યાંક વિકાસ તો ?? "

ડૉ.જોશી : " એ શું કરવાનો પાંચ છ વર્ષની નોકરીમાં થોડું આટલો મોટો જેક લગાવી શકે...અને ડૉ.બત્રાનો એનાં પર હાથ હોય તો પણ એ તો હવે રિટાયર્ડ થઈ ગયાં છે એકવાર અહીંથી ગયાં પછી એમનું કંઈ ન ચાલે...ખુરશી હાથમાં હોય ત્યાં સુધી જ બધું તમારું હોય. "

સુપ્રિટેન્ડેન્ટ : " ઓળખાણ તો મોટી ડૉ આલોકની છે એ પણ કરાવી શકે ને ?? એનાં પણ મોટાં રાજકારણી છે તો..."

ડૉ.અંતાણી હસીને બોલ્યાં, " કોઈ પોતાની મોટી ઓળખાણ લઈને પોતાનાં પગ પર થોડી કુહાડી મારે ?? એ જ આનાં આધારસ્તંભ છે...એમને ખબર પડશે તો એમને હાર્ટ એટેક આવી જશે..."

સુપ્રિટેન્ડેન્ટ : " હવે કોઈનાં હાથમાં હાલ તો કંઈ નથી...અને હાલ બધી ઈન્ક્વાઈરી પણ શક્ય નથી. હવે જરુર પ્રમાણેનાં બધાં ડિપાર્ટમેન્ટનાં ઓર્ડર મેઈલ કરવાનાં રહેશે‌..અને એ કોઈ પણ જવાબદાર ડૉક્ટર કરી શકશે... આમાં ચોક્ખું લખ્યું છે કે જો એ વસ્તુ એમનાં હેડ ઑફ ડિપાર્ટમેન્ટ દ્વારા નહીં પૂરી પાડવામાં આવે તો એ ડૉક્ટર સીધી આ નંબર પર ફરિયાદ કરી શકશે...અને આગળથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે‌‌. "

ડૉ અંતાણી જગ્યા પરથી ઉભાં થઈને બોલ્યાં, " ચાલો આ સરકારી નોકરીનો તગડો પગાર તો બચાવવો પડશે ને ?? હવે તો આમ પણ કંઈ મળવાનું નથી તો કરાવો બધાંને જલસા...જેને જે જોઈએ એ આપો... નહીં તો પહેલો ફરિયાદ કરનાર ડૉ વિકાસ જ હશે...!! બીલ ક્યાં અહીં આવવાનાં જ છે આમ પણ તે આપણે ગોલમાલ કરવાનાં.. હવે તો આ પ્રમાણિકતાના એક નવાં જમાનામાં જીવવાની આદત પાડવી પડશે...!!"

ગુસ્સામાં જઈ રહેલા ડૉ.અંતાણી અને ડૉ.જોશીને સુપ્રિટેન્ડેન્ટ ડૉ.કે.પી‌.વર્મા ગૂઢ હાસ્ય સાથે જોઈ રહ્યાં !!

મિસ્ટર અરોરા અને વિકાસની મુલાકાતથી શું થશે ?? મિકિન અને કાજલનો જીવ બચાવી શકાશે ?? કદાચ આટલું કર્યાં પછી પણ મિકિનને કંઈ થશે તો ?? સ્મિત પોતાનું સ્વપ્ન પૂરું કરી શકશે ?? " જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED