આહવાન - 42 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 42

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૨

વિકાસ સવાર પડતાં જ ફટાફટ ઑફિસમાં તૈયાર થઈને ગયો. એનું મન હજું પણ વિમાસણમાં છે. પણ હિંમત કરીને એણે રાત્રે જે કામ કરી દીધું અને એણે એક નિર્ણય કરી દીધો અને સાથે જ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એક લેટર મેળવ્યો‌. બસ એ એક પ્રિન્ટ કાઢવા માટે રાહ જોવા લાગ્યો.

ત્યાં જ એણે એક વ્યક્તિને એ લેટરની પ્રિન્ટ કઢાવવા મોકલ્યો. ને ફટાફટ પોતાનાં કોરોના રિપોર્ટ માટે ફોન લગાડ્યો. પ્રિન્ટ આવતાં જ એ ઑફિસમાં પહોંચ્યો ત્યાં હજું સુપ્રિટેન્ડેન્ટ આવીને ઊભાં જ છે‌.

એ વિકાસને સવાર સવારમાં એમની કેબિનમાં જોઈને બોલ્યાં , " ઓહ ડૉક્ટર વિકાસ...ગુડ મોર્નિંગ...સવાર સવારમાં અહીં... કંઈ થયું કે શું હવે ?? "

વિકાસ : " ગુડ મોર્નિંગ...આજે સર કમ્પલેઈન માટે નથી આવ્યો એક લેટર આપવાં આવ્યો છું...તમને ખુશી થશે કે તકલીફ એ મને ખબર નથી‌..પણ તમારું કામ ચોક્કસ હળવું થશે..."

સુપ્રિટેન્ડેન્ટ આજે કંઈ મૂડમાં લાગી રહ્યાં છે એમણે હળવાશથી કહ્યું, " બોલ શું છે ?? આ કોરોનાએ તો હવે દમ લાવી દીધો છે... આટલું જીવ જોખમમાં મૂકીને કામ કરવાનું ને છતાં પણ રોજ અવનવાં ગતકડાં... છતાં ટીવીમાં ન્યુઝમાં રોજ નવી ખબર... !! આજે સિવિલ હોસ્પિટલમાં આવું થયું તેમ થયું... આટલાં દર્દીઓ હોય તો થોડું ઘણું એવું રહે પણ ખરું....હોસ્પિટલમાં આવીને જુઓ અહીં શું છે ખરેખર સ્થિતિ...."

વિકાસ : " હવે એ બધું નહીં થાય...કોઈ વચેટિયાની જરૂર જ નહીં...પડે બધી જ સવલતો મળી રહેશે...બજેટ પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં આવે..." કહીને એક લેટર આપ્યો. "

સુપ્રિટેન્ડેન્ટ એ ચશ્મા સરખાં કરીને એકવાર એ લેટર વાંચ્યો...ફરીથી એને વાંચ્યો...એ જોઈને વિકાસ બોલ્યો , " શું થયું છે ને સર ગુડ ન્યુઝ ?? તમારી આટલી ઉંમરમાં પહેલીવાર કંઈ નવું થયું ને ?? "

સુપ્રિટેન્ડેન્ટનાં ચહેરાં પરનાં મિશ્ર પ્રતિસાદને એ જોઈ રહ્યો. પછી વિકાસ બોલ્યો, " આજે તો અંતાણી સર અને જોશી સર પણ ખુશ થશે નહીં સર ?? "

સુપ્રિટેન્ડેન્ટ : " એ..એ...મને નથી ખબર....પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટનો લેટર તું ક્યાંથી લાવ્યો ?? આ તો મારાં સિવાય આવે નહીં..."

વિકાસ : " આવ્યો...જો તમને કોઈ વાંધો હોય તો તમે સામે અરજી મોકલી શકો છો કે ફોન પણ કરી શકો છો..."

સુપ્રિટેન્ડેન્ટ : " ના ભાઈ હવે મારે નોકરીનાં છે મહિના બાકી છે અને એમાં પણ કોરોનામાં જતો રહ્યો તો કંઈ કહેવાય નહીં...બાકીની જિંદગી શાંતિથી જીવવા મારે હવે કંઈ કરવું નથી‌. "

વિકાસ હસીને બોલ્યો, " કેમ સર ?? અહીં રહેલાં કેટલાંક મોટાં માથાં નિર્દોષ લોકોની જિંદગી પોતાનાં અંગત સ્વાર્થ અને રૂપિયાનાં કોઠાર ભરવાં કરોડોની ગ્રાન્ટથી પોતાનાં ઘર ભરી શકે તો મારાં જેવાં સામાન્ય વ્યક્તિને ઘર ભરવાનું તો ન જ ફાવે પણ લોકોની જિંદગી બચાવવાનું બીડું ચોક્કસ ઝડપી શકે..."

વિકાસ : " આ લેટર મુજબ હવે આખું મેડિસિન, ડ્રગ્સ, ઈન્સટ્રુમેન્ટનો બધો ચાર્જ સેન્ટરલ ગવર્નમેન્ટનાં વ્યક્તિ દ્વારા થશે‌..‌બધો જ હિસાબ ત્યાં આપવો પડશે...કોઈ હવે હિસાબમાં ગફલત નહીં કરી શકે કે પછી કોઈ પણ દર્દી માટે જરૂરી મોંઘામાં મોંઘું ઇન્જેક્શન મંગાવવામાં પણ કોઈને આજીજી નહીં કરવી પડે....!!

સુપ્રિટેન્ડેન્ટ : " હમમમ...તારી પહોંચ બહું મોટી લાગે છે...બહારથી તું દેખાતો નથી એટલો શાણો નીકળ્યો. "

વિકાસ : " સત્યની પહોંચ મોટી જ હોય છે. ભલે એ રસ્તે થોડી તકલીફ ચોક્કસ પડે પણ મંઝિલ તો મળે જ."

સુપ્રિટેન્ડેન્ટ : " મને કંઈ ખબર ના પડી..."

વિકાસ : " અહીંનું બધું રઝળતું ખાતું મને પહેલેથી દેખાતું હતું પણ અહીં જેમ બધાં પૈસાખાઉ લોકો છે એમ ત્યાં પણ મોટેભાગે પૈસા માટે કામ કરનારા લોકો હોય જ છે. પોતાનાં ઘર ભરવા માટે આટલી મોટી ખુરશીઓ પર આવ્યાં હોય છે. મેં આ માટે થોડાં સમય પહેલાં જ મારાં એક સંબંધી છે એમને વાત કરી હતી એ બહું વ્યવસ્થિત માણસ છે. પ્રધાનમંત્રીની સાથે જ કામ કરતાં હોય છે. પણ એમની પ્રામાણિકતા એ કે લાગવગ ક્યારેય ન કરે નહીં પણ ખોટી વસ્તુ થતી હોય તો એનાં માટે એ રાત-દિવસ એક કરીને એને પાર પાડે.

આ દરમિયાન જ કોરોના શરું થઈ ગયો‌. રૂટિનમાં તો ચાલ્યું જતું હતું બધું પણ આવાં સમય દરમિયાન જ્યારે લોકો ટપોટપ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે કેન્દ્ર સરકાર આટલાં મોટાં સારવાર માટે પેકજ જાહેર કરી રહી છે અને અહીં સતત કહેવાઈ રહ્યું છે કે આટલી મોંઘી દવાઓ , ઇન્જેક્શનો માટે પરમિશન નથી મળતી...અને ખોટાં ઇન્જેક્શન આપ્યાં વિના ટ્રીટમેન્ટ લખાય છે અને પછી એ જ પૈસા આગળથી વસૂલી પોતાનાં ઘર ભરાય છે. મારાં આ સત્ય માટે હું ઘણાં સમયથી અમૂક લોકોને ખૂંચી રહ્યો છું...બસ હવે વધારે નહીં.‌...કદાચ તમને ખબર જ હશે કે મેં પેલાં ઇન્જેક્શન આપ્યાં બાદ પાંચમાંથી ચાર પેશન્ટ બચી ગયાં છે. એકનું કારણ તો તમને ખબર છે ને‌..."

સુપ્રિટેન્ડેન્ટ : " આજે હું તને માની ગયો. સાચી વાત કહું હું પણ જ્યારે અહીં આવ્યો ત્યારે તારાં રંગે રંગાયેલો હતો. પણ અહીંનું બધું તંત્ર જોયું પછી હું પણ પૈસાની રંગતમાં રંગાઈ ગયો. આ બધું મને સામાન્ય લાગવા લાગ્યું પણ આજે જે હું ન કરી શક્યો એ તે કરી બતાવ્યું. પણ એક વાત કહું...આ વાત તું કોઈ જાણ ન કરતો નહીં તો અહીં એવાં લોકો છે તો જીવ જોખમમાં મૂકાઈ જશે...!! "

વિકાસ : " હજું પણ જો લોકો આ ચાલું રાખશે તો એમની નોકરી પણ ખતરામાં આવી શકે છે‌. સર આ બીજો લેટર...તમારી સહી કરવાની છે..."

સુપ્રિટેન્ડેન્ટ ને થયું આ વળી બીજું શું હશે ?? એમણે એ કાગળ જોયો તો વિકાસની એક અઠવાડિયાની રજા માટેનો લેટર છે‌.

સુપ્રિટેન્ડેન્ટ નવાઈથી બોલ્યાં, " તું રજા લઈ રહ્યો છે મને માનવામાં નથી આવતું...પણ કોઈ ખાસ કારણ ?? પહેલાં રિપોર્ટ કરાવ્યો તે ?? "

વિકાસ : " હું અત્યારે જણાવી શકું એમ નથી પણ મારો રિપોર્ટ આવી પણ ગયો છે ભગવાનની મહેરબાનીથી એ રિપોર્ટ નેગેટિવ છે. મેં જે લેટર આપ્યો એ આજે પહેલી તારીખ છે આજથી જ અમલ થશે‌‌... શું કઈ રીતે થશે એ બધું પાછળ વિગત છે એ જોઈ લેજો...જોશી સર અને અંતાણી સરને પણ સમજાવી દેજો...કોઈ પણ સમયે ઈન્કવાઈરી આવી શકે છે.‌‌..."

સુપ્રિટેન્ડેન્ટે વિકાસને ખુશ થઈને કહ્યું, " પ્રાઈડ ઑફ યુ...!! બોલવામાં અને કરવામાં બહું ફરક હોય છે. મેં જો વિચાર્યું હોત હું ચોક્કસ કરી શક્યો હોત...કારણ કે અહીંની બધી જ સત્તા મારાં હાથમાં છે પણ મેં મારાથી નીચે કામ કરનારાઓની વાતમાં આવીને મેં પણ હથિયાર હેઠા મૂકી દીધાં..." કહીને એમણે સહી કરી આપી અને કહ્યું, " મને ખબર છે કે તું કંઈ ખાસ કારણ વિના આવાં સંજોગોમાં ન રજા ન જ લે...તકલીફ તો પડશે પણ કંઈ નહીં એ તો હું મેનેજ કરાવી દઈશ...બસ તું જેનાં માટે જાય છે એ તારું કામ પૂરું થાય એવી પ્રાર્થના કરીશ..‌"

વિકાસ ખુશ થઈને બોલ્યો, " થેન્કયુ સો મચ સર . મારે હવે ફટાફટ નીકળવું પડશે‌‌...એક અઠવાડિયા પછી મળીએ. તમારું ધ્યાન રાખજો." કહીને વિકાસ ફટાફટ પોતાનાં પરિવારને બચાવવાં માટે નીકળી ગયો.

***************

વિકાસ ફટાફટ ગાડી ચલાવી રહ્યો છે. એક બાજું આજે એ કંઈ સારું કરી શક્યો લોકો માટે એનાં માટે ખુશ છે બીજી બાજુ મિકિન અને કાજલની ચિંતા...એણે સ્મિતને ફોન કર્યો સ્મિત તો ત્યાં રિસર્ચ સેન્ટર પર છે‌ .

સ્મિતે કહ્યું, " તારાં રિપોર્ટનું શું થયું ?? હું તો અહીં ફસાઈ ગયો છું..."

સ્મિતે વિકાસને બધી વાત કરી. વિકાસ બોલ્યો, " તું ચિંતા ન કર હું ત્યાં ઘરે જ જાઉં છું...મારો ટેસ્ટ નેગેટિવ છે. અને હું રજા પણ લઈને આવ્યો છું...પણ તું ત્યાંથી હાલ જરાં પણ ત્યાંથી નીકળીશ નહીં મને બધું સમજાઈ ગયું છે. જરાં પણ તારી ગેરહાજરી તારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. ઘરે હું સંભાળી લઈશ..." ને પછી વિકાસને બધી કડીઓ સમજાઈ ગઈ. એણે ગાડીમાંથી જ કોઈને ફોન કરીને કહ્યું, " એક લોકેશન ટ્રેસ કરવાનું છે હું વિગત આપું છું એ મુજબ... કંઈ પણ ભૂલ નહીં..." ને ફોન મૂકાઈ ગયો.

વિકાસ એ વહેલી સવારે સૂની સડકો પર સડસડાટ કરતી ગાડી લઈને ઘરે આવી ગયો. એ સાથે જ બધાંને ઘરે શાંતિ થઈ.

વિકાસે પહેલા જ પૂછ્યું, " વિધિ ક્યાં છે ?? મારે એની સાથે થોડી મહત્વની વાત કરવી છે..."

વિશાખા : " વિકાસભાઈ મિસ્ટર અરોરાએ વિધિને છોડાવવા આવવાં માટે કહ્યું છે...હવે એ જગ્યા આપણે નક્કી કરીને કહેવાનું છે થોડી જ વારમાં..."

વિકાસે કંઈ વિચાર્યું ને પહેલાં જ વિધિ પાસે એ અંદર રૂમમાં પહોંચ્યો ત્યાં જ એ વિકાસને જોઈને વિધિ ખુરશી પરથી ઉભી થઈ ને આશ્ચર્યથી બોલી, " અંકલ તમે અહીં ?? "

વિધિ કેવી રીતે વિકાસને ઓળખતી હશે ?? વિધિ વિકાસને મદદ કરશે ખરી ?? મિકિન અને કાજલ સુધી એનો પરિવાર પહોંચી શકાશે ખરાં ?? કાજલને બચાવવાં ફક્ત ચાર કલાક બાકી છે તો શું કરશે એનો પરિવાર ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે