આહવાન - 33 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 33

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૩

શૈલી અને સત્વ બંને સ્મિતનાં ઘરે આવી ગયાં. બંને થોડી વાર તો રિકેન અને રાહીલ સાથે રમવા લાગ્યાં. બંનેએ એમની સાથે જમી લીધું. પછી શૈલીને નવ વાગ્યા એટલે એણે પૂછ્યું , " આન્ટી મમ્મી કેટલા વાગે આવશે ?? મને મમ્મી જોડે જવું છે..‌"

શૈલી અને સત્વ અંકલના ઘરે હોવાથી આમ ખુશ છે પણ શૈલી નાની હોવાથી એને એના મમ્મી વિના ઉંઘ ના આવે. કદાચ મમ્મી પપ્પા બેમાંથી એક હોય તો પણ ચાલી જાય.

વિશાખા : " બેટા આવી જશે તારાં મમ્મી અને પપ્પા બંને...અત્યારે તમે બંને સૂઈ જાવ...અને રાત્રે તો કોણ આવવાનું છે ખબર છે તમે બધાં ખુશ થઈ જશો..."

શૈલી : " કોણ આવવાનું છે આન્ટી ?? "

વિશાખા : " બસ જો અંકલ જાય જ છે લેવા... સરપ્રાઈઝ !!"

સત્વ : " પણ ચાચુ તમને કેવી રીતે ખબર પડી કે અમે ત્યાં એકલાં છીએ અને મમ્મી બહાર ગઈ છે ઘરમાં કોઈ નથી. તમે કેમ આવું બધું પહેરીને આવ્યાં હતાં અમને લેવાં મને હજું એ સમજાતું નથી."

સ્મિત : " એ બધું કહીશ બેટા તમને. એની ચિંતા ન કરો...અંકલના ઘરે છો પછી શુ ચિંતા કરવાની ?? "

શૈલી : " પણ મમ્મી હંમેશાં કહે છે કોઈ પર વધારે આંધળો વિશ્વાસ કરવો નહીં... આપણાં નજીકના હોય એ જ આપણને દગો દેતાં હોય છે. "

વિશાખા : " આવું તારી મમ્મીએ તને કહ્યું છે ?? "

શૈલી : " ના હવે આન્ટી એ તો કોઈ સાથે વાત કરતી હતી ફોનમાં...આ દાદી અમ્મા છે એ પોતાની જેમ વાત કરવાં લાગે."

સ્મિત : " હમમમ તો બરાબર...આમ પણ છોકરીઓ ચંપા જ હોય હે ને ઢીંગુ ?? ચાલો હવે સુઈ જાવ‌.. સરપ્રાઈઝ નો ટાઈમ થશે એટલે ઉઠાડીશું બધાને..."

વિશાખા : " જા ફટાફટ... નહીંતર મોડું થઈ જશે..." ને પછી સ્મિત ફટાફટ ઘરેથી નીકળી ગયો...

**************

મયુર કાજલને લઈને થોડું ચાલીને એ અંધારી રાત્રિમાં મોબાઈલની બેટરીનાં પ્રકાશમાં ચાલવા લાગ્યો. કાજલ ગભરાવા લાગી કે મયુર ખરેખર એને મિકિન સુધી લઈ જશે ખરાં ?? આમ તો એ ક્યાંય લઈ જઈને મારી નાખે તો કોઈને ખબર પણ ના પડે...કારણ કે હજું દૂર દૂર સુધી કોઈ મકાન જેવું પણ દેખાતું નથી... ફક્ત ગાય ભેંસની ગમાણ હોય એવું દૂરથી કંઈ દૂરથી ઝાંખા પ્રકાશમાં લાગી રહ્યું છે.

કાજલ : " હજું કેટલે દૂર છે ?? અહીં તો કંઈ દેખાતું નથી...આ બાજું તો જંગલી પશુઓનાં અવાજ પણ ખતરનાક સંભળાઈ રહ્યાં છે...તને ખબર તો છે ને ?? "

મયુર : " હા બરાબર છે...બસ દસ મિનિટ..."

લગભગ દસેક મિનિટ પછી દૂર એક નાનકડા ડુંગર જેવું દેખાયું...એ જોઈને મયુર બોલ્યો, " બસ આ દેખાય ને ત્યાં જ ...."

કાજલ : " આ તો ડુંગર છે... ત્યાં તો કંઈ મકાન કે કંઈ દેખાતું નથી..."

ફરીથી નજીક દેખાતો એ ડુંગર તો ઘણો દૂર લાગ્યો છતાં બંને જણાં પહોંચી ગયાં. નજીક પહોંચતાં જ કાજલ બોલી, " ઓ હવે સમજાયું... તારી પહોંચ તો બહુ મોટાં માણસો સાથે લાગે છે..."

મયુર હસીને બોલ્યો, " એ તો તું મારી સાથે રહીશ તો ખબર પડશે કે કેવાં કેવાં મોટાં માણસો મારાં હાથ નીચે કામ કરે છે... હજું તો તને મારી ખબર જ નથી...પણ તને એક આંચ પણ નહીં આવવાં દઉં..‌."

કાજલ ફક્ત "હમમમ" બોલી ને પછી બેય એ બહું મજબૂત એવા એક લોખંડનાં મજબૂત મોટાં ગેટ પાસે પહોંચ્યાં. ત્યાં બે મોટાં મૂછોવાળા સિક્યુરિટી ગાર્ડ બે ઉભેલાં છે...એ તરત જ મયુરને જોઈને ઉભાં થઈ ગયાં.

મયુર : " અંદર જવા દો ભાઈ ?? "

સિક્યુરિટી : " તમે કોણ છો ?? પરમિશન કોડ બોલો."

મયુર : " મતલબ ?? એ મને બહું સારી રીતે ઓળખે છે...અંદર જે મિકિન ઉપાધ્યાય છે એને મળવાનું છે... તમારાં સાહેબ ઓળખે જ છે મને‌‌.."

સિક્યુરિટી : " માફ કરશો પણ આ સિસ્ટમ મુજબ પરમિશન કોડ વિના સાહેબ ખુદ પણ નથી જઈ શકતાં. એ બધું અમને ખબર ન હોય. તમે ઓળખતાં હોય તો એમને ફોન કરીને એમની પાસેથી કોડ મેળવી લો...અને મને કહો પછી હું જવાં દઈ શકું..."

મયુર : " અત્યારે ફોન કેવી રીતે કરવો..તમને ખબર જ હશે ને ?? કહી દો ને... સવારે વાત કરાવી દઈશ..."

સાહેબ એ તમને અંદરથી કહે અને હું બહારથી એ મોકલું આપની વિગત સાથે પછી એ અંદરથી સેટ કરે તો જ આ ગેટ ખુલી શકશે.

મયુર : " આ કંઈ રિસર્ચ સેન્ટર છે મોટું ?? ત્યાંય આટલી જોરદાર તો સિક્યુરિટી નથી હોતી..."

સિક્યુરિટી : " એ સાહેબ અમને નથી ખબર પણ એ સિવાય તો કોઈ આ દરવાજા ખોલી નહીં શકે..."

કાજલ : " ભાઈ એવું શું છે આમાં ?? બહારથી તો કોઈ ડુંગર જ સમજી બેસે પણ નજીક આવતાં જ ખબર પડે આતો એક ભૂલભૂલામણી વાળી એક અંધારી અને હવે તો પૂર્ણ સુરક્ષાબદ્ધ જગ્યા છે. પણ આ જગ્યામાં એવું શું છે એ મને હજું પણ સમજાતું નથી..."

સિક્યુરિટી : " મેડમ એ તો હજું અમને પણ ખબર નથી. અમને પણ અંદર જવાની પરમિશન નથી મળી કદી હજી."

મયુરે અંદર ફોન લગાડ્યો પણ ફોન ઉપડ્યો નહીં...થોડીવાર બંને ઉભાં રહ્યાં. પછી સિક્યુરિટી બોલ્યો, " મેડમ સર સવારે આવજો...આવી ભયાનક જગ્યામાં મેડમ સાથે આખી રાત ક્યાં પસાર કરશો ?? "

મયુર : " જો મેં કહ્યું તું ને કાજલ સવારે નિરાંતે જઈશું...હવે પાછાં જ જવું પડશે એવું લાગે છે."

કાજલ : " તું તો આ ષડયંત્રનો ભાગ છે તો તને પણ કેમ પરમિશન નથી અંદર જવાની...આનો મતલબ શું ?? કદાચ એવું નથી ને કે મિકિનને પકડવા એમણે તારો ઉપયોગ કર્યો હોય ને મને તારાં સુધી લાવવાં તે મિકિનનો... કદાચ મિકિન અહીં હોય જ નહીં એવું તો નથી ને ?? તને પૂરી ખબર છે તો ખરાં ને ?? "

મયુર : " એવું કંઈ નથી...સવારે હું તને અહીં લાવીને મિકિનને ચોક્કસ મળાવીશ...બસ પ્રોમિસ ?? "

કાજલ : " હું તો અહીં જ રહીશ.. મને જ્યાં સુધી એને મળીને તારી સાથે રહેવા માટે એક ફેંસલો ન આવે ત્યાં સુધી હું ક્યાય નહીં જાઉં અહીંથી..."

મયુરને થોડો ગુસ્સો આવી ગયો કારણ કે એક તો ગેટ ન ખુલવાની કાજલ સામે એનો થોડો વટ ઓછો થઈ ગયો ને પાછું કાજલ અહીં ઉભાં રહેવાની જીદ્દ કરે છે. પણ એ ગુસ્સાને કન્ટ્રોલ કરતાં બોલ્યો, " પ્લીઝ આટલી વાત તો માન મારી...સવારે વહેલાં ચોક્કસ આવશું..."

ના છૂટકે કાજલ તૈયાર થતાં બેય પાછાં જવાં લાગ્યાં ત્યાં જ કોઈનો એ સિક્યુરિટી પર કોઈનો ફોન આવ્યો. આથી કાજલ ત્યાં જ ઉભી રહી ગઈ. થોડી વાતચીત પછી સિક્યુરિટીએ કહ્યું, " મેડમ લો આ ફોન...વાત કરો..."

મયુરને નવાઈ લાગી કે કાજલને અહીં હું લઈને આવ્યો છું મિકિન પાસે અને કાજલ સાથે કોણ વાત કરવાં માગતું હશે ??

કાજલે કંઈ વાત કરી ને ફોન મુકી દીધો. પછી એણે સિક્યુરિટી પાસેનાં એ ટેબ્લેટ જેવાં નાનાં ફોનમાં એ પાસવર્ડ એન્ટર કર્યો. પાંચેક મિનિટ પ્રોસેસ થઈ ત્યાં જ એ દરવાજો ઓટોમેટિક ખુલી ગયો.

કાજલ તો અંદર જોતાં જ એની આંખો અંજાઈ ગઈ જાણે કોઈ અલગ જ દુનિયા હોય એવું લાગ્યું. બહારથી દેખાતી અંધારપટ જગ્યામાં અંદર તો રોશની જ રોશની...એ પણ સામાન્ય નહીં...કોઈ પ્રસંગ કે મેળાવડામાં હોય એનાંથી પણ વધારે...પણ એ તો ઠીક અડધી રાત્રે જોરજોરથી એક ડાન્સબારમાં વાગતાં હોય એવાં આઈટમ સોંગ નાખી રહ્યાં છે. પણ બહારથી એ અવાજ અને રોશની સિવાય કંઈ જ દેખાતું નથી.

કાજલ સહેજ અંદર ગઈ પછી એ એકદમ ઉભી રહી ગઈ.

મયુર : " શું થયું કેમ અટકી ગઈ ?? "

કાજલ : " મને નથી લાગતું કે મિકિન અહીં હોય..કારણ કે

વિડીયો કોલમાં મેં જોઈ હતી એ તો એકદમ અંધારી અને શાંત જગ્યા હતી... ફક્ત મિકિનનો વેદનાભર્યો અવાજ હતો...અને આ તો કંઈ જુદું જ છે..."

મયુર : " આ રાતનો નજારો છે ડિયર...એ દિવસનો સમય હતો...આ તને લાગે છે એટલી નાની જગ્યા નહીં હોય...!! "

કાજલ : " મને લાગે છે હવે કે તને કંઈ ખબર નથી તું બધું અંધારામાં તીર મારીને મને અહીં સુધી લઈ આવ્યો છે... હું કેવી વિચારી શકું કે હું અહીં સલામત હોઈશ અંદર ?? મિકિન અંદર ના હોય તો ?? "

મયુર અકળાઈને બોલ્યો, " તો તારે શું કરવું છે એમ સ્પષ્ટ કહે મને..." કહીને એ પાંચ મિનિટ સાઈડમાં ગયો ને પછી મોબાઈલમાં કંઈ કરીને પાછો આવીને તરત જ કાજલનો હાથ મજબૂત રીતે પકડીને એને પરાણે અંદર ધસડી ગયો....!!

સાચે મિકિન આ જગ્યામાં હશે ?? અંદર ખરેખર શું હશે ?? કોણ હશે આ બધું કરનાર ?? બાળકોને શું સરપ્રાઈઝ મળવાની હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....