આહવાન - 32 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 32

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૨

સત્વ અને શૈલી બંને સાંજ થવાં આવી પણ બંને રૂમમાં રમી રહ્યાં છે. પછી કંટાળીને શૈલી બોલી, " હું બહાર હોલમાં આંટો મારી આવું ભાઈ ?? "

સત્વ : " નહીં...તને ખબર છે ને મમ્મી શું કહીને બહાર કામ માટે ગઈ છે ?? આપણે જ વાગ્યા સુધી બહાર નથી નીકળવાનું...એટલે તો આપણને ભાવતો કેટલો બધો નાસ્તો પણ આપીને ગઈ છે. "

શૈલી : " હું બહાર થોડી કહું છું. હોલમાં જ જવાનું છે ને ?? એમાં શું થવાનું છે ?? મારી બે ઢીંગલી બહાર છે હવે મારે એની સાથે રમવું છે... "

સત્વ એ ના કહેવા છતાં એ માની નહીં અને હોલમાં દોડીને આવી ગઈ.

સત્વ પણ નાનો જ છે એ પણ એટલો કંઈ મોટો નથી. એ પણ થોડો રમવામાં પડી ગયો. પછી થોડીવાર પછી અચાનક એને યાદ આવી ગયું કે મમ્મીએ કહ્યું હતું કે છ વાગ્યાં સુધી સ્ટ્રીકલી રૂમમાંથી બહાર નીકળવાનું નથી. એ કંઈ કારણ વિના આવું કહે જ નહીં...બાકી એ અમને મુકીને આટલી બધી વાર ક્યાંય જાય જ નહીં... પણ શૈલી તો બહાર નીકળી ગઈ છે હજું તો દસ મિનિટની વાર છે.

એ ગભરાઈ ગયો. ફટાફટ હોલમાં આવ્યો. ત્યાં તો એક આખો કાળા રંગનું જેકેટ જેવું કંઈ પહેરીને કોઈ વ્યક્તિ હોલમાં આવીને શૈલી સાથે કંઈ ધીમેધીમે વાતચીત કરી રહેલું દેખાયું. સત્વ ગભરાઈ ગયો કે આ કોણ છે ?? જાણે એનો અવાજ પણ બંધ થઈ ગયો...

સત્વ ને જોતાં જ એ વ્યક્તિ ધીમેથી એની તરફ આવ્યો ને પછી સત્વને કહ્યું, " ચાલો બેટા બંને મારી સાથે...આપણે ઘરે જવાનું છે...રિકેન અને રાહીલની સાથે...એ લોકો રમવા માટે તમારી રાહ જોઈ રહ્યાં છે..."

શૈલી : " ભાઈ આ તો સ્મિત અંકલ છે...એ આપણને લેવાં આવ્યાં છે..."

સત્વ : " ના આ તો કોઈ કિડનેપર છે...અંકલ કોઈ દિવસ આવી રીતે થોડાં આપણા ઘરે આવે છે...એ આવું શું કામ પહેરીને આવે ?? "

શૈલી : " એમનો અવાજ તો ઓળખ..."

શૈલી નાનકડી પણ બહું જ ચાલાક અને હોશિયાર છે.સ્મિત અને શૈલી બંને કંઈ માથાકૂટ કરી રહ્યાં છે ત્યાં જ એ વ્યક્તિ ધીમેથી નીચો નમીને બંનેને ફરીથી બેડરૂમમાં લઈ ગયો.

પછી ફટાફટ એણે પોતાનાં ચહેરાં પરથી કેપ માસ્ક હટાવ્યુ અને કહ્યું, " હવે તો ખાતરી થઈને બચ્ચાઓ ?? હું સ્મિત અંકલ જ છું..."

સત્વ : " તો તમે કેમ આવી રીતે આવ્યાં છો ?? અમે તમારી સાથે આવીશું તો મમ્મી શોધશે તો ?? મને કંઈ સમજાતું નથી પહેલાં પપ્પા ગાયબ થઈ ગયાં હવે મમ્મી...અને હવે અમે બંને ?? "

શૈલી : " ભાઈ એ તો બધાં કોઈ નવી ગેમ રમતાં હશે...ચાલ ફટાફટ..."

સત્વ : " હા ઉભી રહે મમ્મીએ કંઈ કહ્યું હતું યાદ છે ને ?? " કહીને એણે એક કબાટમાંથી એક નાની બેગ કાઢી અને ભરાવી દીધી..." ને પછી બંને જણાં સ્મિતની સાથે બહાર એ બંગલામાંથી પાછળનાં એક છુપા બનાવેલાં રસ્તેથી નીકળી ગયાં...!!

****************

કાજલની એક અણધારી થપ્પડથી મયુર જાણે ચકરાવે ચડી ગયો‌...એ તો થોડીવાર કાજલની સામે જ જોઈ રહ્યો. પછી એણે કાજલનો હાથ પકડી દીધો ને બોલ્યો, " તે આ બહું મોટી ભૂલ કરી છે... હું હવે તને નહીં છોડું...તને તો નહીં પણ તારાં એ મિકિનને પણ નહીં... બહું મોટો કમિશનર હતો ને હવે તો એનું બધું ગયું પણ હવે એણે પોતાની જિંદગીથી પણ હાથ ધોવા પડશે... તું મને આટલું ઓળખે છે છતાં ભૂલ કરી... હું તો ઝેરીલો છું.. હું કોઈની પણ વસ્તુ લઉં તો એને વ્યાજ સહિત જ પરત આપું છું. તારાં બાળકોનું શું થશે એ એકવાર વિચારી લે...!!

કાજલ : " મારાં બાળકો કંઈ પણ એવું કરીશ તો હું તને છોડીશ નહીં... હું તને ફરીવાર કહું છું..."

મયુર : " હું એવું જ તો ઈચ્છું છું કે તું મને ના છોડે..." કહીને એ જોરજોરથી એ હસવા લાગ્યો અને એ પડઘાં જાણે એ વિશાળ રૂમમાં રેલાઈ રહ્યાં છે.

કાજલને મયુરે પોતાને આવી રીતે સ્પર્શ કરી રહ્યો હતો એ ન ગમ્યું એટલે જ એનાંથી આ હાથ ઉપડી ગયો...પણ કદાચ સમય એવો છે કે અત્યારે આને બહું મોટી ભૂલ ગણી શકાય...આ તો જેની પાસે કામ કઢાવવાનું છે એને જ છંછેડવાનું કામ કરી દીધું...હવે એણે બધું જ શાંત દિમાગે વિચાર્યું.

આખી રાત મયુર પાસે આવી એકાંત જગ્યામાં આખી રાત પસાર કરવી એ પણ ખતરાથી ખાલી નથી...વળી હવે પેલો શેરખાન કે બીજું કોઈ પણ આ બંગલામાં હોય એવું નથી લાગતું... જગ્યા પણ એવી દૂર અને અંતરિયાળ જે કે એ પોતાને બચાવવા ગમે તેટલી બૂમો પાડે પણ એને બચાવવાં કદાચ ભગવાન સિવાય કોઈ પહોંચી શકે એમ નથી...!!

કાજલ થોડીવાર શાંત બેસી રહી. પછી એણે કહ્યું, " મયુર હું હંમેશા માટે તારી થઈ જાઉં તો તું મિકિનને છોડી દઈશ ને ?? પ્લીઝ માની જા ને....મને મારી ભૂલ સમજાઈ ગઈ કે તું મને કેટલો પ્રેમ કરે છે અને હું તને આવી રીતે તરછોડી રહી છું..."

મયુર : " શું ?? ફરીથી બોલ તો‌...!! આ હું સાચે જ સાંભળી રહ્યો છું ?? " કહીને પોતાને આમ સ્પર્શ કરીને એ વાસ્તવિકતાની દુનિયામાં છે એમ નક્કી કરવાં લાગ્યો. પછી એ કાજલની પાસે આવી ગયો ને એનો કોમળ નાજુક હાથ પકડીને બોલ્યો, " સાચે તું મારી પાસે આવી જઈશ ને ?? હું એને છોડી દઈશ...મને એનાથી કોઈ દુશ્મની નથી...પણ એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તું કદી મારી પાસે આવીશ નહીં...આથી જ મેં આ બધા કાવતરામાં સાથ આપ્યો...આપણે બંને બહું સારી રીતે રહીશું હોને ?? ફક્ત તું અને હું... હું અને તું..." કહીને કાજલની આસપાસ આંટા મારવાં લાગ્યો...!!

કાજલ : " તો તું મને એકવાર એ છે ત્યાં લઈ જઈશ ને ?? "

મયુર : " કેમ ?? પછી તું ફરી જાય તો ?? હું કેવી રીતે તારો વિશ્વાસ કરી શકું... "

કાજલ : " હું સાચું કહું છું..."

મયુર : " તું કહે છે તો હું માની લઉં પણ આપણે સવારે જઈએ તો... આવાં રાત્રિનાં અંધકારમાં જવું બરાબર નથી...આમ પણ હવે આપણે આપણી નવી જિંદગી શરું કરવાનાં જ છીએ તો પછી આજથી જ શરૂઆત કરી દઈએ તો ??

કાજલ તો ગભરાઈ ગઈ. પોતાની જાળમાં પોતે જ ફસાઈ ગઈ. હવે એને શું કરવું એ સમજાયું નહીં...એ મયુરને પોતાની નજીક આવતાં કેવી રીતે રોકે ??

કાજલ : " એ તો ઠીક છે પણ આ ષડયંત્રમાં બીજું કોણ છે એ તો કહે મને ?? "

મયુર : " એ હું તને ત્યાં લઈ જઈશ એટલે બધું સમજાઈ જશે તને...પણ હવે તો તું મારી જ છે ને ?? " કહીને કાજલના દેહ પર ધીમેધીમે સ્પર્શ કરવાં લાગ્યો.

કાજલ મનોમન ભગવાનને સ્મરણ કરવા લાગી અને અચાનક એકદમ જ ભોંય પર પટકાઈ.

મયુર થોડો ગભરાઈ ગયો. એ ફટાફટ કાજલની પાસે આવ્યો અને ફટાફટ ત્યાં નજીકમાં રહેલાં જગમાંથી પાણી લઈ આવ્યો અને કાજલને આપ્યું.

કાજલ : " મને થોડું સારું નથી લાગતું...સહેજ બહાર ખુલ્લામાં જવું છે... આવું મને ક્યારેક થાય તો ડૉક્ટરે દવા લખી આપી છે એનાથી જ મને સારું થાય છે પણ એ નામ મને યાદ નથી મિકિનને જ ખબર છે..."

મયુર : " ચાલ હું તને હોલમાં લઈ જઉં... હું એ મિકિનને જવાં દે... હું તને કોઈ બીજાં મોટા ડૉક્ટર પાસે લઈ જઈશ..."

કાજલ : " આપણે આજે મિકિન જ્યાં છે ત્યાં અત્યારે જ જઈએ...એટલે ફેંસલો આવી જાય...બાકી આ બધાં માટે તો આખી જિંદગી છે જ ને ?? "

મયુર : " સારું તું જેમ કહે તેમ...!! "

કાજલને મનમાં થોડી શાંતિ થઈ એ બોલી, : " સાચું કહું એ મને એટલો ગમતો પણ નથી...આ તો આટલો મોટો કમિશનર છે એટલે બાકી તો...એને ક્યાં સમય પણ હોય છે અમારી માટે...એ અને એની નોકરી...આવી તે જિંદગી હોય ?? પણ આ તો મારાં બાળકોનો પિતા છે એટલે રાખવું તો પડે ને એને ?? દુનિયાની નજરમાં તો મારે એને પત્ની તરીકેની ફરજ નિભાવવી પડશે ને ?? તું મને લઈ જા ને પ્લીઝ..."

મયુર : " ચાલ તું મારી આટલી મોટી વાત માને છે તો તારી આટલી ઈચ્છા પૂરી ન કરું...?? "

કાજલ મનોમન ખુશ થઈને બોલી, " તો ફાઈનલી હવે આપણે જઈએ જ છીએ ને અત્યારે ...?? "

મયુરે જાતે જ એ કાજલથી થોડો દૂર થઈ ગયો અને પછી કાજલનો હાથ પકડીને એને મિકિન પાસે લઈ જવાં માટે ચાલવા લાગ્યો....!!

શું સાચે મયુર કાજલની વાત માની જશે ?? મિકિન અને કાજલ મળશે ખરાં ?? સ્મિત આ ષડયંત્રમાં શામેલ તો નહીં હોય ને કે પછી કાજલના પ્લાનનો હિસ્સો હશે ?? સત્વ અને શૈલી સલામત જગ્યાએ પહોંચ્યા હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....