આહવાન - 31 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 31

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ -૩૧

કાજલ એ વ્યક્તિને આવતાં જોઈને જ ઉભી થઈ ગઈ. એ એટલાં મોટાં હોલમાં એ વ્યક્તિનાં બુટનાં અવાજ જાણે એક પડઘાં પાડી રહ્યાં છે. પણ જાણે એ વ્યક્તિને આવતાં જ કાજલ એને ઓળખી ગઈ હોય એમ એ તરત જ બધાં જ પાસાં ગોઠવવાં લાગી.

કાજલ તો એ વ્યક્તિ આવ્યો ત્યાં જ એ કંઈ બોલે કે કહે એ પહેલાં જ બોલી, " મતલબ કે આ બધું તારું કામ છે બરાબર ને ?? "

એ વ્યક્તિ જોરજોરથી હસતાં બોલ્યો, " તો તું મને હજું પણ ભૂલી શકી નથી એમ ને ?? મને ખબર જ હતી કે તું મારી પાસે ચોક્કસ આવીશ."

કાજલ : " તને યાદ પણ કોણ રાખે મયુર ?? કડવી યાદોને જેમ એ ભૂતકાળનાં એ પોટલામાં સંકોરાઈને પડેલી છે. ઘણીવાર અમૂક વસ્તુઓ આપણે ઈચ્છવા છતાં એનો નિકાલ નથી કરી શકતાં. પણ હવે આટલાં વર્ષો બાદ તને પાછું શું થયું છે મને એ સમજાતું નથી... સારું થયું કે સમયસર મેં તને ડિવોર્સ આપી દીધાં નહીં તો ખબર નહીં નરકથી પણ બદતર સ્થિતિ હોત મારી... આટલાં વર્ષો બાદ આ બધું શું છે ?? "

મયુર નફ્ફટાઈથી બોલ્યો, " તને એમ લાગે છે કે હું તને ભૂલી ગયો છું પણ એવું ક્યારેય બન્યું જ નથી...પણ આ તો મારી ફરી આજે તને મેળવવાની ઈચ્છા પ્રબંધ બની ગઈ શું કરું ?? લગ્ન ડિવોર્સ એ બધું તો સમાજ માટે હોય છે મારાં માટે તો ફક્ત પ્રેમ એટલે પ્રેમ.. એમાં લગ્ન, છૂટાછેડા એ બધાંને કોઈ અવકાશ હોતો નથી...તને પણ હજું હું ગમું તો છું જ..."

કાજલ : " તને કંઈ શરમ પણ આવે છે આવું બધું બોલતાં ?? મને એ વાતથી હવે પસ્તાવો થાય છે કે થોડાં સમય માટે પણ તારી પત્ની શું કામ બની...?? તને આમ તારી લગ્ન જીવન છુટવાનો કોઈ પસ્તાવો જ નથી ?? હું તને કેમ ઓળખી ના શકી ?? કોઈ પર મેં કેમ આંધળો વિશ્વાસ મૂકી દીધો. એ ભૂલી ગઈ કે માતા-પિતા સારાં હોય એટલે બાળકો પણ સારાં જ બને એવું જરૂરી નથી એ તો એનાં સંસ્કાર અને સોબત પર બધું નિર્ભર કરે છે..."

મિકિન : " હું તો આવો જ હતો અને છું...હા તું મને કંઈ પણ કહી શકે છે...પણ હું તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરું છું અને કરતો રહીશ એમાં કોઈ જ બેમત નથી...પણ તું તારાં બાળકોને કેમ મુકીને આવી ?? મને એ સમજાયું નહીં...મને તો એમ હતું કે તારાં માટે બાળકો સૌથી વધું મહત્વનાં છે જીવનમાં..એક બાળક જે હજું દુનિયામાં પણ નહોતું આવ્યું એ તારાથી દૂર થઈ જતાં તે મને ડિવોર્સ આપી દીધાં હતાં અને આજે બે બાળકોને મુકીને એટલાં મોટાં બંગલામાં છોડીને અહીં આવી ગઈ....એમને કંઈ થઈ જશે તો ??"

કાજલ : " ખબરદાર જો મારાં બાળકોને એક આંચ પણ આવશે તો હું તને આ જ હાથથી તને મારી દેતાં અચકાઈશ નહીં...એ યાદ રાખજે‌...મને શંકા તો ગઈ કાલથી હતી જ એટલે જ હું એમને ના લાવી કે આ બધું તારું જ કરાવેલું છે... તું તારાં પોતાનાં બાળકને કંઈ થશે તો એનો વિચાર ન કરી શક્યો..એ તો ઠીક પણ એ થઈ ગયાં પછી પણ પસ્તાવા રૂપે પણ તું એ દારૂને ન છોડી શક્યો નહીં કે ન લેશ માત્ર અફસોસ ન કરી શક્યો એવાં વ્યક્તિ પાસે હું મારાં ફુલ જેવાં બાળકોને લઈને આવું અહીં ?? "

મયુર : " ઠીક છે...તો તને બધું ખબર જ હશે ને ?? "

કાજલ : " મને મિકિન બતાવ એ ક્યાં છે ?? મારે એને મળવું છે..."

મયુર : " મિકિન તો અહીં નથી મારી પાસે..."

કાજલ લાલપીળી થઈને બોલી, " શું ?? મિકિન નથી એટલે શું ?? તો મને અહીં શું કામ બોલાવી ?? "

મયુર : " તું તો મારી છે તો અહીં બીજાં કોઈની શું જરૂર છે ?? આટલો મોટો તો હું અહીં છું... તું કહે એ કરવાં તૈયાર છું જાનેમન..."

કાજલ : " એવાં સપનાંઓ હંમેશા માટે ભુલી જજે... હું ફક્ત મિકિનની છું...હા એક સમય માટે મેં તને પ્રેમ કર્યો હતો એ પણ સાચાં દિલથી પણ એ મારાં જીવનની સૌથી મોટી ભૂલ હતી...પણ એ બીજી વાર ક્યારેય શક્ય નથી...પ્રેમ કોને કહેવાય એ મિકિન પાસેથી શીખજે...બાકી તું જેને પ્રેમનું નામ આપે છે એ તો ફક્ત એક વાસના અને કંઈ પણ વસ્તુ કે વ્યક્તિ જે ગમે એને કોઈ પણ ભોગે મેળવવું એ તારી એક જીદ્દ અને અભિમાન છે..."

મયુર : " એ મને ન સમજાય મારાં માટે એ જ પ્રેમ છે...હવે તારે મારાં બનવું જ પડશે...તારી પાસે કોઈ વિકલ્પ નથી..."

કાજલ : " મયુર આ બધું નાટક બંધ કરીને મને મિકિનને મળાવ‌...એ ક્યાં છે ?? નહીં તો હું જ જાતે જઈને જોઈ આવું છું..."

મયુર : " જા તું ત્યારે... મારે ક્યાં તને ના પડાય છે...?? "

કાજલ એ મોટાં બંગલામાં બધે જ ફરી આવી. એકેક રૂમ એક અલગ રીતે જ બનાવેલાં ઈન્ટિયર તો એવું કે કોઈને કોઈ વસ્તુ પણ બહાર ન દેખાય. તમને એવું લાગે કે નહીં કે આ કોઈ ડૉનનો અડ્ડો હશે..એને તો એ શંકા જઈ રહી છે કે આ ખરેખર ડૉનનો બંગલો છે કે પછી મયુરનો પોતાનો...કારણ કે નથી કોઈ માણસો દેખાઈ રહ્યાં ન કોઈ એવાં શસ્ત્રો...!!

આખાં ભૂલભૂલામણી જેવાં બંગલામાથી એ પાછી ફરીને આવી ત્યાં મયુર હજું પણ એમ જ ઉભેલો દેખાયો. એ હસવા લાગ્યો...

કાજલ : " તો મિકિન ક્યાં છે ?? તો મને મિકિનના નંબર પરથી વિડીયો કોલ આવેલો એ પણ આવી જ જગ્યા હતી કોઈ.... સાચું બોલ હવે શું છે ?? તેં મને અહીં શું કામ બોલાવી ?? "

મયુર : " હું તને મયુરને મળાવીશ પણ એક શરતે કે તું એને હંમેશા માટે છોડી દઈશ અને હંમેશા માટે મારી પાસે ફરીથી આવી જઈશ...લગ્ન બગ્નમાં મને તું હા કરે કે ના કરે મને કોઈ ફેર નથી પડતો..."

કાજલ : " એ કદી શક્ય નહીં બને... હું મારાં જીવતેજીવત ક્યારેય મિકિનને નહીં છોડું...!! એને કંઈ પણ ક્યાં સિવાય તું મને જ અહીં મારી નાખ...બધી વાત જ પૂરી થાય. "

મયુર : " હજું પણ કહું છું કે મારી વાત માની જા..તને હું બહું ખુશ રાખીશ આટલી પણ તફલીક નહીં પડવા દઉં... બાકી વિચારી લે તારાં વિના તારાં બાળકોનું શું થશે ?? એ પોતાની મા વિના જીવી શકશે ?? "

કાજલ : " જે પણ થશે...કુદરત બધું સંભાળશે...પણ મારો ફેંસલો અટલ છે... હું મિકિનને નહીં છોડું ક્યારેય...આને તારો શું વિશ્વાસ ?? મને મિકિનને છોડી દેવાનું કહીને પણ એનો જીવ લઈ લે તો ?? "

આખરે મયુર તો એક જીદ્દી અને અહમને પોષનાર છે...એને કોઈ એની વાત ન માને એ તો કદી સ્વીકારી જ ન શકે...એણે કાજલને ત્યાં એક રૂમમાં બાંધી દીધી. અને એ ત્યાં જ સામે એક ખુરશી પર બેસી રહ્યો છે. સામે બેસીને વારંવાર એક જ વાત કહી રહ્યો છે હજું પણ વિચારી જો તારી પાસે સમય છે સવાર સુધી... નહીં તો તારે તો મારાં થવું જ પડશે...મિકિનને પણ આ દુનિયામાંથી અણધારી વિદાય લેવી પડશે...!!

કાજલ હવે ચિંતામાં આવી ગઈ કે એ શું કરે ?? એ મયુર સાથેની નર્કમાંથી તો પરાણે છુટીને આવી હતી એ હવે આટલા વર્ષો બાદ ફરીથી આટલાં સરસ પ્રેમાળ મિકિન અને

સત્વ શૈલીને છોડીને મયુર પાસે જવાનું એ વિચારી પણ નથી શકતી. એનાં પ્લાન મુજબ તો સત્વ અને શૈલી અત્યારે સલામત હોવા જોઈએ પણ કદાચ મયુર કહે છે એ મુજબ એણે એ બંનેને તો કંઈ કર્યું નહીં હોય ને ??

મયુર : " કાજલ તને ખબર છે મિકિનનાં દુશ્મનમાં હું એક જ નથી પણ બીજું પણ કોઈ છે...મને તો તું મને હા કહી દે મારી સાથે આવવાં માટે એટલે તારો મિકિન મારાં તરફથી આઝાદ...!!

કાજલ : " મારાં તરફથી એટલે ?? આમાં બીજું કોઈ પણ શામિલ છે ?? "

મયુર હસવા લાગ્યો ને બોલ્યો, " તું બહું જીદ્દી છે મારી જાન...બે બાળકો પછી પણ તારી કાયા હજું એટલી જ કામણગારી છે. જો ને અત્યારે આ રાતની રોશનીમાં પણ કેટલી માદક અને દિલને મદહોશ કરે એવી દેખાઈ રહી છે..." કહીને એ કાજલને કોમળ , ગુલાબી હોઠો પર પોતાનાં હાથને ફેરવવા લાગ્યો.

પછી બોલ્યો, " તું એકવાર હા કહે એટલે તું કહીશ એ કરવા તૈયાર છું હું...બાકી મિકિનની જગ્યાએ હું ને તારાં બાળકો તો છે જ... બીજું શું ફેર પડશે ?? જેમ તું મને ભૂલી ગઈ હતી એમ એને પણ ભૂલી જજે...‌!! " આટલું બોલતાં જ કાજલે પોતાનાં હાથને દોરીમાંથી પરાણે બહાર કાઢીને મયુરને એક જોરથી તમાચો લગાવી દીધો...

શું કરશે હવે મયુર ?? મયુર પોતાનાં પર થયેલાં કાજલનાં આ થપ્પડનો કંઈ રીતે જવાબ આપશે ?? કાજલ હવે શું કરશે ?? સત્વ અને શૈલી માટેની યોજના સફળ બની હશે ?? જાણવાં માટે વાંચતા રહો આહવાન - ૩૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે…