Losted - 33 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 33

લોસ્ટેડ - 33

રિંકલ ચૌહાણ

સાંજ ના 5 વાગ્યા હતા, એકલ દોકલ નજીક ના સગા અને રાહુલ-રયાન સિવાય બીજા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. રાઠોડ હાઉસ માં હાજર દરેક જણ હાલ અજીબોગરીબ મનઃસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો.

આરાધના બેન પતિ ના અકાળ મૃત્યુ ને પચાવી નહોતાં શક્યાં, જયશ્રીબેન જીજ્ઞાસા અને આધ્વીકા ની સ્થિતિ જોઈ સમજી ચૂક્યાં હતાં કે કંઈક ખોટું થયું છે, મીરા અને ચાંદની માટે આ તેમના જીવન ની પ્રથમ દુખદ ઘટના હતી, જીવન-જીગર પિતા ના ગમમાં હતા, જીગર ની ભૂલ, સ્વજન નું મૃત્યુ, થોડી વાર પહેલા જાણેલું આધ્વીકા ના જીવન નું સત્ય બધા વિચારો જીજ્ઞાસાના મગજ માં આવ-જા કરી રહ્યા હતા, રાહુલ અને રયાન આધ્વીકા વિશે વિચારી રહ્યા હતા.

એકમાત્ર આધ્વીકા શાંત હતી, એ માત્ર જીગર વિશે વિચારી રહી હતી. ઘરના બધાજ લોકો દિવાનખંડ ની ઉત્તર દિશા માં બેઠા હતા, જીજ્ઞાસા દિવાનખંડ ની દક્ષિણ દિશામાં એકલી બેઠેલી હતી. આધ્વીકા ઊભી થઈ જીજ્ઞાસા જોડે ગઈ.

"જીજ્ઞા, કાલે અમાસ છે. કાલે મિતલની આત્મા ને મુક્તિ નઈ મળે તો આપણા પરિવાર ને કોઈ નઈ બચાવી શકે. હું જાણું છું કે આ સાચો સમય નથી, પણ જીગર વિશે બધાને જણાવવું જ પડશે." એણે બીજું કોઈ જ ન સાંભળે એમ ધીમે થી કીધું.
"આરાધના મામી સોનું? મામી સહન કરી શકશે એક જ દિવસ માં બબ્બે આઘાત?" જીજ્ઞાસા એ તેનો પક્ષ મૂક્યો.
"હું જીગર ના ભોગે આપણા આખા પરિવાર ની બલી નઈ ચડવા દઉ જીજ્ઞા, હવે એક જ માણસ આ સમસ્યા નો ઉકેલ લાવી શકે છે." આધ્વીકાના મક્કમતા થી બોલી.
"હા.... યૂ આર રાઈટ.... ચાલ એમને આપણી સમસ્યા જણાવીએ." જીજ્ઞાસા એ જવાબ આપ્યો.

***

રાહુલ અને રયાન રાઠોડ હાઉસમાં આવેલ બગીચામાં બેઠા હતા.
"હું જ્યારે ૮ વર્ષ નો હતો ત્યારે મને ખબર પડી હતી કે મારા પપ્પા ની એક બીજી પત્ની પણ છે અને એમનો એક દિકરો પણ છે. મને પપ્પાનો અફેર, મમ્મીની શોક્ય, ગેરકાનૂની સંબંધ કે અમારા સાથે પપ્પાએ કરેલ દગો કશું જ ન દેખાયું, મને શું દેખાયું? તું, મારો નાનો ભાઈ." રયાન આકાશ તરફ જોઈ ને બોલ્યો.

"હું જાણું છું ભાઈ કે તું મને ખુબ પ્રેમ કરે છે એટલો પ્રેમ કે તે ક્યારેય મને ઓરમાન ભાઈ માન્યો જ નથી, અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. તું મારો મોટો ભાઈ છે અને મિતલબેન મારી...." મિતલ નું નામ લેતાં જ રાહુલનું હૈયું ભરાઇ આવ્યું.

"હતી, એ મારી બેન હતી. ૬ મહીના પહેલા એક એકસીડન્ટ માં મારી આંખો ની સામે એ... એને બચાવતાં હું પણ એટલી હદે ઘાયલ થયો હતો કે હું કોમા માં જતો રહ્યો હતો." રયાન નો અવાજ ગજબનાક રીતે સ્વસ્થ હતો.

"ભાઈ તું ઠીક તો છે ને? તને શું થયું છે?" રાહુલ ને રયાનનો વર્તન થોડું અલગ લાગ્યું.
"અને પપ્પાએ શું કર્યું હતું યાદ છે? મિતલ અને હું ગાયબ થઈ ગયા છીએ એવી ખોટી ન્યૂઝ આપી દીધી, જેથી એમના બીઝનેસ ને ફાયદો થાય." રયાન નો અવાજ તરડાઇ ગયો.
"હું માત્ર એક જ સવાલ પુછવા માંગું છું કેમ?? મારી જીદંગીની એકમાત્ર ખુશી છીનવી લીધી મારા જોડે થી, કેમ??" રયાન એ રાહુલ ની આંખો માં જોઇને પુછ્યું.
"ભાઈ હું નહોતો જાણતો એ સમયે, હું તને બધું જણાવવા માંગતો હતો પણ હું ડરી ગયો હતો. તું ૬ મહીના પછી ઠીક થયો હતો, મને ડર લાગતો હતો કે હું સાચી વાત જણાવીશ તો હું તને ખોઈ દઈશ." રાહુલ બોલતા બોલતા રડી પડ્યો.

"એટલે તું જુઠું બોલ્યો? આધ્વીકા પણ તારી સાથે મળી ગઈ. કેમ? હું અહીં નહોતો એટલે? તમે બન્ને એ ભેગા મળી મારી પીઠ પાછળ એકબીજા સાથે સંબંધ સાચવ્યો અને મારી સામે મારી સાથે સંબંધ સાચવ્યો, સરસ." રયાન ગુસ્સા માં બોલ્યો.

"ભાઈ એવી કોઈ વાત જ નથી, જ્યારે આ બધું થયું હું તમારા અને આધ્વી વિશે નહોતો જાણતો." રાહુલ સમજાવટના પ્રયત્ન કરી રહ્યો હતો.
"આધ્વીકા..... આધ્વી કહેવાનો હક માત્ર મને છે અને એ મારી છે, માત્ર અને માત્ર મારી. તેને જોવાનો, પ્રેમ કરવાનો, હસાવવાનો અને તેને અડવાનો હક માત્ર મને છે." રયાન એક સાઇકો પ્રેમી ની જેમ વર્તન કરી રહ્યો હતો.
"અને તું આધ્વી થી દુર જ રહેજે, નઈ તો હું ભૂલી જઈશ કે તારો અને મારો બાપ એક જ છે." રયાન ઊભો ત્યાંથી નીકળી ગયો.

રાહુલ ભીની આંખે રયાનને જતાં જોઈ રહ્યો, તેના કાન માં સતત રયાનનું છેલ્લું વાક્ય ગુંજી રહ્યું હતું.

"તમારે રયાનની પાછળ જવું જોઈએ." જીજ્ઞાસા રાહુલથી થોડું અંતર રાખી તેની બાજુમાં બેસી ગઈ. રાહુલ એ જિજ્ઞાસા ને જોઈ તરત પોતાની ભીની આંખો લુંછી અને સ્વસ્થ થયો.

"સંબંધો માં જ્યારે તિરાડ પડે તો તરત જ તેને ભરી દેવી જોઈએ, નઈ તો એક નાનકડી તિરાડ મહામુલા સંબંધ ને તોડી નાખે છે. હું નથી જાણતી તમારી વચ્ચે શું થયું, પણ એટલી સલાહ જરૂર આપીશ કે પહેલ કરવા થી કોઈ નાનું નથી થતું." જીજ્ઞાસા એ પ્રેમ થી રાહુલને સમજાવ્યો.

"હા, તમે સાચા છો. હું મારા તરફ થી ત્યાં સુધી પ્રયત્ન કરીશ જ્યાં સુધી આ તિરાડ ભરાઇ ન જાય." રાહુલ એ આભારવશ કહ્યું.

"સરસ, યૂ નો સોનું ઘણી વાર કહે છે કે બધું ભૂલી કામ પહેલાં કરો, પણ વાત પરિવાર ની આવે તો બધું ભૂલી માત્ર પરિવાર સાથે રહો."

"વાત તો સરસ છે પણ સોનું કોણ છે?" રાહુલ એ પુછ્યું.
"આધ્વીકા.... એનું નામ સોનું છે જેને તમે અને જે તમને બહું જ પ્રેમ કરે છે." જીજ્ઞાસા એ ઘટસ્ફોટ કર્યો. રાહુલ એ આશ્ચર્યથી તેણી સામે જોયું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED