મધદરિયે - 26 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 26

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થાય છે,સાથે જ તે 'સ્થા'એવું બોર્ડ વાંચે છે.. આ તરફ બ્રિજેશભાઈ સાથે પરિમલ કપડાનો નવો બિઝનેસ શરૂ કરે છે.. આ તરફ અવનીને કોઈ કિડનેપ કરી લે છે.. હવે આગળ..

સુગંધાએ જોયું તો એ સૂરજનો ફોન હતો..પરિમલે ફોન ઉપાડ્યો..

"આપના કહ્યા મુજબ હું ચંકીની ગેંગમાં સામેલ થઈ ગયો છું..અહીં એક પળ પણ રહી શકાય એમ નથી..મને તો એમ થાય છે કે આ બધાને અહીં જ પૂરા કરી નાખું.આ ચંકીતો માણસના નામ પર કલંક છે. એને આસાનીથી પકડી શકાય એમ નથી.."સૂરજે કહ્યું..

સામેથી રડવાનો અવાજ આવતા સૂરજ થોડો ચિંતિત થયો..

સુગંધાએ ફોન લઈને વાત કરી..

"ચંકી વિશે કોઈ નવી માહિતી મળી છે?"

"હા માહિતી તો મળી છે, અને એ કહેવા જ મેં ફોન કર્યો છે,પણ પરિમલભાઈ કેમ રડે છે? કોઈ અજૂગતો બનાવ તો નથી બન્યો ને? "

સુગંધા સૂરજને વાત કરીને એને ચિંતામાં નાખવા નહોતી માંગતી,એણે બહાનુ બનાવી દીધું..

" ચંકીના લોકો લગભગ 35 જેટલી નવી છોકરીઓને આ દેહવ્યાપારમાં જોડવા માટે લાવ્યા છે.. એમને જે જગ્યા પર રાખી છે એ જગ્યા તો શોધવી પડે એમ છે,પણ હું ગમેતેમ કરી એ જગ્યા શોધી શકું એમ છું..એમાથી થોડીક છોકરીને તો એ ક્યાંક લાખો રૂપિયાનો વહીવટ કરી વેચી દેવાનો છે.."સૂરજે કહ્યું..

"હા એ છોકરીઓને આપણે ગમે તે ભોગે બચાવી લેવી પડે,પણ એની જગ્યા કોઈ સામાન્ય નહીં હોય..આપણે એના સુધી પહોંચતા ઘણો સમય વિતી જશે..ને કદાચ એ છોકરીઓ મળી જાય તો સૌથી પહેલા શંકાની સોય તમારા પર આવશે.. એક તરફ આપણું મિશન છે અને બીજી તરફ 35 છોકરીઓની જીંદગી.તમારે એ જગ્યા સુધી મને લઈ જવી પડશે.
મારે 35 છોકરી બચાવીને એના પૂણ્યનું ભાગીદાર બનવું છે.. જે આ વ્યવસાયમાં છે એને આપણે નથી બચાવી શક્યા પણ આ 35ને તો બચાવવી જ પડશે.."

"પણ એમ કરશું તો ચંકીને મારા પર તરત શંકા થશે અને આપણું મિશન અધુરૂ રહી જશે.ને એ છોકરીઓને શોધતા કેટલી બધી વાર લાગશે?? ત્યાં સુધી તો એણે જગ્યા પણ બદલી નાખી હશે..ચંકી બહુ શાતિર છે.."સૂરજે કહ્યું..

"મારા માટે મિશન કરતા પણ 35 છોકરીની જીંદગી વધુ કીમતી છે.. એમને બચાવવાનો કોઈ તો માર્ગ હશેને? "

"મેં ખાલી 'સ્થા' એટલું વાંચ્યું છે એ કઈ જગ્યા પર હશે!!ને 'સ્થા'ની આગળ કે પાછળ કયો અક્ષર હશે એ શું ખબર?? આવડા મોટા શહેરમાં આપણે ક્યાં શોધીશું એવી જગ્યા?? સૂરજે પોતાની મૂંઝવણ રજૂ કરી..

"ઓકે તો સાંજે 6:00 વાગ્યે બહાર જઈને કોલ કરજો ત્યાં સુધી અમે પણ વિચાર કરી લઈએ કે આવી કોઈ બિલ્ડીંગ છે કે નહીં."સુગંધા બોલી..

સુગંધાએ ફોન કટ કર્યો..

પ્રિયા બોલી"દી,એક વખત મને ચંકી પાસે જવા દે.. ભલે એ મને મારી નાખે,પણ હું અવનીને છોડાવવાના પ્રયાસ તો કરી જ શકું. મારા લીધે જ તો અવની કિડનેપ થઇ છે.."

"પાગલ ન બન.. તને ખબર છે ચંકી ક્યાં હશે?? તુ જઈશ તોય એ લોકો તને મારી નાખશે.. ખૂબ અવનીને તુ કેમ બચાવી શકીશ??"સુગંધા બોલી.

"પ્રિયાની વાતમાં દમ છે હો સુગંધા..ચંકી એના ઘરે તો નહીં જ લઈ ગયો હોય અવનીને. એ નક્કી એની કોઈ છૂપી જગ્યા પર હશે.. એ બધી જગ્યા વિશે તો પ્રિયાને ખ્યાલ હશે જ.."પરિમલ બોલ્યો..

"ના પરિમલ,ચંકી એટલો મૂર્ખ નથી..રાતોરાત એણે પોતાની તમામ જગ્યાઓ બદલી નાખી હશે.. એને ખબર જ છે પ્રિયા અને સુગંધા બેય બહેનો છે..ને અમિતને પકડ્યા પછી એ તારી સચ્ચાઈ પણ જાણી ગયો છે.. આપણું પહેલું કદમ આપણે વિચારીને માંડવું પડશે.."પરિમલના પિતા બોલ્યા..

ત્યાં પરિમલનો ફોન વાગ્યો..પરિમલે ફોન ઉપાડ્યો.

"હેલ્લો"
સામા છેડે કોઈ જવાબ ન આવ્યો..

"હેલ્લો.કોણ બોલે છે??"

"જરા સીઆઇડી સુગંધાને ફોન આપ.."સામેથી રૂક્ષતા ભર્યો અવાજ આવ્યો..

પરિમલ વાતને પામી ગયો..એણે સુગંધાને તરત જાણ કરી અને વાત કરવા કહ્યું..

"ચંકી,!!!! નામ તો સાંભળ્યું જ હશે..અરે ના તે તો મને સાવ નજીકથી જોયો છે.. પણ અફસોસ તુ ચંકીની પહોંચથી હજારો માઈલ દુર રહી.. ચંકી પાસે આજ સુધી કોઈ પહોંચી શકયું નથી,તુ તો મામૂલી પગારદાર છો.."

"ચંકી કામની વાત કર.. નાનકડી છોકરીને પકડીને તુ શું સાબિત કરવા માંગે છે?તારે કેટલા પૈસા જોઈએ છે એ બોલ..મારી અવનીને પાછી આપી દે.."

"અવની તો મારા હુકમનો એક્કો છે..મારે વધું કાંઈ નથી જોઈતું,પણ તુ મારી રખાતને ઉપાડી ગઈ છો એને પાછી મોકલ અને તુ પણ ક્યાં કમ છો પ્રિયાથી?? તુ પણ આવી જા,ને 25 લાખ રોકડા લાવવાનું ન ભુલીશ..અવની 5 દિવસ સલામત મળશે,પછી પંખીડું ઊડી જાય તો મને ન કહેતી..પોલીસમાં તુ જાણ નહી કરે એટલી સમજદાર છો..મારા માણસો તને લેવા આવશે, જો પોલીસ હશે તો અવની ગઈ કામ થી.."

"ના તુ કહીશ એમ જ થશે.. મારી અવનીને કશું ન થવું જોઈએ."ફોન કટ થયો..

"સુગંધા આ તે શું માંડી છે?? શું તને એમ લાગે છે કે પ્રિયા અને તુ બેય જશો તો અવનીને એ છોડી દેશે?? ના.એ તમને એકેયને છૂટવા નહીં દે. ચંકી હાથે કરી પોતાના પગ પર કુહાડી નહી મારે.. હા તમે બેય જશો તો સામેથી મુસીબત બોલાવશો.."પરિમલના પિતા બોલ્યાં.

"પપ્પા અત્યારે અાપણી પાસે હા પાડવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો જ નથી..મારી ના કહેવાથી અવની નહીં બચે,પણ હા પાડવાથી અવની સુધી પહોંચવાનો સમય જરૂર મળશે.ને મારા જવાથી કદાચ હું અવનીને છોડાવી પણ શકું. ઈશ્વર જરૂર આપણી મદદ કરશે..બધા સાથે મળીને ક્રિષ્નભગવાનને વિનંતી કરો કે મને આ ધર્મના યુદ્ધમાં મદદ કરે. અર્જુનનો સારથી બન્યો એમ મને પણ રાહ બતાવે.."

બધાએ પ્રભુને પ્રાર્થના કરી..મનને શાંતિ પણ મળી.અચાનક જાણે રાહ મળી ગઈ..પરિમલ બોલ્યો "સૂરજ કદાચ આ બાબતે જાણતો હશે!! હવે સૂરજના ફોનનો ઈંતઝાર કરવો પડશે.. જો 35 છોકરીમાં કદાચ આપણી અવની હોય તો આપણે રાતદિવસ એક કરીને પણ અવનીને શોધશું."

6:00 વાગવામાં હજુ ચાર કલાકની વાર હતી..સુગંધાએ પ્રિયા અને બીજી બધી બહેનોને બોલાવીને ચંકીના બધા અડ્ડા વીશે માહિતી આપવા કહ્યું..સાથોસાથ ચંકીના કોઈ ખાસ રહસ્ય જાણતા હોય તો એ પણ જણાવવા કહ્યું..

"પ્રિયા બોલી,ચંકીના પરિવારમાં કોણ છે એ વિશે કોઈ નથી જાણતું,પણ હા એટલું ચોક્કસ કહીશ, ચંકી ચાલે છે ત્યારે એનો જમણો પગ સહેજ અમથો લંઘાય છે.."

સુગંધાને અત્યારે તો બધેથી નિરાશા જ હાથ લાગતી હતી..હવે રાહ હતી સૂરજના ફોનની..

ત્યાં ઓફીસમાં બ્રિજેશભાઈ આવતા સુગંધા અને પરિમલને જવું પડ્યું.

"પરિમલભાઈ એક ખુશખબર છે!! બીગબજારમાં તમે જે કપડાં તૈયાર કરીને મોકલશો એમા કપડાં તૈયાર થતા જે ખર્ચ થાય એના ડબલ એ લોકો આપવા રાજી છે..મારે ફક્ત 10% નફો હશે તોય ચાલશે.. તમારે જેટલા સંચા જોઈએ એ હજુ પણ મંગાવી દઉં.. કાપડમાં પણ મીલ માલીક સાથે વાત કરી છે એ તમને 10% ઓછા ભાવે કાપડ આપશે.. બંનેએ આપણા નારીકેન્દ્રની વાત સાંભળી માનવતા બતાવી છે.."બ્રિજેશભાઈ બોલ્યાં..

"તમારા જેવા દાતા અને ઉદ્યોગપતિના સાથથી જ આ શક્ય હતું..તમારૂ નામ આજે પણ માનવતાવાદી લોકોમાં લેવાય છે.."

"પરિમલભાઈ દયા છે,બધાના આશિર્વાદ મને મળે છે એ મને સારા કાર્યો કરવા પ્રેરે છે.ખરેખર તો બધાના આશિર્વાદ જ મને ફળ્યા છે,નહીતર હું એક સામાન્ય માણસ હતો..તમે આ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી બહેનોને સામાન્ય પ્રવાહમાં ભેળવીને ઉત્તમ કામ કરી રહ્યા છો.. આ 10 લાખનો ચેક રાખો તમને મદદ મળી રહેશે..ચાલો હવે હું રજા લઉં."

"અરે બ્રિજેશભાઈ એ બહેનો સાથે ઘડીક મળી લો.. તમારા જેવા લોકોના પાવન પગલાં કાયમ ક્યાં અહીં હોય છે?બહેનો પણ તમને મળવા માંગે છે.."

"ના હજુ એ બહેનો નર્કભરી જિંદગીમાંથી હજુ બહારજ નીકળી છે.એમને થોડોક સમય આપો.. આવતા રવિવારે પાક્કું આવીશ અને મળવાની કોશિષ પણ કરીશ."

બ્રિજેશભાઈ ગયા એટલે પરીમલે કહ્યું"એક સમયે સામાન્ય જીંદગી જીવતા બ્રિજેશભાઈ અત્યારે સુખી છે તો એ એમની અથાગ મહેનત અને પ્રામાણિકતાના બળે..એમની પત્ની એમને છોડીને બીજા સાથે ભાગી ગઈ પછી બે વર્ષ સુધી એનો કોઈ પતો ન લાગ્યો..એ પણ દેહવ્યપાર સાથે જોડાઈ ગઈ હતી..છ મહીના સુધી બ્રિજેશભાઈ કોઈને પોતાનું મોં બતાવી શક્યા ન હતા..પણ પછી એમણે પોતાની મહેનતથી સફળતાની સીડી ચડવાનું શરૂ કરી દીધું..આજે શહેરના ટોપ ઉદ્યોગપતિમાં એમનું નામ છે."

"ચંકીની ગેંગ જ હશે આની પાછળ..એ એકવાર હાથમાં આવી જાય તો એને જીવતો નહીં છોડું..બ્રિજેશભાઈ જેવા કેટલાય લોકો દર્દભરી જીંદગી જીવવા મજબુર થયા હશે!!"સુગંધા બોલી..

6:00 વાગ્યે સૂરજનો ફોન આવતા સુગંધા બોલી" તમારા 'સ્થા'નું રહસ્ય ઉકેલાઈ જશે,પણ તમે ચંકીને મળ્યા ત્યારે ત્યાં કોઈ નાની છોકરી હતી?"

"હા એક બારેક વર્ષની છોકરી એણે કોથળામાંથી કાઢી હતી,પણ મેં એનું મોઢું નથી જોયું.પણ કેમ તમે આવું પૂછો છો??"સૂરજે કહ્યું..

સુગંધાએ બધી વાત કરી..એણે અવનીનો અવાજ સંભળાવ્યો..

"હા બેન આવો જ અવાજ હતો એનો..નક્કી એ અવની જ હશે.. એમણે બધી છોકરીઓ એક જ જગ્યા પર રાખી છે એટલી ખબર છે.."

"તો તમે અમિતને જરા પણ શંકા ન જાય એમ મને લોકેશન આપતા રહેજો હું અત્યારે જ અવનીને શોધવા નીકળું છું.."સુગંધા બોલી..

"ના બેન એકલા જવામાં જોખમ છે.. હું પણ આવું છું.."

"ના તમે ત્યાંથી નીકળી જશો તો ચંકી જાણી જશે અને અવનીને છોડાવી નહીં શકાય.. મારી સાથે રાણા સાહેબ અને મારા સસરા પણ હશે એટલે ચિંતા ન કરતા,. એક વખત અવનીને છોડાવી લઉં એટલે તમે અમારી સાથે મળી જજો..અત્યારે સ્થા ઉપર જેટલી બિલ્ડીંગ આવતી હોય ત્યાં અમે જઈએ છીએ..હું ફોટા મોકલતી રહીશ તમે મદદ કરજો."ફોન કટ થયો..

"પપ્પા 'સ્થા' ઉપર શું હોઈ શકે?"સુગંધા બોલી..

"સ્થા ઉપર સ્થાનિક,આસ્થા,સંસ્થા ઘણું બધું હોઈ શકે.."

"ના પપ્પા આસ્થા અથવા સંસ્થા એ બેમાંથી જ કંઈક હોય.. સંસ્થા હોય તો પણ સૂરજના કહેવા મુજબ એટલા શોખથી, મોટા અક્ષરે લખેલ ન હોય.. આસ્થા જ હોય..અત્યારે આપણે બધા અલગ અલગ વાહનમાં જઈએ અને આસ્થા કે સંસ્થા જે મળે એ જગ્યાનો ફોટો સૂરજને મોકલજો..બસ સૂરજ હા પાડે કે તરત છાપો મારવાનો છે,પણ ધ્યાન રહે એકલા કોઈ કામ ન કરતા.."

રાણા સાહેબ પણ આવી ગયા અને બધા નીકળી પડ્યા..સૂરજ જે જગ્યા પર હતો ત્યાંથી આગળ જ જવાનું હતું..મેઈન રોડ જ પકડવાનો હતો.. વારાફરતી બધા ફોટા સૂરજને મોકલતા હતા..એક ફોટો જોઈને સૂરજ બોલ્યો બસ આ એજ જગ્યા છે જે મેં જોઈ હતી.સુગંધાના કહેવા મુજબ આસ્થા નામ જ હતું..

થોડીવારમાં બધા ત્યાં આવી ગયા.હવે ખરાખરીનો ખેલ હતો..અંદર ખરેખર છોકરીઓ હશે કે બીજું કંઈ??અંદર હશે તો કેટલા માણસો હશે?? બધું જાણવું કઈ રીતે??

સુગંધા અને રાણા બંને પોતાની વર્દીમાં હોય ત્યારે કોઈથી ડરે એમ હતા જ નહીં..એમણે તરત એ તરફ ડગ ભર્યા..

શું થશે??

અંદર જતા કોઈને કશું થશે તો નહીં ને??

અવની મળી જશે??

ચંકી પકડાશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે