જંતર મંતર - 33 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 33

પ્રકરણ :- 33


જેની તેના પરિવાર સાથે ઘરે આવી જાય છે. જેની હવે બિલકુલ ઠીક હતી એટલે તે ફેરી ને ડિનર બનાવવામાં મદદ કરે છે. જેની ને ઠીક જોઇને હેરી અને ફેરી પણ હવે શાંતિ નો શ્વાસ લઈ રહ્યા હતા. જેની અને તેનો પરિવાર આજે બે વર્ષ પછી નિરાંતે ડિનર કરી રહ્યો હતો. અમથી બા આવે છે અને ફેરી તેમને ફોર્સ કરીને ડિનર કરવા માટે બેસાડી દે છે. બધા નિરાંતે એક સાથે ડિનર કરીને બેઠક રૂમમાં જઈને બેસે છે. ટીવી ઓન કરવામાં આવે છે અને એક જાદુગર નો શો ટીવી માં ચાલી રહ્યો હોય છે. જાદુ નો શો જોઇને જેની ને અહેસાસ થાય છે કે મને પણ જાદુ આવડે છે. જેની પોતાની આંખો બંધ કરી દે છે અને હાથ ઉપર કરે છે. થોડી જ વારમાં જેની ના હાથમાં મહાદેવની મૂર્તિ હોય છે. જેની ના હાથ માં મહાદેવની મૂર્તિ જોઈ જેની સાથે હેરી ફેરી અને અમથી બા પણ આશ્ચર્ય પામી જાય છે. જેની ને સમજમાં નોતું આવી રહ્યું કે આ થયું કઈ રીતે? જેની ની સાથે સાથે તેના પરિવારના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો સર્જાઈ રહ્યા હતા.

“ જેની તારા હાથમાં આ મહાદેવની મૂર્તિ કઈ રીતે આવી?” હેરી

“ ખબર નહિ પાપા પણ આ શો જોતા મને એવો અહેસાસ થયો કે મને પણ જાદુ આવડે છે. મે હાથ ઊંચો કરીને મારી આંખો બંધ કરી અને બીજા જ ક્ષણે મારા હાથમાં મહાદેવની મૂર્તિ હતી.” જેની

“ બેટા આવું કઈ રીતે શક્ય છે? કોઈક તારી સાથે મજાક તો નથી કરી રહ્યું ને!” અમથી બા

“ બા અહી આપડા સિવાય કોઈ નથી. જેની સાથે કોણ મજાક કરી શકે? જેની ના હાથમાં આ મૂર્તિ આવી કઈ રીતે? એ મોટો પ્રશ્ન છે.” ફેરી

“ જેની બેટા, મને ખૂબ તરસ લાગી છે. મારી માટે પેલો પાણી ભરેલો ગ્લાસ લાવી દેને!” હેરી

જેની ને મનોમન એવું થાય છે કે હું અહીં બેઠા બેઠા પેલો પાણી ભરેલો ગ્લાસ મારા હાથમાં લાવી શકું છું. જેની પોતાનો હાથ ગ્લાસ ની દિશામાં લંબાવે છે અને પોતાની આંખો બંધ કરી દે છે. આખો બંધ કરતાં જ જેની ના હાથમાં બીજા જ ક્ષણે પાણી ભરેલો ગ્લાસ હતો. જેની ની સાથે સાથે ત્યાં બેઠેલા તેના માતપિતા અને અમથી બા પણ ચોંકી જાય છે. જેની થોડા બીજા પણ પ્રયાસો કરે છે અને તે એમાં પણ સફળ પુરવાર થાય છે. જેની અને તેના પરિવાર ને હવે લાગવા લાગે છે કે જેની પણ જાદુ કરી શકે છે. પણ આ સમસ્યા ખૂબ મોટી હતી કેમકે હેરી અને ફેરી જેની નો પીછો આ જાદુ નામની બલાથી છોડાવવા માગતા હતા.

“ ફેરી જો યાર, આપડે આ જાદુ નામની બલાથી આપડી જેની નો પીછો છોડાવવા માગતા હતા પણ જાદુ તો આપડી જેની સાથે જ છે. આખરે ક્યારે છુટકારો મળશે મારી દીકરી જેની ને!” હેરી

“ હેરી આ બધું ક્યારે પૂરું થશે! આપડી જેની આમ છોકરી બનીને ક્યારે જીવી શકશે! હવે તો મહાદેવ જ જેની ને જાદુની દુનિયાથી અલગ કરી શકે છે. મહાદેવ પ્લીઝ અમારી જેની ને આ બધાથી દૂર રાખો, હું તમને બુંદી નો પ્રસાદ અર્પણ કરીશ! પ્લીઝ મારી જેની ના જીવનમાંથી આ જાદુ ને ક્યાંક દૂર કરી દો.” ફેરી

પોતાના માતાપિતા ને મુઝવણ માં જોઈ જેની થોડી વધારે ઉદાસ થઈ જાય છે. જેની પણ જાદુ નામની બલાથી પોતાનો પીછો છોડાવવા માગતી હતી. હવે મહાદેવ જ જેની ની મદદ કરી શકે એમ હતા. મહાદેવ જ હવે કંઇક રસ્તો બતાવશે, એ આશાથી જેની , હેરી અને ફેરી જઈને સૂઈ જાય છે. જેની સૂવાનો પ્રયાસ કરે છે પણ તેને નિંદર આવતી નથી. જેની ના નાજુક મનમાં જુલી , જેમ્સ , શીલ અને જીયા જ સતત ફર્યા કરતા હતા. જેની જેટલું એમના વિશે વિચારવા નોહતી માગતી એટલું વધારે જેની ને તેનું મન વિચારવા માટે મજબૂર કરી રહ્યું હતુ. જેની આ બધા વિચારો કરતાં કરતાં ગહેરી ઊંઘ માં ઊંધી જાય છે.

થોડા કલાકો પછી સવારની મીઠી પરોઢ ઉગી જાય છે. હેરી અને ફેરી જાગી ને જેની ને નિરાંતે સૂતી જોઈ રહ્યા હોય છે. ગયા બે વર્ષ માં જેની ક્યારેક જોરથી ચિખતી તો ક્યારે જોરજોરથી રડતાં જાગતી હતી. આજે જેની ને આમ નિરાંતે સૂતી જોઇને હેરી અને ફેરી ના જીવને પણ શાંતિ નસીબ થઈ ચૂકી હતી. ફેરી અને હેરી બંને જેની ના બંને ગાલ ઉપર ચુંબન કરીને રૂમ છોડી દે છે. જેની શાંતિ થી સૂઈ રહી હોય છે.

ફેરી પોતાની દીકરી જેની માટે આજે તેનો મનપસંદ નાસ્તો બનાવે છે. એટલી ઘડી જેની ઊઠીને તૈયાર થઈને બહાર આવે છે. તેના માતાપિતા ને શુભ સવાર વિશ કરી તેના દિવસની શરૂઆત કરે છે. જેની ના ચહેરા ઉપર તેના માતપિતા ખુશી જોઈ રહ્યા હતા. જેની અને તેનો પરિવાર નાસ્તો કરીને ઊભો જ થાય છે કે, એજ સમયે ભૈરવનાથ તાંત્રિક જેની ના ઘરે પોહચી જાય છે. જેની અને તેના માતાપિતા ની નજર ભૈરવનાથ ઉપર પડતાં જ તે લોકો ઊભા થઈ જાય છે અને ભૈરવનાથ તાંત્રિક ના આશીર્વાદ લેવા માટે તેમના પગમાં જુકી જાય છે.

“ ખુશ રહો બચ્ચા; અબ ઇસ બચ્ચી કી તબિયત ઠીક હૈ ના?” ભૈરવનાથ

“ હા બાબા, હું એકદમ હવે ઠીક છું. મારી બધી પીડાઓ તમારા લીધે દૂર થઈ ચૂકી છે. પણ બાબા….?” જેની

“ ક્યા હુઆ બચ્ચા? ક્યા કહેના હૈ તુમ્હે? તુમ મુજે નિઃસંકોચ બતા દો બચ્ચા. “ ભૈરવનાથ

“ બાબા હું જાદુ કરી શકું છું, બાબા મારે આ જાદુથી પીછો છોડાવવો છે. બાબા મારી મદદ કરો. હું આ રીતે નહિ જીવી શકું.” જેની

“ બચ્ચા તું ફીકર મત કર આજકે બાદ તું નોર્મલ લડકી હો જાયેગી. આજકે બાદ તેરા જુલી , શીલ યા જેમ્સ સે કૂચ લેના દેના નહિ હોગા. જેની બચ્ચા તું બસ અપને કમરે મે મત આના જબ તક મે ન કહું.” ભૈરવનાથ

ભૈરવનાથ ની વાત સાંભળી જેની નીચે જ રોકાઈ જાય છે. ભૈરવનાથ સાથે હેરી અને ફેરી જેનીના રૂમમાં જાય છે. ભૈરવનાથ તાંત્રિકની આવવાની ખબર પડતાં જ અમથી બા પણ જેનીના ઘરે આવી જાય છે. અમથી બા જેની ને પૂછે છે ત્યારે જેની ઉપરના રૂમ તરફ ઈશારો કરે છે. અમથી બા પણ ઉપર ના રૂમ તરફ જાય છે. ભૈરવનાથ જેની ના રૂમમાં ફરી રહ્યો હોય છે. ભૈરવનાથ જેની ના આખા રૂમને અભિમંત્રિત જળ વડે પવિત્ર કરવાની શરૂઆત કરી દે છે.

“ બચ્ચા જેની પે કાલા જાદુ હુઆ હૈ, તો કાલે જાદુકા સામાન ભી જેની કે રૂમમે હિ કહી પર છુપાયા હોંગા ઉસ દૃષ્ટ આત્માને! બચ્ચા આપ ઔર મે ઇસ પુરે કમરે મે ખોજતે હૈ, અગર કૂચ એસા મિલે તો મુજે બતાના ઉસે છુના મત.” ભૈરવનાથ

ભૈરવનાથની વાત સાંભળીને બધા જેની ના રૂમમાં કાળા જાદુના સામાનની શોધખોળ કરવામાં લાગી જાય છે. થોડા સમય સુધી શોધખોળ કરતાં ફેરી ને પેલી પોટલી મળે છે જે પેલા દિવસે ફેરી ને મળી હતી. ફેરી પોટલી જોતા જ ભૈરવનાથ ને બોલાવે છે, ભૈરવનાથ આવીને પહેલા તો આ કાળી અજીબ પોટલી ઉપર અભિમંત્રિત જળ છાંટી ને આ પોટલી હાથમાં લે છે.

“બચ્ચા યહ વહી કાલે જાદુ કા સામાન હૈ જો જીયા ને તેરે ઘર મે છીપાયા હોગા.“ ભૈરવનાથ

“ બાબા આ તો એજ પોટલી છે જે મારા હાથમાં આવી હતી થોડા દિવસ પહેલા! મે આ પોટલીને ખોલવાની ઘણી કોશિશ કરી હતી પણ ખુલી નહિ! પછી હું તો આ પોટલી ને ભૂલી જ ગઈ.” ફેરી

“ બચ્ચા ઈસમે કૂચ એસા ભી હો સકતા હૈ જો તુઝે અપને વશ મે કર દેતા. અચ્છા હુઆ કી બચ્ચા તેરે સે યહ પોટલી નહિ ખુલી.” ભૈરવનાથ
“ બાબા એવું તો શું હશે આ પોટલીમાં?” અમથી બા

“ બચ્ચા ઈસમે કૂચ એસા હોગા જો જેની પણ અપના કાળા જાદુ ઔરભી મજબૂર કર રહા હોગા. જેની યહ પોટલી દૂર હોતે હિ પહેલે જૈસે એક આમ લડકી હો જાયેગી.” ભૈરવનાથ

“ બાબા તમે હવે આ પોટલી નું શું કરશો? “ હેરી

“ બચ્ચા મે ઈસે પહલે ખોલ દુંગા. ઉસકે બાદ ઈસમે દેખુંગા કી કાલે જાદુ કે લિયે વહ દુષ્ટ બચ્ચી ને કિસ ચીઝ કા ઉપયોગ કિયા હૈ. ફિર મે ઇસ પોટલી કો જલા દુંગા.” ભૈરવનાથ

ભૈરવનાથ ની વાત સાંભળી તે બધા ચૂપ થઈ જાય છે. ભૈરવનાથ પહેલા તો કંકુ અને અભિમંત્રિત જળ થી એક મોટો ઘેરો બનાવી દે છે. ભૈરવનાથ તેમાં પોટલી મૂકી ને ખોલે છે, જેના લીધે જેની ઉપર આ છાયો કોઈ અસર ન કરે. ભૈરવનાથ ધીરે ધીરે પેલી પોટલી ખોલી રહ્યો હોય છે; ત્યાં ઉભેલા દરેકની ધડકન થોડી તેજ થઈ રહી હતી. ભૈરવનાથ એ પોટલી ખોલી અને જોયું તો ભૈરવનાથ ચોંકી ગયો. આ પોટલી ની અંદર કંઇક એવું હતું જે જેની ના પેલા પૂતળા નો એક હિસ્સો હતો. આ પોટલી ની અંદર જેની ના બાલ , કપડાં ના ટુકડા , જેની ના નખ , જેની નું લોહી અને બીજી પણ જેની ની ઘણી વસ્તુઓ હતી જેને જેની રોજ યુઝ કરતી હતી. ભૈરવનાથ ને પોટલીમાંથી કંઇક એવું પણ મળે છે જે સાબિત કરતું હતું કે જેની નું પૂતળું પણ બનાવવામાં આવ્યું છે. ભૈરવનાથ ને એ પોટલીમાંથી ચામાચીડિયા ના હાડકાં અને તેના શરીર ના અમુક ભાગો મળે છે જેને ખૂબ જ ખરાબ રીતે હાની પોહચાડેલી હતી.

“ ઘોર કલિયુગ હૈ બચ્ચા; ઉસ દુષ્ટ બચ્ચી ને તો અપની સારી હદે પાર કર દી હૈ. બચ્ચા ઉસ દુષ્ટ બચ્ચી ને જેની કા પુતલા બનાયા હુઆ હૈ જીસે વહ યુઝ કરકર જેની કો અપને કન્ટ્રોલ મે કર રહી થી. અબ બચ્ચા હમે જેની કે પૂતલે કો ખોજના પડેગા ફિર હમ જેની કી રૂહ કો ઉસ પૂતલે સે આઝાદ કરેગે, તભી જેની એક આમ લડકી બનકર ઇસ દુનિયા મેં ખુલી સાંસ લે પાયેગી. બચ્ચા પહલે હમ ઇસ ઘરમે ઉસ પૂતલેકો ખોજેગે, ફિર યહાં પર ના મિલે તો હમ ઉસ દુષ્ટ બચ્ચી કે ઘર પર જાકર હમ જેની કે પૂતલે કો ધુંઢેગે. કૂચ ભી હો જાયે આજ સામ હોનેસે પહલે હમે જેની કો ઈસ સબસે આઝાદ કરના હૈ. આપ લોગો કો હિંમત રખની હોગી ક્યુકી કૂચ ભી હો સકતા હૈ.“ ભૈરવનાથ

ક્રમશ……


આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary