આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 3 Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 3

આઠ વર્ષની ઉંમરે આલ્બર્ટનું "Luitpold Gymnasium School" માં એડમિશન કરવામાં આવ્યું. જે સ્કૂલ હવે "Albert Einstein Gymnasium School" તરીકે ઓળખાય છે.

આલ્બર્ટને સ્કૂલ જવું સારું નહોતું લાગતું, તેને લાગતું હતું કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી પણ સેનાનાં સિપાહીઓ જેવી જ હોય છે, કોઈ આઝાદી નહિ. તેને સવાલ કરવું અને વિચારવું પસંદ હતું. કોઈ વિચાર કે બુકમાં લખેલી કોઈ વાત વગર કઈ વિચારે માની લેવી આલ્બર્ટને બિલકુલ પસંદ નહોતું. તેનું માનવું હતું કે પહેલા આપણે કોઈપણ ચીજને સારી રીતે સમજી લેવી જોઈએ, ત્યારબાદ તેનો વિશ્વાસ કરવો જોઈએ.

તે જ્યારે પણ પોતાના સવાલો સ્કૂલમાં ટીચરોને પૂછતો તો તેના ટીચરો ઘણીવાર તેનાં સવાલોનાં જવાબ નહોતા આપી શકતા અને તેઓને આલ્બર્ટ પર ગુસ્સો આવતો હતો, બદલામાં આલ્બર્ટને સજા મળતી હતી. ટીચરોને લાગતું હતું કે આ છોકરો બસ ફાલતુનાં સવાલો કર્યા કરે છે. તેઓ આલ્બર્ટને જીનિયસ અથવા તો ટેલેન્ટેડ વિદ્યાર્થી બિલકુલ નહોતા માનતા, તેઓને લાગતું હતું કે આલ્બર્ટ પોતાની જિંદગીમાં કઈ નહિ મેળવી શકે પરંતુ આલ્બર્ટનું રિઝલ્ટ સારું આવતું હતું.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની કહાની હવે સાલ ૧૮૮૮ થી ૧૮૯૩ વચ્ચેની છે. આઈન્સ્ટાઈન પરિવાર યહૂદી હતો. યહૂદી હોવું પણ તેમની માટે ઘણીબધી સમસ્યા લઈને આવ્યું હતું કારણ કે જર્મનીમાં વધારે પડતા ઈસાઈઓ હતા અને યહૂદીઓની સંખ્યા ઘણી ઓછી હતી. આલ્બર્ટ ધાર્મિક ચોપડીઓ વાંચતો હતો, તેણે બાઇબલ વાંચી, ધર્મને સમજવાની કોશિશ કરી. પરંતુ ધીરે ધીરે તેને એ વાત પણ સમજમાં આવવા માંડી કે કોઈપણ ધર્મ મનુષ્યને કંઈપણ ખોટું નથી શીખવાડતો, પણ મનુષ્ય ઘણીવાર પોતાનાં અંગત ફાયદા માટે ધર્મને તોડી મરોડીને ઇસ્તેમાલ કરે છે અને આ જ વાત તેને સારી નહોતી લાગતી. યહૂદી હોવાનાં કારણે આલ્બર્ટને સ્કૂલમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડતો હતો, અન્ય વિદ્યાર્થીઓ તેનો મજાક ઉડાવતા હતા અને તેને હેરાન કરતા હતા કેમ કે ત્યાં ઈસાઈ વિદ્યાર્થીઓ વધારે હતા. આ પણ.એક કારણ હતું જેનાં લીધે આલ્બર્ટને સ્કૂલ જવું પસંદ નહોતું.

હું એ ટાઇમની વાત કરું છું જ્યારે આઈન્સ્ટાઈન મોટાં થઈ રહ્યા હતા. ચારો તરફ આ પ્રકારનાં વાતાવરણની તેના પર ખૂબ ખરાબ અસર થઈ રહી હતી અને તે ચુપચાપ અને એકલો રહેવા લાગ્યો હતો. આ વર્ષોમાં તેનો એક દોસ્ત બન્યો "મેક્સ ટેલમે (Max Talmey)" તે પણ એક યહૂદી હતો અને આલ્બર્ટથી ઉંમરમાં થોડો મોટો હતો. તે આલ્બર્ટને ઘરે ટ્યુશન આપવા આવતો હતો. મેક્સ ટેલમે Madical Science એટલે કે ચિકિત્સા વિજ્ઞાનનો સ્ટુડન્ટ હતો અને તે આલ્બર્ટને પણ ઘણી ચોપડીઓ વાંચવા માટે આપતો હતો.

આલ્બર્ટ પોતાના દોસ્ત અને ટ્યુટર મેક્સ ટેલમેને Science અને Philosophy વિશે સવાલ કરતો. આલ્બર્ટને બાળપણથી જ Mathes અને Physics માં રસ હતો. એના સવાલો પણ એવા હોતા કે એના જવાબ ફક્ત Maths અને Physics માંથી જ મળી શકતા. "બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે" આ વિશે એ સમયે વધુ પડતી જાણકારી ઉપલબ્ધ નહોતી અને બ્રહ્માંડ સાથે જોડાયેલા ઘણીબધા સવાલોને કારણે જ આલ્બર્ટને Physics અને Mathes માં વધુ રસ પેદા થયો. પોતાની ઉંમરના બાળકો કરતા તેઓ આ વિષયનું વધારે જ્ઞાન ધરાવતા હતા.

મેકસે ટેલમેએ કહ્યું હતું કે જ્યારે તેમણે ૧૨ વર્ષનાં આલ્બર્ટને Geometry ની બુક આપી તો તેણે એ બૂકને એક જ ગરમીની રજાઓમાં સંપૂર્ણ વાંચી લીધી. તે જ રજાઓમાં તેણે Geometry અને Algebra (ભૂમિતિ અને બીજગણિત) પણ શીખી લીધું. ૧૨ વર્ષનાં આલ્બર્ટએ પોતે જ Pythagorean Theorem (પાયથાગોરીયન પ્રમેય) નાં મૂળ પ્રમાણની શોધ કરી. મેક્સ ટેલમેએ કહ્યું હતું કે "આલ્બર્ટ ખૂબજ ઝડપથી Higher Mathematics ભણવા અને સમજવા લાગ્યો હતો અને થોડાજ સમયમાં તે મારાથી પણ આગળ નીકળી ગયો હતો".... આગળની સ્ટોરી ભાગ ૪માંરેટ કરો અને રિવ્યુ આપો

Vipul

Vipul 2 વર્ષ પહેલા

S J

S J 2 વર્ષ પહેલા

Aryan Dudhagara

Aryan Dudhagara 2 વર્ષ પહેલા

Hetal Togadiya

Hetal Togadiya 2 વર્ષ પહેલા

Abhishek Dafda

Abhishek Dafda માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા