આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 1 Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 1

હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ના કહ્યું, જેમણે મારી સહાયતા ના કરી અને એવા લોકોને લીધે મેં મારા બધા કામ જાતે કર્યા. આ કહેવું હતું એક સાયન્ટિસ્ટનું... અને આ વાત છે એ જ જીનિયસ સાયન્ટીસ્ટની.... આલ્બર્ટ આઈન્સ્ટાઈન.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતાના ટાઈમનાં ખૂબ જ પ્રતિભાશાળી એટલે કે જીનિયસ વ્યક્તિ હતા. એક એવો માણસ કે જેણે મેથ્સ અને સાયન્સમાં એવું યોગદાન આપ્યું કે જે આજસુધી થોડાં મુઠ્ઠીભર સાયન્ટીસ્ટ જ આપી શક્યા છે.

બુદ્ધિજીવી લોકો માને છે કે આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ. એક ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પહેલાની દુનિયા અને બીજો ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પછીની દુનિયા, અને આવું માનવા પાછળનું કારણ છે. આઈન્સ્ટાઈને દુનિયાને ત્રણ અક્ષરવાળો એક ફોર્મ્યુલા આપ્યો E=mc2, અને આ ફોર્મ્યુલાએ સાઇન્સને બદલી દીધું, સાયન્ટીસ્ટોની સોચને બદલી દીધી, આ જ ફોર્મ્યુલાને લીધે આપણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને જાણીએ છીએ.

તેમણે સાયન્સનાં ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન આપ્યું તેથી તેમને સન ૧૯૨૧માં તેમને નોબલ પુરસ્કાર મળ્યું. તેમણે ૩૦૦થી વધારે વૈજ્ઞાનિક શોધપત્રોને પ્રકાશિત કરાવ્યા. સન ૧૯૯૯માં ટાઈમ મેગેઝીને વીસમી શતાબ્દીનાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટ બનાવી, જેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને શતાબ્દી મહાપુરુષ (Person of the century) ઘોષિત કરવામાં આવ્યા.

લગભગ ૧૫૦ વર્ષ પહેલાં જ્યારે ઇલેક્ટ્રીકસીટી નહોતી અને જર્મનનાં શહેરો પર સૂરજ ડૂબ્યા પછી અંધકારનો રાજ છવાઈ જતો અને તે શહેરો રાત્રે ખૂબ જ ખતરનાક બની જતા હતા. રાત્રે ચોરી લૂંટફાટની ભરમાર હતી. પછી થોમસ આલ્વા એડિસનનાં Dc કરંટે જર્મનીનાં શહેરોને થોડીક રોશની આપી.

જર્મનીનાં એક નાનકડું એવું શહેર હતું... નામ હતું "ઉલ્મ". આ ઉલ્મ શહેરમાં રહેતા હતા હરમન અને પોંઉલીન આઈન્સ્ટાઈન (Hermann & Pouline Einstine). હરમન આઈન્સ્ટાઈન એક સેલ્સમેન અને એન્જીનીયર હતા અને તેઓ લોકોને ઇલેક્ટ્રીકસીટીનાં ઉપકરણો સપ્લાય કરતા હતા.

૧૪ માર્ચ ૧૮૭૯... એક ખુશીથી ભરેલો દિવસ હતો હરમન અને પોઉલીન આઈન્સ્ટાઈન માટે, તેઓનાં ઘરે તે દિવસે એક દીકરાએ જન્મ લીધો અને નામ રાખ્યું "આલ્બર્ટ". આલ્બર્ટનું માથું તેના શરીરની સરખામણીમાં મોટું હતું અને બરાબર આકારમાં નહોતું. હરમન અને પોઉલીનને ડર હતો કે ક્યાંક કોઈ પ્રોબ્લેમ તો નથી. જ્યારે આલ્બર્ટની દાદી એટલે કે હરમનની માંએ જ્યારે આલ્બર્ટને પહેલી વાર જોયો ત્યારે તેમણે પણ એમજ કહ્યું કે તેનું માથું જરૂરત કરતા વધારે મોટું છે. પરંતુ થોડા દિવસો પછી આલ્બર્ટનું માથું ધીરે ધીરે સામાન્ય આકારમાં આવવા માંડ્યું.

હરમન અને પોઉલીન બન્ને પોતાના દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા. આલ્બર્ટ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. જેમ જેમ આલ્બર્ટ મોટો થતો ગયો તેમ હરમન અને પોઉલીનને નવી ચિંતા સતાવા લાગી. આલ્બર્ટ કશું જ બોલતો નહોતો, પણ હરમન અને પોઉલીનને વિશ્વાસ હતો તે એક દિવસ જરૂર બોલશે. તેઓને સાથે સાથે એ ચિંતા પણ હતી કે ક્યાંક તેઓનો બાળક મંદબુદ્ધિનો તો નથી.

સન ૧૮૮૦... આલ્બર્ટ હવે એક વર્ષનો થઈ ચૂક્યો હતો અને તેણે થોડું થોડું બોલવાનું પણ શરૂ કર્યું હતું. ઘણા લોકોનું કહેવું છે કે તેણે ચાર વર્ષનાં થયા બાદ બોલવાનું શરૂ કર્યું હતું અને તેણે જે પહેલા શબ્દો બોલ્યા હતા તે શબ્દ હતા "The Soup is too Hot (સૂપ બોવ ગરમ છે)". જ્યારે હરમન અને પોઉલીને તેને પૂછ્યું કે... તું પહેલા કેમ ના બોલ્યો. તો આલ્બર્ટએ કહ્યું... અત્યાર સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું.

પ્રોબ્લેમ એ હતી કે તેઓ Language એટલે કે ભાષાને જલ્દીથી પકડી નહોતા શકતા. જેવું કે બીજા બાળકો જન્મની પછી કરે છે. આ પ્રોબ્લેમ તેને નવ વર્ષ સુધી રહી. તે એક જ વાક્ય વારેવારે બોલ્યા કરતો કે જ્યાં સુધી તે સરખું વાક્ય ના બોલી લેય. એ જ વર્ષે એટલે કે સન ૧૮૮૦માં હરમન અને પોઉલીન ૧૬૦ કિલોમીટર દૂર Munich માં રહેવા લાગ્યા........ વધુ આવતા અંકે