Albert Einstein - 7 books and stories free download online pdf in Gujarati

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 7

તે સમયે કેટલાંક વૈજ્ઞાનિકો લાઇટની સ્પીડ માપવા પર કામ કરી રહ્યા હતા પરંતુ તેઓને સફળતા નહોતી મળી રહી આલ્બર્ટે બતાવ્યું કે તેઓ કેમ સફળ નથી થઈ રહ્યા.... તેમણે બતાવ્યું કે વાસ્તવમાં લાઇટની સ્પીડ એક જેવી રહે છે અને દુનિયાની બીજી ચીજો તેની સાપેક્ષ એટલે કે તુલનાત્મક હોય છે. આનો મતલબ શું છે...

આનો મતલબ હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. માનો કે તમે એક રેલવે પ્લેટફોર્મ પર ઉભા છો અને એક ટ્રેન સો કિલોમીટરની સ્પીડે તમારી પાસેથી પસાર થાય છે. તમે કહેશો કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. પરંતુ એક ટ્રેન જેની સ્પીડ ૧૩૦ કિલોમીટર છે અને તમે એ ટ્રેનમાં બેઠા છો અને ત્યારે બાજુમાંથી આ સો કિલોમીટર વાળી ટ્રેન પસાર થાય છે ત્યારે તમે શું કહેશો.... તમે કહેશો કે તે ટ્રેનની સ્પીડ ઓછી છે. આ જ થિયરી હતી આલ્બર્ટ આઈન્સ્ટાઈનની. જેને Theory of Relativity (સાપેક્ષતાનો સિદ્ધાંત) કહેવામાં આવ્યો અને આ જ થિયરીને કારણે જ તેમને એક મહાન સાયન્ટીસ્ટ માનવામાં આવ્યા.

આ થિયરી બસ આટલી જ નથી. આમાં ઘણુંબધું છુપાયેલું છે. જેણે વિજ્ઞાન માટે ઘણાબધા નવા દરવાજા ખોલી નાખ્યા હતા. સર આઇઝેક ન્યુટન એક મહાન વૈજ્ઞાનિક હતા. તેઓએ કહ્યું હતું કે સમય હમેશા એક જેવો રહે છે. જ્યારે આઈન્સ્ટાઈને કહ્યું કે સમય પણ બીજી વસ્તુઓનો સાપેક્ષ છે. તેમનાં આ સિદ્ધાંતે સમય, ગતિ અને અંતરિક્ષ અને ગુરુત્વાકર્ષણથી જોડાયેલા નવા વિચારો આપ્યા. જેનાથી વૈજ્ઞાનિકોની સોચ જ બદલાઈ ગઈ. આ સિદ્ધાંત પર જ બન્યું આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું E=mc2 (E= Mc square) તેમનો ફેમસ ફોર્મ્યુલો અને આ જ ફોર્મ્યુલાની મદદથી એટોમિક એટલે કે પરમાણુ બૉમ્બ બનાવી શકાયો.

આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે લાઈટને આપણે નાના નાના બિંદુઓની એક ધારા કહી શકીએ છીએ. આના કારણે જ Electric Eye (વિદ્યુત નેત્ર) નો પાયો નખાયો અને આને કારણે જ ટેલિવિઝન, ધ્વનિ ચલચિત્ર (ટોકી) અને બીજા રિસર્ચ વર્ક વૈજ્ઞાનિકોએ પુરા કર્યા હતા.

૧૯૦૮ સુધીમાં તેઓ ખૂબ જ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બની ચુક્યા હતા અને તેમને University of Bern માં એક લેક્ચરર તરીકે નિયુક્ત કરી લેવામાં આવ્યા હતા. આઈન્સ્ટાઈન બર્નમાં ૧૯૦૯ સુધી રહ્યા. ૧૯૦૯ માં આઈન્સ્ટાઈન Zurich ચાલ્યા ગયા. જ્યાં તેઓને University of Zurich માં પ્રોફેસરની જોબ મળી. સન.૧૯૧૦માં તેમનો બીજો પુત્ર થયો Eduard Einstein (એડવર્ડ આઈન્સ્ટાઈન).

સન.૧૯૧૧ માં આલ્બર્ટ Prague (Capital of Czech Republic) જતા રહ્યા. જ્યાં તેમણે Charles Ferdinand University માં નોકરી કરી. એક વર્ષ પછી જુલાઈ ૧૯૧૨ માં તેઓ ફરી નોકરી કરવા Zurich જતા રહ્યા. બે વર્ષ રહ્યા બાદ તેઓ પોતાની પત્ની સાથે Berlin (Capital of Germany) જતા રહ્યા.

આઈન્સ્ટાઈનનાં વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનાં કારણે અને થોડાં અન્ય કારણોને લીધે તેમનો અને તેમની પત્ની સાથે મતભેદ થઈ ગયો અને તેઓ ૧૯૧૪ માં જ એકબીજાથી અલગ થઈ ગયા. આઈન્સ્ટાઈનની પત્ની Maric પોતાનાં બન્ને પુત્રોને લઈને અલગ થઈ ગઈ અને પાંચ વર્ષ બાદ ૧૯૧૯ માં બન્નેનો ડિવોર્સ થઈ ગયો. ડિવોર્સ પછી આઈન્સ્ટાઈને બીજા લગ્ન કર્યા Elsa (એલ્સા) સાથે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન Elsa નાં Cousin હતા.

વાત હવે આવે છે ૧૯૨૧ ની. હવે આલ્બર્ટ બેત્તાલીસ વર્ષનાં થઈ ચૂક્યા હતા. 2, April 1921 નાં રોજ આઈન્સ્ટાઈને પહેલી વાર અમેરિકામાં ન્યૂયોર્ક સિટીમાં પગ મૂક્યો. ત્યાં તેમને Columbia University અને Princeton University માં લેક્ચર આપવા માટે બોલવામાં આવ્યા હતા. સન.૧૯૨૧ માં ફિઝિક્સમાં તેમને નોબલ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર તેમને મળ્યો હતો તેમની Theoretical Physics (થિયરીકલ ફિજીક્સ) માટે અને ખાસ કરીને Photoelectric Effect (પ્રકાશ વિદ્યુત પ્રભાવ) ની શોધ માટે. આઈન્સ્ટાઈન આ પુરસ્કાર પોતાની પૂર્વ પત્ની Maric ને આપી દીધો જેથી કરીને તેમના બન્ને પુત્રોની ઉછેર સારી રીતે થઈ શકે.

ડિસેમ્બર ૧૯૩૦ માં આઈન્સ્ટાઈને બીજીવાર અમેરિકામાં પગ મૂક્યો હતો. California Institute of Technology (કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માં એક રિસર્ચર તરીકે કામ કરવા માટે. સન.૧૯૩૩ જર્મનીમાં હિટલર ખૂબ તાકતવર થઈ ચૂક્યો હતો.... આગળના ભાગમાં જુુુઓ... કેેેમ આઈન્સ્ટાઈનને હિટલરના ડરથી જર્મની છોડી ભાગવું પડ્યું

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED