Albert Einstein - 2 books and stories free download online pdf in Gujarati

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 2

એ જ વર્ષે એટલે કે સન.૧૮૮૦માં હરમન અને પાઉલીન ૧૬૦ કિલોમીટર દૂર Munich રહેવા ચાલ્યા ગયા. Munich માં આલ્બર્ટનાં પિતા અને કાકા જેકોબે એક કંપની બનાવી કે જે થોમસ આલ્વા એડિસનનાં DC કરંટ માટે Electric equipment બનાવતા હતી.

આગળની કહાની સન ૧૮૮૧ થી ૧૮૮૫ વચ્ચેની છે. આલ્બર્ટ બે વર્ષનો થયો અને ત્યારે તેની બહેનનો જન્મ થયો. હરમન અને પોંઉલીને તેનું નામ "માજા" રાખ્યું. પોતાની એક નાની બહેન મેળવીને આલ્બર્ટ ખૂબ ખુશ થયો. આલ્બર્ટ બીજા બાળકો સાથે હળતો મળતો પણ નહોતો, તેઓની સાથે રમતો પણ નહોતો અને બિલકુલ શાંત બેસી રહેતો. તેને રમવું કુદવું સારું નહોતું લાગતું, તેને આઝાદી ખૂબ પસંદ હતી અને તે દરેક જગ્યાએ શાંતિ ચાહતો હતો.

આલ્બર્ટ નાનો હતો ત્યારે તેના પિતાને કહેતો હતો કે... તે મોટો થઈને સેનામાં સૈનિક નઈ બને. જ્યારે તે રોડ પર સૈનિકોને પરેડ કરતો જોતો ત્યારે તેને ખૂબ દુઃખ થતું હતું, તેને લાગતું હતું કે સેનાનાં સૈનિકોને આઝાદીથી ફરવાની છૂટ નહોતી અને તેઓની જિંદગી એક મશીન જેવી હતી. યુદ્ધમાં ઘણાં સૈનિકો મરતા હતા અને હિંસાથી તેને ખૂબ નફરત હતી.

આલ્બર્ટ હંમેશા એકલો રમતો અથવા તો તેની બહેન સાથે જ રમતો. તેની રમત પણ એવા પ્રકારની હોતી કે તેમાંથી તેને કઈ શીખવા મળે. તેને ફરવાનું ખૂબ પસંદ હતું અને પ્રકૃતિથી ખૂબ લગાવ હતો. નદીને, પહાડને અને આકાશને જોઈને તેને મનમાં ઘણા સવાલો થતા. બ્રહ્માંડના રહસ્યોને સમજવા માટે તેના મનમાં ઘણી જિજ્ઞાસા હતી.

ધીરે ધીરે ઘણાબધા સવાલોને મનમાં લઈ આલ્બર્ટ હવે પાંચ વર્ષનો થઈ ચૂક્યો હતો અને હવે તે ઠીકઠાક બોલવા પણ લાગ્યો હતો. તેનાં જન્મદિવસે તેના પિતાએ તેને એક ચુંબકીય દિશાસૂચક યંત્ર (Magnatic compass) ભેંટમાં આપ્યું હતું. આલ્બર્ટ આ યંત્ર મેળવી ખૂબ ખુશ હતો, તે આખો દિવસ આ યંત્ર જોયા કરતો હતો અને વિચારતો કે આનો એક કાંટો હંમેશા ઉત્તર દિશા તરફ જ કેમ રહે છે. તે વિચારતો કે આ યંત્રમાં એવું તો કંઈક છે જે આના કાંટાઓ હલાવે છે પણ તે મને દેખાતું નથી. આવા તો અનેક સવાલો તેના મનમાં રમ્યા કરતા હતા.

વાત હવે ૧૮૮૫ થી ૧૮૮૮ વચ્ચેની છે. આલ્બર્ટનાં પાંચ વર્ષ પુરા કર્યા બાદ તેનું એડમિશન Munich નાં કેથલિક પ્રાઇમરી સ્કૂલમાં કરવામાં આવ્યું. તેની માં પોઉંલીનને મ્યુઝિક ખૂબ પસંદ હતું અને તે પિયાનો ખૂબ સારો વગાડતી હતી. પોઉલીન ચાહતી હતી કે આલ્બર્ટ પણ પિયાનો શીખે. તેમનું માનવું હતું કે મ્યુઝિકથી જિંદગીમાં સુખ અને શાંતિ આવે છે અને માણસનો તણાવ દૂર થાય છે. આ જ વિચારીને તેમણે આલ્બર્ટને વાયોલિન શીખવવાનું ચાલુ કર્યું.

સ્કૂલમાં પણ મ્યુઝિક ટીચર આલ્બર્ટને વાયોલિન શીખવતા હતા. આલ્બર્ટ જ્યારે મ્યુઝિક શીખી રહ્યો હતો ત્યારે તેને વાયોલિન વગાડવું બિલકુલ પસંદ નહોતું કારણ કે તેને કોઈ વસ્તુ વારેવારે કરવી પસંદ નહોતી. શુરુઆતમાં તો તેને વાયોલિન વગાડવું બિલકુલ પસંદ નહોતું અને એકવાર તો તેણે મ્યુઝિક ટીચર પર ખુરશી ફેંકી દીધી હતી પરંતુ પછી તેને ધીરે ધીરે મ્યુઝિક સારું લાગવા લાગ્યું હતું. છેવટે આલ્બર્ટ વાયોલિન વગાડતા શીખી ગયો હતો અને ત્યારબાદ તેને મ્યુઝિકથી એવો લગાવ થઈ ગયો કે જે તેને આજીવન સુધી રહ્યો. આલ્બર્ટે પોતાનાં વાયોલિનનું નામ રાખ્યું હતું "લીના". જ્યારે આલ્બર્ટને મ્યુઝિકથી લગાવ થઈ ગયો ત્યારે તેણે ઘણાં ગીતો પણ લખ્યા અને પોતે ગાયા પણ હતા.

મિત્રો, જ્યારે હું તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની વાત કરી રહ્યો છું તો સ્કૂલ અને ભણતર તો વાત તો મુખ્ય રીતે આવવી જ જોઈએ. આઠ વર્ષની ઉંમરમાં "Luitpold Gymnasium School" માં તેનું એડમિશન કરાવામાં આવ્યું....

આગળનાં અંકમાં જોઈશું આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાન્ય બાળકથી જીનિયસ બનવા સુધીની સફર....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED