આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 6 Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 6

આલ્બર્ટને પ્રેમ થયો હતો મેરી વિન્ટેલર સાથે. જે તેમનાથી એક વર્ષ મોટી હતી. તે Olsberg, Switzerland (ઓલ્સબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ) જતી રહી... એક ટીચર બનીને.

તે સમયે જે સાયન્ટીસ્ટ હતા તેઓ એ માનતા હતા કે Spece એટલે કે અંતરિક્ષમાં એક દ્રવ્ય ફેલાયેલું છે જેને કહેવાય છે Ether (ઇથર) પણ તે વૈજ્ઞાનિકો આને સાબિત ન કરી શક્યા... અને આલ્બર્ટ પણ આ વાતને નહોતા માનતા.

સાલ.૧૯૦૦માં આલ્બર્ટે જ્યારે તેઓ એકવીસ વર્ષનાં હતા Fedral Polytechnic Teaching Diploma (ફેડરલ પોલીટેક્નિક ટીચિંગ ડિપ્લોમા) પાસ કર્યું. ડિપ્લોમા કર્યા બાદ આલ્બર્ટને લાગ્યું કે હવે તેઓ પણ સ્ટુડન્ટસને ભણાવી શકે છે. તેઓ ભણાવા માંગતા હતા પણ બીજા શિક્ષકોની જેમ ભણાવા નહોતા માંગતા. પણ તેઓ જેઓ ઇચ્છતા હતા તેવું થયું નહિ. તેઓ જ્યાં પણ જતા ત્યાંના કોલેજનાં ટીચર્સ આલ્બર્ટનાં Deep Knowledge (ઊંડાણપૂર્વકનું જ્ઞાન) ને કારણે ડરી જતા હતા અને આ કારણે આલ્બર્ટને ક્યાંય પણ ટીચરની નોકરી ન મળી. તેઓ એક વર્ષ સુધી ટીચરની નોકરીની શોધમાં આમતેમ ભટકતા રહ્યા પણ તેઓને ક્યાંય નોકરી ન મળી.

આલ્બર્ટ એ દિવસોમાં ખૂબ જ હતાશ થઈ ગયા પરંતુ એ વચ્ચે સાલ.૧૯૦૧ માં આલ્બર્ટને swiss (સ્વિટ્ઝર્લેન્ડ) ની સિટીઝનશીપ મળી ગઈ. ત્યારબાદ સાલ. ૧૯૦૨ માં જ્યારે તેઓ ત્રેવીસ વર્ષનાં હતા સ્વિટ્ઝર્લેન્ડની કેપિટલ ફર્મમાં Swiss Fedrel Institute of Intellectual Property એટલે કે સ્વિસ પેટન્ટ ઓફિસમાં Assistant Examiner Leval 3 ની નોકરી મળી ગઈ. આ નોકરી કરતા આલ્બર્ટને પોતાના રિસર્ચ પેપર પર કામ કરવાનો અને તેને પબ્લિશ કરવાનો ઘણો સમય મળી ગયો. આ જોબ તેમની માટે ઘણી સારી હતી કારણ કે ઓફિસમાં તેમને ફક્ત થોડાં કલકોનું જ કામ રહેતું હતું અને તેઓ પોતાનો બાકી સમય લખવામાં અને રિસર્ચ કરવામાં લગાવી શકતા હતા. તેઓ પેટન્ટ ઓફિસમાં કામ કરતા હતા એટલા માટે ત્યાં આવવાવાળી ઘણી પેટન્ટની અરજીને સારી રીતે વાંચતા હતા. પેટન્ટ ઓફિસમાં પણ આલ્બર્ટનું કામ સારું હતું તેથી તેઓ ત્યાં Permanent (કાયમી) થઈ ગયા.

હવે વાત આવે છે સાલ. ૧૯૦૨ થી ૧૯૦૫ વચ્ચેની. પેટન્ટ ઓફિસમાં કામ કરતા આલ્બર્ટને Doctorate (ડૉક્ટરેટ) ની ડીગ્રી મેળવવા સખત મહેનત કરવાનું ચાલુ કર્યું. ૩૦ એપ્રિલ ૧૯૦૫ નાં દિવસે તેઓએ પોતાની Thesis પૂર્ણ કરીને University of Zurich થી Phd ની ડીગ્રી હાંસિલ કરી. જ્યારે આલ્બર્ટ Zurich Polytechnic માં ભણતા હતા ત્યારે તેમની સાથે એક સહઅધ્યાયી હતી Mileva Maric (મિલેવા મેરિચ). તે એક Intelligent Student હતી, કહેવામાં આવે છે કે Mileva Marich આલ્બર્ટની સફળતા પાછળની એક સિક્રેટ વૂમન હતી. Mileva એ આલ્બર્ટને રિસર્ચમાં ખૂબ જ મદદ કરી હતી. આલ્બર્ટને Mileva થી પ્રેમ થયો અને તેઓએ સન.૧૯૦૩ માં બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં (1903, Bern Switzerland) લગ્ન કરી લીધા. એવું કહેવાય છે કે લગ્ન પહેલા જ આ બન્નેને એક પુત્રી થઈ ચૂકી હતી પરંતુ કદાચ કોઈ બીમારીને લીધે તેની મોત થઈ ગઈ. આઈન્સ્ટાઈનની તે પુત્રી વિશે લોકોને વધારે જાણકારી નથી.

સાલ.૧૯૦૪ માં તેઓને એક પુત્ર થયો Hans Albert (હન્સ આલ્બર્ટ). વાત છે ૧૯૦૫ ની. આલ્બર્ટ લગાતાર રિસર્ચ કરતા રહ્યા અને રિસર્ચ પેપર પબ્લિશ કરાવતા રહ્યા. ધીરે ધીરે તેમની લોકપ્રિયતા વધતી રહી.

બાળપણથી તેમના મગજ એક સવાલ ઘૂમ્યા કરતો હતો કે... તેઓ લાઇટની કિરણો પર બેસીને સફર કરશે તો દુનિયા કેવી લાગશે?. આવો વિચાર અને જિજ્ઞાસા હોવાને લીધે તેમણે ફિઝિક્સનું ખૂબ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું, અને મોટા મોટા પરીક્ષણો પણ કર્યા. તે સમયે કેટલાંક વૈજ્ઞાનિક લાઇટની સ્પીડ માપવા ઉપર કામ કરી રહ્યા હતા પરંતુ તેઓને કોઈ સફળતા નહોતી મળી રહી. આલ્બર્ટે બતાવ્યું કે તે વૈજ્ઞાનિકો કેમ અસફળ રહ્યા....

વધુ આવતા ભાગમાં.....

રેટ કરો અને રિવ્યુ આપો

Ajay Chavda

Ajay Chavda 1 વર્ષ પહેલા

Rajesh shah

Rajesh shah 1 વર્ષ પહેલા

Vipul

Vipul 2 વર્ષ પહેલા

Nahush

Nahush 2 વર્ષ પહેલા

Rupal

Rupal 2 વર્ષ પહેલા