પરાગિની - 29 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 29

પરાગિની ૨૯

રિની રડતા રડતા જતી હોય છે કે પરાગ તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી ગળે લગાવી દે છે. રિની પરાગને મજબૂતાઈથી પકડીને રડી પડે છે. પરાગ રિનીના માથે હાથ ફેરવી તેને સોરી કહે છે અને તેને શાંત પણ કરે છે.

રિની- હવે આવું ફરી ક્યારેય ના કરતા...

પરાગ રિનીને તેની સામે એકદમ નજીક ઊભી રાખે છે અને તેના હાથ રિનીના ગાલ પર મૂકી કહે છે, હું તને ક્યારેય દુ:ખી નહીં કરું.. હંમેશા તને ખુશ રાખીશ... પ્રોમિસ...!

રિની હજી રડ્યા જ કરતી હોય છે. પરાગ રિનીના આસું લૂછતા કહે છે, પ્લીઝ રિની રડીશ નહીં... હું તને આમ નથી જોઈ શકતો...આટલી દુ:ખી... આટલું કહી પરાગ રિનીના કપાળ પર હળવું ચુંબન કરી તેને ગળે લગાવી દે છે. રિની પણ તેને કસીને પકડી લે છે. બંને થોડી વાર આમ જ ઊભા રહે છે. રાત્રી થઈ ગઈ હોવાથી પરાગ રિનીને ઘરે મૂકી તેના ઘરે જાય છે.

આ બાજુ ટીયા તેની સાસરીમાં ગઈ હોય છે શાલિનીને મળવા... ટીયા શાલિનીને ગીફ્ટ આપતા કહે છે, થેન્ક્સ મોમ... મીડિયાવાળાને કહીને તમે મારૂં કામ કરી દીધુ તેના માટે આ ગીફ્ટ..!

શાલિની ગીફ્ટ લઈ યોર વેલકમ કહી તેને ગાર્ડનમાં લઈ જાય છે અને ત્યાં ચેર પર બેસી બંને આમ તેમ વાતો કરે છે. એમાં વચ્ચે ટીયાના ફોન પર કોઈનો ફોન આવ્યા કરતો હોય છે અને ટીયા તે ફોન કટ કરી નાંખે છે. આવું બે-ત્રણ વખત બને છે.

શાલિની- તું ફોન કેમ કટ કરે છે વાત કરી લે....

ટીયા થોડી આમ તેમ થાય છે. શાલિની સમજી જાય છે કે કંઈક તો ગડબડ છે..!

શાલિની- શું વાત છે ટીયા? સાચું બોલજે...

ટીયા- (ગભરાતાં) વાત એમ છે કે.....

ટીયા બધી વાત કહી દે છે કે તે પ્રેગ્નન્ટ નથી.. કેવી રીતે રિપોર્ટ્સ બનાવડાવ્યા, સઘળી વાત શાલિનીને કહે છે.

શાલિની- તને જરા પણ અંદાજો નથી તે શું કર્યું છેતે? તે અમને બધાને જૂઠ્ઠું કહ્યું..!

ટીયા- (રડતાં) મારી પાસે કોઈ રસ્તો નહતો અને પરાગ મારાથી દૂર જઈ રહ્યો હતો....

શાલિની- કોઈ બીજું બહાનું બનાવી શકતી હતી તું.... તે બનાવટી રિપોર્ટ કરાવી દીધા.. બધુ જ કરાવી દીધુ પણ પાછળ શું પરીણામ આવશે તેના વિશે તો વિચાર્યુ જ ના...!

ટીયા- મને એ સમયે જે વિચાર આવ્યો એ કરી દીધુ મેં....

શાલિની- બે મહિના સુધી તો ઠીક છે પણ પછી...? પછી જ્યારે તારૂં આ પેટ વધે નહીં ત્યારે બધાને ખબર પડી જશે ટીયા....

ટીયા- મને એમ હતું કે પરાગ બાળકને લઈને આટલું રિએક્ટ નહીં કરે.... આમ પણ મેરેજ પછી ખબર પડશે પરાગને તો એ કંઈ નહીં કરી શકે..!

શાલિની- (ગુસ્સામાં) પરાગને તું હજી ઓળખતી નથી...જો એને ખબર પડશેને કે તું પ્રેગ્નન્ટનું નાટક કરે છે તો તને ધક્કા મારી કાઢી મૂકશે અને જો મેરેજ થઈ ગયા હશેને તો તને તરત ડિવોર્સ આપી દેશે... તે આ મેરેજ ફક્ત બાળક માટે જ કરે છે.

ટીયા રડતાં રડતાં શાલિનીને કહે છે, હવે હું શું કરું? તમે કંઈક સોલ્યુશન આપોને મોમ....

શાલિની- આ બધુ તારે કરતાં પહેલા વિચારવું જોઈતું હતું.... હવે તું જાતે જ વિચાર કે તારે શું કરવું છે...

શાલિની આટલું કહી અંદર ઘરમાં જતી રહે છે.

**********

સવારે રૂટિન મુજબ રિની, એશા અને નિશા જોબ પર જવા નીકળી જાય છે પરંતુ રિનીથી છૂટા પડ્યા બાદ એશા અને નિશા બંને ગાયનેકના ક્લિનીક પર પહોંચે છે જ્યાં ટીયા તેનું ચેકઅપ કરાવતી હોય છે.

એશાના કહ્યા પ્રમાણે માનવ પરાગને કંઈક પૂછવા માંગતો હોય છે. માનવ પરાગને ઓફિસ મૂકવા જતો હોય છે. એશાએ માનવને કહ્યું હોય છે કે પરાગને કહેજે કે હવે જ્યારે પણ ટીયા ચેકઅપ માટે જાય ત્યારે પરાગ પણ સાથે જાય..!

માનવ- પરાગ તું આજકાલ બહુ ઓછું બોલે છે. શું વાત છે?

પરાગ- કંઈ નહીં વિચારો આવ્યા કરે છે...

માનવ- શેના?

પરાગ- એક મિનિટ હું પહેલા એક કોલ કરી લઉં પછી આપણે વાત કરીએ...

પરાગ ટીયાને કોલ કરે છે અને પૂછે છે, તારી હવેની અપોઈન્ટમેન્ટ ક્યારે છે?

ટીયા- (શોકમાં) તું....તું કેમ પૂછે છે પણ?

પરાગ- મારો હક છે તો પૂછી તો શકુ જ ને...!

ટીયા- હા એટલે... હજી વાર છે..

પરાગ- સારૂં... જ્યારે પણ જવાનું હશે.. હું તારી સાથે આવીશ...

ટીયા- (નાટક કરતાં) હા.. કેમ નહીં... થેન્ક યુ તું મારી આટલી કેર કરે છે અના માટે...

પરાગ- હમ્મ.... બાય...

પરાગ બાય કહી ફોન મૂકી દે છે....

માનવ ખુશ થાય છે કે જે વાત મારે કહેવી હતી પરાગને એ તેને કહેતા પહેલા જ કરી દીધુ...

પરાગ- હા... આપણ શું વાત ચાલતી હતી?

માનવ- કંઈ નહીં... મારા કહ્યા વગર જ તમે મારા મનની વાત અમલ કરી દીધી....

આ બાજુ એશા અને નિશા બહાર ઊભા વિચારતા હોય છે કે કેવી રીતે આપણે પુરાવા શોધીશું?

બંને અંદર જઈને ટેસ્ટ કરાવાનો છે કે કહી ટેસ્ટીંગ રૂમમાં જતા રહે છે. એક નર્સ આવીને પૂછે છે કે શેના ટેસ્ટ કરાવવાના છે?

એશા બહાનું બતાવી બિમારી બતાવે છે. નર્સ ડોક્ટરને પૂછી અમુક ટેસ્ટ કરાવવા કહે છે. તે નર્સ એશાનું બ્લડ સેમ્પલ લેવા આવે છે.

નિશા તે નર્સને આમતેમ વાતો કરી બધુ પૂછે છે. બંનેને તે નર્સ પર શંકા જાય છે. બ્લડ સેમ્પલ લીધા બાદ એશા અને નિશા બહાર બેસી તે નર્સ પર નજર રાખે છે. થોડી વાર બાદ એશા તે નર્સને ક્લિનીકની કામનું કહી બહાર બોલાવે છે.

તે નર્સ બહાર આવે છે. એશા તેને પકડીને સાઈડ પર લઈ જાય છે.

નર્સ- શું કામ છે તમારે?

નિશા નર્સનો એક હાથ પકડી રાખે છે.

એશા- તારો ખેલ ખતમ...!

નર્સ- આ શું રીત છે તમારી વાત કરવાની? હું હમણાં જ પોલીસને બોલાવું છું.

નિશા- ઊભી રહે અહીં શાંતિથી...

એશા- બોલાવ પોલીસને જા.... પોલીસ અમને નહીં તને પકડીને જશે...

નિશા- તું જ બનાવે છેને પ્રેગ્નન્સીના ફેક રિપોર્ટસ.... કાનૂન તો તને ખબર જ છે... એટલે પોલીસ તને લઈ જશે અમને નહીં...!

એશા- સાચું બોલ નહીં તો ક્લિનીકના ડોક્ટર અને ટ્રસ્ટી બંને ને કહી દઈશું.... નોકરી તો જશે જ સાથે લાઈસન્સ પણ જશે તારું... અને બીજે કશે જોબ નહીં મળે તે ખોટમાં....

નર્સ- મારી મજબૂરી હતી તે ફેક રિપોર્ટસ બનાવવા માટે...

તે નર્સ બધી જ વાત એશા અને નિશાને જણાવી દે છે.

આ બાજુ પરાગની કોફીનો સમય થતાં રિની કોફી બનાવવા જતી રહે છે. ગઈકાલ રાત્રે જે થયું તેના બાદ રિનીને શરમ આવતી હોય છે કે તે પરાગનો સામનો કેવી રીતે કરશે...! તે કોફી અને પાણી લઈને પરાગની કેબિનમાં જાય છે. રિની નીચું મોં રાખીને જાય છે. રિનીને જોઈ પરાગ તેની ચેર પરથી ઊભો થઈ જાય છે. તે જોઈ છે કે રિની કંઈ બોલતી નથી અને નીચું મોં રાખી ટેબલ પર કોફી અને પાણી મૂકે છે.

રિની- (નીચું મોં રાખીને જ) તમને કોફી અને પાણી સિવાય બીજું કંઈ જોઈએ છે?

પરાગ- શું વાત છે રિની?

રિની- કંઈ નહીં..!

પરાગ- તો મારી સામે જોઈને કેમ વાત નથી કરતી?

રિની- કેમ કે......

પરાગ રિની પાસે આવીને કહે છે, આપણે બંને એ વાતથી અજાણ નથી રિની... બધી વાત આપણા વચ્ચે ક્લીયર થઈ ગઈ છે તો હવે શેનો ડર છે તને?

પરાગ અને રિની બંને સામસામે એકદમ નજીક ઊભા હોય છે. બંને વચ્ચે ફક્ત એક આંગળી જેટલું જ અંતર હોય છે. રિની હજી પણ નીચે જ જોતી હોય છે જ્યારે પરાગ રિનીને જ જોયા કરતો હોય છે.

રિની- પ્લીઝ તમે આમ ના જોશો... મને શરમ આવે છે.

પરાગ તેના બંને હાથ રિનીના ગાલ પર મૂકી ફેસ ઊંચું કરે છે અને કહે છે, મેં તારી સાથે ખોટું કર્યુ છે અને મને એનો ગિલ્ટ પણ છે. હવે કંઈ છૂપાવવા જેવુ કંઈ રહ્યું નથી... મને તારો આ સ્વભાવ બહુ ગમે છે કે જે વાત હોય તે તું સામે જ કહી દે છે... મનમાં નથી રાખતી... તારી બહાદૂરી પર તો હું ફિદા છું..

રિની- હું એટલી પણ બહાદૂર નથી જેટલી તમે મને સમજો છો....

પરાગ- મને બધી જ ખબર છે.

પરાગ વાત બદલતા કહે છે, તને તારી આ સારી લાઈફ માટે બેસ્ટ વિશિશ આપુ છું. તને મારાથી પણ સારો લાઈફ પાર્ટનર મળે.... હા, પણ મને યાદ કરતી રહેજે...

રિની- (ઢીલા અવાજે) હા... આના સિવાય બીજું કરી પણ શું શકુ હુ...!

રિનીની આ વાતથી પરાગને લાગી આવે છે પણ તેને ખબર છે કે એમાં વાંક પોતાનો જ છે. તેને મહેસૂસ થાય છે કે રિની તેના આ વાતથી થોડી ઢીલી થઈ ગઈ છે.

પરાગ- પ્લીઝ રિની રડતી નહીં...

રિની- હા, કોશિશ કરીશ કે રડવું નહીં આવે.....

આટલું કહી રિની જતી રહે છે. રિની ગુસ્સામાં સીધી જૈનિકા પાસે જઈને તેને બધુ કહે છે. જૈનિકા રિનીને શાંત કરે છે અને સાંત્વના આપે છે અને ધીરજ રાખવાનું કહે છે.

પેલી નર્સ ટીયાને ફોન કરી કહી દે છે કે બે છોકરીઓ ક્લિનીક પર આવી હતી અને તે બંનેને ખબર છે કે તમે પ્રેગ્નન્ટ નથી. ટીયા ટેન્શનમાં આવી જાય છે. ટીયા સીધી શાલિની પાસે જાય છે. તેને પરાગ અને નર્સવાળી બધી વાત કહે છે. શાલિની ના કહી દે છે તેની મદદ કરવાની.. ટીયા તેનું તીર મારતાં કહે છે, તમારા અને મારા વિચાર એક જ છે.

શાલિની- તું કહેવા શું માંગે છે?

ટીયા- હું પ્રેગ્નન્ટ નથી તે વાત તમને કાલ રાતની ખબર પડી ગઈ હતી... પણ આ વાત તમે હજી કોઈને કહી નથી.. તમે પરાગને પણ નથી કહી.. આનો મતલબ તમે ગમે તે હાલતમાં પરાગને ખુશ નથી જોવા માંગતા... અને હું ગમે તે હાલતમાં પરાગને પામવા માગું છું..! આપણા બંનેનું લક્ષ્ય તો એક જ છે ‘પરાગ’ બસ કામ અલગ છે. આપણે બંને સાથે મળીને કામ કરીએ તો?

શાલિની વિચારીને તેની મદદ કરવા માટે હા કહે છે.

એશા માનવને ફોન કરે છે અને પરાગને લઈને ક્લિનીક પર આવવા કહે છે. એશા અને નિશા બંને પરાગને ટીયાની સચ્ચાઈ કહેવા બોલાવે છે. માનવને પૂરી વાત નથી ખબર હોતી પણ તેને ખ્યાલ આવી ગયો હોય છે કે ટીયા પરાગને જૂઠ્ઠું બોલી રહી હોય છે.

માનવ બહાનું કાઢી પરાગને તેની કેબિનમાંથી નીચે બોલાવી ગાડીમાં બેસવાનું કહે છે.

પરાગ- માનવ.. તું મને ક્યાં લઈ જાય છે?

માનવ- ભરોસો કરો... એક અગત્યની વાત છે તે માટે જ તમને લઈ જઉં છું બસ વેઈટ કરો...!

એશા અને નિશા બંને ક્લિનીકની થોડી આગળ માનવ અને પરાગની રાહ જોઈને ઊભા હોય છે. થોડી જ વારમાં પરાગ અને માનવ ત્યાં પહોંચી જાય છે.

બંને એશા અને નિશા જ્યાં ઊભા હોય છે ત્યા જતાં હોય છે કે પરાગના મોબાઈલ પર નવીનભાઈનો ફોન આવે છે.

પરાગ- બે મિનિટ હું જરા પપ્પા સાથે વાત કરી લઉં...!

માનવ- હા...

પરાગ ફોન ઉપાડે છે, હા પપ્પા.. બોલો શું કહો છો?

નવીનભાઈ- ક્યાં છે તું?

પરાગ- હું હમણાં જ ઓફિસથી નીકળ્યો છું..

નવીનભાઈ પરાગને કંઈક કહે છે જેનાથી પરાગના હાવભાવ બદલાય જાય છે.

પરાગ- શું થયું ટીયાને પપ્પા?

ટીયાને શું થયું હશે?

શું તેની સચ્ચાઈ પરાગની સામે આવશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૩૦

રેટ કરો અને રિવ્યુ આપો

Urmila Patel

Urmila Patel 1 વર્ષ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Ssb

Ssb 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા