પરાગિની - 4 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - 4

પરાગિની

પરાગનાં કામ આપ્યા બાદ રિની કામ કરી થાકી જાય છે. રિની ડિઝાઈન્સ કરેલી ડ્રોઈંગ બુક્સ લઈને બબડતી બબડતી જતી હોય છે, સામેથી આવતા સમર સાથે તે અથડાઈ જાય છે. રિની ગુસ્સામાં બોલે છે, જોઈને નથી ચલાતું.??

સમર- ઓહોહોહોહો.... શાંત..બ્યુટીફૂલ લેડી..! ફલર્ટ કરતાં રિનીને કહે છે.

રિની- સોરી સોરી... કોઈ બીજાનો ગુસ્સો તમારી પર ઊતરી ગયો. આઈ એમ રીઅલી સોરી..!

સમર- ઈટ્સ ઓકે.. આ ગુસ્સાનું કારણ પરાગ શાહ છે ને??

રિની- હા, એકદમ સાચું... ખબર નહીં પોતાની જાતને શું સમજે છે..! તેને કોઈ છોકરી સાથે વાત કરતા જ નથી આવડતું અને પોતાને બોસ કહે છે.. હંમહ..! મોં બગાડતા રિની બોલે છે.

સમર- ના, ના હવે દિલને બહું સારો માણસ છે.

રિની- તને કેમની ખબર? કંઈક તું એનો દોસ્ત તો નથીને??

સમર- ના, હું એ અકડુ નો નાનો ભાઈ છું.

રિની- (ગભરાતાં) શું? તું એનો નાનો ભાઈ છે??

સમર- ચીલ..! ભાઈ આવા જ છે.. પણ તે દિલના બહુ સારા છે.. બાય ધ વે મારું નામ સમર છે. રિનીને હાથ મિલાવતા કહે છે.

રિની- મારું નામ રાગિની પણ મને રિની કહીને બોલાવશો તો સારું રહેશે.

બંને એકબીજાને બાય કહી કામ પર લાગી જાય છે.

સાંજે રિની ઘરે આવે છે.. જમીને તેના રૂમમાં આવી બેડ પર સૂવા પડે છે. પહેલી વખત આટલું બધું કામ કરવાંથી થાકી જાય છે.

એશા- હો બકુડી થાકી ગઈ??

રિની- જવા દેને યાર.. એ અકડુએ એટલું બધું કામ કરાવ્યું કે વાત નહીં.

એશા- છોડને યાર.. સેલેરી તો સારી આપે છે.. બીજું શું જોઈએ..?

રિની- મમ્મી ગામડે જાય એટલે બીજી જોબ શાધી લઈશ પણ હું આ અકડું જોડે કામ નહીં કરું.

નિશા પણ આવી જાય છે.

ત્રણેય જણાં વાત કરતાં કરતાં સૂઈ જાય છે.

બીજા દિવસે રિની ઓફીસ પહોંચે છે. તેના ડેસ્ક પર જઈ કામ ચાલુ કરી દે છે. પરાગ ઓફીસમાં આવે છે

રિનીને કામ કરતા જોઈ છે અને તેના કેબિનમાં જતો રહે છે.

થોડીવાર પછી સિયા રિની પાસે આવીને કહે છે, રિની તને પરાગ સર બોલાવે છે.

રિની- (મનમાં) હવે ખડૂસને સવાર સવારમાં શું કામ હશે? અને સિયા સામે હસતા કહે છે. હા, જાઉં છું.

રિની પરાગની કેબિનમાં જાય છે.

રિની- સર તમે મને બોલાવી?

પરાગ- હા, આ ચાવી લઈ જાઓ. ચાવી ડોક્યુમેન્ટનાં રૂમની છે. છેલ્લા વીસ વર્ષના ડોક્યુમેન્ટ અને ડિઝાઈન્સના ડ્રોઈંગ્સને સ્કેન કરો અને કોમ્પ્યુટરમાં તે ડેટાને સેવ કરજો.

રિની- બધાં ડોક્યુમેન્ટ એક એક કરીને??? કેટલી વાર લાગશે આમાં તો..! રિની આંખો પહોળી કરતાં બોલે છે.

પરાગ- તો તમારી પાસે કોઈ બીજો રસ્તો હોય ડોક્યુમેન્ટ સેવ કરવાનો તો કહો મને.

રિની- તમે નોર્મલ રીતે વાત કેમ નથી કરતાં?

પરાગ- મને પ્રોફેશનલ રહેવું જ પસંદ છે અને તમે પણ એ રીતે રહેશો તો સારું. તમને એક કામ સોંપ્યું એમાં પણ સામે દસ સવાલ કરો છે. ફરી કહું છું સવાલ કર્યા વગર કામ પર ધ્યાન આપો.

રિની મોં બગાડીને ચાવી લઈ ને બબડતી બબડતી જતી રહે છે.

પરાગ હસી પડે છે.

રિની- મને તો એવું લાગે ઓફીસ કામ કરવાં નહીં પણ આ અકડુ જોડે લડવાં આવું છું.. હે ભગવાન.. બચાવી લે મને.

નવીનભાઈ અને શાલિની બંને આજે ઓફીસ આવ્યા હોય છે. પરાગ પણ તેમની કેબિનમાં બેઠો હોય છે.

નવીનભાઈ- પરાગ દુબઈમાં અરબી સાથે કેવી કરી મીટિંગ અને શું પ્રોજેક્ટ છે એ તો કે?

પરાગ- સોરી પપ્પા, હું અત્યારે ના કહી શકું.

શાલિની- (કટાક્ષમાં) નવીન તમે રિટાયર્ડ થશો પછી જ કહેશે પરાગ તમને.

પરાગ- ના, બધું કંપ્લીટ થઈ જશે એટલે તમને સરપ્રાઈઝ આપીશ પપ્પા..!

નવીનભાઈ- ઓકે માય સન.

શાલિની હવે પરાગનાં નવો પ્રોજેક્ટ કયો છે તે જાણવા જૈનિકા પાસે જાય છે.

શાલિની- હાય જૈનિકા.

જૈનિકા- હાય શાલિની મેડમ, કેમ છો?

શાલિની- બસ જો મજામાં, જૈનિકા આજે સાંજે મારે પાર્ટીમાં જવાનું છે તો મને મસ્ત કોઈ ડ્રેસ બતાવ.

જૈનિકા એક ડ્રેસ લઈને આવે છે અને શાલિનીને પહેરવાનું કહે છે.

શાલિની ડ્રેસ પહેરીને આવે છે અને કહે છે, જૈનિકા કેવો લાગે છે ડ્રેસ?

જૈનિકા- મેમ આ ડ્રેસ સ્પેશિયલ કલેક્શન માંથી આપ્યો છે અને તમારી પર બહુ જ મસ્ત લાગી રહ્યો છે.

વાત વાતમાં શાલિની જૈનિકાને નવા પ્રોજેક્ટનું પૂછે છે પણ જૈનિકાને નથી ખબર હોતી.

શાલિનીને કંઈ જાણવા નથી મળતું.

***********

પરાગ તેની કેબિનમાં હોય છે કામ કરતો હોય છે. તેને અચાનક યાદ આવે છે કે રિનીને (હવે તે રાગિનીની જગ્યા તેને રિની કહેવા લાગે છે) તેને ડોક્યુમેન્ટ રૂમમાં મોકલી છે પણ તેને તો ખબર જ નથી કે આટલી મોટી રૂમમાં તે ડોક્યુમેન્ટ ક્યાં હશે એમ..! તેથી તે ડોક્યુમેન્ટ રૂમ તરફ જવા નીકળે છે.

ટિયા સિયા પાસે આવીને પૂછે છે, પરાગ ક્યાં છે?

સિયા- સર ડોક્યુમેન્ટ રૂમ તરફ ગયા છે.

ટિયા પણ ડોક્યુમેન્ટ રૂમ તરફ જાય છે.

રિની આ તરફ ડોક્યુમેન્ટ શોધતી હોય છે. નીચેની તરફ ના મળતાં તે સીડી પર ચઢી ફાઈલ શોધતી હોય છે. થોડી જ વારમાં પરાગ આવે છે.

પરાગ રિનીને કહે છે, મિસ રિની ફાઈલ આ તરફ છે.

રિની પરાગ તરફ જોવા ફરે છે અને તેનો પગ ખસી જતા તેનું બેલેન્સ ખોરવાય છે અને પડવા જ જતી હતી કે પરાગ તરત તેને ઊંચકી લે છે. બંને એકબીજાને જોતા હોય છે, ત્યાં જ ટીયા આવે છે અને જોઈ છે કે પરાગએ રિનીને ઊંચકી રાખી છે. આ જોઈને ટિયાને સહેજ પણ નથી ગમતું અને મોં બગાડીને જતી રહે છે.

પરાગ રિનીને જોયા જ કરતો હોય છે અને રિની પણ પરાગ તરફ જોયા કરે છે.

પરાગ- છોડવાનો ઈરાદો નથી કે શું?

રિની નીચે ઊતરે છે.

રિની- સોરી સર અને થેન્ક યુ સર.

પરાગ મનમાં ને મનમાં હસે છે.

પરાગ ડોક્યુમેન્ટ બતાવી જતો રહે છે.

કામ પતાવી રિની ઘરે જાય છે.

**********

આજે તો રવિવાર હોવાથી રિની દસ વાગ્યા સુધી સૂઈ રહે છે. ઊઠીને તૈયાર થઈને ત્રણેય બહેનપણીઓ ફરવા જવાનો પ્લાન બનાવે છે.

આ બાજુ શાલિની સમરને પરાગની ખિલાફ ભડકાવી રહી હોય છે નવી ડીલને લઈને પણ સમર પર તેની કોઈ અસર નથી થતી.

બીજી બાજુ ટિયા પરાગના ઘરે જાય છે. ટિયા ડોરબેલ વગાડે છે. પરાગ દરવાજો ખોલે છે અને જોઈ છે તો ટિયા હોય છે, તેનો મૂડ બગડી જાય છે.

પરાગ- મેં તો તને નથી બોલાવી..! કંઈ કામ હતું?

ટિયા- તને મળવાં આવી છું. અંદર પણ નહીં બોલાવે?

પરાગ હાથથી અંદર આવવાનો ઈશારો કરી તે પોતે અંદર કીચનમાં જઈ બ્રેકફાસ્ટ ડાઈનીંગ ટેબલ પર મુકે છે અને ટિયાને પણ બ્રેકફાસ્ટ કરવાનું કહે છે.

ટીયાને તો એ જ જોઈતું હોય છે તેથી તે બેસી જાય છે.

ટીયા- સાંજે આપડે બંને ડિનર કરવાં બહાર જઈએ?

પરાગ- ના, મને એકલું રહેવું વધારે ગમશે.

ટીયા- નવી પર્સનસ સેક્રેટરી આવી અને તે કીધું પણ ના મને. મને બીજા પાસેથી જાણવા મળ્યું.

પરાગ- ઓફીસ ના કામ મારે તને પૂછીને નથી કરવાનાં. હું બોસ છું તો મને જે ઠીક લાગશે એ કરીશ.

ટીયા- કાલે મળી હતી એ છોકરીને.

પરાગ- કોણ?

ટીયા- તારી નવી સેક્રેટરી.

તેની વાત આવતા પરાગનાં ચહેરા પર સ્માઈલ આવી જાય છે. આ વાત ટીયા નોટીસ કરે છે.

ટીયા- વોશરૂમમાં તેની પાસેથી ટીસ્યુ માંગ્યું એમાં તો મને કહે છે, તારી નોકર નથી. આવું કોણ કહે? અને કહેતી હતી કે હું પરાગ સરની પર્સનલ સેક્રેટરી છું.

પરાગ- બરાબર તો કીધું

ટિયા- પછી મે પણ કીધું કે હું પરાગની ગર્લફ્રેન્ડ છું તો સામે મને કહે છે કે પરાગ સરની આટલી ગંદી ચોઈસ હોય જ ના.

પરાગ- આ પણ બરાબર જ કીધું એને.

ટીયા- વોટ ડુ યુ મીન?

પરાગ- સાચી વાત તો હતી તું મારી ક્યાં ગર્લફ્રેન્ડ છે. તારે આવું ના કહેવું જોઈએ.

ટીયા- (રોફ મારતાં) કાલથી એ મારે ઓફીસમાં ના જોઈએ. એને કાઢી મૂકજે.

પરાગ- (ગુસ્સામાં) માઈન્ડ યોર લેંગવેજ ટીયા. તું બોસ નથી મારી અને રિની ક્યાંય નઈ જાય.

ટીયા- હા, હું આજે તને જોઈ ગઈ હતી ડોક્યુમેન્ટ રૂમમાં કેવો તુ એને ચોંટીને ઊભો હતો..!

પરાગ- તે એક એક્સીડન્ટ હતો.

ટીયા- હા, હું આવી છોકરીઓને ઓળખું છું જે આગળ પાછળ ફરે અને પછી સારા છોકરાને ફસાવે.

પરાગ- (ગુસ્સામાં) મેં તને કીધું કે એ એક એક્સીડન્ટ હતો અને તું મારી માટે સામાન્ય દોસ્તથી વધારે કંઈ નથી અને મારે તને બધાનો જવાબ આપવો જરૂરી નથી. તું કંઈ મારી ગર્લફ્રેન્ડ નથી.

ટીયા- (ધીમા અવાજથી) ઓકે.

ટીયા પરાગના ઘરેથી જતી રહે છે.

પરાગ કોફી પીતો હોય છે અને રિનીને કેવી રીતે ઊંચકી તે યાદ આવતા સ્માઈલ કરે છે.

**********

શું પરાગને રિની ગમવા લાગી છે??

ટિયા પરાગનો પીછો છોડશે??

વાંચતા રહો આગળનો ભાગ - ૫