પરાગિની - 7 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 7

પરાગિની

બહાર બેઠી રિની એશા અને નિશાને જોઈન કોલ કરી જે ઓફીસમાં થયું તે બધું કહે છે.

એશા- રિની તે જે કર્યુ એ બરાબર જ કર્યુ છે. ચિંતા ના કરીશ તને બીજી જોબ મળી જશે. તું બસ હવે એન્જોઈ કર કે એ અકડુંને તારે હવે જોવો નહીં પડે.

નિશા- રિની એક કામ કર તું મારી હોસ્પિટલ આવી જા.. આમ પણ હજી અગિયાર જ વાગ્યા છે તું આટલી વહેલી ઘરે જઈશ તો આશાઆંટી તને સવાલો પૂછી ને તારૂં માથું ખાઈ જશે.

રિની હોસ્પિટલ જાય છે.

આ બાજુ ટીયા નવા ગાઉનનું ટ્રાયલ આપતી હોય છે. જૈનિકા તેનું ફીટિગ્સ ચેક કરતી હોય છે. ટીયા જૈનિકાને બધું કહી દે છે કે કેવી રીતે તેને રિનીને પરાગ આગળ નીચી દેખાડી અને જૂઠ્ઠું બોલી પરાગ આગળ નાટક કર્યુ.

જૈનિકા- તે એક માસૂમ છોકરી પર ખોટો આરોપ લગાવી તેને કઢાવી મૂકી..? આ ખોટું કર્યું તે ટીયા. તેને રિઝાઈન આપી દીધું છે પહેલા ખબર નહતી કેમ રિઝાઈન આપ્યું પણ હવે ખબર પડી ગઇ મને.

ટીયા- એ કંઈ માસૂમ નથી મારા પરાગને છીનવા આવી હતી, અને પોતે જ નીકળી ગઈ. ટીયા હસવા લાગે છે.

જૈનિકા મનમાં કહે છે, રિનીતો ભોળી અને સમજદાર છોકરી છે. એ આવું ક્યારેય ના કરે, મારે પરાગને આ વાત કહેવી પડશે.

સમર અને પરાગ બંને કેફેમાં જાય છે. બંને પહેલા આમતેમ વાત કરે છે પછી સમર પરાગને પૂછે છે કે રિનીએ કેમ રિઝાઈન આપ્યું?

પરાગ- તને બહુ ચિંતા થાય છે ને એની..!

સમર- મને કંઈ ચિંતા બિંતા નથી એની પણ તમે એને એવું તો શું કીધું કે એ જોબ છોડીને જતી રહી?

પરાગ- એ આપણી કંપનીમાં જાસૂસી કરવાં આવી હતી. સવારે તે મને કીધું હતું કે મારા નવા પ્રોજેક્ટ વિશે તને રિનીએ કીધું.

સમર- ભાઈ રિનીએ મને પ્રોજેક્ટ વિશે કંઈ નથી કીધું.

પરાગ- તું એને બચાવવાની કોશિશનાં કરીશ...!

સમર- સાચે ભાઈ મને રિનીએ કંઈ જ નથી કીધું.

પરાગ- તો પછી તને કેવી રીતે પ્રોજેક્ટ વિશે ખબર પડી?

સમર- (સત્ય છૂપાવતા કે આ બધું તેની મમ્મીએ કીધું હોય છે) ગઈકાલે રાત્રે ક્લાઈન્ટની સેક્રેટરી ક્લબમાં મળી હતી એને કીધું.

પરાગને અફસોસ થાય છે કે તેને એક વખત ચેક પણ ના કર્યુ અને રિનીને ના કહેવાનું કહી દીધું.

આ બાજુ રિની હોસ્પિટલમાં નિશા પાસે બેઠી હોય છે અને એશાને ફોન સ્પીકર પર હોય છે.

રિની પરાગ વિશે બોલતી હોય છે, એ અકડુંએ મારી વાત પણ ના સાંભળી. મને કહે છે કે મારામાં પ્રોફેશનાલિઝમ જેવું કંઈ છે જ નહીં. મને ગમે તેમ બોલતો હતો એ ખડૂસ.

એશા- દુનિયાના બધા બોસ આવા જ હોય છે ડાર્લિંગ..!

રિની- આ બધી વાત મૂકો.. હું મમ્મીને શું કંઈશ?

એશા- હમણાં કંઈ જ ના કહેતી કે તે જોબ છોડી દીધી છે.

એટલાં માં જ આશાબેન ને ફોન આવે છે રિનીના ફોન પર,

આશાબેન- હા રિની ક્યાં છે?

રિની- અત્યારે કંપની પર જ હોવાની ને મમ્મી..!

આશાબેન- આજે તારી કંપનીમાં ગઈ હતી જોવા કે તારી કંપની કેવી છે?

રિની- શું મમ્મી તું અહીં આવી હતી?

આશાબેન- તારા પપ્પાએ કીધું હતું કે બધું ચેક કરી આવજે. મને તો વ્યવસ્થિત લાગ્યા ત્યાંના માણસો અને તારા પપ્પાને કહી દીધું કે બધું સારૂં છે એટલે તારા પપ્પાએ મને પાછી જેતપુર બોલાવી લીધી છે. આજ સાંજની ટિકીટ છે.

રિનીને હાશ થાય છે કે તેને જૂઠ્ઠું નઈ બોલવું પડે.

રિની હા કહી ફોન મૂકે છે અને એશા, નિશાને જણાવે છે કે મમ્મી જાય છે ઘરે.

ત્રણેય બહેનપણીઓ ઘરે જાય છે. આશાબેનને લકઝરી બસમાં બેસાડી ઘરે આવે છે. આશાબેન ત્રણેયની જવાબદારી રીટાબેનને આપીને જાય છે.

રીટાબેન ઘરના માલિક હોય છે. તેમણે લગ્ન નથી કર્યા હોતા. તેમની ઉંમર હજી ૩૫ વર્ષની હતી તેથી ત્રણેય જણાં તેમને દીદી કહીને જ બોલાવતા.

**********

રાત્રે ત્રણેય બહેનપણીઓ તેમના રૂમમાં બેસીને વાતો કરતી હોય છે. એશા અને નિશા નોટીસ કરે છે કે રિની કંઈ જ નથી બોલતી હોતી.

નિશા- શું થયું હજી કેમ ઉદાસ બેઠી છે?

રિની- કંઈ નહીં..! મને એક મોકો પણનાં આપ્યો કે હું મારી માટે કંઈ બોલું.

નિશા સમજી જાય છે કે રિની મનોમન પરાગને પસંદ કરવા લાગી છે અને પરાગે આવું કર્યુ તેથી રિનીને લાગી આવ્યું છે।

નિશા- શું સાચેમાં આ જ રિઝન છે કે પછી..?

રિની- તું કહેવા શું માંગે છે? એવું ના કહેતા કે હું એને યાદ કર્યા કરું છું. એવું કંઈ જ નથી.

એશા અને નિશા બંને એકબીજા સામે જોઈને હસે છે. નિશા અને એશા બંને રિનીનો મૂડ સરખી કરવાની કોશિશ કરે છે અને સફળતા પણ મળે છે. રિની તેના બેડ પર સૂતી હોય છે પણ તેને ઊંઘ નથી આવતી આ બાજુ પરાગની હાલત પણ એવી જ કંઈક હોય છે. બંને એકબીજાને યાદ કરતા હોય છે.

**********

સવારે ઓફીસમાં રિની અને પરાગ એકસાથે જ લિફ્ટમાં જાય છે.

પરાગ- ઓહ તો તમે સોરી કહેવા આવ્યા છો?

રિની- હંહ.. હું શું કરવા સોરી કહું, મારી ભૂલ હતી જ નહીં. બાય ધ વે હું જૈનિકાને તેનો ડ્રેસ પાછો આપવા આવી છું.

તેનો ફ્લોર આવતા રિની જતી રહે છે.

રિની જૈનિકાના ડેસ્ક પાસે જાય છે જે ડિઝાઈન ડિપાર્ટમેન્ટમાં હોય છે.

જૈનિકા તેને જોઈને તેની પાસે જઈને બોલાવે છે અને કહે છે, મારી બાર્બી ડોલ શું થયું કંઈ કામ હતું?

રિની- મેમ તમે આ ડ્રેસ આપ્યો હતો તે તમને આપવા આવી છું. થેન્ક યું તે દિવસે તમે મારી હેલ્પ કરી.

જૈનિકા- યોર વેલકમ. પહેલી વાત મને મેમ ના કહીશ. તારે જૈનિકા જ કહેવાનુ. તુએ રિઝાઈન આપ્યું મેં સાંભળ્યું છેને.

રિની- હા તમે બરાબર સાંભળ્યું. જૈનિકા તમે કામ કરો હું નીકળું છું.

જૈનિકા- ના, મારી સાથે કોફી પીવી જ પડશે પછી તું જઈ શકે છે.

બંને બેસીને કોફી પીએ છે અને વાતો કરે છે.

રિની પછી ત્યાંથી નીકળે છે. નીચે તેને ટીયા મળે છે.

ટીયા- હાય રિની.. (નાટક કરતાં) મને બહુ દુ:ખ થયું કે તને પરાગે જોબ માંથી કાઢી મૂકી.

રિની- તારા આ નાટક મારી આગળ ના કરીશ અને પરાગ સરે નહીં મેં જ રિઝાઈન આપ્યું છે.

રિની આટલું કહી નીકળી જાય છે.

ટીયાને હાશ થાય છે કે હવે પરાગ તેનો જ છે.

રિનીનાં ગયા પછી જૈનિકા પરાગના કેબિનમાં આવે છે.

પરાગ- શું વાત છે જૈનિકા? કંઈ કામ હોય તો મને કહી દેત હું આવી જતે.

જૈનિકા- વાત જ એવી છે કે મારે આવવું પડ્યું.

પરાગ- એવી તો શું વાત છે?

જૈનિકા- રિની બેકસૂર છે. તેને કંઈ જ નથી કર્યુ. ટીયાએ તને બધું જૂઠ્ઠું કીધું હતું. જૈનિકા પરાગને બધું કહે છે કે ટીયાએ રિની સાથે શું કર્યું એમ..!

પરાગને ખૂબ ગુસ્સો આવે છે તે સીધો ટીયા પાસે જાય છે.

મોટા અવાજથી તે ટીયાને બોલે છે, તને સહેજ પણ શરમનાં આવી કોઈનાં વિશે આટલું બધું જૂઠ્ઠું બોલીને..!

ટીયા- કોની વાત કરે છે તું અને શું થયું તને?

પરાગ- બહુ ભોળી બનવાના કોશિશના કરીશ તને ખબર છે હું કોના વિશે વાત કરી રહ્યો છું.

ટીયા- અચ્છા તો તું એ છોકરીની વાત કરે છે.

પરાગ- તારી ખોટી વાતો પર વિશ્વાસ કરી મેં રિનીને ગમે તેમ બોલ્યો.. આજથી તું મને સર કહીને બોલાવીશ, આપણી વચ્ચે દોસ્તી પણ નથી રહી અને હા તારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય એટલે મારી કંપની છોડીને જતી રહેજે. આ જ ચાન્સ હતો જે તુએ માંગ્યો હતો અને તે તું ગુમાવી ચૂકી છે.

પરાગ ત્યાંથી જતો રહે છે અને ટીયા રડવાં લાગે છે.

પરાગનું મન બેચેન થઈ જાય છે, તેને અફસોસ થાય છે કે તેને રિની સાથે ખોટું કર્યુ. તેનું મન હલકું કરવા તેની દાદીને મળવા જતો રહે છે.

પરાવ માનવને બધી વાત કહે છે કે તેને રિની સાથે કેવી રીતે વાત કરી, તેના ભૂલ પણ નહતી અને મેં કંઈ જાણ્યા વગર એને લડ્યો. માનવ પરાગને રિની પાસે જઈ માફી માંગવાનું કહે છે.

પરાગ રિનીને કોલ કરે છે અને કહે છે, જો તું ફ્રી હોય તો તારા ઘરે આવી જઉં વાત કરવી હતી તારી સાથે..?

રિની- કેમ હજી કંઈ કહેવાનું રહી ગયું છે?

પરાગ- ના, બીજી વાત કરવી છે.

રિની- હું ઘર પર નથી મારી ફ્રેન્ડ સાથે બહાર છું થોડી જંગલ જેવી જગ્યા છે. હું તમને લોકેશન સેન્ડ કરી દઉં છું.

પરાગ- ઓકે.

આ બાજુ રિની અને એશા ગાડી લઇને આંટો મારવા નીકળ્યા હોય છે, પાછા ફરતા હોય છે ત્યારે જ પરાગનો ફોન આવ્યો હોય છે. જંગલની બહાર નીકળતી વખતે જ રસ્તામાં ગાડી બંધ થઈ જાય છે.

એશા જોઈ છે કે ગાડી વધુ પડતી ગરમ થઈ જવાનો કારણે ગાડી બંધ થઈ ગઈ છે. તે ગાડીમાં ચેક કરે છે કે પાણી છે કે નહીં પરંતુ પાણી હોતું નથી. રિની પાણી શોધવા જાય છે અને એશા ગાડી પાસે રહે છે કે કોઈ જો આવતુ દેખાય તો મદદ માંગી શકે.

એશાને એક ગાડી આવતા દેખાય છે તેથી તે હાથ ઊંચા કરી હેલ્પ હેલ્પની બૂમો પાડે છે. ગાડીની વિન્ડો નીચે થાય છે એશા જોઈ છે કે આ તો પેલો પેટ્રોલ પંપ પર મળ્યો હતો તે છે, તેને જોઈ એશાનું મોં બગડી જાય છે. માનવ ગાડી માંથી ઊતરે છે અને કહે છે, ગાડી બગડી ગઈ છે તો હું તમને બે મિનિટમાં સરખી કરી આપીશ.

એશા- (ચિડાયને બોલે છે) મારે તારી હેલ્પ નથી જોઈતી. હું મારી જાતે ગાડીને ઠીક કરાવી દઈશ.

પરાગ ગાડીમાંથી બહાર આવે છે. તે એશાને પૂછે છે, શું તમે રિનીની ફ્રેન્ડ છો?

એશા- હા, કેમ?

પરાગ- હાય, હું રિનીનો બોસ, પરાગ છું તેને અહીંનું જ લોકેશન મને મોકલ્યું હતું, પણ તે ક્યાં છે?

એશા- ગાડી વઘારે ગરમ થઈ છે તેથી બંધ થઈ ગઈ છે, ગાડીમાં પાણી પણ નહતું તેથી તે પાણી શોધવા આ તરફ ગઈ છે. રસ્તો બતાવતા એશા પરાગને કહે છે.

પરાગ- થેન્ક યુ અને હા, મારો દોસ્ત માનવ બહુ જ સારો મિકેનિક પણ છે એ તમારી ગાડી સરખી કરી દેશે..હું રિનીને લઈને આવું આમપણ સાંજ થવા આવી છે.

પરાગ ગાડી લઈને રિનીને શોધવા નીકળે છે.

માનવ મનમાં ખુશ થાય છે કે મને જે છોકરી ગમે છે તેની સાથે થોડી વાત કરવાંતો મળશે.

શું રિની અને પરાગ વચ્ચે સુલેહ થશે?

શું માનવ તેના મનની વાત એશાને કહી શકશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૮

રેટ કરો અને રિવ્યુ આપો

Shreya

Shreya 12 માસ પહેલા

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Jayesh Shah

Jayesh Shah 1 વર્ષ પહેલા

Niketa Patel

Niketa Patel 1 વર્ષ પહેલા

Sharda

Sharda 2 વર્ષ પહેલા