પરાગિની - 1 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 1

Hello friends..

તમારી માટે નવી સ્ટોરી લઈને આવી રહી છુ જેમાં પ્રેમ, નફરત, દોસ્તી, ષડયંત્ર છે. તમને જરૂર પસંદ આવશે. આ સ્ટોરી કાલ્પનિક છે કોઈ વ્યકિત કે વસ્તુ સાથે સંબંધ નથી ધરાવતી. કોઈ ભૂલચુક હોય તો પહેલે થી માફી માંગુ છું.

શરૂઆત કરીએ...

પ્રાઈવેટ જેટ પ્લેન સરદાર વલ્લભભાઈ એરર્પોટ, અમદાવાદમાં લેન્ડ થાય છે. જેમાંથી 26 વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, ડેસીંગ, યુવાન બિઝનેસમેન ઊતરે છે. તે તેના શુટના બટન બંધ કરતા કરતા તેની બ્લેક મર્સીડીઝ તરફ જાય છે. જ્યાં તેનો ડ્રાઈવર કમ બેસ્ટ ફ્રેન્ડ માનવ પહેલેથી ગાડી લઈને તેની રાહ જોતો હોય છે. નજીક પહોંચતા જ માનવ હાથ મિલાવતા પરાગને કહે છે, તમે ક્યારેય એક મિનિટ પણ મોડો નથી થતો.

પરાગ શાહ.. નાની ઉંમરમાં તેને તેના પપ્પાએ સ્થાપેલ ટેકસ્ટટાઈલ અને ગારમેન્ટ ડિઝાઈનના બિઝનેસને તેની આવડતતાથી ચાર ગણો વધાર્યો હોય છે. પરાગ સમયનો પાબંધી છે, હંમેશા તેના કામમાં જ હોય છે અને તેને બધુ જ કામ ચોકસાઈ વાળું જ પસંદ હોય છે. તેને પાર્ટી માં જવુ ઓછું પસંદ છે તેને પોતાની સાથે સમય વિતાવવો વધારે ગમે છે.

બ્લોસમ ડિઝાઈન્સ નામનો તેમનો ફેમીલી બિઝનેસ છે જેમાં તેઓ દરેક જાતના કાપડનું ઉત્પાદન જાતે જ કરે છે જેને વેચે પણ છે અને સાથે દર છ મહીને તેઓ તેમનુ ક્લેકશન લોન્ચ કરે છે, જેમાં પાર્ટીવેર ગાઉન, ઈવનીંગ ગાઉન, સમર ડ્રેસીસ.. જે બધા વેસ્ટર્ન અને ભારતીય સંસ્કૃતિ ને મિલાપ કરીને ડિઝાઈન કરવામાં આવે છે. તેમની આ ડિઝાઈન્સ આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

પરાગ માનવને હગ કરે છે અને કહે છે, મારી ટેવ ક્યારેય નઈ જાય હસતા હસતા ગાડીમાં બેસે છે. માનવ ગાડી હંકારી મૂકે છે.

માનવ- ક્યાં જવાનુ પસંદ કરશો ઓફીસ કે ઘર?

પરાગ- પહેલા ઘરે જઈશુ.

માનવ- કયા ઘરે જવાનું છે?

પરાગ- આપડા ઘરે..!

માનવ- ખબર જ હતી કે તમારો જવાબ આ જ હશે.

પરાગ- તો પૂછે છે જ કેમ તુ? 😀

માનવ હસીને ગાડી ઘર તરફ જવા દે છે.

*************

બીજી બાજુ....

રિની તેના બેડ પર આરામથી સૂતી હોય છે. તેના બાજુના બેડ પર તેની ફ્રેન્ડ એશા સૂતી હોય છે. મસ્ત ગરમ ગરમ નાસ્તાની ખૂશ્બુ આવતા બંને ઊઠે છે.

રિની- આ ખૂશ્બુ તો સેમ મમ્મી નાસ્તો બનાવે એવી જ છે.

ત્યાં જ રિનીની મમ્મી આશાબેન બૂમ પાડે છે છોકરીઓ ઊઠી જાઓ ગરમ નાસ્તો તૈયાર છે.

રિની- મમ્મી સાચેમાં જ અહીં આવી ગઈ કે શું? ઓહ નો...!

આશાબેન તેમના રૂમમાં બોગ લઈને આવે છે અને રિની નો સામાન ભરવા લાગે છે.

રિની- મમ્મી તુ શું કરે છે ? મારા કપડાં કેમ ભરે છે બેગમાં?

આશાબેન- તારા પપ્પાએ કીધું છે ગમે તે થાય હવે તેને ગામડે લઈ આવજે. પાંચ વર્ષ ભણી હવે બહુ તેને શહેરમાં ના રખાય અને બે મહીના થઈ ગયા તને કોઈ જોબ પણ નથી મળી તો હવે તારે ઘરે આવુ જ પડશે.

આ છે રાગિની દેસાઈ તેનું સાચું નામ પણ બધા તેને રિની કહીને જ બોલાવતા. ઘરના લોકોને જ ખબર કે તેનું સાચું નામ રાગિની બાકી બધા રિનીના નામેથી જ ઓળખે. તેનુ મૂળ વતન રાજકોટનું જેતપુર ગામ, પણ કોલેજ કરવા અમદાવાદ આવી હતી. તેનો પરીવાર સુખી પરીવાર, બહુ મોટો બિઝનેસ નહીં પરંતુ કાપડને ડાય એટલે કે કલર કરવાની ફેક્ટરી છે. અમદાવાદ તે ભાડે રહેતી હતી. નીચે મકાન માલિક રહે અને ઉપર ત્રણ છોકરીઓ.

************

માનવ શાંતિથી ગાડી ચલાવી રહ્યો હતો અને પરાગ તેના આઈપેડમાં તેની કંપનીના સ્ટોક્સ જોતો હતો ત્યાં જ અચાનક પાછળ એક ગાડી બહુ જોર જોરથી ર્હોન વગાડતી હોય છે. માનવ અને પરાગ રીઅર વ્યુ મિરરમાં જોઈ છે તો સમર હોય છે.

માનવ- પરાગ જો તુ કહેતો હોય તો આજે આપડે આને હરાવી દઈએ.

પરાગના પપ્પાનુ ઘર આવી જાય છે.. ગાર્ડ ફટાફટ ગેટ ખોલે છે. પરાગના ગાડીની સાથે સમરની ઓપન બ્લ્યુ કલરની બીએમડબ્લયુ આવીને ઊભી રહી જાય છે.

માનવ- તમે કહેતા હોય તો આની ગાડીને અડાડીને આપણે પહેલા જવા દઈએ.

પરાગ- ના, આપડે દર વખતની જેમ પાછળ જ રહીશું.

માનવ- ઠીક છે.

માનવ ગાડી પાછી લે છે. સમર તેની ગાડી અંદર જવા દે છે અને પાછળ પરાગની ગાડી આવે છે.

બંને ગાડી માંથી ઊતરે છે.

પરાગ- તારી રેસ લગાવવાની ટેવ હજી ગઈ નથી સમર.

સમર- કેમ છો ભાઈ? દુબઈની ટૂર(બિઝનેસ) કેવી રહી? અને માનવ પ્રયત્ન સારો હતો હરાવવાનો પણ આખરે જીત મારી જ થાય છે. ત્રણેય હસે છે.

પરાગ અને સમર એકબીજાને ગળે મળે છે.

પરાગ- બાય ધ વે.. સહાબઝાદે આટલા સવાર ક્યાં ગયો હતો.

સમર- સવારમાં ગયો નહતો .. રાત્રે ડિસ્કોમાં ગયો હતો આખી રાત પાર્ટી કરી અને અત્યારે ઘરે આવ્યો.

હવે શાંતિથી સૂઈ જઈશ.

પરાગ- સમરકુમાર આજે તમારે મીટિંગમાં આવવાનું છે.

સમર- ભાઈ, તમે છો તો ખરા મારી શું જરૂર અને એમ પણ તમે બધુ હેન્ડલ કરી જ લો છોને.

પરાગ- ડિયર બ્રધર, પપ્પાને તમે જ જવાબ આપજો કે તમે કેમ નઈ આવો અને ચાલ અંદર જઈએ. હજીતો દાદીનુ લેક્ચર સાંભળવાનું છે.

સમર- બેસ્ટ ઓફ લક મેરે બડે ભૈયા.

બંને ઘરમાં પ્રવેશે છે.

સમર તેના રૂમમાં જાય છે અને પરાગ ગાર્ડનમાં જાય છે જ્યાં તેની દાદી છોડવાને પાણી આપતા હોય છે.

સમર શાહ- પરાગનો નાનો ભાઈ, પરાગથી એકદમ વિરુધ્ધ, બિદાન્સ માણસ, હેન્ડસમ, આખો દિવસ ફરવું, રાત્રે પાર્ટી કરીને ઘરે આવે.

પરાગ- દાદી, ક્યારેક તો આરામ કરી લેવો જોઈએ. આટલા તાપમાં ક્યાક બિમાર ન થઈ જાઓ..।!

દાદી- ઓહ મારો છોકરો ક્યારે આવ્યો તુ દુબઈ થી? કેમ છે બેટા?

પરાગ- એકદમ મસ્ત મારી દાદીજાન..!

પરાગ દાદીને પગે લાગી ગળે મળે છે.

દાદી- જલદી લગ્ન થઈ જાય મારા પરાગના એવા આર્શીવાદ..!

પરાગ- દાદી કંઈક અલગ આર્શીવાદતો આપો.. બસ લગ્ન લગ્ન..!

દાદી- ઠીક છે હવે ચાલ અંદર જઈએ.

નવીન શાહ- પરાગ અને સમરના પપ્પા

નવીન તેની વાઈફ ને કહે છે તૈયાર થવામાં કેટલી વાર કરીશ, ક્યારનો કહુ છુ તને. પરાગ એ પહેલેથી કીધું છે કે તે આપડી સાથે બ્રેકફાસ્ટ કરશે.

શાલિની- હા તો તૈયાર તો થાઉ છું. ટોન્ટ મારતા કહે છે, પરાગ સાહેબને વેઈટ કરાવવો તો ગુનો છે નહીં એમ કહી રૂમની બહાર જતી રહે છે.

શાલિની શાહ- નવીન શાહની બીજી વાઈફ, સમરની સગી માઁ અને પરાગની સાવકી માઁ

શાલિની ને પહેલેથી પરાગ અને તેની સાસુ નથી ગમતા.

નીચે ઊતરતા શાલિની ને પરાગ મળે છે. પરાગ ને તેના સાવકી માઁ થી કંઈ વાંધો નથી તે પોતાના માઁ ની જેમ માને છે પરંતુ તેને ખબર છે કે શાલિની માઁ ક્યારેય તેને નથી અપનાવ્યો.

પરાગ- કેમ છો મોમ?

શાલિની- બસ મજા માં..

નવીન- મારો રાજકુમાર આવી ગયો તુ.. કેવી રહી દુબઈમાં મીટિંગ?

પરાગ- બસ પપ્પા એકદમ જોરદાર.

નવીન- ગુડ, આપડા નાના નવાબ ક્યાં છે?

પરાગ- તેની રૂમમાં છે હમણાં જ આવ્યો છે સૂઈ ગયો છે.

નવીન- હમણાં જ ઉઠાડ એને આજે મહત્વની મીટિંગ છે એને પણ હાજર રહેવાનું છે.

શાલિની- સૂવા દોને સમરને હજી હમણાં તો આવ્યો છે.

નવીન- એક દિવસ સૂઈ નઈ જાય તો કંઈ નહીં થશે એને.. જા પરાગ ઉઠાડ એને.

શાલિની મોં બગાડી બહાર ગાર્ડનમાં જાય છે જ્યાં બ્રેકફાસ્ટ નું ટેબલ લગાવ્યું હોય છે.

************

બીજી બાજુ રિની અને તેની મમ્મીનું બોલવાનુ ચાલતું હોય છે ઘરે જવા બાબતે...

નિશા- રિની અને એશાની રૂમમેટ કમ બેસ્ટ ફ્રેન્ડ. ત્રણેય પાંચ વર્ષથી સાથે જ હોય છે અને ખાસ બહેનપણીઓ..

એશા- ર્કોપોરેટ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતી હોય છે, તેની મમ્મી નથી, પપ્પા છે પણ તેને જોવા પણ રાજી નથી હા, પણ પૈસા જોઈતા હોય ત્યારે જ એશાને યાદ કરે તેથી તેને તેના પપ્પાથી નફરત હોય છે. તેની માટે રિની, નિશા અને રીટા દીદી ( મકાન માલિક) તેની ફેમીલી હોય છે.

નિશા- તેના મમ્મી-પપ્પા ગામડામાં રહી ખેતી કરતા હોય છે. નિશા પોતે એક સારી ફેમસ હોસ્પિટલમાં હેડ નર્સ છે.

નિશા ઘરમાં અંદર આવે છે, આવતા સાથે જ રિની નિશાને કહે છે, નિશી મમ્મી ને કંઈ કહેને મને લઈ જવા આવી છે.

આશાબેન- કોઈ કંઈ જ નહીં બોલે.

રિની- મમ્મી તું કંઈ તો સમજ ગામડે જઈને શું કરીશ હું? એમપણ આજે બે જગ્યાએ ઈન્ટરવ્યુ છે મારે.

આશાબેન- સારૂં તારી પાસે આજનો દિવસ છે જો જોબ નહીં મળે તો સાંજની બસમાં ઘરે.. પછી હું તારું કંઈ નઈ સાંભળું.

રિની ફટાફટ તૈયાર થઈ ઈન્ટરવ્યુ માટે નીકળે છે.

શું રિનીને જોબ મળશે?

પરાગ અને રિની એકબીજા મળશે ખરા?

રિનીને અમદાવાદમાં રહેવા મળશે કે નહીં?

વધુ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ -2

સ્ટોરી કેવી લાગી તે જરૂર જણાવજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 2 માસ પહેલા

Charmy

Charmy 9 માસ પહેલા

Rupalben Mehta

Rupalben Mehta 12 માસ પહેલા

Swati

Swati 1 વર્ષ પહેલા

Munjal Shah

Munjal Shah 1 વર્ષ પહેલા