પરાગિની – ૩૦
નવીનભાઈ પરાગને ફોન કરે છે.
નવીનભાઈ- ટીયાની અચાનક જ તબિયત બગડી ગઈ હતી... તેને અચાનક જ પેટમાં દુખાવો શરૂ થઈ ગયો..શાલિની તેની સાથે જ હતી તે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ છે. ટીયાની તબિયત સારી છે પણ બાળક આ દુનિયામાં નથી રહ્યું...!
પરાગ- શું? કેવી રીતે થયું? હું હમણાં જ પહોંચુ છું...
બાળકનાં જવાથી પરાગ દુ:ખી થઈ જાય છે.
પરાગ સીધો હોસ્પિટલ પર પહોંચે છે.
ટીયા અંદર રૂમમાં હોય છે ડોક્ટર તેનું ચેકઅપ કરતાં હોય છે. પરાગ બધા ઘરવાળાને પૂછે છે કે ટીયાને કેવું છે?
સમર- ભાઈ, ટીયા અંદર છે.. ડોક્ટર તેનું ચેકઅપ કરે છે.
એટલાંમાં જ ડોક્ટર બહાર આવીને કહે છે, ટીયાને સારું છે તમે એને મળી શકો છો... બધા અંદર રૂમમાં જાય છે.
શાલિની- તને હવે કેવું છે?
ટીયા નાટક કરતાં કહે છે, મને તો સારૂં છે પણ મારું બાળક.... આટલું કહી રડવાંનું નાટક કરે છે. પરાગ તેને સાંત્વના આપે છે અને આરામ કરવાનું કહી બહાર જતો રહે છે.
આ બાજુ એશા અને નિશા રિનીને ટીયાની ફેક પ્રેગ્નન્સી બાબતે જણાવવાનું નક્કી કરે છે. આ વાત તેઓ પરાગને કહેવાના હોય છે પરંતુ નવીનભાઈનો ફોન આવતાં પરાગ જતો રહે છે. એશા અને નિશા રિનીને ફોન કરી રિવરફ્રન્ટ પાસે બોલાવે છે.
રિની ઓફિસથી સીધી રિવરફ્રન્ટ પર પહોંચે છે.
રિની- શું વાત હતી દોસ્તો કે તમે મને અહીં બોલાવી... આપણે ઘરે પણ વાત કરી લેતે ને..!
એશા- વાત અગત્યની છે અને ઘરે થાય એવી નથી એટલે.....
રિની- શું વાત છે?
નિશા- બે વાત છે.. એક વાત સારી છે અને બીજી વાત નથી સારી...!
રિની- હા, તો કહો ને...
એશા- ટીયા પ્રેગનન્ટ નથી... એ જૂઠ્ઠું બોલે છે...
આ વાત સાંભળી રિની ખુશ થઈ જાય છે.
રિની- તમે સાચું કહો છો?
નિશા- હા.. એકદમ
રિની- હવે બીજી સારી વાત કંઈ નથી?
નિશા- આ જે વાત કહીને ટીયાની ફેક પ્રેગ્નન્સીની તેના પુરાવા નથી અમારી પાસે...! તેનો આખો પ્લાન છે આ....
રિની- કેટલી બેશરમ છોકરી છે ટીયા...! એટલે પરાગને કંઈ ખબર જ નથી? અત્યાર સુધી એ એક કાલ્પનિક બાળક માટે આટલું બધુ જતું કર્યુ? હું બધી જ સચ્ચાઈ પરાગને જણાવીને જ રહીશ ગમે તે થાય...!
એશા- રિની.... આપણે પરાગને બધી જ વાત જણાવીશું પણ પુરાવા મળ્યા પછી...
રિની- ટીયાના લીધે મારા અને પરાગ વચ્ચે કેટલાં પ્રોબ્લમ્સ થયા... એને તો હું છોડું નહીં...!
એશા- હવે તારી અને પરાગ વચ્ચે કોઈ નહીં આવે... હવે તું જઈને પરાગને કહી આવ કે રિની ફક્ત તારી જ છે.
રિની- હા... પણ પરાગ હંમેશા જતાવે છે કે તે મને પ્રેમ કરે છે એને કોઈ દિવસ મને કહ્યું નથી... જો હું મારા મનની વાત કહી દઈશ અને એ ના પાડશે તો....?
એશા- એ બધી વાત પછી આપણે જોઈ લઈશું પહેલા ટીયાનું કંઈક કરીએ?
ત્રણેય ઘરે જવા નીકળી જાય છે.
પરાગ નવીનભાઈ, દાદી અને સમર સાથે બહાર બેઠો હોય છે. પરાગ ઉદાસ હોય છે.
નવીનભાઈ- કમ ઓન.. પરાગ..! આમ દુ:ખી થવાથી બધુ સારૂ નહીં થઈ જાય...
પરાગ- પપ્પા મને પહેલા આ બાળક નહોતું જોઈતું... પણ હવે એ આ દુનિયામાં નથી તો મને તેનું દુ:ખ થાય છે..
સમર- ભાઈ, હવે આમાં આપણે કંઈ ના કરી શકીએ...!
શાલિની ટીયાની રૂમમાં જાય છે દરવાજો અંદરથી લોક કરી દે છે અને તાલીઓ પાડીને ટીયાને કહે છે, શું વાત છે ટીયા.. બહુ જ જબરદસ્ત એક્ટીંગ કરીને તે તો...! એક મિનિટ માટે તો મને પણ એવું જ લાગ્યું કે આ એક્ટીંગ નથી..!
ટીયા- (બિન્દાસથી) હા... બધાને જોઈ મને થયું કે થોડી ઈમોશનલ એક્ટીંગ કરી લઉં... બાય ધ વે થેન્ક યુ મારી મદદ કરવાં માટે...!
એક વીક પછી દિવાળી આવવાની હોય છે. રિનીને પાંચ દિવસની રજા મળી હોય છે દિવાળી માટે... ઓફિસ અને રિનીના ઘરે દિવાળીની તૈયારીઓ ચાલી રહી હોય છે. રિનીએ બે-ત્રણ માણસના મદદથી ઓફિસને એકદમ સુંદર રીતે શણગારી હોય છે.
સુંદર શણગારેલી ઓફિસને જોઈ પરાગ સિયાને પૂછે છે, આ આટલું સુંદર આયોજન અને ડેકોરેશન કોણે કરાવ્યું છે?
સિયા- (ગભરાતાં) કેમ સર? તમને ના ગમ્યું?
પરાગ- અરે... બહુ જ ગમ્યું..! જેણે ડેકોરેશન કર્યું છે તેને મારી કેબિનમાં મોકલો..
સિયા- હા, સર
સિયા રિનીને ફોન કરી પરાગ સરની કેબિનમાં જવાનું કહે છે.
રિની પરાગની કેબિનમાં જાય છે. પરાગ લેપટોપમાં જોઈને તેનું કામ કર્યા કરતો હોય છે.
રિની- સર... તમે કેમ બોલાવી મને?
પરાગ- મેં તને ક્યાં બોલાવી જ છે?
રિની- સિયાએ મને કહ્યું સર તને બોલાવે છે...
પરાગ- મેં એને એવું કહ્યું કે ઓફિસનું ડેકોરેશન જેણે કર્યુ છે એને મારી કેબિનમાં મોકલો....
રિની- ડેકોરેશન મેં જ કર્યુ છે.
પરાગ રિની તરફ ઊંચું જોઈ છે અને કહે છે, સાચેમાં જ તે કર્યુ?
રિની- હા... સર.. કેમ તમને નથી ગમ્યું? તો હું ચેન્જ કરી દઉં.. મને એમ કે મારી રીતે કરાવી દઉં... સોરી મારે તમને પૂછવું જોઈતું હતું... હું હમણાં જ બધુ ચેન્જ કરાવી દઉં છું..
રિની બોલ્યા જ કરતી હોય છે અને પરાગ તેની ચેર પરથી ઊભો થઈ રિનીની સામે ઊભો રહે છે અને રિનીના હોઠ પર આંગળી મૂકી દે છે. રિની ચૂપ થઈને પરાગને જોયા જ કરે છે.
પરાગ- મને બહુ જ ગમ્યું ડેકોરેશન... થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ ડેકોરેશન...
પરાગની આંગળી હજી રિનીના હોઠ પર જ હોય છે તેથી રિની કંઈ બોલી નથી શકતી..
એક કામ કર તું... ઓફિસ ટાઈમ પતે પછી મારી સાથે જ મારા ઘરે આવજે આપણે બંને સાથે મળીને ઘર ડેકોરેટ કરીશું... સામાનનું લિસ્ટ બનાવી દેજે અને મને આપી દેજે હું મંગાવી દઈશ...!
રિની પરાગની આંગળી તરફ ઈશારો કરીને પરાગને આંગળી હટાવવા કહે છે.
પરાગ તરત આંગળી હટાવી દે છે.
રિની- થેન્ક યુ સર.. અને હું લિસ્ટ બનાવીને આપી જઉં છુ.
રિની તેના ડેસ્ક પર જઈ લિસ્ટ બનાવી પરાગને આપી આવે છે.
પાંચ વાગ્યે ઓફિસને સમય પૂરો થતાં પરાગ અને રિની બંને પરાગના ઘરે જવા નીકળે છે. ઘરે જઈ બંને ફ્રેશ થાય છે અને રિની બંને માટે કોફી બનાવે છે. બંને સાથે ગાર્ડનનાં બેસી કોફી પી છે.
રિની હજી જાણતી નથી કે ટીયાનું કાલ્પનિક બાળક આ દુનિયામા નથી રહ્યું... પરાગ પણ કામમાં વ્યસ્ત હોય છે તો રિનીને કહેવાનું ભૂલી જાય છે. પરાગ હવે ખુશ છે કે ટીયા હવે તેની લાઈફનો પાર્ટ નથી.. પણ તે બાળક હવે નથી રહ્યું તેનું દુ:ખ છે. સામે રિનીને પણ કહેવું છે કે ટીયા પ્રેગ્નન્સીનું નાટક કરે છે પણ પ્રૂફ વગર તે બોલી નથી શકતી..!
ડેકોરેશનનો બધા સામાન પરાગના ઘર પર આવી જાય છે. રિની ફોન કરી તેની મમ્મીને કહી દે છે કે થોડું મોડું થશે ઘરે આવતા..!
પરાગ અને રિની ડેકોરેટ કરવાંનું ચાલું કરે છે. આખા ઘરને લાઈટ સિરિઝ લગાવી ડેકોરેટ કરે છે. ગાર્ડનમાં જેટલાં ઝાડ હોય છે ત્યાં હેગીંગ લાઈટ્સ, સિરિઝ લગાવી ડેકોરેટ કરે છે. ઝાડ પર લાઈટ લગાવવા રિની સીડીના મદદ થી ઉપર ચડે છે તે લાઈટ ઝાડની ડાળા પર વિટાળતી હોય છે તેનાથી ઉપર સરખું પહોંચાતું નથી તેથી તે સહેજ પગ ઊંચો કરી લાઈટ લગાવવા જતી હોય છે કે તેનું બેલેન્સ ખોરવાઈ જાય છે અને તે નીચે પડવા જ જતી હોય છે પરાગ ફટાફટ તેની તરફ આવી તેને પકડી લે છે. રિની પરાગને એકદમ ફિટ પકડી રાખે છે. પરાગ તેને પ્રેમથી લડે છે, રિની તું શું કરવાં ઉપર ચડી.. મને કહ્યું હોત તો.. પ્લીઝ ધ્યાન રાખ તારું... તને કંઈ થઈ જશે તો?
રિની- તો તમને શું થશે?
પરાગ- કંઈ નહીં.. ચાલ કામ પતાવીએ..!
બંને કામ પર લાગી જાય છે.. કામ કરતાં વચ્ચે બંને એકબીજાને જોઈ લેતા.. ઘરની અંદર પણ રિની તેના મુજબ ડેકોરેટીવ આઈટમમાં ફેરફાર કરી ગોઠવે છે. અમુક વસ્તુ તે પરાગને સમજાવે છે કે દિવાળીના દિવસે બહાર અમુક જગ્યાએ કેવી રીતે દિવા કરવા અને મૂકવા.. રિની કામ પતાવી ઘરે જવા નીકળી જાય છે.
દિવાળીના વેકેશન પર રિની તેની મમ્મી સાથે જેતપુર જાય છે. પરાગ અને રિની ક્યારેક ફોન પર કાં તો મેસેજથી વાત કરી લેતા..!
વેકેશન પૂરું થતાં જ રિની અમદાવાદ આવી જાય છે. પહેલું કામ તે ટીયા વિરુધ્ધ પુરાવા શોધવાનું કરે છે. ત્રણેય બહેનપણીઓ પુરાવા શોધવામાં લાગી જાય છે.. પરંતુ ટીયાએ તેનું કામ ખૂબ જ સફાઈથી કર્યું હોય છે જેથી તેમને કંઈ મળતું નથી.
**********
વેકેશન પછી રિની આજે ઓફિસ જાય છે. તેની આંખો પરાગને જોવા માટે તરસી રહી હોય છે. આ બાજુ પરાગને પણ એવું જ હોય છે. રિની કેબિનમાં જઈને જોઈ છે તો હજી પરાગ આવ્યો નથી હોતો તેથી તે જૈનિકાને મળવાં જતી રહે છે. જ્યાં વાતમાં વાત રિનીને જાણવાં મળે છે કે ટીયાનું બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું.. જૈનિકા તેને બધુ જણાવે છે. રિનીને મનમાં થાય છે કે ટીયા કરવાં શું માંગે છે..?
પરાગ ઓફિસમાં આવી ગયો છે તે જાણ રિનીને થતાં તે કોફી લઈ પરાગની કેબિનમાં જાય છે.
રિની- સર તમારી કોફી...
પરાગ- હમ્મ... કેમ છે રિની તું?
રિની- બસ મજામાં... તમે?
પરાગ- પહેલા કરતાં સારું છે...
રિની- ટીયાને હવે કેમ છે?
પરાગ- કોઈ બીજા ટોપિક પર વાત કરીએ?
રિની- હા, કેમ નહીં..!
બંને આમ તેમ થોડી વાત કરી કામ પર લાગી જાય છે.
પરાગ રિનીને પ્રેમ કરે છે તે વાત પરાગ પોતે કહે તે માટે જૈનિકા રિનીને કંઈક કરવાં કહે છે. એશા અને નિશા તેને એક પ્લાન સમજાવે છે જેનાથી પરાગ જાતે જ કહે કે તે રિનીને પ્રેમ કરે છે.
નક્કી કર્યા પ્રમાણે રિની જ્યારે પણ પરાગની આસપાસ હોય ત્યારે એશા રિનીને ફોન કરતી અને બંને નાટક કરતાં કે રિની કોઈ છોકરા જોડે વાત કરે છે એમ... પરાગ નોટિસ કરે છે કે વેકેશન બાદ રિની વારંવાર ફોન પર હસીને કોઈ છોકરાં સાથે વાત કરે છે આ જ વાત પરાગને ખૂંચે છે. પરાગ તેનું મન હલકું કરવાં કંપનીમાં આંટો મારવાં નીકળે છે. ઉપર પ્રોડક્શન હાઉસમાં સમરને કામ કરતાં જોઈ તે ખુશ થાય છે.
પરાગ સમર પાસે જઈને કહે છે, શું વાત છે.. સૂરજ કંઈ દિશામાં ઊગ્યો છે? સમર ઓફિસમાં આટલી સિરિયસ કામ કરે છે?
સમર- હા, ભાઈ.. કામ તો કરવું જ પડે ને...
પરાગ- ચાલો.. સારું કહેવાય..!
સમર- કેવું લાગ્યું? એટલે કે કામ અને વેકેશન પછી?
પરાગ- ખરેખરમાં કહું તો બહુ બધુ બદલાઈ ગયું છે..!
સમર- બદલાવ તો જરૂરી છે ભાઈ.. પણ કંઈ પ્રોબ્લમ થયો છે? તમારો ભાઈ છું.. મારી સાથે કોઈ પણ વાત શેર કરી શકો છો..
પરાગ- હમ્મ... હા.. એક છોકરી તમને રોજ મળે છે અને અચાનક એ એકદમ બદલાઈ જાય તો શું કરવાનું?
સમર- તમે કંઈ છોકરીની વાત કરો છો ભાઈ?
પરાગ- હું કોઈ એક છોકરીની વાત નથી કરતો એ કોઈ પણ હોઈ શકે છે.
સમર- ઓકે.. પણ તમે કેવા પ્રકારના બદલાવની વાત કરવા માંગો છો?
પરાગ- અમ્મમ... કોઈ પણ બદલાવ એટલે કે એ આખી જ બદલાય જાય છે.
સમર- છોકરીઓ સમય સાથે બદલાય છે ભાઈ... પણ જે છોકરી તમારા દિલની નજીક હોય અને એ છોકરી વગર કારણે તમારાથી દૂર રહેવા માંગે છે તો એ ખતરાની ઘંટી છે. હોઈ શકે એની લાઈફમાં કોઈ પ્રોબ્લમ્સ ચાલતી હોય નહીં તો એની લાઈફમાં કોઈ બીજો છોકરો આવી ગયો હોય..!
આ સાંભળી પરાગને ચિંતા થવા લાગે છે તે કંઈક રિનીની લાઈફમાં કોઈ બીજુ તો નથી આવી ગયું ને?
શું પરાગ તેના મનની વાત ખુલ્લામનથી રિનીને કરી શકશે?
શુ ટીયાની ફેક પ્રેગ્નન્સી બાબતે પરાગને જાણ થશે?
વાંચતા રહો આગળનો ભાગ - ૩૧