પરાગિની - 28 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 28

પરાગિની ૨૮

રિનીને એક વાતની ખાતરી થઈ જાય છે કે પરાગ ફક્ત તેને જ પ્રેમ કરે છે પરંતુ પરાગ તેને જૂઠ્ઠું કેમ બોલ્યા તે તેને ખબર નથી પડતી..! તે વિચારે છે તે પરાગ પાસેથી જાણીને જ રહેશે કે તેઓએ મને ખોટું કેમ કહ્યું. તે દાદીની વાત યાદ કરી ખુશ થતી થતી કામ પતાવી ઘરે જવા નીકળે છે.

આ બાજુ શાલિનીએ મીડિયામાં ન્યૂઝ આપી દીધી હોય છે પરાગ અને ટીયાના મેરેજની....!

પરાગને જાણ થતાં તે ટેલિવિઝન ચાલુ કરીને ન્યૂઝ જોઈ છે તેને ખૂબ ગુસ્સો આવે છે. તે તરત ગાડી લઈ તેના પપ્પાના ઘરે પહોંચે છે અને શાલિનીમાઁને કહે છે, મેં પહેલા જ ચોખવટ કરી હતી કે મીડિયા સુધી મેરેજની વાત ન પહોંચવી જોઈએ... આખરે તમે તમારૂં કામ કરી જ દીધું..!

શાલિની તેના બચાવમાં બોલે છે, મેં કંઈ જ નથી કર્યું... આ લોકોનું તો કામ જ છે આ બધું...

પરાગ ગુસ્સામાં જતો રહે છે અને શાલિની લુચ્ચુ સ્મિત આપી તેના રૂમમાં જતી રહે છે.

રિની ઘરે પહોંચી ફ્રેશ થઈ ઘરકામમાં લાગી જાય છે. એશા અને નિશા પણ આવી ગયા હોય છે તેઓ રિનીને જોઈ છે.. રિની મલકાયા કરતી હોય છે અને ગીત ગાયા કરતા હોય છે.

એશા- શું વાત છે રિની? બહુ મલકાય છેને...!

રિની- વાત જ એવી છે તે...

નિશા- ઓહ્હો..... જલદી કહે ચાલ....

દાદી સાથે થયેલી બધી વાત રિની બંને ને કહે છે.

એશા અને નિશા બંને ખુશ થઈ જાય છે. રિની પછી કામ કરવા કીચનમાં જતી રહે છે. તેના ગયા બાદ એશા અને નિશા નક્કી કરે છે કે કેવી રીતે ટીયા વિરુધ્ધ પુરાવા ભેગા કરવા...!

સમરને જાણ થાય છે કે તેની મમ્મીએ જે કર્યું તેના લીધે ભાઈ ગુસ્સામાં હતા તેથી તે પરાગને મળવાં તેના ઘરે જાય છે. પરાગ ઉપર રૂમમાં હોય છે. સમર અંદર આવે છે જોઈ છે કે સેન્ટર ટેબલ પર રિની અને પરાગના ફોટોસ પડ્યા હોય છે. પરાગે રિનીને પાણીમાંથી બહાર કાઢી હોય છે તે વખતનાં ફોટો હોય છે. સમર ફોટોસ જોતો હોય છે ત્યારે જ પરાગ નીચે આવે છે.

સમર- ભાઈ.. આ રિનીના ફોટોસ અહીં ટેબલ પર હજી શું કરે છે? અને એ પણ તમારા ઘરે?

પરાગ કંઈ જવાબ નથી આપતો... સમર સમજી જાય છે કે ભાઈ અને રિની વચ્ચે કંઈ છે જે એકબીજાને ગમવા કરતાં પણ વધારે છે. તે આગળ કંઈ બોલતો નથી અને વાત બદલી કાઢે છે.

રીટાદીદીનો કઝીન નમન બધા સાથે ભળી ગયો હોય છે. વિકેન્ડ આવતું હોવાથી ત્રણેય બહેનપણીઓ અને નમન કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારે છે. રીટાદીદી અને આશાબેન બંને કામ હોવાથી ત્રણ દિવસ માટે બહારગામ જવાના હોય છે.

વિકેન્ડની રજા હોવાથી માનવ પણ તેનો સમય એશા સાથે વિતાવવા માંગતો હોય છે તેથી તે એશાને ફોન લગાવે છે પણ એશા ફોન નથી ઉપાડતી..! માનવ ત્રણ થી ચાર વખત ફોન કરે છે પણ તે ફોન ઉપાડતી નથી. માનવ થોડો ચિંતામાં આવી જાય છે. માનવ તરત સમરને ફોન કરી કહે છે અને સમર તેને કહે છે ચાલને આપણે ઘરે જઈને જોઈ આવ્યે કે એશાભાભીને શું થયું છે...!

આ બાજુ ટીયા સવારથી પરાગને ફોન પર ફોન કરતી હોય છે પણ પરાગ જાણી જોઈને ટીયાનો ફોન નથી લેતો. ટીયા તરત સમરને ફોન કરી પરાગને કહી ફોન કરાવવા કહે છે.

માનવ અને સમર રિનીના ઘરે પહોંચે છે. ત્રણેય બહેનપણીઓ અને નમન લીવીંગ રૂમમાં બેસીને ટેલિવિઝન જોતા હોય છે. માનવ ડોરબેલ મારે છે, નિશા દરવાજો ખોલે છે. તે જોઈ છે કે માનવ અને સમર ઊભા હોય છે.

નિશા- તમે બંને અહીં શું કરો છો?

માનવ- એશા ક્યાં છે?

નિશા જવાબ આપે એની પહેલા માનવ અંદર જતો રહે છે. તે જોઈ છે કે એશા એક છોકરાની બાજુમાં બેઠી હોય છે. આ જોઈને માનવને ગુસ્સો આવે છે. એશા પણ માનવને અચાનક અહીં જોઈ આશ્ચર્ય પામે છે.

માનવ- (ગુસ્સામાં) એશા આ છોકરો કોણ છે? અને તું મારો ફોન કેમ નથી ઉપાડતી?

એશા- મારો ફોન અંદરના રૂમમાં ચાર્જીગ માટે મૂક્યો છે એટલે મને રીંગ નઈ સંભળાય હોય..

માનવ- હા, પણ આ છોકરો કોણ છે?

એશા- આ રીટાદીદીનો કઝીન નમન છે. થોડા દિવસ અહીં ઉપરના માળે જ રહેવાનો છે.

માનવ થોડો શાંત થાય છે અને હા કહી એશા અને નમનની વચ્ચે બેસી જાય છે.

માનવ નમન સાથે થોડી વાતચીત કરે છે. આ બાજુ સમર અને નિશા વાત કરે છે. નિશા સમરને તેમની સાથે ફરવા આવવા માટે કહે છે. સમર નિશાને હા કહી દે છે. સમર પરાગને પણ ફોન કરી તેમની સાથે આવવા માટે કહે છે. પરાગ પણ હા કહી દે છે તે વિચારીને કે ટીયાથી થોડો છૂટકારો મળે.. પણ તેને એ નહોતી ખબર કે રિની પણ તેમની સાથે જવાની છે.

સમર- ભાઈ, હું તમને લોકેશન મોકલી દઈશ.

પરાગ હા કહી ફોન મૂકે છે.

અહીંથી માનવ, સમર, એશા, નિશા અને રિની ફરવા માટે નીકળી જાય છે. તેઓ ઝાંઝરી ધોધએ જવાનું નક્કી કરે છે. સમર પરાગને લોકેશન મોકલી દે છે. કલાકમાં તેઓ તે જગ્યા પર પહોંચી જાય છે.

થોડીવાર બાદ પરાગ પણ ત્યાં પહોંચી જાય છે. પરાગ સમરને ફોન કરી તે લોકો જ્યાં બેઠા હોય છે ત્યાં પહોંચે છે.

રિની, નિશા અને એશા અલગ બેઠા હોય છે તેઓ બધી ખાવાની વસ્તુને અલગ કરતાં હોય છે, સમર અને માનવ ફોટો ક્લિક કરતાં હોય છે.

રિની- કાશ...! આપણી સાથે પરાગ હોત તો થોડી વધારે મજા આવતે...!

એશા- ઓહ... બકુડી.. એવા દિવસો પણ આવશે... ડોન્ટ વરી...!

નિશા- હા... થોડી રાહ જો..!

એટલામાં જ પરાગ ત્યાં આવે છે.

નિશા- આશિકનું નામ લીધું અને હાજર પણ થઈ ગયો...!

રિની- એટલે?

નિશા- એટલે કે તું પાછળ ફરીને જો....

રિની પાછળ ફરીને જોઈ છે તો સાચેમાં જ પરાગ આવતો હોય છે.

રિની- (શોકમાં) પરાગ અહીં ક્યાંથી?

નિશા- (આંખ મારતાં) આ નેક કામ મેં કર્યુ છે..! એટલે કે સમરને કહીને...! થેન્ક યુ ના કહીશ... બસ તું એન્જોય કર..!

રિની ખુશ થઈ જાય છે.

એશા અને નિશા પરાગને હાય કહે છે.

પરાગ સમરને કહે છે, રિની અહીં આવવાની હતી તો તે મને કહ્યુ કેમ ના?

સમર- રિનીથી તમને શું પ્રોબ્લમ છે?

આજકાલ મેરેજને લઈને પરાગ અને રિની વચ્ચે મતભેદ ચાલી રહ્યો હોય છે અને રિનીને કોઈ વાતનું દુ:ખ ના થાય તેથી પરાગ રિનીથી દૂર જ રહેતો...!

પરાગ- પ્રોબ્લમ તો કંઈ નથી પણ...

સમર- ઓહ... તો તમારે ટીયા સાથે રહેવું હતુ?

પરાગ- સહેજ પણ નહીં... પરંતુ હું કંઈ સારૂં પ્લાનિંગ કરતે ને...!

સમર- ભાઈ બધા ઓળખીતા જ છે... તમને શું વાંધો છે?

પરાગ- કંઈ નહીં ચાલો ત્યારે એન્જોય કરીએ...!

સમર- ચાલો...

પરાગને રિની સાથે વાત કર્યા વગર ચાલતુ નથી તે ઘણો કંટ્રોલ કરે છે પણ સામે રિની હોય તો તે પોતાની જાતને રોકી નથી શકતો... રિની તેની સાથે હોય ત્યારે તેને શૂકુન મહેસૂસ થતું..

આખો દિવસ તેઓ બધા સાથે મસ્તી કરે છે, ઘણા ફોટોસ ક્લિક કરે છે. પરાગ અને રિની પણ એકબીજા સાથે સમય વિતાવે છે.

બધાને કકડીને ભૂખ લાગી હોય છે. તેઓ જે ઘરેથી લઈને આવ્યા હોય તે બધુ જ પૂરું થઈ ગયું હોય છે ફક્ત મેગી અને અમુક રેડી ટુ ઈટના પેકેટ્સ રહ્યા હોય છે. બધાને મેગી ખાવી હોય છે. આજુબાજુ કોઈ દુકાન પણ નથી હોતી કે ત્યાંથી તેઓ કંઈ લઈને ખાય શકે..! મેગી બનાવવા માટે કોઈ વાસણ પણ નથી હોતું તેમની પાસે તેથી બધા ભેગા મળી કંઈક નક્કી કરે છે.

માનવ અને એશાને નાની લાકડીઓ ભેગી કરવાની જ્યારે સમર અને નિશા કંઈક વાસણ જેવું શોધી લાવશે જેથી તેઓ તેમાં મેગી બનાવી શકે..! પરાગ અને રિની ત્યાં જ બેસીને બધી તૈયારી કરશે.

એશા નિશાને સાઈડ પર બોલાવી કહે છે, નિશા આ જ તને ચાન્સ મળ્યો છે તું સમરને પૂછી જોજે કે ટીયા કયાં ક્લિનીકમાં ચેકઅપ કરવાં જાય છે..?

બધા પોત પોતાના કામમાં લાગી જાય છે.

લાકડીઓ વીણતા એશા માનવ પાસેથી ટીયા કયાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાય છે તે જાણવાની કોશિશ કરે છે પણ ખાસ કંઈ જાણવા નથી મળતું તેને..!

આ બાજુ નિશા સમર સાથે ગોળ ગોળ વાતો કરી ક્લિનીકનું નામ જાણી લે છે. તેમને એક કાચું મકાન દેખાય છે ત્યાં જઈ તેઓ એક વાસણની માંગણી કરે છે અને જતાં તેઓ પાછા આપતા જશે તેવો વાયદો કરી તપેલી લઈ નીકળી જાય છે.

પરાગ અને રિની ખૂબ વાતો કરે છે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવા મળે છે. પરાગ બધુ ભૂલી રિનીમય બની જાય છે.

બધી સામગ્રી લઈ ચારેય જણા પહોંચે છે. માનવ અને સમર ચૂલા જેવું બનાવી અંદર લાકડીઓ ગાઠવીને આગ લગાવે છે. રિની તપેલીમાં માપસર પાણી રેડીને ચૂલા પર મૂકે છે. પાણી ગરમ થયા બાદ રિની મેગી બનાવે છે.

બધા પેટ ભરીને મેગી ખાય છે. પરાગે કોઈ દિવસ મેગી ચાખી નથી હોતી પણ આજે તે મેગી ખાય છે. તે રિનીને કહે છે, મેગી ખૂબ જ ટેસ્ટી બનાવી છે તે..!

એશા- પરાગ સર.. તમે હજી રિનીના હાથની રસોઈ નથી જમી.. બધી જ વાનગીઓ જોરદાર બનાવે છે.

કોઈક વખતતો ચાખજો..!

પરાગ- રિનીની ઈચ્છા હશે તો જરૂરથી ચાખીશ..!

રિની- હા.. કેમ નહીં..!

સમર- હા.. રિની મેગી બહુ જ મસ્ત બનાવી હતી હા...!

રિની- થેન્ક યુ..!

સાંજ થવાની હોય છે તેથી તેઓ બધા ઘરે જવા નીકળે છે. પરાગ અને રિની એક ગાડીમાં સાથે નીકળે છે. સમર, નિશા, એશા અને માનવ બીજી ગાડીમાં સાથે નીકળે છે. તેઓ વાસણ પાછું આપી આભાર કહી નીકળી જાય છે.

રિની પરાગને કહે છે, તમે મને જૂઠ્ઠું કેમ કહ્યું?

પરાગ- મેં તને કોઈ જૂઠ્ઠું નથી બોલ્યો? અને તું શેની વાત કરે છે?

રિની- એ જ કે તમે ટીયાને પ્રેમ કરો છો..! મને જૈનિકા, સમર અને આજે દાદીએ પણ કહ્યું કે આ મેરેજ બસ એક ફોર્માલિટી છે. તમે કોઈ બીજાને પ્રેમ કરો છો..!

પરાગ થોડો અકળાઈ જાય છે, તે ગાડી સાઈડ પર કરી બહાર જતો રહે છે અને થોડો આગળ પુલ જેવું હોય છે ત્યાં જઈ ને ઊભો રહી જાય છે. રિની ગાડીમાંથી ઊતરી તેની પાછળ જાય છે અને પરાગની સામે જઈને ઊભી રહી જાય છે.

પરાગ- (ગુસ્સામાં) રિની, આજે તારે જે બોલવું હોય.. જે કહેવું હોય તે કહી દે.. હું સાંભળું છું.. ચાલ બોલવા માંડ....!

રિની થોડી ઈમોશનલ થઈ જાય છે અને કહે છે, મેં તો મારી વાત કહી જ દીધી છે, મારે તો તમારી વાત સાંભળવી છે કે તમારા મનમાં શું છે? એવી તો શું વાત હતી કે તમારે જૂઠ્ઠું બોલવું પડ્યુ?

પરાગ થોડો શાંત થાય છે અને કહે છે, હા... તે દિવસે હું જૂઠ્ઠું બોલ્યો હતો.. કેમ કે મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નહતો..

રિની- પણ કેમ?? એમાં જૂઠ્ઠું બોલવા જેવું કંઈ હતું જ નહીં તો કેમ જૂઠ્ઠું બોલ્યા?

પરાગ- કેમ કે... તને કંઈ થઈ ના જાય.. તું દુ:ખી ના થાય...

રિની- મને શું થવાનું? અને તમને શું લાગ્યું કે જૂઠ્ઠું બોલીને તમે મને તમારાથી દૂર રાખી શકશો?

રિની બોલતા બોલતા રડવા લાગે છે...

રિની- આપણી વચ્ચે આવું તો ક્યારેય નથી થયું... મને એમ થતું હતું કે મેં કંઈ ખોટું કર્યુ છે એટલે તમે મારી સાથે આવું કરતાં હશો... મને એનું દુ:ખ નથી કે તમે ટીયા સાથે મેરેજ કરી રહ્યા છો... બસ તમે તમારા મનની વાત પણ મને ના કહી શક્યા... કદાચ કહી દીધી હોત તો.....

પરાગ રિનીનો હાથ પકડવા જાય છે પણ રિની તેનો હાથ પરાગના હાથમાંથી પાછો લઈ લે છે.

રિની- એક સિમ્પલ જ વાત હતી પરાગ... તમે એ વાતને કેટલી કોમ્પલીકેટેડ બનાવી દીધી... વાત ફક્ત દિલની જ હતી... તે પણ આપણા બંનેની...

પરાગને ભારોભાર પછ્તાવો થઈ રહ્યો હોય છે તે કંઈ બોલતો નથી...

રિની આટલું કહી રડતી રડતી જતી રહે છે...

શું પરાગ રિની પ્રત્યેનાં પ્રેમનો સ્વીકાર કરી શકશે?

એશા અને નિશા ટીયાની સચ્ચાઈ કેવી રીતે જાણી શકશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૨૯