પરાગિની - 8 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 8

પરાગિની

પરાગને રિની મળી જાય છે તે ફટાફટ ગાડીમાંથી ઊતરી રિની પાસે છે.

પરાગ- રિની, ચાલ ગાડીમાં સાંજ પડવા જ આવી છે આવા સૂમસામ જગ્યામાં ક્યાંક ભૂલાના પડી જઈએ..!

રિની- (એટીટ્યૂડમાં) મારે તમારી સાથે નથી આવું..!

પરાગ- જો રિની ખોટી જીદ ના કરીશ, ત્યાં તારી દોસ્ત પણ એકલી છે અને સાંજ થવા આવી છે.

રિની- તમારે જે વાત કરવી હોય તે અહીં કરી શકો છો. એક કામ કરીએ જુઓ ત્યાં કંઈક તળાવ જેવું દેખાય છે પાણી પણ લેતા આવીએ અને તમારે જે વાત કરવી છે એ પણ કરી લેજો.

પરાગ- ઠીક છે ચાલો.

બંને ચાલતા ચાલતા તળાવ પાસે જાય છે.

આ બાજુ માનવ એશા ગાડી સરખી કરતો હોય છે અને બોલ્યા જ કરતો હોય છે.

એશા માનવથી ચિડાઈ ગઈ હોય છે પણ તે કંઈ બોલતા નથી. મનમાં ને મનમાં બોલે છે કે પરાગ અને રિની જલ્દી આવી જાય તો સારું તો આ ચીપકુથી પીછો છૂટે..!

એશાને ખબર પડી જાય છે માનવને હું ગમવા લાગી છું પણ એશાને પ્રેમ શબ્દ અને છોકરાઓથી એલર્જી હોય છે.

પરાગ રિનીની આગળ આવી તેનો રસ્તો રોકતા કહે છે, ક્યારનો તારી સાથે વાત કરવાની કોશિશ કરું છું અને તું મને એટીટ્યુડ બતાવ્યા કરે છે.

રિની- હા તો બોલો, હું તમારી વાત સાંભળું છું.

પરાગ- (ખચકાતાં) મારી સમર અને જૈનિકી સાથે વાત થઈ અને મને.. ખબર પડી સચ્ચાઈ ની..! મારી ગેરસમજ થઈ હતી...!

રિની- ઓહ..! ગેરસમજ કે પછી ભૂલ? તમારી ભૂલ તો કોઈ દિવસ માનો જ નહીં તમે?

પરાગ- એવું નથી..! મારાથી ગેરસમજ થઈ હતી.

આઈ એમ સોરી રિની. મારી ગેરસમજના લીધે તે જોબ છોડી દીધી હતી. તું કાલથી જોઈન કરી શકે છે.

મને નથી ખબર કે તું કાલથી કંપનીએ આવીશ કે નઈ કે..! મારે તારી માફી માંગવી હતી એ માંગી લીધી છે.

રિની- હેં... મિસ્ટર પરાગ શાહએ પહેલી વખત કોઈને સોરી કીધું હશે. ઈટ્સ ઓકે. મેં તમને માફ કર્યા પણ કંપની જોઈન કરીશ કે નહીં તે અત્યારથી ના કહી શકુ તમને..!

રિની બોટલમાં પાણી ભરી લે છે અને બંને પછી એશા પાસે જાય છે.

એશા- થેન્ક ગોડ..! રિની તું આવી ગઈ આ માણસે તો મારૂં માથું ચડાવી દાધું.

રિની- શું થયું એશા? માનવ સારો વ્યકિત છે.

માનવ- ઓહ.. તો તારું નામ એશા છે..! હાય..! કેટલું સરસ લાગશે માનવ લવ એશા... કેટલું શોભશે હેંને..!

રિની એશા બાજુ જોઈ હસે છે. એશા હવે વધુ અકળાઈ છે માનવથી,.. લુક મિસ્ટર માનવ ક્યારની તમારી બકવાસ સાંભળ્યા કરું છું બહુ થયું હવે..!

માનવ તેની સામે જોઈને હસ્યા જ કરે છે.

ગાડી સરખી થઈ જતા એશા- રિની અને માનવ- પરાગ પોત પોતાના ઘરે જવા નીકળે છે.

પરાગ તેના ઘરે આવે છે. તે ઘરની અંદર જતો હોય છે કે જોઈ છે કે તેના પપ્પા પુલ પાસે ચેરમાં બેઠા હોય છે. પરાગ તેના પપ્પા પાસે જઈને કહે છે, પપ્પા તમે અહીં? કંઈ કામ હતું તો મને કહીં દેત હું તમારી પાસે આવી જાતને..!

નવીનભાઈ- કેમ બાપ એક દિકરાને મળવા પણનાં આવી શકે?

પરાગ- ના પપ્પા એવું નથી કહેતો.

નવીનભાઈ- હું તો પૂછવા આવ્યો હતો કે સવાર વાળી મેટર શું હતી અને સોલ્વ થઈ કે નહીં?

પરાગ- ડોન્ટ વરી પપ્પા.. એ મેટર સોલ્વ થઈ ગઈ છે. મારી ગેરસમજ થઈ ગઈ હતી અને મે રિનીને જઈને સોરી પણ કહી દીધું છે, કંપની ફરી જોઈન કરવાનું કહી દીધું છે.

નવીનભાઈ- શું વાત છે? કોઈને સોરી ના કહેવાવાળો મારો આ છોકરો.. તે રિનીને સોરી કહ્યું શું વાત છે?

પરાગ- હવે ભૂલ મારી હતી તો કહેવુંતો પડે ને..! હા, પણ તેને હજી કાધું નથી કે તે કાલથી જોઈન કરશે કે નહીં તે..!

નવીનભાઈ- મને તારી પાસેથી આવી જ આશા હતી કે તું મેટર સાલ્વ કરી દઈશ. બંને બાપ- દિકરો સાથે ડિનર કરે છે અને મન ભરીને વાતો કરે છે. નવીનભાઈ- ચાલ હવે હું ઘરે જઉં તું આરામ કરજે.

પરાગ- હા, પપ્પા.

આ બાજુ ત્રણેય બહેનપણીઓ તેમના રૂમમાં હતી. રિની તેમને બધું કહે છે કે પરાગ સાથે તેની શું વાત થઈ..!

નિશા- એક વાતતો કે, શું તને પરાગ ગમવા લાગ્યો છે?

રિની- નિશી શું કંઈ પણ બોલે છે?

નિશા- અમારાથી શું છૂપાવવાનું હવે..! તારા ચહેરા પર સાફ દેખાય છે કે પરાગનું નામ આવતા તારો ચહેરો ખીલી ઊઠે છે.

રિની- એવું કંઈ નથી..! એની એક ગર્લફ્રેન્ડ પણ છે ટીયા.. જે મારી દુશ્મન છે...! અને આમપણ હું પરાગસર સાથે જ્યારે ત્યારે લડતી- ઝઘડતી જ હોઉં છું.

નિશા- ઓહો..! રોમેન્ટિક લવસ્ટોરી લડાઈથી જ શરૂ થતી હોય છે અને લવસ્ટોરીમાં શૌતન તો હોય જ..! અહીંયા તારી શૌતન ટીયા છે.

રિની- ઓફો.. બસ કરો હવે.. આમપણ હું તેને કંઈક વધારે જ બોલી ગઈ હતી, અને એ ઓટલો પણ ખડૂસ નથી દિલનો સારો છે.

એશા અને નિશા બંને ખોટી ખાંસી ખાય છે અને પછી હસે છે.

રિની- એક્ચયુચી મેં તમને એક વાત નથી કીધી. મને સમરએ કીધી હતી જે પરાગનો નાનો ભાઈ છે.

પરાગની મમ્મીની ડેથ પરાગને બચાવતા થઈ હતી, ત્યારથી એ આવો થઈ ગયો છે. તે સમય જ એવો હતો જેનાથી પરાગ અકડુ બની ગયો છે. હું રોજ એને ગમે તેમ બોલતી હતી મને અફસોસ થાય છે કે મારે આવું નહોતું બોલવું જોઈએ.

ત્રણેય જણાં વાતો કરતા સૂઈ જાય છે.

*********

બીજા દિવસે પરાગ સવારે ઓફીસ જાય છે. રિનીના ડેસ્ક પાસે જઈને જોઈ છે પણ રિની નથી આવી હોતી. તે આમતેમ જોઈ છે પણ રિની નથી હોતી, તે સિયાને કોફીનું કહીને તેના કેબિનમાં જતો રહે છે. કેબિનમાં ગયા પછી તે આમતેમ આંટા મારે છે, રિનીને ના જોતા તે બેચેન થઈ જાય છે. ફરી તે સિયા પાસે કામના બહાને જાય છે અને આમતેમ જોઈ છે કે રિની આવી કે નહીં..! પરાગ ફરી સિયાને કોફીનું કહી કેબિન તરફ જતો હોય છે કે રિની બોલે છે, પરાગ સર, તમારી કોફી..!

રિનીને જોતા પરાગ મનોમન ખુશ થાય છે.

પરાગ- કોફી મારા ટેબલ પર મૂકી દેજો.

રિની કોફી લઈ પરાગની કેબિનમાં જાય છે અને પરાગ પણ પાછળ જાય છે. રિની કોફી ટેબલ પર મૂકી અને પરાગને થેન્ક યુ કહી જતી રહે છે.


************

સમર અને ટીયા બંને જોડે ઓફીસનાં ઉપરના ફ્લોર પર જતા હોય છે.

સમર- શું વાત છે ટીયા બહુ ઉદાસ લાગે છેને?

ટીયા- હા, હું મારા પ્યારને ગુમાવી બેઠી..!

સમર- કોણ? પરાગ શાહ?

ટીયા- હા, પેલી રિનીનાં લીધે.. સારૂં છે એને રિઝાઈન આપી દીધું.

એટલાં માં જ રિની સામેથી આવે છે અને ખુશ થતી ટીયાને હાય કહે છે.

ટીયા રિનીને જોતા શોક થઈ જાય છે અને કહે છે, તને તો પરાગે કાઢી મૂકી હતીને?

રિની- જીત હંમેશા સત્યની જ થાય છે ટીયા ડાર્લિંગ..! જે જૂઠ્ઠું બોલે એની નહીં, રિની ટોન્ટ મારતાં કહે છે. પરાગ સર જાતે આવીને મને સોરી કહી ગયા હતા અને કંપની ફરી જોઈન કરવાનું પણ કહ્યું.

ટીયા બહાનું કાઢીને ફટાફટ જતી રહે છે.

સમર- શું વાત કરે છે? ધ પરાગ શાહએ તને સોરી કહ્યું? ઈમ્પોસિબલ..!

રિની- સાચેમાં જ કાલે સોરી કહેવા આવ્યા હતા. મને પણ વિશ્વાસ ના થયો કે પરાગ સર માફી માંગે છે.

સમર- ઓહો..!! આ તો બ્રેકીંગ ન્યુઝ છે.

રિની પછી તેના ડેસ્ક પર આવી કામ કરવાં લાગે છે. પરાગ રિનીનાં ડેસ્ક પાસે આવે છે અને તેને ખાસ ઓફીસનાં પેપર્સ આપતા કહે છે, રિની ચાલો આપડે અત્યારે મીટિંગ છે ફોરેન ક્લાઈન્ટ સાથે આપણે અત્યારે જ જવાનું છે.

રિની- અત્યારે?

પરાગ- કેમ કંઈ પ્રોબ્લમ છે?

રિની- ના, સર

પરાગ- તો ચાલો નીચે ગાડી ઊભી છે.

રિની અને પરાગ મીટિંગ માટે જાય છે.

મીટિંગ પરાગની હોટલ હોય છે ત્યાં જ હોય છે. પરાગે બે વર્ષ પહેલાં શહેરમાં એક ફાઈવ સ્ટાર હોટલ ખરીદી રાખી હોય છે. તેના કંપનીની મોટા ભાગની મીટિંગ તેની હોટલમાં જ રાખતો હોય છે. તેની આ હોટલ શહેરની નંબર વન હોટલ હોય છે.

તેઓ હોટલ પર પહોંચે છે. બંને મીટિંગ રૂમમાં હોય છે. કલાક થઈ જાય છે પણ ક્લાઈન્ટ નથી આવતા તેથી પરાગ સિયાને કોલ કરી કહે છે કે તેમને કોલ કરીને કહો કે ક્યારે આવશે તેઓ?

થોડીવાર પછી સિયાનો કોલ આવે છે, તે કહે છે ક્લાઈન્ટ નથી આવવાના.

પરાગ ગુસ્સે થાય છે અને સિયાને કહે છે, તેમને ફોન કરીને કહે દેજે મારે તેમની સાથે હવે કોઈ મીટિંગ નથી કરવી. ગુસ્સામાં તે બધા પેપર્સ નાંખી દે છે. રિની તો જોતી જ રહે છે.

રૂમમાં શાંતિ છવાઈ જાય છે. થોડીવાર રહીને રિની પરાગને પૂછે છે, શું થયું સર? કંઈ પ્રોબ્લમ થયો છે?

પરાગ- ના, મને તો શોખ થાય છે આવું બધું કરવાનો..!

રિની- હા, તો એમાં મારી પર શું કામ ગુસ્સો ઊતારો છો મેં તો જસ્ટ પૂછ્યું..!

પરાગ- (થોડો શાંત થાયને) સિયા કહેતી હતી કે ક્લાઈન્ટ મીટિંગમાં નથી આવવાનાં..!

રિની- હા, એમાં આટલો બધો ગુસ્સો ના કરવાનો હોય.. એક મીટિંગ જ હતીને..!

પરાગ- શું કહ્યુ તુએ?? મારી માટે મારું કામ જ સર્વસ્વ છે.

રિની- હા, એતો મને ખબર છે પણ બહુ ગુસ્સો કરવો સારો નહીં.. ક્યારેક હાર્ટ એટેક પણ આવી શકે છે.

પરાગ- ઓકે તો મને એક વાત કે જોતું મારી જગ્યા હોય તો શું કરે? એટલે કે મીટિંગ કેન્સલ થાય તો શું કરે?

રિની- પહેલી વાત ગુસ્સો તો ના જ કરું..! જો મીટિંગ કેન્સલ થાય તો હું આ જગ્યા પર એન્જોય કરું.

પરાગ- આ મારી હોટલ છે અને અહીં હું અઠવાડીયામાં ચારથી પાંચ વખત આવું છું, અહીં શું એન્જોય કરવાનું?

રિની- અમમમમ... ઓકે તો તમારા હોટલમાં ગેમ ઝોન તો હશે જ ને?? તો હું ત્યાં જઈને ગેમ રમું પછી સ્વીમીંગ પુલ પણ છે તો સ્વીમીંગ પણ કરાયને.. પછી તમારી હોટલ છે એટલે તમે મીની થિયેટર પણ બનાવડાવ્યું હશે એમાં તમે મૂવી જોઈ શકો છો,. વીડિયો ગેમ પણ રમી શકો છે.. આમપણ બોય્સને વીડિયો ગેમ રમવાની બહુ જ ગમતી હોય છે. પછી જો ખાવાં બનાવવાનો શોખ હોય તો એ પણ કરી શકો છો.

પરાગ- હમ્મમમ... આઈડીયા તો સારો છે તો ચાલો નીચે ગેમ ઝોનમાં જઈને ગેમ રમીએ..એક કામ કરીએ... કોમ્પીટીશન રાખીએ.. પહેલા ગેમ રમીએ, પછી સ્વીમીંગ અને લાસ્ટમાં કૂકીંગ કોમ્પીટીશન.. કેવું રહેશે?

રિની- ઓહો... પરાગ શાહ મારી સાથે કોમ્પીટીશન કરશે?? હું જીતીને જ બતાવીશ..

પરાગ- એતો જોયું જશે કોણ જીતે છે?

વધુ જાણવા વાંચતા રહો આગળનો ભાગ - ૯