premnu vartud - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૨૧

પ્રકરણ-૨૧ ભવિષ્યના ગર્ભમાં

વૈદેહીના ઘરના દરવાજાની ડોરબેલ વાગી. વૈદેહી અરીત્રીને સુવડાવીને દરવાજો ખોલવા ઉભી થઇ. એણે દરવાજો ખોલ્યો. એણે દરવાજો ખોલ્યો ત્યાં જ એણે જોયું કે, સામે એના સાસુ સસરા, રેવાંશ અને એના ફુવાજી સસરા ઉભા હતા. વૈદેહી બધાને જોતા જ ચમકી. એને સમજમાં ના આવ્યું કે એ શું બોલે? એટલે એણે માત્ર ઠંડા કલેજે આવો એટલો જ જવાબ આપ્યો. એને સમજમાં નહોતું આવી રહ્યું કે, એ શું કરે? એટલે એણે આવો માત્ર એટલો જ જવાબ આપ્યો અને પોતાના મમ્મી પપ્પા ને રાડ પડી. વૈદેહીની રાડ સંભળાતા જ રજતકુમાર અને માનસીબહેન તરત જ દોડી આવ્યા. રજતકુમાર એ પોતાના જમાઈ અને વેવાઈ ને જોઇને અંદર આવવા કહ્યું. એમણે એમને અંદર આવવા તો દીધા પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે, “આવી રીતે અચાનક? આવતા પહેલા અમને જાણ કરી હોત તો સારું હતું. જો તમે અમને જણાવીને આવ્યા હોત તો વધુ સારું હતું. પરંતુ કઈ વાંધો નહિ. આવો. બેસો. રજતકુમાર એ સામાન્ય વિવેક કર્યો. બધાં એ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
હવે સૌથી પહેલા વાતની શરૂઆત રેવાંશના ફુવાએ જ કરી. એમણે કહ્યું, “હવે આપણે સૌ એ ભેગા મળીને શું કરવાનું છે એ જ વિચારવાનું છે. આ સંબંધ વિષે. એટલે હવે રજતકુમાર બોલ્યા, “જે માણસ પોતાની પત્ની ગર્ભવતી હોય એવી સ્થિતિમાં એની ફરજ બને છે કે, એણે પોતાની પત્નીની ખુબ કાળજી લેવી જોઈએ એને બદલે રેવાંશ એ તો મારી દીકરીને એકલી છોડી દીધી અને એને સતત તું મને છોડી દે એમ વારંવાર કહીને એને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. એ તો મારી દીકરી જ હતી કે, જે આટલું બધું સહન કરી ગઈ. કોઈ બીજી છોકરી હોત તો અત્યાર સુધીમાં તો કેટલુંય કરી ચુકી હોત. હવે આવી પરિસ્થિતિમાં હું કઈ રીતે એમના પર વિશ્વાસ મુકું? અને રેવાંશ ના માતા પિતા એ પણ મારી દીકરીને સાથ ન આપ્યો. ઉલટું એ તો જે કઈ બન્યું એમાં વૈદેહીને જ જવાબદાર ઠેરવવા માંડ્યા હતા. એમનું બંનેનું વર્તન તો એવું હતું કે, જાણે રેવાંશના આવા વર્તન પાછળ વૈૈદેેહી જ જવાબદાર છે. પણ હું તો માત્ર એટલું જ પૂછવા માંગું છું કે, આ બધામાં મારી દીકરીનો શું વાંક છે?” એટલું બોલતા તો રજતકુમારની આંખમાં પાણી આવી ગયા. માનસી બહેને એમને શાંત પાડ્યા અને બોલ્યા, “જે ઘટનાઓ બની ગઈ છે એ તો હવે બની જ ગઈ છે. હવે એ સમય તો પાછો નહિ આવે પરંતુ આપણે ભવિષ્ય કેવું બનાવવું છે એ વિષે વિચારી શકાય અને એ માટે મને લાગે છે કે, વૈદેહી અને રેવાંશ ને થોડો સમય આપવો જોઈએ. મને લાગે છે કે, પહેલા એ બંનેએ વાત કરી લેવી જોઈએ. મને લાગે છે કે, આપણે એ બંને ને થોડો સમય આપીએ. એ બંને પહેલા એકલા વાત કરી લે.
માનસીબહેનની વાત સાંભળીને રેવાંશના ફુવા એ પણ કહ્યું, “આ વાત તો એમની બરાબર છે. મારું પણ એ જ માનવું છે. એ બંને જણા પહેલા એકલા એકબીજા સાથે વાત કરી લે. એ બંનેને શું જોઈએ છે એ વિષે ચર્ચા કરી લે પછી આપણે આગળ ઉપર કંઈક વિચારી શકીએ. મને લાગે છે કે, એ બંને ને આપણે વાત કરવા માટે ક્યાંક બહાર મોકલીએ. એ બંને વાત કરી લે પછી આગળ ઉપર શું કરવું તે જોઈએ. અને એ દરમિયાન આપણે પણ થોડી જરૂરી વાતો કરી લઈએ.
બંનેના માતા પિતા આ વાત સાથે સહમત હતા. અને સર્વાનુમતે એવું ઠરાવવામાં આવ્યું કે, રેવાંશ અને વૈદેહી બંને ને વાત કરવા બહાર મોકલવા. વૈદેહીને પણ લાગ્યું કે, મારે પણ એક વાર રેવાંશ જોડે વાત તો કરવી જ જોઈએ. અને હવે મારે મારી પુત્રી વિષે પણ વિચારવાનું છે. એનું ભવિષ્ય ન બગડે એ પણ મારે જોવું જ જોઈએ એમ વિચારીને વૈદેહી પણ રેવાંશ જોડે વાત કરવા તૈયાર થઈ ગઈ હતી.
રેવાંશ, વૈદેહી અને એમની પુત્રી અરિત્રી ત્રણેય તૈયાર થઇ બહાર જવા રવાના થયા. એ દરમિયાન રજતકુમાર એ અમુક વાતો કે જે, હવે એમણે એમના વેવાઈ સાથે કરવી જરૂરી હતી એ ચર્ચાઓ શરુ કરી. આ બાજુ રેવાંશ, વૈદેહી અને અરિત્રી રેવાંશની કારમાં બેસીને એક ખુલ્લી જગ્યા પાસે આવી પહોંચ્યા કે, જ્યાં ખુબ જ નીરવ શાંતિ હતી ત્યાં આવી પહોંચ્યા. અને બીજી બાજુ રજતકુમાર એ પોતાના વેવાઈ જોડે ચર્ચા શરુ કરી. પોતાની દીકરીને ફરી આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે એ માટે એમનો જે વિચાર હતો એ એમણે રજુ કરવાનું શરુ કર્યું અને વૈદેહીને પાછી મોકલવાની એમની જે શરતો હતી એ એમણે રજુ કરી.
આખરે શું ચર્ચા થશે રેવાંશ અને વૈદેહીની વચ્ચે? શું બંને વચ્ચે સમાધાન થશે? શું શરતો મુકશે રજતકુમાર વૈદેહીને પાછી મોકલવા માટે? એની વાત આવતા અંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED