Beauty - A Mystery (Part-21) books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૧)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૧)

સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૨૦ માં જોયું કે સૌંદર્યા એક પુત્ર સંતાનને જન્મ આપે છે. એક વર્ષ સુધી પોતાના સંતાન સાથે રહે છે.. પછી એનો શ્રાપ નો સમય પુરો થતા માં ચંદ્ર કલા માં એને તપોભૂમિ લઈ જાય છે. ત્યાં એક વાઘ મલે છે.જે" મા " ની આજુબાજુ ફરે છે. 'માં' વાઘ પર હાથ ફેરવે છે.

હવે આગળ.‌


માં બોલે છે.:-" રાધા, તું આ તપોભૂમિની બહાર બેસ. હું સૌંદર્યાને લઈ ને તપોભૂમિમાં જાવ છું.."

આટલું કહેતા જ એ વાઘ તપોભૂમિની ઝુંપડીમાં દાખલ થાય છે..

પાછળ પાછળ ' માં ચંદ્ર કલા માં' અને સૌંદર્યા પણ તપોભૂમિની ગુફામાં પ્રવેશ કરે છે.

સૌંદર્યા જુએ છે કે વાઘ જલ્દી ગુફામાં પ્રવેશ કરે છે. ને તપ વાળી જગ્યાની પાછળ ગુમ થઈ જાય છે.

'માં' મંદ સ્મિત કરે છે.

સૌદર્યાને તપ વાળી જગ્યાની પાછળ દેખાતી પથ્થર ની દિવાલ પાસે લાવે છે. જુએ છે કે પથ્થર નાં કલરનો એક જાડો પડદો હોય છે. જેને 'માં' હટાવી દે છે..

તો ખળ ખળ પાણીનો અવાજ સંભળાયો છે.

સૌંદર્યા જુએ છે કે અંદર એક નાનકડી જગ્યામાં નાનકડું શીવલીંગ હોય છે.એના પર નર્મદાના જળ અભિષેક કરતા હોય છે.

સૌંદર્યા આ જુએ છે.
નવાઈ લાગે છે. માં ની સામે જુએ છે.

માં હસે છે. ને સૌંદર્યાને શીવલીંગ પાસે બેસવાનું કહે છે.

સૌંદર્યા 'માં' ની આજ્ઞા માનીને શીવલીંગ પાસે બેસે છે.

'માં' શંકર ભગવાનની આરાધના કરે છે. સૌદર્યાના કપાળ પર કંકુ ટીકો કરે છે. કેટલાક શ્લોકો બોલે છે..

હાથમાં જળ લે છે.

બોલે છે:-" સૌંદર્યા , હવે સમય આવી ગયો છે. તું ગભરાઈ જતી નહીં. પહેલી વખત જેમ તને તકલીફ થઈ હતી એવી તકલીફ નહીં પડે. તું મને સહકાર આપજે. તું સૌરભ બને તો તપ વાળી જગ્યાએ પુરુષના કપડા છે એ પહેરીને જ આ તપોભૂમિની બહાર આવજે. પછી તારે શું કરવું એ તારી વિવેક બુદ્ધિ પર નિર્ભર રહેશે."

સૌંદર્યા હવે માનસિક રીતે તૈયાર થાય છે.

'માં' જળ હાથમાં લઈને સૌંદર્યા પર સાત વખત છાંટતા છાંટતા શીવ સ્તુતિ કરે છે.

સૌંદર્યાની આંખો ઘેરાવા લાગે છે..

'માં' તરતજ સૌંદર્યાને પકડી લે છે.
ધીમેથી પકડીને ઉભી કરે છે..

ધીમે ધીમે સૌંદર્યાને તપવાળી જગ્યાએ લાવીને પથ્થરની દિવાલના ટેકે બેસાડે છે.

સૌંદર્યા બેભાન થતી અવસ્થામાં બબડે છે..

'માં' મને બહુ ઉંઘ આવતી હોય એમ લાગે છે.. ને મારા શરીરમાં કોઈ શારીરિક ફેરફાર થતા હોય એમ લાગે છે.

' માં ' એક મોટી ચાદર પાથરે છે.
બાજુમાં પુરૂષના કપડા મુકે છે..
સૌંદર્યાને ધીમેથી પકડીને એ ચાદર પર સુવાડી દે છે.

'માં' પોતાના હાથ સ્નેહ થી સૌંદર્યાના માથા પર ફેરવે છે.

'માં' ની આંખો માંથી આંસુ આવી જાય છે.

સૌંદર્યાના કપાળ પર પ્રેમથી ચુંબન કરે છે.

બબડે છે..હે ઈશ્વર આ યુવાન નું ભવિષ્ય ઉજળું બનાવજો.
તપોભૂમિ ની બહાર જતા જતા 'માં ચંદ્ર કલા માં' છેલ્લી વાર સૌંદર્યા સામે જુએ છે..તો સૌંદર્યાના શરીરમાં થોડા ફેરફાર જણાય છે. 'માં' ઈશ્વરનો આભાર માને છે.
ત્યાં જ એક દિવ્ય પ્રકાશ દેખાય છે.
જેના કારણે 'માં ચંદ્ર કલા માં' ની આંખો અંજાઈ જાય છે.

'માં' એ દિવ્ય પ્રકાશને પ્રણામ કરીને મનમાં હર હર મહાદેવ બોલતા બોલતા ઝડપથી તપોભૂમિ ની બહાર આવે છે.
મનમાં બોલે છે...હાશ..હવે મને આ યુવાન ની ચિંતા નથી.ઈશ્વર એની ચોક્કસ સહાયતા કરશે.

તપોભૂમિની ઝુંપડીમાં થી 'માં ચંદ્ર કલા માં' બહાર આવે છે.

બહાર રાધા ઉભી હોય છે.

'માં' ને એકલા જોઈને નવાઈ પામે છે.

રાધા પુછે છે:-" માં, તમે એકલા જ કેમ? સૌંદર્યા કે પેલો યુવક પણ નથી દેખાતો. ને 'માં' વાઘ ક્યાં ગાયબ થઈ ગયો?"

માં:-" રાધા, જો આ બધી ઈશ્વર ની માયા જ છે. ને આપણે એની કઠપૂતળી. ઈશ્વર બધાનું ભલું કરશે. સૌંદર્યા અંદર તપોભૂમિ ગુફામાં જ છે. બેભાન અવસ્થામાં છે.એ હવે પુનઃ યુવક સૌરભ બની જશે. મહાદેવની એના પર કૃપા છે. લાગે છે કે એ મહાદેવ નો ભક્ત છે."

રાધા:-" પણ માં ,આ જંગલ જેવા વિસ્તારમાં એ એકલો હશે તો એને તકલીફ થશે તો..? ને માં વાઘ પણ અંદરથી બહાર આવ્યો નથી..ચાલો ને માં આપણે એ સૌંદર્યાને આશ્રમ લેતા જઈએ.આપણે એ વખતે તો લેતા ગયા હતા.."

માં:-" ના, એ હવે યુવક બનશે.. બે કે ત્રણ કલાકમાં જ..એ પુરુષ બનશે.. એણે પોતાનો સંઘર્ષ જાતે કરવાનો રહેશે. એ જ્યારે જાગશે ત્યારે યુવક સૌરભ બનશે.એક પુરૂષ તરીકે એણે સ્વયં તપોભૂમિ માંથી બહાર આવીને પોતાની જીંદગી જીવવાની રહેશે. ને વાઘ ની વાત કરે છે.. તો એ ઈશ્વર ની લીલા જ જાણ."

એમ બોલીને 'માં' રાધાને સાથે લઈને આશ્રમ જવા રવાના થયા.

સુરજ માથા પર આવી ગયો હોય છે..તાપ વધતો જતો હતો.

આશ્રમમાં બધા જમી પરવારી ને આરામ કરતા હોય છે..

એ વખતે લતાએ આશ્રમની બહાર એક નવયુવાન ને પડેલો જોયો.

લતા દોડતી દોડતી 'માં' પાસે આવી.

બોલી:-" માં , આશ્રમ ની બહાર કોઈ નવયુવાન બેભાન થઈ ને પડેલો છે. એણે આશ્રમનો ઝભ્ભો લેંઘો પહેરેલો છે. એ યુવાનને તો કોઈ દિવસ અમે જોયો નથી." આશ્ર્ચર્ય ના ભાવ સાથે લતા બોલી.

માં પોતાની સાથે લતા ,રાધા ને લક્ષ્મી ને આશ્રમ ની બહાર લઈ ગયા.
જોયું.. તો...

ઓહ્ રાધા બોલી.

માં એ રાધા સામે જોયું..

ને એ યુવાન ને ટેકો કરીને આશ્રમમાં લાવવા જણાવ્યું.

રાધા બોલી:-" માં, આને તો તાવ આવતો હોય એવું લાગે છે. શું કરીશું."

રાધાની આંખો માંથી આંસુ આવી ગયા.

એ યુવાનને એક રૂમમાં સુવાડી દીધો.

હવે એ રૂમમાં રાધા અને 'માં' બેઠા છે.

રાધા:-" માં, હવે આ યુવાન ને મદદ કરો. આ સૌંદર્યા માંથી યુવક બન્યો છે. મને લાગે છે કે એના શરીરમાં નબળાઈ આવી ગઈ છે." રાધા રડી પડી.

માં બોલ્યા:-" બેટી, મને પણ સૌંદર્યા પ્રત્યે લાગણી છે.. આ સૌરભને બેઠો કરવો પડશે. આવું કેમ થયું એ ખબર પડતી નથી.. તું મેટાસીન દવા અને પાણી લેતી આવ."

રાધા દવા સાથે સાથે પાણી લાવી.

'માં' એ સૌરભના મોઢા પર પાણી છાંટ્યું.

એના માથા પર હાથ ફેરવીને બોલ્યા:-" જેમ મેં સૌંદર્યા ને દીકરી ગણી હતી.. એમ તું મારો દીકરો જ છે. જ્યાં સુધી તું સહીસલામત અમદાવાદ પહોંચે નહીં ત્યાં સુધી મને તારી ફીકર રહેશે. "

થોડીવારમાં સૌરભે આંખો ખોલી.

એણે જોયું કે એની પાસે માં અને રાધા છે.

માં બોલ્યા:-" બેટા, તું અહીં આવી હાલતમાં કેવી રીતે પહોંચ્યો?"

સૌરભ બોલ્યો:-" માં, હું આપનો ઉપકાર ભુલીશ નહીં. આપણે તપભૂમિ માં ગયા પછી હું બેભાન થયો હતો. તમે જતા રહ્યા હતા. મોડા મોડા હું ભાનમાં આવ્યો તો હું સૌરભ બની ગયો હતો. તમારા મુકેલા ઝભ્ભો અને લેંઘો હતો. મેં કપડા બદલી લીધા. મને ઘણી અશક્તિ લાગતી હતી. જાણે શરીરમાંથી નૂર ઊડી ગયું હોય!. હિંમત રાખી ને તપોભૂમિ ની બહાર આવ્યો.
મને ભૂખ પણ બહુ લાગી હતી. મેં આજુબાજુ જોયું. કોઈ દેખાયું નહીં.થોડેક આગળ જતા એક આદિવાસી પારધી મલ્યો..
મારાથી માંડ માંડ ચલાતુ હતું. એણે મને ટેકો આપ્યો. મેં કહ્યું કે મારે સરસ્વતી ઘાટ જવું છે.. એણે મને નદી કિનારે જવા માટે મદદ કરી. પછી મને એક નાનકડી નાવમાં બેસાડીને એક અદ્ભુત વસ્તુ આપી. મેં જોયું તો એ ચાંદીનું બિલીપત્ર હતું. એ આદિવાસી એ કહ્યું કે એને ચાંદીની જરૂર નથી. હું કુદરતી જ બિલીપત્ર નો ઉપયોગ કરું છું. પણ યુવાન આ બિલીપત્ર એક સાધુએ આપેલું હતું એ તને આપું છું. એ તારા પુજા ઘરમાં રાખજે.એમ કહીને એ આદિવાસી નાવમાં બેસાડીને જતો રહ્યો. નાવિક મને સરસ્વતી ઘાટ પર લાવ્યો. મારૂં શરીર તાવના લીધે ગરમ થતું હતું. મને શારીરિક નબળાઈ આવી હતી. માંડ માંડ આશ્રમ સુધી આવીને બેભાન થઈ ગયો."

'માં' એ આ વાત સાંભળીને બોલ્યા:-" રાધા,આ યુવાન માટે હલ્દી દૂધ લાવજે‌.તેમજ એને ભૂખ પણ લાગી હશે તો એના માટે ગરમ મોળી ખિચડી અને સાથે દૂધ લાવજે."

થોડીવારમાં 'માં' એ પ્રેમથી સૌરભને ખિચડી જમાડી.

'માં' એ સૌરભને આરામ કરવા જણાવ્યું.

સંધ્યાકાળનો સમય થયો હતો.

આશ્રમમાં ભક્તિ સંગીતનો પ્રોગ્રામ શરૂ થયો.

સૌરભ થાક અને તાવના લીધે ઉંઘી ગયો હતો.

ભજનનો અવાજ સંભળાતા સૌરભ જાગી ગયો. એ હાથ મોં ધોઈ ને ફ્રેશ થઈ ગયો.ભજન સાંભળવા હોલ તરફ ગયો.

એ વખતે રાધા અને બીજી દીદી કબીરજી નું ભજન ગાતા હતા.

मत कर माया को अहंकार
मत कर काया को अभिमान
काया गार से काची
मत कर माया को अहंकार
मत कर काया को अभिमान
काया गार से काची
हो काया गार से काची
जैसे ओस रा मोती
ભક્તો ભક્તિ માં લીન હોય છે. એક પછી એક સુંદર ભજન ગવાય છે.
સૌરભ હોલમાં બેસેલો હોય છે.
છેલ્લે સૌરભ પણ એક પ્રાર્થના ગીત ગાય છે.
इतनी शक्ति हमें दे न दाता

मनका विश्वास कमज़ोर हो ना

हम चलें नेक रास्ते पे हमसे

भूलकर भी कोई भूल हो ना...

સૌરભને આ ગીત ગાતાં આંખો માંથી આંસુ આવે છે..

આ ગીત પુરૂં થયા પછી એ પોતાની રૂમમાં જાય છે.

થોડીવારમાં એનું શરીર તાવથી ધગી જાય છે.

'માં ચંદ્ર કલા માં' ને ખબર પડતાં રાત્રે એમ્બ્યુલન્સ બોલાવી ને જબલપુર હોસ્પિટલમાં દાખલ કરે છે.

ડો.સુનિતા દીદીને 'માં' બધી વાત કરે છે કે હવે સૌંદર્યા જ સૌરભ બની ગયો છે.

સુનિતા દીદી સૌરભની આ સ્થિતિ જોઈને દુઃખી થાય છે..

સારવાર ની બધી જવાબદારી પોતે લે છે.

સૌરભ નો મેડિકલ ટેસ્ટ કરાવે છે.
સૌરભને વાયરલ ફીવર હોય છે.

બે દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી સૌરભને ડો.સુનિતા પોતાના ઘરે લાવે છે.

સૌરભના હાથે રક્ષા સુત્ર બાંધીને પોતાનો ભાઈ માને છે.

સૌરભ એના સૌંદર્યા જીવનની યાદોં માં અને પુત્ર હેમિશ ની યાદમાં રહે છે.. ધીરે ધીરે એ depression અવસાદ અવસ્થામાં આવી જાય છે.

ડો.સુનિતા અને એમના ડો.પતિ એની દવાઓ કરે છે.
પણ સૌરભની હાલત થોડી ચિંતા જનક થાય છે.

ડો.સુનિતાને લાગે છે કે આને હુંફ , સંવેદના અને સ્નેહ ની જરૂર છે.

ડો.સુનિતા બે ફોન કરે છે.

સાંજે ડો.સુનિતાની ભાણી પાયલ ઘરે આવે છે.

પાયલ:-" મામી, સાંભળ્યું છે કે તમે કોઈ મહેમાન ને ભાઈ બનાવ્યો છે.એની તબિયત સારી નથી. ને એની સારવાર કરો છો. કોણ છે? મારે ખબર કાઢવી છે."

સુનિતા પાયલને સૌરભનો રૂમ બતાવે છે.

પાયલ ધીમા પગલે રૂમમાં જાય છે.
સૌરભ ઘસઘસાટ ઊંઘી ગયો હતો.

પાયલ એની નજીક જાય છે.
પાયલની નજર એના ડાબા હાથ પર પડે છે.

ઓહ્... સૌંદર્યા..!!

આતો મેં જ સૌંદર્યાના હાથ પર ટેટુ કરાવ્યું હતું.

પાયલની આંખમાં થી આંસુ આવી જાય છે.

અરે.. ફ્રેન્ડ ની આ દશા!
એ પોતાનો હાથરૂમાલ કાઢે છે.

અને સૌરભના હાથ પરના ટેટુ પર બાંધે છે. જેથી એ ટેટુ કોઈ ને દેખાય નહીં.

પછી એ બબડે છે.. અરે.. ફ્રેન્ડ..તારી આ દશા! ઈશ્વર તને સારૂં કરશે.

પાયલ સૌરભની પાસે આવીને એના ભાલ પર ચુંબન કરે છે.
પાયલની આંખના આંસુનું ટીપું સૌરભના ગાલ પર પડે છે.

અને ઝડપભેર રૂમની બહાર નીકળી જાય છે.
મામી પાસે આવીને ઘરે જવાની રજા લે છે.

થોડીવારમાં સૌરભ જાગે છે.જુએ છે તો એના ડાબા હાથ પાસે ટેટુ પર લેડિઝ હાથરૂમાલ બાંધેલો હોય છે.
એ હાથરૂમાલ કાઢે છે. જુએ છે નામ પાયલ લખેલું હોય છે..

લાગે છે કે પાયલ આવી હશે.. ને.. ને..
મને ઓળખી ગઈ હશે.

નટખટ છે.. પણ .. લાગણીશીલ છે..
મિત્ર હોય તો આવા.

સૌરભ ફ્રેશ થવા જાય છે...

દર્પણમાં જુએ છે તો ડાબા ગાલ પર સ્હેજ કાળાશ વાળું દેખાય છે..

સૌરભ સમજી જાય છે કે..
પાયલના આંસુ મારા ગાલ પર સુકાયા છે..

સૌરભ લાગણીશીલ થાય છે..
હે.. ઈશ્વર પાયલ નું ભલું કરજો.

સૌરભ ફ્રેશ થઈ ને સુનિતા દીદી પાસે આવીને બોલે છે.

:-" દીદી, પાયલ આવી હતી?"

"હા,પણ તને ખબર કેવીરીતે પડી?"

" દીદી, એ મારા ડાબા હાથ પર એનો હાથરૂમાલ બાંધીને ગઈ હતી. બહુ જ લાગણી શીલ અને પ્રેમાળ છે. પણ એણે તો મને જગાડ્યો નહીં ને મલ્યા વગર જતી રહી."

" ભાઈ, હમણાં થી ઈમોશનલ રહે છે.. એ ફેશન ડિઝાઈનર નો કોર્સ કરે છે. કાલે એને એક પ્રોજેક્ટ માટે ઈંદોર જવાનું છે..એટલે જતી રહી.પણ જતા એ દુઃખી દેખાતી હતી."

(ક્રમશઃ ભાગ -૨૨ માં સૌરભ સાથે સુગંધાની મુલાકાત..સુગંધા પ્રેમ વ્યક્ત કરે છે..પણ.. સૌરભ નર્મદા નદી પરના સ્થળોની મુલાકાતે.. જુદા જુદા અનુભવ... જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા સૌંદર્યા-એક રહસ્ય... કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED