Fakt Tu - 15 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 15

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૫

સમયનું ચક્ર ધીરે ધીરે આગળ વધે છે.જોત જોતામાં બે વર્ષ નીકળી જાય છે. નીલ થોડા સમયબાદ પોતાની નોકરી છોડી દે છે. પોતાનું સપનુ સાકાર કરવામાં તનતોડ મહેનત કરવા લાગે છે. થોડા દિવસો બાદ નીલની સરકારી નોકરી લાગે છે અને ક્લાસ-૨ ઓફિસર બની જાય છે અને સાથે જ નીલનું પોસ્ટીંગ અમદાવાદમાં થાય છે. નીલ હવે બધી રીતે પોતાની લીઇફમાં સેટલ થઇ ગયો છે. નીલ પાસે પોતાનું એક ઘર, ગાડી એમ બધી જ વસ્તુઓ છે.આ બાજુ અવની પણ પોતાના જીવનની અંદર ઘણી આગળ વધી છે. અવનીનો ભાઈ વિદેશમાં ભણવા માટે ગયેલો છે અને સાથે નોકરી કરવા પણ.અવનીનો ભાઈ પોતાના પરિવારને પણ અમદાવાદમાં સેટલ કરાવી દે છે. અવની હાલ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. આમ બંનેનું જીવન આગળ વધે છે ને દિવસો વિતતા રહે છે.

આમ ને આમ ઘણા દિવસો વીતી રહ્યા છે અને અચાનક એક દિવસ અવનીનો ભાઈ વિદેશથી અમદાવાદ આવે છે. અવની તો ખુશીના મારે પાગલ થઈ જાય છે કેમ કે એનો ભાઈ ત્રણ વર્ષ પછી વિદેશ પોતાનું ભણતર પૂરું કરીને પાછો આવે છે. અવનીનો ભાઈ અવનીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો જેથી એક પણ પ્રકારની વાત કીધી ન હતી કે હું આવવાનો છુ વગેરે વગેરે. બંને એકબીજાને જોઈને બંને ખૂબ જ ખુશ થાય છે. અલકમલક ની વાતો કરે છે, ઝઘડે છે, બહાર ફરવા જાય છે એમ કરતાં કહેતા દસ દિવસ વીતી જાય છે.

એક દિવસ અવની અને એનો ભાઈ ( દિવ્ય ) બંને બેઠા હોય છે. બંને જણા વાતો કરતા હોય છે અને એકબીજાની મશ્કરી કરતા હોય છે.

અવની ; ભાઈ વિદેશમાંથી કોઈ ભૂરી ને શોધી કે નહીં ?

દિવ્ય : અરે ના ના. તારો ભાઈ ક્યાં એટલો હેન્ડસમ છે કે એને કોઈ ભૂરી મળી જાય.

અવની : બસ બસ હો. મારા ભાઈને તો જેવી જોતી હોય એવી મળી જશે પણ અત્યારે મને કહે કે કોણ મારા ભાભી બનવાનું છે.

દિવ્ય : ( હસતા હસતા ) અરે કોઈ નથી હવે પાગલ.મારો જીવ ન ખા.

અવની : હમમ.. ભાઈ તું હસ્યો એટલે કઈક તો છે જ...

આમ એકબીજા ને હેરાન કરતા કરતા છેલ્લે દિવ્ય માની જાય છે અને એ છોકરી વિશે બધુ જણાવે છે.

દિવ્ય : જો અવની કોઈ ને કીધુ ને તો તારો વારો પાડીશ.જો એ છોકરીનુ નામ સિયા છે અને ઈન્ડિયામાં જ રહે છે અને અમે ત્રણ વર્ષથી સાથે છીએ .(આમ દિવ્ય બધુ અવનીને કહી આપે છે )

અવની : વાહ ભાઈ શુ વાત છે ?? ચલ મને એનો ફોટો બતાવ ..

દિવ્ય પોતાના મોબાઈલમાં સિયાના અલગ અલગ ફોટા બતાવે છેઅને સાથે જ એના પરિવાર અને ભાઈઓના. ફોટોઝ જોતા જ અવનીના ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે. જે ચેહરો ખુશીમાં હતો એ હવે શોક માં ફેરવાઈ જાય છે. સ્માઈલ તો ઉડી જ જાય છે. ફોન દિવ્ય ને આપી કશુ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ જવા લાગે છે.

દિવ્ય : અરે અવની શુ થયુ ? ક્યાં જાય છે ?કશું બોલતી તો જા કે કેવી લાગી સિયા ?

અવની : ના ભાઈ કશું નહી થયુ.મને એક કામ યાદ આવી ગયુ એટલે જાવ છુ.

દિવ્ય : હા કામ પતાવી લે પછી મને કહેજે હો સિયા કેવી લાગી એ !

અવની : હા ભાઈ..

અવની પોતાના રૂમમાં આવી જાય છે અને માથુ પકડીને પોતાના બેડ પર બેસી જાય છે. સિયાને જોઈને એના મનમાં અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે કારણકે સિયા એ નીલ ની કઝીન હોય છે. જયારે નીલ અને અવની સાથે હતા ત્યારે અવની એક બે વાર સિયા સાથે ફોનમાં વાત કરેલી હોય છે અને નીલના મોબાઈલમાં ફોટોઝ પણ જોયા હોય છે અને સાથે જ સોશિયલ મીડિયામાં એક બીજાને ફોલો પણ કરતાઅને ક્યારેક ક્યારેક નીલ એના વિશે વાત પણ કરતો જેથી અવની સિયા વિશે સારી રીતે જાણતી. હવે પોતાના ભાઈ સાથે સિયાનુ હોવું એ અવનીને થોડુ ગૂંચવાઈ રહ્યું હતુ. કેમ કે જો કઈ પણ વાત આગળ વધે તો નીલને ખબર તો પડવાની જ હતી. હવે અવની અંદર ને અંદર મૂંઝાઈ રહી હતી.શુ કરવુ ? શુ ન કરવું ? આવી કશી જ અવનીને ખબર નહોતી પડી રહી.

બસ આમ ને આમ વિચારતા વિચારતા દિવસો વિતતા જાય છે. અવનીના સ્વભાવ અને વર્તનના કારણે દિવ્યને અવની પર શક જાય છે કે હું આવ્યો ત્યારે કઈક અલગ વર્તન હતું અને જ્યારથી સિયાનો ફોટો જોયો છે ત્યારથી અવનીનુ અલગ વર્તન થઈ ગયુ છે. જયારે હું આવ્યો ત્યારે મારા સાથે અવની મસ્તી કરતી, અવનવી વાતો કરતી, મારી સાથે બેસતી અને બીજું તો ઘણું બધું. તો પછી સિયાના ફોટોઝ દેખાડ્યા પછી અવનીનું આવું વર્તન કેમ ? આવું દિવ્ય બેઠા બેઠા વિચારતો હોય છે.પોતાની બહેનની આવી વાતથી દિવ્ય બધી વાત સિયા ને કરે છે.

હેલો મિત્રો હવે તમે કહેશો કે આ શું થઈ રહ્યું છે ? ચિંતા ન કરો હું સમજાવી આપું છું.

સિયા પહેલેથી અમદાવાદમાં રહે છે.સિયા એ નીલની કઝીન છે જેથી સિયાને નીલ અને અવનીના સંબંધ વિશે ખ્યાલ છે પણ સિયાને એ નથી ખબર કે નીલ અને અવની વચ્ચે હવે એક પણ જાતનો સંબંધ રહ્યો નથી. કેમ કે અવનીના વર્તન અને વાત ન કરવાના કારણે સિયાએ અવની સાથે વાત કરવાનું છોડી દીધું હતું. જયારે નીલ અને અવની જુદા થયા ત્યાર પછી નીલ પણ સિયા સાથે ઓછી વાતો કરતો અને જયારે અવનીની વાત આવતી ત્યારે નીલ વાત ફેરવી નાખતો.જેથી સિયાને ક્યારેક ક્યારેક આ બાબત પર ઘણા વિચારો આવતા .

આ બાજુ દિવ્યને સિયાના પરિવાર વિશે થોડો ઘણો ખ્યાલ છે પણ ખાલી બધાને નામથી ઓળખે છે અને ક્યારેય કોઈ સાથે મળ્યો નથી. દિવ્ય નીલને ઓળખતો નથી. દિવ્યને બસ ખાલી એટલી ખબર છે કે સીયાના પરિવારમાંથી કોઈ છે. સિયા દીવ્યના પુરેપુરા પરિવાર વિશે જાણે છે અને સાથે જ અવનીને પણ ઓળખે છે. દિવ્યને એ પણ નથી ખબર કે અવની અને નીલના સંબંધો હતા સાથે સાથે સિયા અને અવની એકબીજાને ઓળખે છે એ પણ દિવ્યને ખબર નથી હોતી.

આ બાજુ અવનીને દિવ્ય અને સિયાના સંબધની ખબર પડી જાય છે પણ સિયાને એ ખબર નથી કે અવનીને મારા અને દિવ્યના સંબંધ વિશે ખબર છે. સાથે નીલને પણ સિયા અને દિવ્યના સંબંધની ખબર નથી.

જ્યારે દિવ્ય સિયાને અવની વિશે વાત કરે છે ત્યારે સિયાને થોડોક તો એવો અંદાજ આવી જાય છે કે નક્કી દાળમાં કઈક કાળું છે.જેથી જ મારો ફોટો જોયા બાદ અવની અલગ વર્તન કરે છે.

દિવ્ય : એક કામ કરને સિયા તું અવનીને પુછ ને શુ થયુ છે ? હવે તો એ તને ઓળખે છે.

સિયા (મનમાં) અરે યાર. હું કઈ રીતે પુછુ ? જો હું કઈક પૂછીશ તો અવનીને મારા અને દિવ્યની ખબર પડી જશે. થોડું વિચારીને જવાબ આપે છે.દિવ્ય ચિંતા ન કર.હમણાં અવનીની એક્ઝામ આવી રહી છે તો કદાચ એના લીધે ચિંતામાં હશે. આમ વાત ને ગોળ ફેરવી સિયા વાત ને ટાળી નાખે છે.

દિવ્ય સાથે વાત કાર્ય બાદ સિયા અવનીને ફોન કરે છે પણ અવની ફોન નથી ઉપાડતી માટે તે અવનીને મેસેજ કરે છે “ અવની તારું ખુબ મહત્વનું કામ છે. મને પ્લીઝ ફ્રી થઈને ફોન કરજે “ થોડીવાર બાદ અવનીનો સિયા પર ફોન આવે છે.

અવની : હા બોલ સિયા !

સિયા : મને ખબર છે કે તું અમદાવાદમાં રહેવા માટે આવી ગઈ છે.( દિવ્યએ સિયાને કીધેલું હોય છે) મારે તને મળવું છે.તારા સાથે થોડી ઘણી વાતો કરવી છે. અવની થોડીવાર તો ના પાડે છે પણ પછી મળવા માટેની હા પાડે છે.

બીજા દિવસે સવારે સિયા અને અવની કોફી કાફેમાં મળે છે. બંને એકબીજાના ખબર અંતર પૂછે છે. થોડી વાર અલક મલકની વાતો કરે છે પછી સિયા અવની ને પૂછે છે.

સિયા - શુ થયું અવની તારા અને ભાઈ વચ્ચે ?

અવની- કશુ જ નહીં કેમ? અમારા વચ્ચે શુ થાય ?

સિયા - ના અવની જૂઠું ન બોલ. કઈક તો થયું જ છે. બોલ શુ થયુ છે ?

અવની - અરે પણ સિયા કશું નહીં થયુ. તને કોણે કીધુ કે અમારા બંને વચ્ચે કઈક થયુ છે ?

હવે સિયા મુંજવણમાં આવે છે કે મારે અવનીને શુ જવાબ આપવો.તેથી તે પોતાની વાત છુપાવતા એમ કહી આપે છે કે મને નીલ એ બધું જ કહ્યું છે કે તમારી વચ્ચે શુ શુ થયું હતું.

અવની - ( અજાણ બનીને વાત કરવા લાગે છે ) ઓહ તો તને નીલ એ બધી વાત કરી એમને!

સિયા - હા બધી વાત કરી.

અવની - ( જૂઠું પકડવા માટે ) હા બોલ શુ કહ્યું છે તને તારા ભાઈએ ? થોડું મને પણ કહે જરા!

સિયા : અરે બસ થોડી ઘણી વાત કરી હતી બીજુ વધારે કશુ નહોતું કીધું.

અવની : હા તો જે કહ્યું હોય એ મને કહે. કઈ થોડી ઘણી વાત કરી હતી નીલએ ?

આમ બંને એક બીજાની સાચી ખોટી વાત મેળવવા માટે પ્રયત્નો કરે છે. એક બીજા સાથે દલીલ કરે છે. આખરે સિયા અવનીને પોતાના અને દિવ્ય વચ્ચેના સંબંધ વિશે કહી દે છે.

સિયા : જો અવની મારે તારા ભાઈ દિવ્ય સાથે સંબંધ છે. મને નથી ખબર કે તારી અને નીલ વચ્ચે શુ થયુ છે. આતો મને દિવ્ય એ વાત કરી એટલા માટે હું તને મળવા અને વાતચીત કરવા માટે અહી આવી. મને એમ લાગ્યું કે તારા અને નીલ વચ્ચે કોઈ પ્રોબ્લેમ ચાલતો હશે તો સાથે એ પણ વાતચીત કરવા માટે હું અહી આવી હતી. ( આ સાંભળતા જ અવની ગુસ્સામાં આવી જાય છે)

અવની : પ્લીઝ નીલનુ નામ મારી સામે ના લે. હું એના વિશે કશું જ સાંભળવા માંગતી નથી. મને મારી રીતે રહેવા દે અને નીલને એની રીતે રહેવા દે.

સિયા : કેમ વળી ? કેમ આવુ બધુ બોલે છે ? શુ થયું ?

અવની : કેમ તારા ભાઈ એ તને પૂરી વાત નથી કરી ?

સિયા : ના અવની .મને નીલ એ બધી વાત નથી કરી. આજ કાલ તે ખૂબ જ વ્યસ્ત થઈ ગયો છે. મારા મેસેજના જવાબ તો શું એ મારો ફોન પણ ઉપાડતો નથી. મને એમ કે કામમાં હશે એટલે ફોન નહિ ઉપાડતો હોય પણ તું આવુ કઈક બોલે છે એટલે પાકું કંઈક વાત છે.મને કહે અવની શુ વાત છે ?

અવની : એ તારા ભાઈને જ પુછ જે.

સિયા : હા હું એને પૂછીશ પણ પહેલા તું મને કહે પ્લીઝ.

અવની : જો સિયા ટૂંકમાં કહીશ કે અમે બંને હવે સાથે નથી. અમે બનેં અલગ થઈ ગયા એનો ઘણો બધો સમય થઈ ગયો અને હા વાત રહી મારા ભાઈની તો પ્લીઝ એની લાઈફમાંથી તું જતી રહે.મારા ભાઈ ને ખુશ રહેવા દે. આમ પણ તમે ભાઈ બહેન એક સરખા જ છો.

સિયા : એક સરખા એટલે તું કહેવા શુ માંગે છે ?

આમ સિયા અને અવની વચ્ચે થોડી વાર માટે બોલાચાલી થાય છે અને આખરે સિયા કોફીકાફે માંથી નીકળી પોતાના ઘરે નીકળી જાય છે. રસ્તામાં જતા જતા સિયાના ફોન પર એક મેસેજ આવે છે જે અવનીનો હોય છે જેમાં .

“ હું કોઈ પણ સંજોગોમાં તને અને મારા ભાઈને એક નહીં જ થવા દવ. સિયા મારા ભાઈને તું ભૂલી જા. તું તારા ભાઈ જેવી જ છે. તમારા બંનેમાં કઈ ફેર નથી. બંને ને પોતાની જ પડી હોય છે હંમેશા. તમેં બંને સ્વાર્થી છો. તારે જે કરવું હોય એ કર પણ મારા ભાઈ ને તો હું તારા સાથે નહીં જ રહેવા દવ.ધ્યાન રાખજે મારા ભાઈને ફોન કે મેસેજ કહી ન કરતી. બસ એટલુ વાંચીને સિયા ફોન સાઈડમાં મૂકે છે અને આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. સિયા ઘરે પહોંચી જાય છે. ઘરે પહોંચીને નીલ ને ફોન કરે છે.

સિયા : નીલ શુ ચાલે છે ? કેમ તું મને ખોટું બોલે છે ? શા માટે તું ખોટું બોલ્યો મારી સાથે ? તારી અને અવની વચ્ચે કેટલું બધુ થઈ ગયુ છતાં પણ મને કંઈ પણ તે કીધું નહીં.

નીલ : અરે સિયા તું શુ વાત કરે છે. મને કશું નથી સમજાતું .

સિયા : નીલ પ્લીઝ. વાત ને છુપાવવાની કોશિશ ન કર .મને બધી જ ખબર પડી ગઈ છે. તારી અને અવની વચ્ચે શુ થયું છે અને હા ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે આજે હું અવનીને મળી હતી. અમારા વચ્ચે ઘણી બધી વાત થઈ. જેથી હવે તું મારાથી કઈ છુપાવતો નહિ પ્લીઝ.

નીલ : અરે યાર સિયા. શા માટે તું અવનીને મળી ? તે મને એક વાર તો પૂછ્યું હોત યાર.

સિયા : અરે ! હું તને શા માટે પૂછું ? તારા અને અવની વચ્ચે જે થયું એ વાત કહેવાની તે ફરજ સમજી કે તારે મને એ કહેવું જોઈએ ? નહીં ને !તો હું તને શા માટે તને પૂછું ? હું તારી બહેન નથી ? શું મને મારા ભાઈની લાઇફ વિશે જાણવાનો હક નથી ?

નીલ : યાર એવુ બધુ ન હતુ પણ તને કહી ને હું તને ખોટુ ટેંશન આપવા નહોતો માંગતો એટલે.સો સોરી .માફ કરી દે યાર.

સિયા : યાર નીલ ખરાબ તો લાગે જ ને કે મારો ભાઈ એટલા બધા ટેંશનમાં હોય, એની લાઈફમાં એટલી બધી તકલીફ હોય તો પણ મને વાત ન કરે.

નીલ : સોરી સિયા. હવે મને કહે શુ વાત કરી તમે બંને એ ?

સિયા : બસ કહી નહિ નીલ.જે તમારી બંને વચ્ચે થયું બસ એના પર જ વાત થઈ.હવે મને કહે કે તમારી વચ્ચે શુ પ્રોબ્લેમ થયો હતો ?

કેમ બ્રેકઅપ થયુ હતું ?

નીલ : યાર સિયા.હવે તને બધી જ ખબર પડી ગઈ છે તો તારાથી મારે શું છુપાવવુ. બસ અમારી વચ્ચે ઘણા બધા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા હતા. વાત વાતમાં એકબીજા વચ્ચે ઝઘડો થતો હતો અથવા તો કેટલાય દિવસો સુધી વાત-ચીત થતી ન હતી અને જો વાત થાય તો પણ એમાં ઝઘડો જ હોય. એ મને સમજી નહોતી શકતી અને કદાચ હું એને. તું તો મને નાનપણથી જાણે છે કે હું કેવો છુ. તને ખબર છે તેમ મને કોઈ વાત મનમાં રાખવી નથી ગમતી. તું જ કહે કોઈ માણસ એટલું પણ વ્યસ્ત ન હોય કે બે - ત્રણ દિવસ સુધી જવાબ ન આપી શકે. હા માન્યું કે તમે તમારા કામમાં વ્યસ્ત છો, તમારી ઉંમર એ રીતે છે તો તમે તમારા કરિયરમાં વ્યસ્ત હોવ છો પણ જો આ બધુ જ કરવુ હોય તો સંબંધ જ ન રખાય ને યાર.

હું એમ નથી કહેતો કે તમે રિલેશનમાં છો તો એક બીજા ની સાથે જ રહો, આખો દિવસ વાત કરો કે દરરોજ મળો પણ યાર રિલેશન છે તો તમે એક વ્યક્તિ માટે દસ મિનિટ તો ફાળવી જ શકો ને જેમાં તમે એની સાથે બસ કેમ છો, કેમ નહીં, કશું નવું કંઈક, કઈક બીજી મદદની જરૂર અથવા તો કઈ સાથ આપવા વિશેની વાત કરો. ખાલી રાત્રે યાર પાંચ મિનિટ પણ વાત થઈ હોય ને તો એમ લાગે કે નહીં ચાલો યાર કોઈ તો છે જેની સાથે આપણે વગર વિચારીએ વાત કરી શકીએ છીએ, વગર વિચાર્યે કઈ પણ બોલી શકીએ છીએ. યાર અત્યારે બધા વ્યસ્ત થઇ ગયા છે, લોકો આગળ વધી રહ્યા છે, પોતાની જાતને કંઈક બનાવવા ઈચ્છે છે એમા મારી ના નથી પણ યાર તમે જો તમારો ફોન એટલો બધો પાસે રાખો છો , સાથે બીજી અલગ એક્ટિવિટી કરો છો તો તમારી પાસે એટલો સમય નથી કે દસ સેકન્ડ કાઢીને તમે એને કેમ છો, ક્યાં છો એ પૂછી શકો..

સિયા - (વચ્ચેથી રોકતા) બસ બસ મારા ભાઈ કેટલું બોલીશ હવે ? મારે બસ એ જાણવું છે કે તમારા બંને વચ્ચે મૂળ પ્રોબ્લેમ શું હતો ?

નીલ - અરે યાર કહી નહીં. બસ અવની પાસે મારા માટે ન હતો. એને બસ એના કરિયરની ચિંતા હતી. યાર સાચું કહું તો મને પણ ચિંતા હોય જ ને ! પણ યાર તમે કોઈ સાથે વાત કરી લો તો કામમાં પણ મઝા આવે, વાંચવામાં મઝા આવે અને બધુ જ સારું લાગે પણ અવનીનુ એવુ હતુ કે એ ઓનલાઇન હોય પણ વાત ન કરે, બધા માટે સમય હોય પણ મારા માટે ન હોય તો હું શું કરું ? મને પછી વિચારોતો આવવાના જ ને ! મારે બસ એટલું જોઈતું હતુ કે એ મને થોડો સમય આપે. ખાલી દિવસની દસ મિનિટ આપતી હોત ને તો પણ સારું લાગત પણ અમારે તો એની માટે પણ સમય ન હતો. બસ પછી આખરે એકબીજાથી અમે તંગ આવી ગયા,અવની થોડી મારી પાસ્ટ લાઈફથી તંગ આવી ગઈ. અને જો હા,મેં એને મારી પાસ્ટ લાઈફ વિશે બધુ જ કહી દીધુ હતુ તો એમાં મારા તરફ થી કોઈ જ વાંક ન હતો. એ વારે વારે મારી પાસ્ટ લાઈફ વિશે સવાલો કરતી. એક વાર એ ટોપિક પૂરો થઈ ગયો હોય તો એને ત્યાં ને ત્યાં દફનાવાનો હોય ના કે ફેલાવવાનો હોય તો. બસ આવા ઘણા કારણો હતા જેથી અમે લોકો અલગ થઈ ગયા.

સિયા - એક કામ કર .પહેલા પાણી પી લે, આરામથી બેડ પર બેસ અને મારી વાત સાંભળ.

નીલ સિયાની વાત માનીને પાણી પીવા જાય છે. પોતાનો ચહેરો ધોઈને રૂમમાં આવે છે અને ત્રણ ઉપર પંખો રાખી પંખા નીચે બેસે છે અને પછી સિયાને બોલવાનું કહે છે.

સિયા - જો મારા ભાઈ. આ ઉંમર જ એવી છે જેમાં તમારે બધુ બેલેન્સ કરીને ચાલવુ પડતું હોય છે. જો બેલેન્સ ન કરો તો તમે પડી જાવ એટલે બધી વસ્તુ સાથે રાખીને આગળ વધવાનુ હોય છે. મને લાગતું જ હતું કે તમારા બંને વચ્ચે કંઈક તો થયુ છે પણ તને કેમ પૂછવુ એ વિચાર કરતી હતી પણ કઈ નહીં હવે તો ખબર પડી ગઈ ને .હવે કઈક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશુ.

નીલ : વાહ સિયા વાહ. આજકાલ તું પણ ખૂબ હોશિયાર થઈ ગઈ છે હો.તને પણ પ્રેમનું ઘણું બધુ નોલેજ મળવા લાગ્યું છે. વાત શુ છે હે ? મને તો કહે જરા.

સિયા : અરે ના ભાઈ. એવું કહી નથી.

નીલ : જો સિયા કઈ હોય તો કહી દે જે મને.હું તને બધી રીતે સપોર્ટ કરીશ પણ મારાથી છુપાવતી નહીં પ્લીઝ.

સિયા : અરે હા મારા ભાઈ નહીં છુપાવું બસ અને હા સાંભળ. કાલે હું તારા ઘરે આવુ છું તો આપણે શાંતિથી બેસી ને બધી વાત કરીશું ચાલશે ને ?

નીલ : હા. આવજે અને અહી આવ ત્યારે ધ્યાન રાખીને આવજે.

બસ એટલી વાતો કરી બંને ભાઈ બહેન ફોન મૂકે છે અને બીજા દિવસે સિયા નીલના ઘરે પહોંચે છે. બંને થોડીવાર સાથે બેસી બપોરનું ભોજન કરવા માટે બેસે છે અને પછી તેઓ બંને નીલના રૂમમાં જાય છે. સિયા થોડી વાર નીલ સાથે અલક મલક ની વાતો કરે છે અને પછી બંને જણા અવની વિશે વાત કરવાની શરુ કરે છે. એટલામાં નીલના ફોન પર સિયાના મમ્મીનો ફોન આવે છે કે એ પહોંચી ગઈ કે નહીં એ પૂછવા એટલે નીલ પોતાનો ફોન સિયાને આપે છે અને સિયા વાત કરતી કરતી ગેલેરીમાં પહોંચી જાય છે. બસ નીલ એ બંને ની વાતો સાંભળી હસતો હોય છે એટલામાં જ સિયાના ફોન પર એક કોલ આવે છે. ફોન વાઈબ્રેટ હોવાના કારણે રિંગ વાગતી નથી. નીલ પોતાના હાથમાં ફોન લઈને જુએ છે તો એમાં “My Love” લખેલું હોય છે અને સાથે જ સિયાનો અને અવનીના ભાઈનો ફોટો હોય છે. એ જોઈને નીલ સિયા ને અંદર બોલાવે છે.

* * *

મિત્રો જીવનમાં કોઈ વ્યક્તિનો સાથ મળે એ બોવ જ સારી વાત કહેવાય છે માટે જયારે કોઈ તમને ખુબ જ મહત્વ આપતું હોય ત્યારે એની કદર કરો. કોઈ વ્યક્તિ ત્યારે જ તમારા પ્રત્યે વિશ્વાસ રાખે છે જયારે એને તમારા પ્રત્યે સાચી લાગણી થઇ ગઈ હોય. બાકી આજ કાલ તો એવા ઘણા છે જે લાગણી તો શું, વિશ્વાસને પણ લાયક નથી હોતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED