આહવાન - 26 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 26

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૬

ભાગ્યેશભાઈએ ઘરે જઈને રાત્રે ત્રણેયને એમની પાસે બેસાડ્યાં. ને કહ્યું, " મારી પાસે બેસો ત્રણેય જણાં. મારે બહું જરુર વાત કરવી છે. "

વિકાસ : " શું થયું પપ્પા ?? કોઈ પ્રોબ્લેમ છે ?? "

ભાગ્યેશભાઈ : " હા હવે મારી પણ ઉંમર થઈ છે. આ બધું ઘરનું કામ સંભાળવામાં તફલીક પડે છે તમે લોકો ભણવામાં વ્યસ્ત હોવ છો મને એમ થાય છે કે આ ઘરની જવાબદારી સંભાળી લે એવી કોઈ વ્યક્તિ આવી જાય તો કેવું રહે ?? "

સ્મિત : " ઓહો...ખાલી એક હુકમ કરો. ચાલો અમે કામ વહેંચી લઈશું... એમાં શું આટલી ચિંતા કરો છો.."

મિકિન : " હા પપ્પા હવે તો હું પણ કમાવ છું થોડું તો એવું હોય તો એક માણસ રાખી લઈએ...તમે આખી જિંદગી બહું મહેનત કરી છે અમારાં માટે આમ પણ..."

ભાગ્યેશભાઈ : " પણ મારે તો પૈસા પણ આપવાં નથી અને હવે કામવાળા પણ નથી જોઈતાં હવે ઘરની માલકિન જોઈએ છે...."

ત્રણેય એકબીજાં સામે જોવાં લાગ્યાં કે પપ્પા હવે આટલી ઉંમરે બીજાં લગ્ન માટે કેમ કહી રહ્યાં છે.

ત્રણેયને આમ એકબીજાં સામે જોતાં જોઈને ભાગ્યેશભાઈ હસીને બોલ્યાં , " ચિંતા ના કરો... હું તમારાં માટે હવે નવી મમ્મી લાવવાની વાત નથી કરતો પણ આ ઘર માટે વહું લાવવાની વાત કરું છું..."

સ્મિત પહેલેથી થોડો બોલકો એટલે એ તરત બોલ્યો, " ઓ બાપ રે !! મતલબ કોઈની વિકેટ પડશે એમ કહો છો ?? કોણ બનવાનું છે પહેલો શિકાર ?? "

ભાગ્યેશભાઈ હસીને સ્મિતનો કાન ખેંચીને બોલ્યો, " મિકિનને બનાવીએ તો કેવું રહે ?? "

મિકિન : " હું નહીં...હો હું તો બહું નાનો છું હજું...મારે વાંચવા જવું છે. ત્યાં જ વિકાસે કહ્યું," સાંભળ તો ખરો આટલી બધી ઉતાવળ છે પરણવાની ??"

ભાગ્યેશભાઈ : " હવે બેસો ત્રણેય. મારે એક મહત્વની વાત કરવાની છે.પણ એમાં મિકિનને પણ કંઈ જ ફોર્સ નથી."

પછી એમણે કાજલની મિકિન સાથે પ્રસ્તાવના મુકી.

મિકિન : " એનાં ડિવોર્સથી મને વાંધો નથી પણ હજું મેં કંઈ વિચાર્યું નથી મેરેજ બાબતે..."

ભાગ્યેશભાઈ : " તું શાંતિથી વિચાર... ભણવાનું તું તારી રીતે ચાલુ રાખીને તું તારું સ્વપ્ન પૂરું કરી શકે છે....તમે એકબીજાંને મળો પછી નક્કી કરો એની કોઈ ઉતાવળ નથી...એ પણ બહું સમજું અને ઠરેલ છે‌."

મિકિન : " હમમમ..." એટલો જવાબ આપીને રૂમમાં જવાં ઉભો થયો ત્યાં સ્મિત ગીત ગાતો ગાતો મિકિનની પાછળ જવાં લાગ્યો અને બોલ્યો, " વાહ વાહ જોડી ક્યાં બનાઈ..ભૈયા ઓર ભાભી કો બધાઈ હો બધાઈ...!! "

ને પછી તો ત્રણેય જણાં એકબીજા સાથે વાતો કરતાં અને એકબીજાંની ઉડાવતાં સૂઈ ગયાં.

**************

થોડાં દિવસ બાદ મિકિન અને કાજલ બે જણાં મળ્યાં. બંનેને એકબીજાંને પણ ગમી ગયું. ને થોડાં જ મહિનામાં બંનેનાં લગ્ન થઈ ગયાં. એ સાથે જ ભાગ્યેશભાઈનું ઘર હર્યું ભર્યું થઈ ગયું...એ પછી પણ કાજલે હંમેશાં મિકિનને પોતાનાં સ્વપ્ન પૂરું કરવા માટે સપોર્ટ કર્યો. ને આખરે દોઢ વર્ષ પછી મિકિન ફાઈનલી IAS ઓફીસર બની ગયો. એ સાથે જ કાજલે થોડાં જ સમયમાં મિકિનને એ પિતા બનવાનો છે એ સમાચાર આપીને એની અને પરિવારની ખુશી બમણી કરી દીધી....!!

કાજલ વિચારોમાં ખોવાયેલી જ છે ત્યાં જ એને હલાવીને સત્વ બોલ્યો , " મમ્મી શું થયું ?? તું કેમ હજું અડધી રાતે જાગે છે ?? અને રડે કેમ છે ?? "

કાજલ માંડ માંડ પોતાની જાતને સંભાળતાં બોલી, " કંઈ નહીં બેટા...બસ એમ જ...ચાલ આપણે સૂઈ જઈએ..." કહીને એ સત્વને સુવાડવા લાગી...!!

****************

સ્મિત અને પ્રશાંત સવારે વહેલાં ઉઠી ગયાં. એકપછી એક બધાંનાં રૂમમાં ગયાં. બધાની ફરિયાદ કે સારાં લક્ષણોની ઝીણવટથી પૂછપરછ કરી. એમાં નવ જણામાંથી સાત જણાં એકદમ સ્વસ્થ દેખાયાં. બે જણાંને અમૂક તફલીક જણાઈ.

પોઝિટિવ પેશન્ટો બધાં સ્વસ્થ જણાયાં. પણ એ અત્યારે વેક્સિન માટે એની એટલી જરૂર નથી પણ સ્વસ્થ લોકોમાં એ એન્ટીબોડી જાતે જ તૈયાર થાય એ જરૂરી છે.

એટલે એ રેશિયો લગભગ પંચોતેર ટકા જેટલો કહી શકાય. એમાં બીજાં સ્ટેજની મંજુરી માટે એંશી ટકાની જરુર પડે.

પ્રશાંત : " હવે શું કરીશું સ્મિતભાઈ ?? "

સ્મિત : " હજું એક દિવસનો સમય લઈ શકીએ એમાં એકને પણ સારું થાય તો વાંધો ન આવે...હોઈ શકે કે કોઈ સામાન્ય લક્ષણો‌ જ હોય પણ અત્યારે આપણે એને નજરઅંદાજ પણ ન કરી શકીએ. આપણે અત્યારે એમને કોઈ પણ તફલીક માટે કોઈ પણ દવા ન આપી શકીએ..."

એ માટે ફરી એમણે સાંજ સુધી રાહ જોવાનું નક્કી કર્યુ. ને આશાસહ બીજાં સ્ટેજમાં પ્રવેશવાની તૈયારી કરવાં લાગ્યાં.

*********

વિકાસ આખી રાત એ દર્દીઓની આસપાસ જાગતો રહ્યો. એણે પરિવાર માટે પણ મટકું ન માર્યું. થોડી વારે કોપી તો થોડીવાર મોબાઈલમાં સોન્ગ સાંભળતો રહ્યો કે જેથી ઊંઘનું ઝોકું આવી જાય ને બધું કરેલાં પર પાણી ફેરવાઈ જાય.

લગભગ સવારે ચારેક વાગ્યાનાં સુમારે જે યુવાન દર્દી છે એની તબિયતમાં થોડો સુધારો આવવાં લાગ્યાં. એની શ્વાસની તફલીક ઓછી છતાં વેન્ટિલેટર પર પણ બધી વેલ્યુ ઓછી કરવામાં આવી. આજે એને દાખલ થયાંને બારમો દિવસ છે. હજું સુધી એવું જ બન્યું હતું કે અહીં આવ્યાં પછી દિવસે દિવસે તબિયત રોજ લથડતી જ હતી. આજે એ વ્યક્તિએ ધીમેથી પોતાની જાતે ખિસ્સામાંથી એક નાનકડો એનાં પરિવારનો ફોટો કાઢીને જોયો અને હસ્યો. જાણે એને એમ થયું કે હું હવે ઘરે જઈશ....ચોક્કસ મારાં પરિવાર પાસે પાછો ફરીશ...!! એણે બે વાર વિકાસને પાસે બોલાવીને જાણે એનો આભાર માનતો હોય. આંખોમાં છુપાયેલા આંસુ સાથે એની સાથે આંખોથી જ વાત કરી.

હજું પેલાં લગભગ સાઠેક વર્ષનાં વ્યક્તિની તબિયત એવી જ છે. પણ વિકાસ જરાં પણ હિંમત ન હાર્યો. એ એની પણ દરકાર રાખી જ રહ્યો છે. લગભગ સાડા ચારે એને રીતસરનાં ઝોકાં આવવાં લાગ્યાં. એક જુનો નર્સિંગ સ્ટાફ જે હંમેશા વિકાસને બહું સારી રીતે સમજતો હતો અને આલોકની બધી વસ્તુઓની પણ એને સારી રીતે ખબર છે. એણે કહ્યું, " સર તમે સૂઈ જાવ થોડીવાર ચિંતા ન કરો હું અહીં જ છું..." પરાણે ના છૂટકે વિકાસે ઉંઘને કાબૂમાં ન કરી શકતાં એ અડધો કલાક માટે ત્યાં જ એકરૂમમાં સુવા ગયો.

*********

લગભગ દસેક મિનિટ એને ઉંઘ આવી ગઈ પણ તરત એનાં મનમાં રહેલી ચિંતાને કારણે ઉંઘ ઉડી ગઈ. એ ફરી સહેજ ફ્રેશ થઈને બહાર આવ્યો તો ખરેખર એની ચિંતા ખોટી નહોતી. આજે રોજ કરતાં ડૉ. આલોક વહેલાં આવી ગયાં છે અને એ વિકાસે બેસાડેલા સ્ટાફને બીજાં પેશન્ટનાં કામ માટે મોકલીને એ પોતે ત્યાં પેશન્ટનું ધ્યાન રાખશે એમ કહી રહ્યાં છે. બીજાં પણ આસીયુમાં ડૉક્ટર છે પણ એ લોકો તટસ્થ જેવાં છે. કંઈ સામે લડતા ન આપે જેમ હોય એ રીતે બીબામાં ઢળી જાય... વિકાસ ઢળે કરો પણ ફક્ત સત્યનાં પડખે જ...!!

એ સ્ટાફ વારંવાર ના કહેતાં ડૉ. આલોક બોલ્યાં, " કેમ હવે મારું કહેવું પણ નહીં માનો કે પછી મારાં કરતાં તમે વધારે સારી સારવાર આપી શકશો ?? હું પણ ડૉક્ટર જ છું યાદ છે ને...?? " આ બંને વચ્ચે ચાલતી ધીમી ગડમથલ આજુબાજુના પેશન્ટ પણ જોઈ રહ્યાં છે એ જોઈને વિકાસ ફટાફટ આવીને બોલ્યો, " અરે !! ગુડ મોર્નિંગ...ચાલો હવે તમે બંને તમારું કામ કરી શકો છો હું આવી ગયો છું...બ્રધર તમે ડૉ. આલોકે કહ્યું એ મુજબ એ પેશન્ટોને સંભાળી લો. એ મારાં કરતાં પણ જુનાં અને સારાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. એમની વાત તમારે માનવી જોઈએ..."

ડૉ. આલોક : " ઈટ્સ ઓકે. કેવું છે બંને પેશન્ટને ?? "

વિકાસ : " બસ આ યંગ પેશન્ટને સારું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જોઈએ હવે..."

ડૉ. આલોક : " હમમમ...ગુડ લક..!! "

ને પછી બધાં પોતપોતાનાં કામમાં લાગી ગયાં.

લગભગ બપોર થવાં આવી. અર્થની જેમ જ એ યુવાન વ્યક્તિનું સેચ્યુરેશન વધવા લાગ્યું અને ધીમે ધીમે એના વાઈટલ્સમા સુધારો થવા લાગ્યો છે. પણ અર્થ કરતાં રિકવરી થોડી ધીમી છે. પણ કહી શકાય કે આગલા દિવસે જે સ્થિતિ હતી એનાં કરતાં આજે લગભગ સાઠ ટકા જેટલું તો ચોક્કસ સારું કહી શકાય. વિકાસને થોડી નિરાંત થઈ.

હવે બીજાં એક પેશન્ટની પણ ક્રિટીકલ થઈ રહી છે. પણ વિકાસ જ્યાં સુધી આમાં કંઈ પણ સુધારો ન આવે ત્યાં સુધી આ કથળેલા મેનેજમેન્ટને કેવી રીતે વાત કરવી ??

એણે હવે એ આધેડ વ્યક્તિ માટે કંઈ સારું થઈ શકે એ માટે એનાં સર ડૉ. બત્રાને ફોન કરીને કેસની બધી વિગત કહી અને આગળ શું કરવું એનાં માટે સોલ્યુશન માગ્યું. ને થોડીવાર ચર્ચા પછી એક એવી વાત થઈ કે વિકાસનાં ચહેરા પર એક ખુશી આવી ગઈ.

શું વિકાસ એ બંને દર્દીનો જીવ બચાવી શકશે ?? સ્મિત હવે બીજાં તબક્કામાં પહોંચી જવાની તૈયારીમાં છે ત્યાં એ ફિઈનલ સુધી પહોંચીને એક નવો ઈતિહાસ સર્જી શકશે ?? મિકિન ક્યાં હશે ?? એ કેવી રીતે મળશે ?? જાણવા માટે વાંચતા રહો, આહવાન - ૨૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....