Pollen - 23 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 23

પરાગિની 3

સમરનો ફોન આવવાથી પરાગ અને રિની બંને ફટાફટ ક્લબમાં પહોંચે છે. ક્લબમાં પહોંચીને જોઈ છે તો કોઈ ઈવેન્ટ ચાલતી હોય છે અને અંદર નાના હોલમાં યુવાનો ડિસ્કો કરી રહ્યાં હોય છે. પરાગ અને રિનીની નજરો સમરને શોધતી હોય છે. અચાનક સમર પાછળથી આવી પરાગને પકડી લે છે. પરાગ અને રિની જોઈ છે કે સમર એકદમ બરાબર દેખાય છે. સમરની સાથે જૈનિકા પણ હોય છે.

પરાગ સમજી જાય છે કે સમરે તેને ખોટું કહી અહીં બોલાવ્યો..!

રિની- તું તો ફોન પર...

પરાગ- સમરનું આવું જ છે... તેને ઘણી બધી વખત મને ઉલ્લુ બનાવી પાર્ટીમાં બોલાવે છે.

સમર- પાર્ટી આપણે અરેન્જ કરી હોય તો તો ભાઈને આવવું જ પડે..!

રિની એક્સક્યૂઝ મી કહી વોશરૂમ જાય છે. સમર ડાન્સ કરવાં જતો રહે છે. જૈનિકા અને પરાગ કાઉચ પર બેસી વાતો કરે છે.

થોડીવાર બાદ રિની વોશરૂમથી કાઉચ તરફ આવતી હોય છે તેને આવતા જોઈ પરાગ તેને એક નજરે જોઈ જ રહે છે.. જૈનિકા જોઈ છે કે પરાગ રિનીને જોઈ જ રહ્યો છે અને તેની આંખોમાં રિની માટે ઘણો પ્રેમ છે. જો કે જૈનિકા બધુ જાણે છે કે રિનીને પરાગ ગમે છે અને પરાગને પણ રિની ગમે છે.

જૈનિકા પરાગને તેની સાથે ડાન્સ કરવા લઈ જાય છે. જૈનિકા ઈશારાથી ડીજેને સોંગ બદલવા કહે છે. ડીજે બોય રોમેન્ટિક સોંગ સ્ટાર્ટ કરે છે. જેમાં બધા કપલ ડાન્સ કરે છે. સમર પણ રિનીને ડાન્સ કરવા લઈ જાય છે.

જૈનિકા-પરાગ અને રિની-સમર કપલ ડાન્સ કરતાં હોય છે. જૈનિકા નોટિસ કરે છે કે ડાન્સ કરતી વખતે પરાગ રિનીને અને રિની પરાગને એવી રીતે બંને એકબીજાને જોતા હોય છે.

પછી બંનેનું કપલ એક્સચેન્જ થાય છે. પરાગ-રિની અને સમર-જૈનિકા ડાન્સ કરે છે. પરાગનો જમણો હાથ રિનીના હાથમાં હોય છે, ડાબો હાથ રિનીના કમરે વીંટળાયેલો હોય છે. રિનીની કમરનો સ્પર્શ થતાં પરાગને કંઈક અલગ જ મહેસૂસ થાય છે. સામે રિનીની હાલત પણ કંઈક એવી જ હોય છે. પરાગના હાથનો સ્પર્શ કમર પર થતાં રિની રોમાંચિત થઈ ઊઠે છે. સ્પર્શનાં કારણે રિનીનાં શરીરમાં ઝનઝનાટી પ્રસરી જાય છે જેના લીધે પરાગનાં ખભા પર મૂકેલ એક હાથથી તે પરાગનો ખભો દબાવીદે છે.

પરાગ- શું થયું રિની?

રિની- કંઈ નહીં...!

પરાગને ખબર પડી જાય છે તેથી રિની સામે જોઈ નાની સ્માઈલ આપે છે. બંને ડાન્સ કરતાં કરતાં એકબીજામાં ખોવાઈ જાય છે.

રાતનાં સાડાબાર વાગી જાય છે. ચારેય ઘરે જવાનું નક્કી કરે છે.

ક્લબની બહાર નીકળતા જ પરાગ કહે છે, મને તો ભૂખ લાગી ગઈ છે.. કંઈક ખાયને જ ઘરે જઈએ..!

સમર- હા, ભાઈ ભૂખ તો મને પણ લાગી છે.

જૈનિકા સમરને કહે છે કે તે તેને ઘરે મૂકી જાય કેમ કે તે પરાગ અને રિનીને એકલા જ મોકલવા માંગતી હોય છે જેથી તેઓ એકબીજા સાથે સમય વિતાવી શકે..!

જૈનિકા- સમર તું મને ઘરે મૂકી જા.. હું કાર લઈને નથી આવી અને તને ભૂખ લાગી છેને તો મારા ઘરે બધુ જ મળી જશે ખાવાનું... લેસ્ટ ગો ટુ ધ હોમ..!

સમર- જૈસા આપ કહે મેડમ..!

સમર અને જૈનિકા પરાગ અને રિનીને બાય કહી નીકળી જાય છે.

પરાગ- આપણે ક્યાં જઈશું?

રિની- મારે તો ચા અને મસ્કાબન ખાવો છે..!

પરાગ- હા, તો ચાલો હું પણ એ જ ખાય લઈશ.

રિની- પણ પૈસા હું આપીશ તો જ...!

પરાગ- એવું ના હોય..!

રિની- હું જ આપીશ..

પરાગ- ઓકે... ચાલો..!

બંને એસ.જી. હાઈવે પર જાય છે, પરાગ ગાડી એક સ્ટોલ પાસે ઊભી રાખે છે. રિની નીચે ઊતરી ચા લેવા જાય છે. રિની ચા અને બન લઈ ગાડીમાં આવે છે અને જોઈ છે તો પરાગ સૂઈ ગયો હોય છે. રિની પરાગને આમ જ સૂવા દે છે. રિની ચા-નાસ્તો કરી લે છે અને પછી પરાગની બાજુની સીટમાં પરાગની તરફ ચહેરો રાખી બેસી જાય છે. રિની આખી રાત પરાગને જોઈ જ રહે છે.

સવારે સાત વાગ્યાની આસપાસ પરાગની આંખ ખૂલે છે અને તે જોઈ છે કે તે આખી રાત ગાડીમાં જ સૂઈ ગયો હતો.. રિની હજી જાગતી હોય છે.

પરાગ- તું સૂઈ નહોતી ગઈ? અને તે મને ઊઠાડ્યો કેમ ના?

રિની- ના, મને ઊંઘ નહોતી આવતી.. અને તમે એકદમ ક્યૂટ નાના બાળકની જેમ સૂતા હતા તો કેમની ઊઠાડુ?

બંને પછી ઘર જવા નીકળે છે. પરાગ પહેલા રિનીને ઘરે ઊતારી તે પોતાના ઘરે જાય છે.

ઘરે પહોંચતા પરાગને આઠ જેવા વાગી જાય છે. ઘરે જઈને જોઈ છે તો ટીયા એક આર્કીટેક્ચર સાથે ઘરના રિનોવેશન બાબતે વાત કરી રહી હોય છે.

પરાગ ટીયાને સાઈડ પર લઈ જાય છે અને પૂછે છે, આ વ્યકિત કોણ છે? અને આ બધુ શું થઈ રહ્યું છે?

ટીયા- બેબી, આ શહેરના નામી આર્કીટેક્ચર છે. મેં તેમને આપણું ઘર રિનોવેટ કરવાં બોલાવ્યા છે. મેરેજ પછી બાળક આવશે ત્યારે તેનો રૂમ પણ જોઈશે એટલે અત્યારથી કરાવી દઈએ..!

પરાગ- (કડક થઈને) કોણે પૂછીને કરાવે છે તું? અને તને કહ્યું છે મેં કે આ મેરેજ એક ફોર્માલિટી છે. બાળકનાં આવ્યા પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે..!

ટીયા- પણ બાળકની જરૂરિયાતો...

પરાગ- એ હું જોઈ લઈશ... બાળકને શું જોઈશે અને શું નહીં જોઈએ તે... આજ પછી મારી લાઈફ કે ઘરમાં કંઈ સુધારો કરાવતીના... તારા કામથી જ મતલબ રાખજે...!

પરાગ શાવર લેવા ઉપર જતો રહે છે.. ટીયા રડવાં જેવી થઈ જાય છે.

આ બાજુ રિની ઘરે આવી થોડી વાર સૂઈ જાય છે અને પછી દસ વાગ્યા જેવું ઓફિસ જાય છે. પરાગ રિનીને આજે જલ્દી ઘરે જવાનું કહી દે છે અને સાથે કહે છે કે કાલે રવિવાર છે પણ કામના લીધે ઓફિસ આવવું પડશે..! કાલે રિનીએ એક વાગ્યા સુધી જ કામ પર જવાનું હોય છે.

**********

રવિવારનો દિવસ....

રિની ઊઠીને તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરવા ટેબલ પર બેસે છે.

આશાબેન- આજે તો સન્ડે છે..! તો તું આટલી તૈયાર થઈ ક્યાં ચાલી?

રિની- મમ્મી આજે કામ છે ઓફિસમાં એટલે બોસ એ બધાને જ બોલાવ્યા છે. મારે પણ જવું પડશે..!

આશાબેન ચિંતામાં આવી જાય છે.. કેમ કે આજે અગિયાર વાગે રિનીને છોકરાવાળા જોવા આવવાના હોય છે. આશાબેન બહાનું કાઢીને રિનીને કહે છે, આજે તો રજા હોય છે તારે.. એક દિવસતો મારી સાથે રહે... રોજ જ શું કામ કામ?? તારા બોસને ના કહી દે તું નહીં આવે..!

એટલાંમાં જ પરાગનો ફોન રિનીના મોબાઈલ પર આવે છે.

પરાગ- હા, રિની નીકળી ગઈ?

રિની- ના, સર બસ હવે પાંચ મિનિટમાં નીકળું જ છું..!

પરાગ- ઓકે.. વહેલી નીકળી જજે.. મીટિંગ છે એક.. એ વહેલી પતે તો વહેલું ઘરે જવાય..!

રિની- હા, સર..!

રિની ફોન કટ કરી ફટાફટ નાસ્તો કરી લે છે. આશાબેન બબડતાં જ રહે છે અને રિની તેના ફ્લેટ ચંપલ પહેરી નીકળી જાય છે.

રિની ઓફિસ પહોંચી મીટિંગની તૈયારીમાં લાગી જાય છે. મીટિંગમાં પરાગ, જૈનિકા, સમર, સિયા અને રિની હાજર હોય છે. તેઓ નવા ક્લેક્શનનાં ડિઝાઈન બાબતે ચર્ચા કરતાં હોય છે. મીટિંગના અંતમાં સમર બોલી જાય છે કે આજે તો જમાઈ સાહેબ વહેલા ઘરે જશે..!

સિયા- અહીં જમાઈ કોણ છે?

સિયાને યાદ આવે છે કે પરાગસર અને ટીયાનું નક્કી થવાનું છે તેથી તે સોરી કહે છે.

જૈનિકા- શું સાચેમાં જ ટીયાના ઘરવાળા પરાગનો હાથ માંગવા આવવાના છે?

સમર- હા, જૈનિકા.. આજે સાંજે આવવાના છે અને સગાઈ પણ કરીને જશે.

આ બધુ સાંભળીને પરાગ કંઈ બોલતો નથી પરંતુ આ સાંભળીને રિનીને આઘાત લાગે છે. પરાગ તેનાથી દૂર જતો દેખાય છે. પરાગ રિનીના હાવભાવ જોતો હોય છે પણ તે કંઈ કરી નથી શકતો..!

આ બાજુ રિનીના ઘરે બધા તૈયાર થઈને બેઠા હોય છે. એશા અને નિશા પણ કૂર્તો અને પ્લાઝ પહેરી રેડી થઈને આશાબેન પાસે આવીને એશા કહે છે, આંટી તમે ચિંતાના કરો... એ લોકોએ રિનીને જોઈ નથી તો એમની સામે હું રિની બનીને જઈશ..! અને પછી જે થશે એ આપણે જોઈ લઈશું..!

આશાબેન પાસે હા પાડ્યા સિવાય કોઈ રસ્તો નહોતો..! તેથી તેઓ માની જાય છે. થોડીવારમાં છોકરાવાળાની ફેમીલી આશાબેનના ઘરમાં આવી જાય છે. આશાબેન બધાને આવકારે છે. છોકરાંવાળા તરફથી છોકરો, તેના પપ્પા અને તેના કાકા આવ્યા હોય છે.

માનવ તેના ઘરે હોય છે. તેને ખબર હોય છે રે આજે રિનીને જોવા છોકરો આવવાનો છે પણ રિનીતો ઓફિસમાં હોય છે.. તેને કંઈક ગરબડ લાગે છે તેથી તે એશાને ફોન કરે છે પણ એશા ફોન કટ કરી દે છે કેમ કે તે બધા સાથે બેઠી હોય છે. માનવ બે-ત્રણ વખત ફોન કરે છે પણ એશા ફરી કટ કરી દે છે. માનવને હવે પાક્કું લાગે છે કે કંઈક ગરબડતો છે જ..!

માનવ સમરને ફોન કરી બધુ કહે છે, સમર ફોન મૂકી માનવના ઘરે જાય છે.

સમર- માનવ તને સાચેમાં જ એવું લાગે છે કે છોકરો એશાને જોવા આવ્યો છે?

માનવ- હા, મને એવું જ લાગે છે... એ લોકો મારી એશાને લઈ જશે તો??

સમર- તો ચાલો પછી ભાભીના ઘરે આપણે જઈને કહી દઈએ તો...

માનવ- ના, એવું ના કરાય યાર...

સમર- ઓકે તો બહાનું કાઢી નક્કી નહીં થવા દઈએ...! ચાલ હવે ક્યાંક મોડું ના થઈ જાય.. નહીંતો માનવની દુલ્હન કોઈક બીજું ઊઠાવી જશે..!

માનવ- હા, ચાલ ફટાફટ...

માનવ અને સમર બંને રિનીના ઘરે પહોંચે છે.

ડોરબેલ વાગતા એશા દરવાજો ખોલવા જાય છે, ખોલે છે અને જોઈ છે તો માનવ અને સમર ઊભા હોય છે.

એશા- તમે બંને અહીં શું કરો છે?

માનવ- અમે પણ છોકરો જોવા આવ્યા છે.. જોઈએ તો ખરાં રિની માટે કેવો છોકરો છે..!

એશા- તમે બંને અહીંથી જાઓ... જો આશાઆંટી જોઈ જશે તો બબાલ કરશે..!

માનવ અને સમર માનતા નથી તેઓ અંદર જતા રહે છે.

માનવ- હાય, નિશા...!

નિશા- અરે માનવ... તું અહીંયા..!

આશાબેન અને રીટાદીદીને એવું જ ખબર હોય છે કે માનવ નિશાનો કઝીન ભાઈ છે.

માનવ આશાબેનને પગે લાગે છે. આશાબેન તેને આર્શીવાદ આપે છે અને જૂઠ્ઠું બોલતા એશા તરફ ઈશારો કરતાં કહે છે, આ બધા રિનીને જોવા આવ્યા છે. માનવ સમજી જાય છે કે રિની ઓફિસમાં છે એટલે એશા રિની બની બેઠી છે પણ તેને ડર છે કે આ લોકો ક્યાંક રિની ઉર્ફે એશાને પસંદ ના કરી લે...!

માનવ સમરની ઓળખાણ બધાને કરાવે છે. સમર બધાને નમસ્તે કરે છે. સમરનું ધ્યાન વારંવાર નિશા તરફ જ જાય છે. સમર નિશાને એક જ વખત મળ્યો હોય છે એ પણ હોસ્પિટલમાં જ્યારે પરાગ, સમર અને માનવની ફાઈટ રાજ સાથે થઈ હોય છે અને તેઓ હોસ્પિટલમાં પાટાપિંડી કરવા જાય છે.

આજે નિશા કૂર્તામાં કંઈક અલગ જ લાગી રહી હોય છે.

માનવ- તો તમારો શું વિચાર છે આ સંબંધ માટે?

છોકરાનાં કાકા- જોડી તો ઉપરવાળો બનાવે છે.

બધા પ્રાર્થના કરતાં હોય છે કે છોકરો ના કહી દે તો સારૂં કેમ કે તેઓ એશાને રિની સમજે છે.

છોકરાનાં કાકા- જો બંનેને ગમતું જ હોય તો અમે મિસ. રીટાનો હાથ મારા ભાઈ સતીષ માટે માંગ્યે છીએ...!

રીટાદીદી- શું?

બધાને શોક લાગે છે...! એશા અને નિશા તો હસી પડે છે. સમર પણ મોં છૂપાવીને હસે છે. માનવને હાશ થાય છે કે એશાને કોઈ નહીં લઈ જાય..!

આશાબેન- તમે આ શું બોલો છો? રીટાનું સગપણ સતીષભાઈ સાથે??

હવે આશાબેન શું કરશે?

શું સાચેમાં જ પરાગ ટીયા સાથે સગાઈ કરશે?

રિનીનું આગળ શું થશે?

સમર અને નિશા વચ્ચે પ્રેમના બીજ ફૂટશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૨૪

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED