પરાગિની - 24 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - 24

પરાગિની ૨૪

રિનીને સાંભળીને હર્ટ થાય છે કે આજે પરાગની સગાઈ છે. તે ફટાફટ વોશરૂમમાં જતી રહે છે અને રડી પડે છે. થોડીવાર બાદ તે ફ્રેશ થઈ તેના ડેસ્ક પાસે જઈ પેન્ડિંગ કામ પતાવે છે અને પછી ઘરે જવાનું વિચારે છે.

આ બાજુ રીટાદીદીનું સગપણ સતીષભાઈ સાથે એ સાંભળી બધા શોકમાં છે અને સાથે બધાને હસવું પણ આવે છે.

આશાબેન- રીટાનું સગપણ સતીષભાઈ સાથે?

સતીષભાઈ- હા, તો અમે છોકરી મારા માટે શોધતા હતા..! તમને શું લાગ્યું?

આશાબેન- અમે તો તમારા છોકરા માટે અમારી છોકરીનું ગોઠવવાનું વિચારતાં હતા...!

સતીષભાઈ- પહેલા હું પરણીશ પછી જ મારો છોકરો અને આમ પણ તે હજી નાનો છે. મેં તો રીટાને જ્યારથી જોઈ છે ત્યારથી જ પસંદ છે. અમે તો નક્કી કરીને જ જઈશું..!

આશાબેન અને રીટાદીદીને શું જવાબ આપવો તે ખબર નહોતી પડતી. થોડીવાર પછી આશાબેન વિચારીને કહે છે, અમે તમને કાલે જવાબ આપીએ.. જે હશે તે જણાવીશું..!

પછી બધા વિદાય લે છે. એશા અને નિશા માનવ અને સમરને બહાર મૂકવા જાય છે.

એશા અને માનવ વાત કરતાં હોય છે જ્યારે નિશા અને સમર વાત કરતાં હોય છે.

માનવ અને સમર ત્યાંથી નીકળી જાય છે. સમર માનવને ઘરે મૂકી કંપનીએ જાય છે.

પરાગ તેની કેબિનમાં જતો હોય છે તો રિનીને જોતો જોતો જાય છે. પરાગ જોઈ છે કે રિનીનો ગોરો ચહેરો રડીને લાલ થઈ ગયો હોય છે. તે રડવાંનું કારણ સમજી જાય છે. તે રિની પાસે જાય છે.

પરાગ- રિની તારે ઘરે જવું હોય તો જઈ શકે છે.

રિની- હા, સર બસ હવે પાંચ-દસ મિનિટમાં નીકળું જ છુ...

પરાગ- શું થયું રિની? તારો ચહેરો કેમ લાલ છે? આંખો પણ લાલ છે..!

રિની પોતા પર સંયમ રાખતા કહે છે, કંઈ નહીં સર.. કાલ આખી રાત નહોતી સૂઈ ગઈ..! ગાડીમાં સૂતા નહોતું ફાવતું... અને મોડે સુધી કામ કર્યું એટલે...!

પરાગ બોલવા જ જતો હોય છે કે સમર ત્યાં આવીને કહે છે, રિની બોલ હું ક્યાંથી આવું છું અત્યારે?

રિની- ક્યાંથી?

સમર- હું અને માનવ તારા ઘરે ગયા હતા એશાનું સગપણ તોડવવા પણ કંઈક બીજી જ કોમેડી થઈ ગઈ.

સમર રિનીને બધુ કહે છે. આ સાંભળી રિનીને હસવું આવી જાય છે. રિનીને હસતાં જોઈ પરાગના દિલને ઠંડક વળે છે. રિની થોડીવાર બાદ ઘરે જવા નીકળી જાય છે.

ઘરે આવી એશા અને નિશા રિનીને આખી સ્ટોરી કહે છે કે એ લોકોને તો રીટાદીદી ગમી ગયા છે. એશા રિનીને કહી દે છે કે આશાઆંટીએ તારી માટે છોકરો જોઈ રાખ્યો હતો. રિની આ બધુ સાંભળીને હસ્યાં જ કરે છે. રિની હસતાં હસતાં રડવાનું ચાલું કરી દે છે. રિની આમ અચાનક રડતાં જોઈ એશા અને નિશા નવાઈ પામે છે.

એશા- શું થયું રિની? આમ કેમ અચાનક રડી પડી?

નિશા રિની પાસે જઈને તેને શાંત કરી હગ કરી લે છે અને પૂછે છે, શું થયું રિની સવાર સુધીમાં તો ખુશ હતી તું?

એશા- સાચુ કે મને... પેલા પરાગે જ કંઈ કર્યું છે ને?

રિની- આજે સાંજે પરાગ પેલી ટીયા સાથે સગાઈ કરવાનો છે.. બધુ જ ખતમ હવે.....

આટલું કહી રિની ફરી રડી પડે છે. એશા અને નિશા તેને શાંત કરાવે છે.

આ બાજુ નવીનભાઈના ઘરે બધી તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી હોય છે. દાદી કિચનમાં શેફ સાથે ડિનરનું મેનૂ નક્કી કરતાં હોય છે. શાલિની ઘરનુ રાચરચીલું સરખું કરાવતી હોય છે.

પરાગનાં મેરેજ ટીયા સાથે થવાનાં છે આ જાણી ઘરમાં કોઈ ખુશ નથી હોતું સિવાય શાલિની...! શાલિની હંમેશા પરાગની બરબાદી જોવા માંગતી હતી... પરાગની સફળતા તેને ઘણી ખૂંચતી.. શાલિનીને ખબર છે કે પરાગને ટીયા સહેજ પણ નથી ગમતી.. ટીયાને પણ તે ઓળખતી હતી તે જાણતી હતી કે ટીયા પૈસા માટે ગમે તેમ કરીને પરાગ સાથે મેરેજ કરવાં માંગતી હતી. શાલિનીએ તો પ્લાન પણ બનાવી રાખ્યો હોય છે કે ટીયાને તેની સાઈડ કરી તે પરાગને બરબાદ કરશે પણ શાલિની ક્યાં જાણતી હતી કે ટીયા તેનાથા પણ ચડયાતી છે..!

સાંજે પાંચ વાગ્યાની આસપાસ ટીયા અને તેનો પરીવાર નવીનભાઈના ઘરે આવી જાય છે. નવીનભાઈનો પરીવાર તેમનું સ્વાગત કરે છે. બધા લિવીંગ હોલમાં સોફા પર ગોઠવાય છે.

ટીયાના પરીવારમાં તેના મમ્મી-પપ્પા, તેની સાવકી માઁ, તેનો ભાઈ અને તેના કાકા-કાકી આવ્યા હોય છે. ટીયા બધાની ઓળખાણ કરાવે છે.

થોડીવાર સુધી કોઈ કંઈ બોલતું નથી. દાદી ટીયાને પૂછે છે, આમાંથી તારી મમ્મી કંઈ છે?

ટીયાની બંને મમ્મીઓ સાથે બોલી પડે છે, ‘હું છું ટીયાની મોમ.’

ટીયાની મોમ ટીયાની સાવકીમાઁ બાજુ જોઈને કહે છે, હું છું ટીયાની મોમ, તું તો સાવકી છે. દાદીજી હું છું ટીયાની માઁ...

ટીયાની સાવકીમાઁ- ટીયા મારી પણ છોકરી છે..! ટીયા મને છોટી મોમ કહી બોલાવે છે.

ટીયાની મોમ- ખરેખરમાં તો ટીયાની છોટી મોમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એને મારા હસબન્ડ ગમતાં હતા અને એમને પણ મારી ફ્રેન્ડ ગમતી હતી તો મેં જ મેરેજ કરાવી આપ્યા...!

આ સાંભળી પરાગના પરીવારને શોક લાગે છે અને વિચારે છે, કેવો વિચિત્ર પરીવાર છે આ..!

દાદી મનમાં પોતાનો દોષ દે છે, હું જ રોજ ભગવાનને કહેતી હતી મારા પરાગનું લગ્ન નક્કી કરાવી દો.. મારા કારણે મારો ડાહ્યો છોકરાને આવી ગાંડા જેવી છોકરી મળી..! હે શ્રી નાથજી બાવા.. કંઈક સારૂં કરજે હવે..!

થોડી વાતચીત પછી સગાઈની વિધિ ચાલુ કરે છે. સગાઈ એકદમ સાદી રીતે જ કરવાની હોય છે. પરાગ અને ટીયા બંને એકબીજાને રીંગ પહેરાવે છે. પરાગનું મન ના કહેતું હોય છે કે તું આ ખોટું કરે છે પણ તે હકીકત સ્વીકારી લે છે.

સગાઈ બાદ બંને પરીવાર સાથે ડિનર કરે છે. ડિનર કરી થોડીવાર તેઓ ગાર્ડનમાં બેસે છે. છેલ્લા ત્રણ કલાકથી પરાગ કંઈ જ બોલ્યો નહોતો.. જ્યારે ટીયા તો સગાઈથી ખુશ ખુશ હોય છે..! વાતચીત બાદ ટીયા અને તેનો પરીવાર ઘરે જવા નીકળે છે.

પરાગ થોડી વાર ગાર્ડનમાં એકલો બેસીને તેના ઘરે જવા નીકળે છે.

આ બાજુ રિની એશા અને નિશા સામે જીદ્ લઈને બેઠી હોય છે કે તેને પરાગને એક વખત મળવું છે મારે એને એક વાત કહેવી છે, બસ છેલ્લી વખત પછી ક્યારેય મળવાનું નહીં કહું એને..!

રિની- તું માનવને કહેને મને ત્યાં લઈ જાય..!

એશા- આ છેલ્લી વખત પછી હું તારી એક પણ વાત નહીં સાંભળું..!

રિની- હા..!

એશા માનવને ફોન કરી બધી વાત કરે છે. માનવ રિનીને લેવા પણ આવી જાય છે.

માનવ રિનીને પરાગના ઘરે લઈ જાય છે. પરાગ હજી ઘરે આવ્યો નથી હોતો તેથી રિની ગાર્ડનનાં બેસી તેના આવવાની રાહ જોઈ છે.

થોડીવારમાં પરાગ આવે છે. પરાગ ઘરમાં અંદર જઈ તેનો કોટ કાઢે છે, સોફા પર જઈને બેસે છે. સોફા પર બેસતાં જ તેને યાદ આવે છે કે રિની અહીં સૂઈ ગઈ હતી અને તેને રિનીના વાળ સરખાં કર્યા હતા..! તે ઊભો થઈ કિચનમાં જાય છે, ત્યાં તેને યાદ આવે છે કે રિની અને તે બંને એ ઘણી વખત સાથે જમવાનું બનાવ્યું હતુ..!

પરાગ ફ્રીઝ ખોલી બોટલ કાઢી એક ગ્લાસમાં પેગ બનાવે છે. ગ્લાસ લઈને તે નીચે ગાર્ડનમાં જાય છે, તે જોઈ છે કે રિની ચેર પર બેઠી હોય છે. તેને આ સમયે અહીં જોઈ પરાગને નવાઈ લાગે છે.

પરાગ- રિની.. અત્યારે તું અહીં શું કરે છે?

રિની- મારે એક વાત કહેવી હતી..!

પરાગ- એટલી પણ શું અગત્યના વાત હતી કે સવાર સુધીની રાહ પણ ના જોવાય તારાથી...!

રિની- અત્યારે કહેવી જરૂરી હતી..

પરાગ- હા, બોલ શું કહેવું હતું...!

રિની- મને બધુ જ યાદ આવી ગયું છે... તે દિવસે આપણી વચ્ચે શું વાત થઈ એ મને યાદ આવી ગયું છે...!

પરાગ આંખ બંધ કરી ઊંધો ઊભો રહી જાય છે અને વિચારે છે, જો તે પૂછશે અને હું કહીશ તો બંનેને હવે દુ:ખ જ થશે...! હવે હું કોઈ સાથે એક બંધનમાં બંધાઈ ગયો છું.. હવે મારાથી રિની ની જીંદગી બારબાદ ના કરાય..!

પરાગ- (મક્કમ થઈને) તે દિવસે જે કહ્યું હતું તે બધુ જ ખોટું હતું...!

આ સાંભળીને રિનીને આઘાત લાગે છે.. તેને એવું હતું કે આ સાંભળી પરાગ ખુશ થશે અને કહેશે કે હા, હું તને જ પ્રેમ કરું છું પણ અહીં તો પરાગ આ વાતનો અસ્વીકાર કરે છે.

રિની- તમે જૂઠ્ઠું બોલો છો...

પરાગ- તે જે સાંભળ્યું એ જ હકીકત છે..! આપણી વચ્ચે કંઈ જ નથી હવે.... હું હવે ટીયાનો મંગેતર છું..!

આ સાંભળી રિની રડવાં જેવી થઈ જાય છે. તે કંઈ બોલ્યા વગર ચાલવાં માંડે છે ત્યાં જ પરાગ બોલે છે, મેં તને આવું કહ્યું તો તું મારી પર ગુસ્સો નહીં કરે?

રિની- ગુસ્સો તો એની પર કરાઈ જેની પર તમારો હક હોય...! હવે મારો કોઈ હક નથીને તમારી પર...!

રિની રડતી રડતી ત્યાંથી જતી રહે છે. પરાગ બસ તેને જોતો ત્યાં નો ત્યાં જ ઊભો રહે છે. તેને યાદ આવે છે કે આજ જગ્યા પર ઊભો રહીને તેને રિનીને તેની દિલની વાત કહી હતી..!

રિની ચાલતી ચાલતી ઘર તરફ જવા લાગે છે અને આખાં રસ્તે રડ્યાં કરતી હોય છે.

માનવ બહાર જ હોય છે પણ તેને જોયું જ નથી હોતું કે રિની નીકળી ગઈ છે. તે વિચારે છે કે રિની બહુ વાર લાગી.. લાવ અંદર જોતો આવું કંઈ સિરીયસ વાત તો નથી થઈ ગઈને?

માનવ અંદર જાય છે. તે જોઈ છે કે પરાગ બહાર ગાર્ડનમાં સોફા પર જ બેઠો હોય છે.

માનવ- પરાગ, રિની ક્યાં છે?

પરાગ- ક્યાં છે એટલે?

માનવ- ક્યાં છે એટલે.. હું જ એને અહીં લઈને આવ્યો હતો... બહુ વાર થઈ એને એટલે હું જોવા આવ્યો.. ક્યાં છે એ?

પરાગ- એતો ક્યારની નીકળી ગઈ...?

માનવ- નીકળી ગઈ એટલે? ક્યાં ગઈ એ? એ બહાર ગઈ તો મેં કેમ એને જોઈ ના?

પરાગ- એ થોડી ગુસ્સામાં હતી તો જતી રહી...!

માનવ- તો મને કેમ ના દેખાય એ? આટલી રાતમાં એ એકલી ક્યાં ગઈ હશે?

પરાગ- (ગુસ્સામાં) મને શું ખબર એ ક્યાં ગઈ? હું એનો સિક્યોરિટી ગાર્ડ થોડી છું તે? અને એ કંઈ નાની છોકરી નથી તે ખોવાઈ ગઈ હશે..!

માનવ- તને ફક્ત પૂછ્યું આમાં આટલો ગુસ્સો શેનો કરે છે? ચાલ રહેવા દે અત્યારે કંઈ પણ વાત કરવી બેકાર છે. હું પહેલા એને શોધવા જાવ છું..!

પરાગ- (ગુસ્સામાં) હા, હા..તું પણ મને મૂકીને જતો રે... રિની તો જતી જ રહી છે..!

માનવને ખબર હતી કે પરાગ જ્યારે પણ ગુસ્સામાં હોય ત્યારે બહુ જ બબડે છે તેથી તે બાય કહી જતો રહે છે.

પરાગ ગુસ્સામાં લાલ હોય છે. તે કંઈ વાત પર ગુસ્સે છે તે તેને ખુદને નહોતી ખબર..! તે માથું નીચું કરી શાંતિથી સોફા પર બેસી જાય છે અને તેની સગાઈની વીંટીને જોયા કરતો હોય છે. તે વીંટી કાઢી ટેબલ પર મૂકીદે છે અને રિનીની યાદ કરતાં તે રડી પડે છે.

આગળ જાણવાં માટે વાંચતા રહો ભાગ -૨૫