Pollen - 22 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 22

પરાગિની ૨૨

નવીનભાઈના ઘરે...

બધા સભ્યો બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર હાજર હોય છે. પરાગ તેની વાત ચાલુ કરે છે.

પરાગ- મેં ટીયા સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો છે તે બધાને ખબર પડી જ ગઈ છે તો કહી દઉં કે આ મેરેજ ફક્ત હું બાળક માટે જ કરું છું બાકી ટીયા માટે મારી લાઈફમાં કોઈ સ્થાન નથી. હા, મેરેજ મારે ધૂમધામથી નથી કરવાં..!

શાલિની- તો શું આ મેરેજ એક ફોર્માલિટી જ છે?

પરાગ- તમે જેમ સમજો એમ...! મેરેજની વાત આવશે એટલે મીડિયાવાળા ગમે તેમ લખશે. આપણે તો આવા બધાની આદત છે પણ ટીયાની ફેમીલીને નથી. બીજી વાત કે આ મેરેજ બાળક માટે જ કરું છું આ વાત ટીયાના પરીવારને ના ખબર પડવી જોઈએ.

પરાગ શાલિનીની સામે જોઈને કહે છે, આ મેરેજ એક પ્રાઈવેટ ફંકશન જેવું હશે એમાં ક્યાંય મીડિયા ન આવવી જઈએ એનું ધ્યાન સમર તું રાખીશ. શાલિનીની સામે જોઈને કહે છે કેમ કે પરાગને ખબર છે કે તે કંઈક તો અવડાઈ કરશે જ..!

નવીનભાઈ- સારૂં તો હવે ટીયાની ફેમીલીને આમંત્રણ આપી ઘરે મળવાં બોલાવીએ.

આજે રિની એકદમ અલગ અંદાજમાં ઓફિસમાં આવે છે. તે બધુ ભૂલીને આગળ વધવા માંગતી હોય છે. આજે તેને મોરપીંછ કલરનો પેરેલલ હાઈવેસ્ટ પેન્ટ, ઉપર વ્હાઈટ ટોપ જે ઈન કરીને પહેર્યુ હોય છે, પગમાં વ્હાઈટ બ્લોક હિલ્સ, હેર કર્લી કર્યા હોય છે. ઓફિસમાં આવતા બધા રિનીને જ જોઈ રહ્યા હોય છે. રિની તેના ડેસ્ક પર બેસી કામ ચાલુ કરી દે છે.

ટીયા પાનેતરના અમુક ડિઝાઈન અને ફોટોસ લઈ સીધી જૈનિકા પાસે જાય છે અને ઓર્ડર આપતા કહે છે, આ પાનેતરના ફોટોસ છે અને ડિઝાઈન.. બે અઠવાડીયા સુધીમાં મને સેમ્પલ પીસ તૈયાર જોઈએ..!

જૈનિકા તે બધા ફોટોસ નીચે નાંખી દે છે અને તેનું કામ કરવા લાગે છે.

ટીયા- તને હજી ખબર નથી પડી લાગતી.. તારી સામે આ કંપનીના માલિકની થવાવાળી વાઈફ ઊભી છે..! સો હવે હું તારી બોસ થઈ કહેવાય.. અને આગળ પણ હવે તારે મારા જ હુકમ માનવા પડશે...!

જૈનિકા- તારા કપડાં ડિઝાઈન કરવાનો મારી પાસે ટાઈમ નથી. તારી હેસિયત શું છે એ મને ખબર છે, મારા પર તારો રોફના જમાવીશ..!

ટીયા- તને તો હું જોઈ લઈશ..!

ટીયા પગ પછડાતી ત્યાંથી જતી રહે છે.

પરાગની કોફીને ટાઈમ થતાં રિની પરાગની કેબિનમાં કોફી લઈને જાય છે. પરાગ રિનીને જોઈ જ રહે છે કેમ કે આજે રિની કંઈક અલગ જ લાગતી હોય છે.

રિની- સર તમારી માટે કોફી અને નાસ્તો..!

પરાગ- નાસ્તો કેમ?

રિની- તમે પરેશાન હોવ છો ત્યારે નાસ્તો નથી કરતાં અને પછી તમારી તબિયત બગડી જાય છે અને તમને નઈ સારૂં લાગે તો મને નહીં ગમે...!

પરાગ- ઓકે. ટેબલ પર મૂકી દે.. હું પછી કરી લઈશ.

રિની મૂકીને જતી હોય છે કે પરાગ તેને રોકે છે અને તેની સફાઈમાં તે બોલતો હોય છે કે ટીયા સાચેમાં જ પ્રેગ્નન્ટ છે, વગેરે વગેરે...

રિની શાંતિથી સાંભળતી હોય છે. આ જોઈ પરાગને અકળામણ થાય છે.

પરાગ- તું કેમ કંઈ બોલતી નથી? હું તને મારી વાત કરી રહ્યો છું અને તું કેમ કંઈ રિએક્ટ નથી કરતી?

રિની- મેં તમારી પાસે કોઈ જ સફાઈ નથી માંગી સર...!

પરાગ- કાલે જ્યારે મેરેજની વાત ખબર પડી ત્યારે તું અંદરથી તૂટી ગઈ હતી અને આજે સાવ અલગ જ બીહેવ કરે છેને..! અને કાલે તું મને કંઈ કહેવાની હતીને?

રિની- જવા દો સર..! એ સારી વાત આપણે ભૂલી જઈએ તો જ સારૂં રહેશે..!

બંને વાત કરતા હોય છે ટીયા પરાગની કેબિનમાં આવે છે. રિનીને ત્યાં જોતા ટીયા મોં બગાડે છે અને કહે છે, મારે પરાગ સાથે વાત કરવી છે.

રિની ટીયાને સ્માઈલ આપી ત્યાંથી જતી રહે છે.

ટીયા- જૈનિકા એ મને ના કહ્યું કે તે મારા મેરેજના કપડાં ડિઝાઈન નહીં કરે.

પરાગ- હા, તો?

ટીયા- આપણી પાસે ડિઝાઈનર છે તો હું થોડી બીજા પાસે જઉં? તું એની સાથે વાત કર.. તારી સારી દોસ્ત છે એ.. તારી વાત માનશે..!

પરાગ- જૈનિકા આ કંપનીની ડિઝાઈનર છે.. તારી કે મારી પ્રાઈવેટ ડિઝાઈનર નથી.. હું એને ફોર્સના કરી શકુ..!

આ બાજુ માનવ એશાને મળવા તેની ઓફિસ જાય છે અને કહે છે, એશા રવિવારે આપણે બહાર જઈશું તું રેડી રહેજે હું તને લેવા આવીશ..!

એશા ઉતાવળમાં બોલી જાય છે કે, રવિવારે નઈ અવાય કેમ કે છોકરાવાળા આવવાના છે..!

એશા- (મનમાં) આય હાય... હું આ શું બોલી ગઈ..?

આ સાંભળી માનવને ઝાટકો લાગે છે. તે એશાને પૂછે છે કે તને જોવા આવવાના છે?

એશા- સોરી, માનવ હું તને ના કહી શકુ..

માનવ એશાનું માથું ખાઈ જાય છે એટલે એશા બહાનું બતાવી કહી દે છે કે છોકરાવાળા નિશાને જોવા આવવાના છે. માનવને દાળમાં કંઈક કાળું છે એવું લાગતા તે એશાને બાય કહી નિશાને મળવાં હોસ્પિટલમાં જાય છે.

માનવ નિશાને જઈને કહે છે, મારી પ્યારી સાળી.. તારા લગ્ન થવા જઈ રહ્યા છે.. શું વાત છે?

નિશા- હેં... મારા લગ્ન થવાના છે અને મને જ ખબર નથી? એવું કેવું?

માનવ- તારા તો લગ્ન થવાનાં છે..!

નિશા- મેં તો કોઈ છોકરો જોયો પણ નથી અને લગ્ન?

માનવ- તો પછી રવિવારે છોકરીવાળા કોને જોવા આવવાના છે?

નિશા- એ તો.. એ તો... રિનીને જોવા આવવાના છે..!

માનવ- હાશ.... મને તો હતું કે મારી એશા માટે આવવાના છે પણ રિની તો પરાગને પ્રેમ કરે છે..!

નિશા- પરાગ સર તો ટીયા સાથે મેરેજ કરવાનાં છે. રિનીને હજી ખબર નથી કે તેને જોવા છોકરાવાળા આવવાના છે તો તું કોઈને કહેતોના..!

માનવ- હા, રિનીને નહીં કહું..!

ઓફિસમાં પરાગ રિની પાસે આવે છે અને કહે છે, સિયા ક્યાં છે?

રિની- એ તો આજે વહેલી ઘરે જતી રહી છે અને તે તમને કહીને ગઈ છે..!

પરાગ- અરે.. હા..! આજે કામ વધારે હતું એટલે એને મોડે સુધી રોકાવાનું હતું..!

રિની- જો તમને કંઈ વાંધો ના હોય તો હું રોકાઈ જવ?

પરાગ- હમ્મ..! ઠીક છે.

પરાગ અને રિનીને કામ કરતાં કરતાં સાંજ પડી જાય છે. સાંજના સાડા સાત વાગ્યા હોય છે. બંને પરાગની કેબિનમાં બેસીને કામ કરતાં હોય છે ત્યાં જ રિનીને કોઈનો દોડવાનો અવાજ સંભળાય છે. તે પરાગને કહે છે, તમને કંઈ સંભળાયું?

પરાગ- નહીં તો...!

ફરીથી પેન્ટ્રીરૂમમાંથી અવાજ આવે છે. રિની તરત પરાગને કહે છે.

પરાગ- આટલી મોટી ઓફિસ છે કોઈ પણ હોય શકે છે. જોકે આ સમયે તો આપણા બે સિવાય સિક્યોરિટી ગાર્ડ જ છે. એટલામાં ફરી ‘ધમધમ’ નો જોરથી અવાજ આવે છે. પરાગ અને રિની બંને ઊભા થઈ બહાર જાય છે. બહાર જઈને જોઈ છે તો કોઈ નથી હોતુ. એટલામાં જ લાઈટ જતી રહે છે. અંધારું થઈ જવાથી ડરના મારે રિની પરાગનું જોરથી બાવડું પકડીને ઊભી રહી જાય છે અને પરાગને કહે છે, અત્યારે કેમની લાઈટ ગઈ? કોઈ દિવસ લાઈટ નથી જતીને..! મને અંધારાથી બહુ બીક લાગે છે..!

પરાગ- ડોન્ટ વરી..! હું અહીં જ છું..!

તેમની પાછળ ખુરશીનો અવાજ આવતા રિનીને વધારે ડર લાગે છે. પરાગ તરત પાછળ ફરી જોવા જતો હોય છે કે રિની પરાગને રોકી લે છે અને કહે છે, તમે મને અંધારામાં છોડીને ક્યાંયના જશો.. મને બીક લાગે છે.

પરાગ- તમને બીક લાગે છે એતો મને દેખાય જ છે. પરાગ રિનીનો હાથ પકડતાં કહે છે, હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં.. ડોન્ટ વરી..!

પરાગ ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ફ્લેશ લાઈટ ઓન કરી ખુરશીનો અવાજ આવ્યો ત્યાં જોઈ છે તો ટેબલની બાજુમાં આર્ટીફિશીયલ પ્લાન્ટના કૂંડા પાછળ એક નાનો ચાર વર્ષનો છોકરો હોય છે. તે છોકરો ‘ભાઉં’ કહી બંનેને બીવડાવવાનો પ્રયાસ કરે છે અને તે છોકરો પછી હસવાં લાગે છે. તે છોકરો એકદમ ક્યૂટ ગોલુમોલુ હોય છે.

પરાગ અને રિની આટલા નાના છોકરાને એકલો ઓફિસમાં જોઈ નવાઈ પામે છે. બંને તે છોકરાને અંદર કેબિનમાં લઈ જઈને સોફા પર બેસાડી અને તેની પાસે બેસે છે.

રિની- બેટા તારું નામ શું છે?

છોકરો- મારું નામ નિર છે.

રિની- તું એકલો અહીં કેવી રીતે આવ્યો?

નિર- (કાલીઘેલી ભાષામાં) મારા પગેથી ચાલતો આવ્યો.

આ સાંભળી પરાગ હસી પડે છે અને કહે છે, શું જવાબ આપ્યો છે બેટા તે..! હા, પણ તારા મોમ-ડેડ નથી?

નિર- મોમ-ડેડ હોય તો જ હું આ દુનિયામાં આવુંને..!

રિની- વાહ..! શું જવાબ આપ્યો છે તે..!

થોડીવાર બાદ નિર રડવાં લાગે છે. રિની તેને ખોળામાં બેસાડી શાંત કરાવે છે અને પરાગ સિક્યોરિટી ઓફિસમાં ફોન કરે છે પૂછવા માટે કે આ બાળક ક્યાંથી આવ્યું?

નિર શાંતિથી રિનીના ખોળામાં બેસીને રિનીની ગળામાં પહેરેલી ચેઈન સાથે રમ્યાં કરતો હોય છે અને રિની તેના માથા પર વ્હાલથી હાથ ફેરવતી હોય છે. આ દ્રશ્ય જોઈ પરાગ મનમાં બોલે છે, આ જ દ્રશ્ય મને સાચેમાં જ જોવું હતું રિની તારી સાથે..! તારો અને મારો સંબંધ પતિ-પત્નીનો હોત અને આપણું બાળક પણ આવી રીતે જ રમતું હોત..!

એટલામાં જ સિક્યોરિટી ગાર્ડ પરાગની કેબિનમાં આવે છે.

ગાર્ડ- સોરી સર, હું રિપોર્ટસ તૈયાર કરતો હતો અને નિર ક્યારે અંદર ઓફિસમાં જતો રહ્યો તે ખબર ના પડી..! હું એને લઈ જાઉં છું.. તમને હેરાન કરશેએ..!

પરાગ- ના, કંઈ વાંધો નહીં એને અહીં જ રહેવા દો. અમારી સાથે જ રહેશે.

રિની- હા, નિર અહીં જ રહેશે.. પણ નિરની મમ્મી ક્યાં છે? તે આટલી રાત્રે તમારી સાથે જોબ પર?

ગાર્ડ- નિરની માઁ આ દુનિયામાં નથી... મારી મમ્મીની તબિયત પણ નથી સારી એટલે હું એને આજે મારી સાથે કામ પર લઈ આવ્યો..!

રિની- સોરી રમેશભાઈ(ગાર્ડ)..!

પરાગ- તમને કંઈ પણ મદદની જરૂર હોય તો તરત મને કહેજો.. નિર માટે હું બધી જ વ્યવસ્થા કરી દઈશ.

ગાર્ડ- સર તમે જોબ મને આપી તે જ બહુ છે મારા માટે..!

પરાગ- નિરના ભણતરનો તમામ ખર્ચ હું આપીશ..! તમે અત્યારે જાઓ.. નિર અહીં રમશે અમારી સાથે..!

ગાર્ડ- એનું જમવાનું બાકી છે તો જમાડીને મૂકી જઈશ સર..

પરાગ- ના, તે અમારી સાથે આજે જમશે.. અને તમારું જમવાનું પણ હું મંગાવી દઇશ..!

રિનીને પરાગની ઉદારી જોઈ તેને વધુ પ્રેમ કરવાં લાગે છે.

ગાર્ડ નીચે જઈ તેનું કામ કરવાં લાગે છે જ્યારે પરાગ અને રિની તેમનું કામ મૂકી નિર સાથે રમવા લાગે છે. આખી ઓફિસ ખાલી હોવાથી તેઓ નિર સાથે હાઈડ એન્ડ સિક ગેમ રમે છે, પકડમ પકડાઈ, આંધળી ખિસકોલી રમે છે. રમ્યાં પછી ત્રણેય જણાં ડિનર કરે છે.

ડિનર કરી પરાગ નિરને તેના ખોળામાં બેસાડે અને વાર્તા કહે છે, નિર વાર્તા સાંભળતા જ પરાગના ખોળામાં સૂઈ જાય છે. થોડીવાર બાદ રિની પરાગને કહે છે, તમારા હાથ દુખી ગયા હશે લાવો નિરને સોફા પર સૂવડાવી દઉં..!

પરાગ- ના, એને આમ જ સૂવા દે.. મને ખૂબ સારૂં લાગે છે.

રિની- મેં તમને સવારે કહ્યું હતું કે મારે તમારી સફાઈ નથી સાંભળવી કેમ કે મને ખબર છે તમે આ મેરેજ ફક્ત બાળક માટે કરી રહ્યા છો..!

પરાગ- (મનમાં) રિની કહ્યા વગર પણ તું મને ઘણું સમજી જાય છે.. બસ મારું જ નસીબ પાંગળું છે કે મારી આ જીંદગી હું તારી સાથે નઈ વિતાવી શકુ..!

પરાગ- હા.. એવું જ કંઈક છે..!

થોડી ક્ષણો બાદ રમેશભાઈ આવી નિરને લઈ જાય છે. પરાગ અને રિની ફરી તેમના કામમાં લાગી જાય છે.

રાતના સાડા દસ થઈ ગયા હોય છે. પરાગ અને રિની બંને કંટાળી જાય છે.

પરાગ- બસ, હવે હું કામ નહીં કરી શકુ...! થાકી ગયો હું..!

રિની- હું પણ...!

પરાગ- હવે આપણે ઘરે જઈએ.. કંઈક વધારે જ થાક લાગ્યો છે.

રિની- હા..! કામ કર્યુ અને નિર સાથે રમ્યા તો થાક તો લાગે જ ને..! આપણા બંનેને ખૂબ ભગાવ્યા છે નિરએ..!

બંને હસી પડે છે. એટલામાં જ પરાગના મોબાઈલમાં સમરનો ફોન આવે છે.

પરાગ- હા, સમર શું થયું? આટલી રાત્રે કેમ કોલ કર્યો?

સમર- ભાઈ, જલ્દી આવી જાઓ...!

પરાગ- શું થયું સમર તને? ક્યાં છે તું?

સમર- (ધીમા અવાજે) ભાઈ ફટાફટ આવો... આપણે જે ક્લબમાં જઈએ છે ત્યાં જ..!

શું થયું હશે સમરને?

જાણવા માટે વાંચો આગળનો ભાગ- ૨૩

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED