સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૯) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૯)

"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૯)

સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૮ માં જોયું કે ધીમાન સૌંદર્યાને લઈ ને ગુજરાતની બોર્ડર પાસેના રાજસ્થાનના કોટરા ગામે લઈ જાય છે. ત્યાં સૌંદર્યા સાથે લગ્ન કરે છે. છ મહિના સુધી સુખી જીવન જીવે છે..પણ એક દિવસ ધીમાન ના ભાઈ દેવને દુશ્મનો કેદ કરે છે.જેને છોડાવા માટે ધીમાન જાય છે. પણ ત્રણ મહિના સુધી પાછો આવતો નથી.

હવે આગળ...

આખરે સૌંદર્યા ઈડર જવાનું નક્કી કરે છે. પોતાનો જરૂરી સામાન બેગમાં મુકીને ઈડર જાય છે.

ઘરે તાળું હોય છે... કદાચ પપ્પા મમ્મી બહાર ગયા હશે એવું માની ને પાડોશીને પુછે છે.

પાડોશી કહે છે કે તેઓ ચાવી આપી ગયા છે સાથે એક ચિઠ્ઠી તારા નામની આપી છે.

સૌંદર્યા ઘર ખોલીને પોતાનો સામાન મુકીને ચિઠ્ઠી વાંચે છે.
ચિઠ્ઠી પપ્પા એ લખેલી હોય છે.

' મારી વ્હાલી બેટી સૌંદર્યા, તને દિકરી સૌંદર્યા કહું કે દિકરો સૌરભ. હવે હું એ ભેદ ભુલી જવા માગું છું. તારા લગ્નનો મેસેજ મલ્યો. પણ મોબાઈલ નેટવર્ક ના કારણે બહુ મોડો મેસેજ મલ્યો. તું સુખી રહે એમ ઈચ્છીએ છીએ.
જમાઇ રાજ પણ ક્ષેમકુશળ હશે.
તારી મમ્મી કાયમ યાદ કરે છે.. એને સૌરભ ની યાદ બહુ આવે છે. નાનપણથી લાડ કોડ થી ઉછેરેલો છે.
એક માં ને પોતાનું સંતાન કેટલું વ્હાલું હોય છે..
અમે ઈચ્છીએ કે જલ્દી જલ્દી તું સૌરભ બનીને અમદાવાદ આવે.
અમે ચાતુર્માસ કરીને પાછા આવ્યા હતા.. અને પાછા એક વર્ષ માટે હરદ્વાર જઈએ છીએ. એક શુભચિંતક અને મિત્ર ની ફેમિલી સાથે એક વર્ષ રહેવાના છીએ..
પછી અમે અમદાવાદ રહેવા આવી જવાના છીએ.. તો તું અમને મલવા અમદાવાદ આવજે.
તારી મમ્મી અને હું કાયમ શંકર ભગવાન ની પ્રાર્થના કરીએ છીએ. ને તારા સુખ સમૃદ્ધિ ની કામના કરીએ છીએ. એક 'માં અને બાપ' ની લાગણીઓ પોતાના સંતાનો પ્રત્યે કેવી હોય છે એ તને હમણાં કદાચ ખબર નહીં હોય... આ લખતા મારૂં હ્રદય ભરાઇ જાય છે... તારા સંઘર્ષ ના દિવસો પુરા થાય અને બસ અમે તારા સૌરભ બનવા માટેની ઈશ્વરને પ્રાર્થના કરીશું....
બસ એજ તારો પિતા..'

આ ચિઠ્ઠી વાંચતા સૌંદર્યા લાગણીશીલ થાય છે.
આંખો ભીની થઈ જાય છે.

એ યુવક હતો ત્યારે પણ મા-બાપ ને સુખી કરી શક્યો નહોતો..અને... હવે... જો મમ્મી પપ્પા જાણશે તો દુઃખી દુઃખી થઈ જશે.

એક દિવસમાં સૌંદર્યા ઘરની સાફસફાઇ કરીને રહેવા લાયક બનાવે છે.

બીજા દિવસે બજારમાં જાય છે. એક સામાન્ય સસ્તો ફોન લે છે.

ધીમાન ને મેસેજ કરીને પોતે ઈડર રહેવા આવી છે એવું જણાવે છે.
પણ પોતાની વિતકકથા જબલપુર જણાવતી નથી.

ધીરે ધીરે દિવસો કરકસરથી પસાર કરે છે.

સિલાઇ કામ કરીને અને છુટક ટ્યુશન કરીને દિવસો પસાર કરે છે.

સાથે સાથે ગરીબ બાળકોને મફત ભણાવે છે.

રોજ સાંજે સૌંદર્યા તૈયાર થતી..
એ રાહમાં કે... આજે ધીમાન લેવા આવશે..
પણ..

ધીમાનના કોઈ વાવડ દેખાતા નથી..

નિરાશ થઈને એ પોતે ધીમાન ને યાદ કરે છે...

આમને આમ ઉનાળો પુરો થાય છે..પણ
ધીમાન ના કોઈ સમાચાર આવતા નથી..
ઉદાસ મને સૌંદર્યા એની વિરહની વેદના વ્યક્ત કરે છે..

સહિયર મારી એકલી પડી અટવાય,
મને હવે કંઈ કંઈ થાય,

સાજન મારો હજુ પણ ના દેખાય,
મુંજવણ મને સૌથી વધુ થાય,

વિરહની વેદના ના સહેવાય,
મનડું મારું બેચેન થાય,

છ છ મહિના ગયે એના થાય,
સાજનની વાટ જોવાય,

કેવો હશે સાજન મારો,
એને યાદ આવી જાય,
મારા શમણાં એને આવે,
શમણાંમાં કોણ દેખાય?,

પ્રિતમ મારા સુના સેજ દેખાય,
યાદ તારી એને જોઈ આવી જાય,

જલ્દી આવજે,
સુખરૂપ આવજે,
હસતા હસતા,
મુખડું મલકાવજે,
.....

સૌદર્યા આમને આમ દિવસો પસાર કરે છે.

આષાઢી બીજ આવે છે..

આ બીજમાં સૌંદર્યાને આશાના કિરણો દેખાય છે.

આષાઢી બીજે વરસાદના થોડા છાંટા પડતાં હોય છે.
ધીમાન ની વાટ જોતી સૌંદર્યા ઈશ્વર ને વિનવે છે.

અને.. એક દિવસ સૌંદર્યાના મોબાઈલમાં ધીમાનનો મેસેજ આવે છે...
સાંજે ધીમાન સૌંદર્યાને લેવા આવી રહ્યો છે..

આ એજ દિવસ હતો જ્યારે એક વર્ષ પહેલાં અંબાજી ગબ્બર પર ધીમાન મલ્યા હતા.

તૈયાર થઈ ને સૌંદર્યા ધીમાન ની સવારથી રાહ જુએ છે.
સૌંદર્યા ઘરનું સરનામું મોકલે છે.

બપોરે ધીમાન કાર લઈને આવે છે.

સૌંદર્યા ના મુખ પર થોડી ચમક આવે છે.
ધીમાન સૌંદર્યા ની ખબર અંતર પુછે છે.

સૌંદર્યા:-" સ્વામી,તમારી સાથે આવવા તૈયાર તો છું.. પણ મારા સવાલોનો યોગ્ય જવાબ મલે તો.. આપણી વચ્ચે કોઈ વાત ખાનગી હોવી જોઈએ નહીં. સપ્તપદીના વચનો એ બંધાયેલા છીએ."

ધીમાન :-" સૌંદર્યા,સોરી.. તારે જે પુછવું હોય એ પુછ."

સૌંદર્યા:-" નાથ, તમારા અગાઉ લગ્ન થયેલાં છે? મને વારંવાર દેખાતા દ્રશ્યો નો અર્થ કયો છે?. પ્રતાપગઢ સાથે તમારો સંબંધ? દેવ ભાઇ જે બોલ્યા હતા એ સાચું છે કે નહીં? દેવ ભાઇ ને દુશ્મનો પાસેથી મુક્ત કરવા ગયા હતા તો આ છ મહિના તમે કોઈ મેસેજ કે સમાચાર મોકલ્યા નહીં. દેવ ભાઇ ક્યાં છે?"

ધીમાન પોતાની ભુલ માટે માફી માંગે છે..

પોતે કેવી રીતે ફસાઈ ગયો.. એ કહે છે.

ધીમાન:-" ગુરુજી ની આધ્યાત્મિક વિસ્તાર દુશ્મન દેશને અડીને આવેલો છે. ગુરૂજીના એરીયા ની સુરક્ષા મારો ભાઈ દેવ કરતો હતો. હું પણ એ સુરક્ષા દળ માં છું. દુશ્મન ના આક્રમણનો સામનો કરતા દેવ દુશ્મન વિસ્તારમાં પ્રવેશી ગયો.. દુશ્મનોએ એને કેદ કર્યો. ચાર મહિના ની મહેનત પછી દેવને મુક્ત કરીને આવ્યો. ગુરુ જીના પણ એક મહાગુરૂ છે. જે દુનિયા ની શ્રેષ્ઠ આધ્યાત્મિક ભુમિ માં સુક્ષ્મ શરીરે રહે છે. એ ભુમિની સ્વતંત્રતા માટે એક વોરિયર્સ ટીમ બનાવી છે.જેનો હું લીડર છું . તારો સંપર્ક કરી શક્યો નહીં. મારા માટે રાષ્ટ્ર પ્રેમ અગત્યનો છે."

" પણ દેવ ભાઇ એ કહ્યું હતું એ સાચું છે? પ્રતાપગઢ સાથે તમારો સંબંધ?"

" હા, અગાઉ મારા લગ્ન થયેલાં હતા. પણ મારી ભૂલના કારણે મારે મારી સૌંદર્યા ને ગુમાવી પડી. હા, મારી પત્નીનું નામ સૌંદર્યા હતું."...ધીમાન બોલતા બોલતા સંવેદનશીલ થયો.
એની આંખોમાંથી આંસુ આવી ગયાં.

" પણ હું તને ગુમાવવા માંગતો નથી"

" એટલે જે દ્રશ્યો મને દેખાતા હતા એ તમારી પહેલી પત્ની ના? એનું નામ પણ સૌંદર્યા? મને વિગતવાર જણાવશો."

" હા, એનું નામ પણ સૌંદર્યા. અકાળે મૃત્યુ થતા એનો જીવ અવગતે ગયો. તને સ્પર્શ કરતા અથવા અન્ય રીતે મારી સૌંદર્યા નો આત્મા તારા શરીરમાં પ્રવેશતો.. એની ઇચ્છા અધુરી રહી છે.
"
"હમમ.. તો આનો ઉપાય. તમારે મને પહેલા જ જણાવવું હતું. કેવા સંજોગોમાં મૃત્યુ થયું?"

" એની અંતિમ ઈચ્છા એક પુત્ર સંતાનની હતી. સૌંદર્યા એ રાજઘરાના સાથે સંકળાયેલી હતી.એના પિતાશ્રી પ્રતાપગઢ પાસે આવેલા દેવગઢમાં રહેતા હતા.
એ દિવસ હજુ યાદ છે. જ્યારે એ સાંજે મારા અને મારી સૌંદર્યા ના લગ્ન દેવગઢમાં થયેલા હતા.

લગ્ન પછી વહેલી સવારે વિદાય થઇ.
સવારે અગિયાર વાગ્યે ઘરે પહોંચ્યા.

અમે એ વખતે ઉદેપુરથી દસ કીલોમીટર દૂર આવેલા એક મોટા ઘરમાં રહેતા હતા. લગ્ન નો માહોલ.
મિત્રો સાથે ગપસપ કરતા મિત્રો મદિરા પાન કરતા કરતા મદિરાના છાંટા મારા પર પડ્યા. પછી સૌંદર્યા પાસે ગયો હતો. મદિરા ની વાસ આવતા મને રૂમની બહાર કાઢવા લાગી. સચ્ચાઇ ની ખબર પડતાં એ મને મનાવવા માટે શણગાર સજી ને ગીત ગાવા માંડી.."

" હા એ દ્રશ્ય મને દેખાતું હતું. એ ગીત હતું.
चूनर ओढी ,
सुरमो सार् यो ,
रखड़ी रतन जड़ाई ,
रंग बिरंगी नौ नौ चूड़्यां ,
हाथा माँय सजाई ,
थे म्हारो सिणगार निहारो ,
दूर दूर मत जाओ,"
પછી શું થયું?" -:સૌંદર્યા બોલી

ધીમાન બોલ્યો :-" પછી સૌંદર્યા એ મને મનાવી લીધો. એ રાત્રિ યાદ છે. જ્યારે એ અમારી પ્રથમ પ્રણય રાત હતી. સૌંદર્યાની ઈચ્છા એક પુત્ર સંતાનની હતી. એ રાત્રે પ્રણય માણતા હતા ત્યારે બહાર શોરગુલ થવા લાગ્યો જાણે કોઈ રડતું અને ડુસકા લેતું હોય! એ અમારી અધુરી રાત..
રૂમની બહાર જતા ખબર પડી કે દુઃખદ સમાચાર દેવગઢથી હતા. સૌંદર્યાના પિતાશ્રીને અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા. તાત્કાલિક સૌંદર્યા ને દેવગઢ મોકલવા કાર તૈયાર કરી. વફાદાર રાજપૂત ડ્રાઈવર અને સૌંદર્યા સાથે એક લેડીઝ સર્વન્ટને કારમાં મોકલ્યા. ઘરમાં મહેમાનો હતા એટલે હું મોડો નીકળવાનો હતો.. એજ મારી મોટી ભૂલ હતી. જે મને ભારે પડી." બોલતા ધીમાન emotional થયો.

સૌંદર્યાએ પાણી આપ્યું.
થોડીવારમાં ચા અને નાસ્તો બનાવીને ધીમાન ને આપ્યો.

સૌંદર્યા બોલી:-" પછી શું થયું? ને મારી સાથે સંબંધ શું છે?"

ધીમાન:-" એ રાત્રે કારમાં ઉદેપુરથી દેવગઢ જતી હતી. રાત્રિનો સમય. રસ્તો સુમસામ.

ડ્રાઈવરે થોડો ટુંકો રસ્તો પસંદ કર્યો.લગભગ સો કીલોમીટર જતા ગાડીમાં પ્રોબ્લેમ શરૂ થયો. માંડ માંડ થોડે આગળ જતાં ગાડી બંધ થઈ ગઈ.. એ એરિયા વન્ય અભ્યારણ્ય.. રાત્રે એ જોખમી ગણાતો. ડ્રાઈવર ગાડીનો ફોલ્ટ જોવા અને શોધવા લાગ્યો. પણ અંધારાના કારણે ફોલ્ટ મલતો નહોતો. વધારે વાર લાગતા સૌંદર્યા કારમાંથી બહાર આવી. ડ્રાઈવરે ઘણું કહ્યું કે જોખમી વિસ્તાર છે. ગાડીમાં બેસી રહો. પણ સૌંદર્યા માની નહીં. એ ડ્રાઈવરને મદદરૂપ થવા મોટી બેટરી નો પ્રકાશ કરવા લાગી...
એટલામાં એક વાઘે સૌંદર્યા પર હુમલો કર્યો. સૌંદર્યા એ સામનો કર્યો. ડ્રાઈવરે સૌંદર્યા ને બચાવવા પોતાની જાતને લગાવી દીધી. બુમ પાડીને ગાડી માં બેસવા કહ્યું.. પણ વાઘના નહોર સૌંદર્યાના મુખ પર તેમજ કેટલીક જગ્યાએ પડ્યા હતા. એ લોહી લુહાણ થઇ. ડ્રાઈવરે વાઘના ચુંગલમાંથી સૌંદર્યા ને છોડાવી..પણ ત્યાં સુધીમાં ઘણી લોહી લુહાણ થઇ હતી. માંડ માંડ કારમાં બેસી ને કારનો દરવાજો બંધ કર્યો.. લેડીઝ સર્વન્ટ આ જોઈ ને ધ્રુજતી હતી. સૌંદર્યા ની હાલત જોઈ ને બેભાન થઈ ગઈ. આ બાજુ ડ્રાઈવરે વાઘનો મુકાબલો કર્યો.. પણ આખરે વાઘે ડ્રાઈવરને દબોચીને ઉપાડી ગયો. કારમાં બેઠાં પછી સૌંદર્યા બેભાન થઈ ગઈ.. શરીર પર થયેલા ઘાવના કારણે લોહી બહુ વહી ગયું.. ધીરે ધીરે ઝહેર પ્રસરી જતું હતું. વહેલી સવારે મદદ મલી.. પણ ત્યાં સુધી માં સૌંદર્યા મૃત્યુ પામી હતી. લેડીઝ સર્વન્ટ ને હોસ્પિટલમાં લઇ ગયા. અમને મેસેજ મલતા ત્યાં પહોંચ્યા.. પણ સૌંદર્યાને અમે ગુમાવી દીધી હતી.. આ બધી વાત એ લેડીઝ સર્વન્ટ ભાનમાં આવતા જણાવી.. બસ આજ છે મારી સૌંદર્યા ની દુઃખ ભરી કહાની.. પણ એની અંતિમ ઈચ્છા અધુરી રહી એટલે જીવ અવગતે ગયો ‌ હવે તારા પર જ આધાર છે.. તારો દેખાવ અને બાંધો મારી સૌંદર્યા જેવો છે. એનો આત્મા એની અધુરી ઇચ્છા પુરી કરવા આવતી હશે.. એની મુક્તિના માર્ગનો આધાર તારા પર છે."

" એટલે મારે તમારી સાથે આવવાનું છે..એમ..ને.. તમે સાચી વાત કરી એ સારું થયું. હું પણ તમને ચાહું છું. દીદીની ઈચ્છા પૂર્ણ કરવા તમને સાથ આપીશ... પણ આજ પછી જાવ તો મને સાથે લેતા જવું અથવા મારા સંપર્કમાં રહેવું.હવે પહેલા જેવી ભુલ થાય નહીં." સૌદર્યા બોલી.

"હા, હું મારી ભૂલ સ્વીકારું છું.. હવે આવું નહીં થાય. તું સાથ આપીશ તો તારો આભારી રહીશ. તારા માટે એક નવો સ્માર્ટફોન લાવ્યો છું."

સૌંદર્યા નવો સ્માર્ટફોનથી ખુશ થઈ.

સૌંદર્યા એ પોતાની બેગ તૈયાર કરી ને ઘરની ચાવી પડોશી ને સોંપીને ધીમાન સાથે જવા રવાના થઈ.

ધીમાન કાર ને શામળાજીના રસ્તે લઈ જાય છે.
સંધ્યાકાળ થયો હોય છે.
ધીમાન અને સૌંદર્યા સજોડે શામળાજીના દર્શન કરે છે.

કારને ડુંગરપુર તરફ હાંકે છે.

રસ્તામાં સૌંદર્યા પુછે છે:- "આપણે હવે ક્યાં રહેવા જવાનું છે?"

ધીમાન:-" આપણા ઘરે વાંસવાડા . મેં કહ્યું હતું ને કે ત્યાં અમારૂં ઘર છે. આ બાસવાડા એ વાગડ એરિયાનો જ એક ડીસ્ટ્રીક્ટ છે."

"ઓકે..પણ આ વખતે મને મુકીને જતા નહીં. ને આ વાગડ
એરિયા માં ડુંગરપુર અને પ્રતાપગઢ જીલ્લા પણ છે બરાબર ને?"

"પણ તને કેવી રીતે ખબર? "

"લો ભુલી ગયા તમે જ કહ્યું હતું.. હા વાંસવાડા નામ તો સાંભળ્યું છે... હા.. મારા પપ્પા કહેતા હતા. અહીં ગુજરાતીઓ પણ રહે છે. ને અવારનવાર અમદાવાદ આવે છે. પણ જોવા લાયક શું છે?"

ધીમાન:-" અહીં માહી નદી છે.એના લીધે ઘણા દ્વિપો બનેલા છે.એને સો દ્વિપોનો પ્રદેશ કહે છે તેમજ વાંસના જંગલો છે. અહીં તાંબુ ,જસત, ચાંદી અને મેગેનીઝ જેવી ધાતું ઓ નીકળે છે. બાકીનું ત્યાં પહોંચ્યા પછી કહીશ."

આ સાંભળી ને સૌંદર્યા એ સ્મિત કર્યું.

હાશ કંઈ ક સારી જગ્યા તો છે.

રાત્રે વાંસવાડા પહોંચે છે.

ઘરની રખેવાળી અરજનચાચા અને સવિતાચાચી કરતા હોય છે.

ઘર ની સાફ સફાઈ કરીને રાખી હોય છે.

ધીમાન સૌંદર્યાની ઓળખ કરાવે છે.

એક દિવસ માહી નદી અને બાંધ જોવા લઈ જાય છે.

બે દિવસ બંનેના આનંદ મસ્તીમાં જાય છે.

એ આષાઢ સુદ દસમ.
........
સૌંદર્યા એના નિયત સમય મુજબ જાગી.

જોયું તો બેડરૂમમાં Happy marriage anniversary લખ્યું હતું. એણે બાજુમાં જોયું તો ધીમાન દેખાયા નહીં ..

પણ એક લાલ ગુલાબ હતું .
સૌંદર્યા ને યાદ આવ્યું.

કે એક વર્ષ પહેલાં આ દિવસે ધીમાન સાથે લગ્ન થયા હતા.

સૌંદર્યા ના મુખ પર સ્મિત આવી ગયું.
એટલામાં ધીમાન બાથરૂમ માંથી સ્નાન કરીને નીકળે છે.

સૌંદર્યા એને જોઈ ને હસી.

બોલી:-" ઓહોહો.. આજે વહેલા સ્નાન કરી લીધું."
ધીમાન:-" Happy marriage anniversary.. આજે આપણા લગ્ન ના એક વર્ષ થયા. તું જલદી સ્નાન કરીને તારી પૂજા પુરી કરજે. આપણે મંદિર દર્શન કરવા જવાનું છે."

આમ બોલીને ધીમાને એક લાલ ગુલાબનું ફુલ સૌંદર્યાને આપ્યું.

સૌંદર્યા એ પણ ધીમાનને હેપી મેરેજ એનીવર્સરી કહીને ગુલાબ નું ફુલ આપીને ધીમાનને આલિંગન આપ્યું. ધીમાન ના ગાલ પર કીસ કરી.

ધીમાન:-" અરે.. મેં સ્નાન કર્યું છે..હવે ફરીથી કરવું પડશે."
એમ બોલીને હસીને સૌંદર્યા ને ગાલે કીસ કરી.

સૌંદર્યા સ્નાનાદિ કાર્ય પતાવી ને આવી.

બોલી:-" આપણે ક્યા મંદિર દર્શન કરવા જવાનું છે."

ધીમાન:-" ત્રિપુરા સુંદરી મંદિર..જે અહીંથી બાર કે તેર કીલોમીટર છે. આ દેવી ના દર્શન કરવા માટે વસુંધરા રાજે પણ દર વર્ષે દર્શન કરવા આવે છે.તેમજ ગુજરાત ના રાજા સિદ્ધરાજ જયસિંહ પણ પૂજા કરવા આવતા હતા. ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ એ પણ આ દેવીના દર્શન કરેલા હતા."

સૌંદર્યા એ લાલસાડી પહેરી.
બંને માતાજીના દર્શન કરવા ગયા.

આખો દિવસ બંનેએ આનંદથી દિવસ પસાર કર્યો.

સાંજે સૌંદર્યા એ કેક બનાવી.

બંને એ સાથે કેક કાપી ને એનિવર્સરી એન્જોય કરી.

સૌંદર્યા સુંદર તૈયાર થયેલી હોય છે.

સૌંદર્યા:-

मेरी बात तुम भी सुनो,
मेरे शृंगार को भी देखो,

तेरे इंतज़ार में खड़ी,
मटक मटके ऐसे ना देखो,

यह देखकर धीमान बोला,

आंखें ही हटती नहीं,
मन भर के देखु तुझे,

बिना शृंगार के भी,
अच्छी दिखती हो,
तुम मुझे,

देख रहा हुं,
तेरा प्यार,

चले हम साथ साथ,
तेरा मेरा साथ,

कट जाए यह जिंदगी,
तेरे संग संग,

क्या लाया मैं तेरे लिए?,
तेरे लिए पायल लाया,

साथ में सारी खुशियां लाया,
पहले पहले प्यार का,
तोहफ़ा स्विकार करो मेरी रानी,,,

સૌંદર્યા અને ધીમાન ની એ...

પ્રથમ Marriage anniversary.

એક મેકના સ્નેહ માં બંધાયા પારેવા,
એક મેકના સ્નેહ માં બંધાયા,
થોડી રમતો ને થોડી ગમ્મત કરતા,
એક મેકના સ્નેહ માં બંધાયા,

ચાંચમાં ચાંચ રાખી વાતું કરતા,
સ્નેહના આનંદમાં આવ્યા,

એક મેકના સ્નેહમાં બંધાયા,

સમય જાણે અહીં સ્થિર થઈ જતો,
કુદરત જાણે આશિર્વાદ આપતો,

સંસાર સાગરમાં જોડાયા,
પતિ-પત્ની સંસાર સાગરમાં જોડાયા,

કેમ કરી અહીં આજ,રાત ટુંકી થાતી,
સૂરજે જલ્દી જલ્દી આશિષ આપી,

એક મેકના સ્નેહમાં બંધાયા...

ધિ. એ સૌ. ને પ્રેમ થી બાંધ્યા,
મહાદેવીના આશિષ પામ્યા,

એક મેકના સ્નેહમાં બંધાયા,,,

પ્રિતની હેલી આવ્યા કરે,
બંને રોમાંટિક બન્યા કરે,

વાયુ સુગંધિત આવ્યા કરે,
સ્વર્ગમાંથી ફુલ વરસ્યા કરે,
........
એક મેકના સ્નેહમાં બંધાયા....

( ક્રમશઃ ભાગ -૨૦ માં સૌંદર્યા ના જીવનમાં આનંદ છવાઈ જાય છે.. સૌંદર્યા ખુશીના સમાચાર ધીમાન ને જણાવે છે... અને એક દિવસ... ધીમાન કારતક પૂનમના મેળામાં મંદસૌર( m.p.) પશુપતિનાથ ના દર્શન કરવા એકલો જાય છે... વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" ...**આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા તહેવારો નો આનંદ માણો.. . કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ🙏🙏).