આહવાન - 23 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 23

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૩

કાજલને પેટમાં સખત દુખાવો થવાં લાગ્યો‌. એણે કેટલી બૂમો પાડી પણ મયુરને કંઈ ભાન નથી. એ સૂતાં સૂતાં કંઈ બબડી રહ્યો છે. કાજલે પરાણે ઉભાં થઈને ફોન લઈને એનાં સાસુ સસરાને ફોન કર્યો‌. ફટાફટ બધાં આવી ગયાં અને એને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં.

બધી તપાસ કર્યાં બાદ ડૉક્ટરે કહ્યું કે કાજલનું અબોર્શન થઈ ગયું છે‌. કાજલને પોતાનું બાળક એ પણ મયુરની આ હરકતને કારણે છીનવાઈ ગયું છે એ સાંભળીને એ ચોધાર આંસુડે રડવા લાગી...!!

પછી ડૉક્ટરે તાત્કાલિક ડી & સી કરીને પછી દવા આપીને સવારે ઘરે જઈને થોડાં દિવસ આરામ કરવા કહ્યું. પરિવારમાં બધાં દુઃખી થઈ ગયાં. હજું સુધી મયુર હોસ્પિટલ નહોતો આવ્યો.

કાજલને સાસુએ કહ્યુ બેટા ચાલ હવે ઘરે...મયુરની આ હરકતો માટે હવે અમારે કંઈ કરવું પડશે‌.‌

કાજલ : " પણ હું હવે એ ઘરમાં ક્યારેય નહીં આવું...મારે પપ્પાના ઘરે જવું છે. "

કાજલે એનાં ઘરે ફોન કર્યો. ને પછી એ એનાં પપ્પાનાં ઘરે જતી રહી. કાજલનાં સાસુ સસરાને એમ હતું કે થોડાં દિવસો થશે એટલે એ માની જશે‌. મયુરે એને બહું ફોન કર્યાં...પણ કાજલે ફોન ન ઉપાડ્યો. એ છેલ્લે ઘરે પણ આવ્યો પણ કાજલે એને મળવાની ના કહી દીધી. અને કહ્યું કે આજ પછી આપણાં સંબંધો પૂરાં થાય છે.

બધાંએ કાજલને સમજાવી પણ એણે કહ્યું, " મયુર ક્યારેય નહીં સુધરે...એણે મારાં બાળકને મારાથી દૂર કર્યું છે પિતા થઈને...હવે એનાં પર શું ભરોસો રાખી શકાય ?? "

ને પછી કાજલે અને મયુરનું લગ્નજીવન દોઢ વર્ષમાં પૂરૂં થઈ ગયું. થોડાં જ સમયમાં બંનેનાં ડિવોર્સ થઈ ગયાં. મયુરને દુઃખ થઈ રહ્યું છે સાથે જ પોતાની હરકત પર પસ્તાવો... છતાં એ પોતાનાં પીવાની આદતને જરાં પણ ભૂલી ન શક્યો.

***************

લગભગ છ મહિના એમ જ વીતી ગયાં. કાજલ પોતાનાં મનને ડાયવર્ટ કરવાં માટે એક રિસર્ચ સેન્ટરમાં જોબ કરવાં લાગી.

એક દિવસ કાજલનાં પિતા એકદિવસ ભાગ્યેશ મહેતા નામની વ્યક્તિને કોઈ બિઝનેસ બાબતે મળ્યાં. જોગાનુજોગ બંનેને આવી રીતે ઘણીવાર મળવાનું થતાં એ બંનેને સારું બનવાં લાગ્યું. એક વાર કાજલનાં પપ્પાએ એમને ઘરે આવવા અને ડીનર માટે આમંત્રણ આપ્યું. ભાગ્યેશભાઈ થોડાં આછાબોલા પણ એમની પર્સનાલિટી એક ગજબની. એ ઘરે આવ્યાં. આખાં ઘરની ચારેય દિવાલો જોતાં જાણે આખાં ઘરનાં એક એક વ્યક્તિને પામી ગયાં.

એમને વાત વાતમાં કાજલ વિશે ખબર પડી‌. એમણે આડકતરી રીતે બધું પૂછી લીધું. પછી તો એ બંનેની દોસ્તી સારી થઈ ગઈ.

ભાગ્યેશભાઈ ઘણીવાર કાજલનાં પપ્પા શશાંકભાઈને મળ્યાં હતાં. બહાર પણ ઘણીવાર મળે. પૈસા આપવામાં પણ પાછાં ન પડે. પણ હજું સુધી એમણે કદી શશાંકભાઈને ન કરી પોતાનાં પરિવાર વિશે કહ્યું હતું કે ન ઘરે આવવાં આમંત્રણ આપ્યું હતું. શશાંકભાઈએ એક દિવસ ભાગ્યેશભાઈનાં પરિવાર વિશે પૂછવાનું નક્કી કર્યું. એક દિવસ મળવાનું નક્કી કર્યું ત્યાં વાતવાતમાં કાજલના પપ્પાએ પૂછ્યું , " ભાગ્યેશભાઈ તમારાં પરિવારમાં કોણ કોણ છે ?? તમે કદી વાત કરી નથી..."

ભાગ્યેશભાઈ થોડીવાર ચૂપ રહ્યાં પછી બોલ્યાં. સાચું કહું તો આમ મારાં પરિવારમાં હું એકલો જ છું...પણ આમ અમે ચાર જણાં છીએ.

શશાંકભાઈ : " મતલબ ?? મને સમજાયું નહીં.."

ભાગ્યેશભાઈ : " હવે આપણે એક સારાં મિત્ર બની ગયાં છીએ એટલે તમારાથી કંઈ નહીં છુપાવું. ખરેખરમાં બહું વર્ષો પહેલાં હું અને મારી પત્ની કેનેડા કમાવા માટે ગયાં હતાં. અમારી જિંદગી બહું સારી ચાલતી હતી. એ દરમિયાન અમારે એક પુત્રનો જન્મ થયો. અમે બહું ખુશ હતાં અમારાં નાનકડાં પરિવારમાં...પણ લગભગ મારો પુત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે એકવાર મારી પત્ની અને પુત્ર થોડો સમય અહીં ઈન્ડિયા મારાં માતાપિતા પાસે રહેવાં આવ્યાં. મારે કામ હોવાથી હું આવી ન શક્યો.

ત્યાં એ લોકો આવવાનાં હતાં એનાં થોડાં દિવસ પહેલાં જ રસ્તામાં એમનો અકસ્માત થયો. અને બેય માં દીકરો એ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. હું તાત્કાલિક ઈન્ડિયા આવ્યો‌ બધી વિધિ પતાવી‌. પછી હું બહું ઉદાસ રહેવા લાગ્યો... હું મારાં માતાપિતાનો એકનો એક દીકરો હોવાથી એ લોકો મારી જિંદગી વિશે વધારે ચિંતિત બની ગયાં. લગભગ બે ત્રણ મહિના પછી એ લોકોએ ધીમેથી મને બીજાં લગ્ન માટે કહેવા લાગ્યાં. પણ મેં ચોખ્ખી ના કહી દીધી. હવે ઘરમાં પૈસે ટકે એવી ખાસ તફલીક નહોતી.

મેં મારું ફરી કેનેડા જવાનું નક્કી કરી દીધું. એ વખતે મારાં કેનેડા જવાનાં થોડાં દિવસ પહેલાં જ એક દિવસ હું મારાં ગામડે ગયો. ત્યાં ગામથી દૂર એક સૂમસામ જેવી પણ કુદરતી જગ્યા હતી. ત્યાં મને બહું ગમતું. હું નાનપણમાં પણ ઉદાસ હોઉં ત્યારે ત્યાં જ જઈને મારાં મિત્રો સાથે આવીને બેસતો. ઘણાં વર્ષો બાદ હું ત્યાં ગયો. મેં શાંતિથી બેસીને મારાં જીવનનું લક્ષ્ય નક્કી કર્યું કે હવે મારે બીજાં લગ્ન તો કરવાં જ નથી પણ હું ગરીબ, અનાથ, લાચાર લોકોને મદદ કરીશ...!! બસ એજ મારું લક્ષ્ય બનાવીશ.... લગભગ આમ મારું મન એકદમ એ કુદરતી હવામાં સંતૃપ્ત થયાં બાદ હું ઘરે જવાં ઉભો થયો‌. એ જ સમયે મને કોઈ નાનાં બાળકોનો રડવાનો અવાજ સંભળાયો. મેં આજુબાજુ નજર કરી‌. ત્યાં એક થોડે દૂર નાની ઝૂંપડી દેખાઈ.

હું એ તરફ પહોંચ્યો. ધીમેધીમે ત્યાં જઈને મેં જોયું કે લગભગ પાંત્રીસેક વર્ષની ઉંમરનાં લાગતાં એક સ્ત્રી અને પુરુષ દેખાયાં. મેં અનુમાન કર્યું કે પતિ-પત્ની હશે.

પછી મેં એ નાનકડાં ઝુંપડામાં સુવાડેલા ત્રણ નાનાં બાળકો જોયાં. એમાં એક બાળક સૂતું છે બાકીનાં બે રડી રહ્યાં છે. મેં એ બાળકો અને એ ત્રણેય બાળકો સામે જોઈને જાણે મુલવી રહ્યો. કારણ કે ત્રણેય બાળકો એકદમ રૂપાળા સુંદર ગલગોટા જેવાં છે જ્યારે એ બંને શ્યામ અને દૂબળાં પતલા.

પણ ત્રણેયના ચહેરાં અલગ અલગ લાગી રહ્યાં છે.

એમાં એક બાળક થોડાં મહિના મોટું લાગી રહ્યું છે. મેં એ લોકો સામે જે રીતે જોયું એ જોઈને જ એ ભાઈ મારી પાસે આવી ગયો. એ બોલ્યો, " આ તમારાં બાળકો છે ?? તમે એને લેવાં આવ્યાં છો ?? " એમ કહીને એ એની પત્ની તરફ જોઈને બોલ્યો, મેં કહ્યું તું ને નાનાં બાળકોને કોઈ ન તરછોડે. એનાં પરિવારજનો આવશે જ ....."

મેં પૂછ્યું , " આ બાળકો કોનાં છે ?? "

એ લોકો થોડીવાર કંઈ બોલ્યાં નહીં. પછી બોલ્યાં, " કેમ તમારાં નથી સાહેબ ?? કંઈ કરતાં નહીં અમારી સામે. પણ અમે ગરીબ ભલે છીએ પણ અમે એવું કંઈ કર્યું નથી. "

મેં પૂછ્યું, " તો આ બાળકો અહીં ?? "

એ સ્ત્રી બોલી," સાહેબ અહીં રહીએ છીએ અને છૂટક મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. લગભગ ચારેક દિવસ પહેલાં અમે નદીની નજીક નહાવા ગયાં હતાં એ નદી કરતાં પણ નાનકડું ઝરણું જેવું છે એની નજીકમાં એકદમ કોઈ ગામ પણ નથી કે વસ્તી પણ કોઈ નથી હોતી. આથી અમે ત્યાં જવાનું વધારે પસંદ કરીએ. અમારે કોઈ છૈયુ છોકરું નથી અને બાકી ડૉક્ટર પાસે દવાખાને જઈને કંઈ દવા કરાવવાનાં પૈસા નથી આથી અમે આમ એકબીજાંની સાથે જ જીવવાનું નક્કી કરી લીધું. એ દિવસે નાહીને અમે નીકળતાં હતાં ત્યાં ઝાડી જેવું શરું થતું હતું ત્યાં એક ઝાડની પાછળ બાળકોનાં રડવાનો અવાજ આવ્યો. અમે દોડતાં દોડતાં ત્યાં પહોંચ્યાં. અમારી કલ્પના બહાર ત્યાં એક નહીં , બે નહીં , પણ ત્રણ ત્રણ... નાનાં બાળકો નીચે પડેલાં અને રડતાં દેખાયાં.

અમને તો કંઈ સૂઝ ન પડી‌. પણ અમે જોયું કે એમનાં કપડાં સારાં પહેરાવેલા છે સાથે જ રૂપાળો વાન કોઈ સારાં પરિવારનાં બાળકો હોય એવું લાગ્યું. એ કદાચ ભૂખ અને સાથે જમીન પર કુણી ચામડી એ ઘાસ પર અથડાતાં રડી રહ્યાં હોય એવું લાગ્યું. અમે બે જણાંએ મળીને ત્રણેયને ઉઠાવ્યાં...સાથે જ દરેકના પગ પાસે એક નાની ચિઠ્ઠી લટકતી દેખાઈ. અમે તો અભણ માણસો આમને શું વાંચતા આવડે ?? એને અમે રાખી અમારી પાસે.

અમે ગરીબ માણસો શું ખવડાવીએ એમને પણ અમારી પાસે બચેલા પૈસામાંથી દૂધ લઈ આવ્યાં ને ત્રણેયને પીવડાવ્યું. પછી બાળકો રમવા લાગ્યાં. ને એમ કરતાં આજે પાંચમો દિવસ છે કે અમે એમને રોજ ત્યાં લઈ જઈને સાઈડમાં સૂવાડીએ છીએ કે કદાચ કોઈ એમને પાછાં લેવાં આવે છે પણ હજું સુધી કોઈ અાવ્યું નથી.

મેં પુછ્યું, " તો તમે પોલીસ સ્ટેશન કે ગામવાસીઓને કોઈને જાણ ન કરી ?? "

ભાઈ હાથ જોડીને બોલ્યો, "સાહેબ પોલીસ સ્ટેશન તો ગામડાઓમાં કહેવાના કોઈ હોતું પણ નથી મોટે ભાગે તાળાં લટકેલા હોય છે. કાંતો કોઈ સરખો જવાબ ન આપે. અને અમારાં જેવાં તો કોઈને આવું કહે તો કોઈ અમારાં પર આરોપ મૂકે કે તમે ચોરીને લાવ્યાં હશો એ બીકથી અમે કોઈ ગામવાસીઓને પણ વાત ન કરી. પણ હવે આ બાળકોને અમે ક્યાં મુકીએ ખબર નથી પડતી. અભણ માણસો છીએ પણ લાગણીઓ છલોછલ છે આવાં બાળકોને એમ કેમ ગમે ત્યાં મૂકી દઈએ. આજે તો અમારી પાસે હતાં એય રૂપિયા પતી ગયાં હવે એમને બપોરે નું દૂધ ય કેમ આપશું એ ચિંતામાં છીએ... કદાચ ભગવાને તમને દેવદૂત બનીને મોકલ્યાં છે અહીં આ આંતરિયાળ જગ્યામાં... તમેં આ બાળકો માટે કંઈ ખાવાની વ્યવસ્થા કરી આપો તો ?? "

મારી આંખો તો જાણે ભીંજાઈ જ ગઈ. મારું મગજ જાણે ભમવા લાગ્યું... હું એ ખાટલાના ટેકે જાણે મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરવાં લાગ્યો...!!

ભાગ્યેશભાઈ શું નિર્ણય કરશે હવે ?? એ બાળકોને લગાડેલી ચીઠ્ઠીમાં શું લખેલું હશે ?? કાજલ હવે મિકિનને શોધવાં માટે શું કરશે ?? સ્મિત પોતાનું પરીક્ષણ સો ટકા સફળ બનાવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......