આહવાન
( સત્ય અને પ્રમાણિકતાની કથા )
પ્રકરણ - ૨૦
સ્મિત ધીમેથી સરકીને અંદર એ ટોળાંની નજીક ગયો. એને સામે પ્રશાંત મોટે મોટેથી બૂમો પાડતાં લોકોને શાંત પાડી રહેલાં પ્રશાંતને જોયો.
સ્મિત ઝડપથી ત્યાં પહોંચીને બોલ્યો, " એક મિનિટ બધાં શાંત થાઓ. બે મિનિટ મને શાંતિથી વાત કરવાં દેશો ?? હું તમારી સાથે વાત કરીશ.." કહીને સ્મિત પ્રશાંતને એક સાઈડમાં લઇ ગયો.
સ્મિત : " પ્રશાંત તું પહેલાં મને વિગતવાર બધું કહે તો હું કંઈ કરી શકું..."
પ્રશાંત : " આપણે સવારથી દરેક જણનાં બધાં જ પોઝિટિવ અને નેગેટિવ લક્ષણો વ્યવસ્થિત રીતે નોંધ્યા હતાં . એમાં કોઈ પણ એવાં કોઈનામાં ગંભીર લક્ષણો કોઈમાં પણ જોવાં મળ્યાં નહોતાં. તમે ગયાં બાદ મેં અને સમ્રાટે ફરી એક વાર પણ રાઉન્ડ લીધો ત્યાં સુધી કંઈ જ નહોતું.
પછી અચાનક એક ભાઈ બૂમો પાડતાં આવ્યાં કે વિશાલને કંઈ થાય છે...અચાનક એને ગભરામણ થાય છે...એને શ્વાસ ચડી રહ્યો છે. એનું શરીર ધ્રુજી રહ્યું છે.
અમે ફટાફટ ત્યાં પહોંચ્યાં. સાચે જ એને એવું થઈ રહ્યું હતું. મેં પહેલા તમને ફોન કર્યો પણ તમારો ફોન લાગ્યો નહીં. અને વધારે સમય ફોન કરતાં રહેવાનો સમય નહોતો આથી અમે ફટાફટ કંપનીનાં માલિકને ફોન કર્યો અને બધી વાત કરી. એમણે તમારું પુછ્યું તો મે કહ્યું કે ઈમરજન્સી કામ માટે ગયાં છે. પણ આ દરમિયાન આપણે એવી રીતે બહાર ન જઈ શકીએ એટલે મને હકીકત તો નહોતી ખબર એટલે મારે એમને આ રીતે જવાબ આપવો પડ્યો. એમણે કહ્યું કે નજીકમાં એક ડૉક્ટર છે એમની સાથે વાત કરીને પૂછી લે. પછી જે હોય તે કહે પછી કંઈ કરીએ.
મને નંબર આપતાં મેં ફોન કરીને તરત પૂછ્યું તો એમણે એક પછી એક એની સાથે સવાલ કરાવ્યાં. અત્યારે તો કોઈ ડૉક્ટર આવવાં તૈયાર ન થાય કોઈ આવાં સમયમાં. એમણે કહ્યું એ મુજબ એમણે કહ્યું એને પૂછો કે ભૂતકાળમાં કોઈ રિપોર્ટ કરાવેલાં છે કે કોઈ તફલીક થઈ છે ખરાં આવી ??
પહેલાં તો એ કે એની સાથે રહેલાં ભાઈ કશું બોલ્યાં. પછી એને તફલીક વધતાં એ ગભરાઈ ગયાં. એમણે ધીમેથી પેલાં છોકરાનાં ખિસ્સામાંથી એક રિપોર્ટ કાઢ્યો.અને મને બતાવ્યો મેં દૂરથી જોયો તો એમાં એ વીસ વર્ષનો છોકરો જે બહું ગભરાઈ રહ્યો હતો એ પોતે HIV પોઝિટિવ હતો...અને એ રિપોર્ટ લગભગ બે વર્ષ પહેલાંનો છે. અત્યારે એની ઉંમર વીસ વર્ષની છે... મતલબ, હું તો ગભરાઈ જ ગયો કે અઢારની વર્ષની ઉંમરે આ રિપોર્ટ ??
હવે તો કોઈ બ્લડ ટ્રાન્ફ્યુઝન કે એ દ્વારા પણ એ થવાનાં ચાન્સ નથી... હું તો આમ વિચારમાં જ પડી ગ્યો કે ખરેખર આટલો નાનો છોકરો આવાં કંઈ કામ કરતો હશે... એને પૂછ્યું કે , " કોઈ દવા ચાલે છે એની ?? "
તો એ ભાઈએ કહ્યું કે , " એ લગભગ છ મહિનાથી બંધ છે."
મને ખરેખર ગુસ્સો આવી ગયો હતો પણ મેં કન્ટ્રોલ કરીને ડૉક્ટરને બધી વાત કરી. એમણે મને કહ્યું કે તું ફટાફટ કોઈ પણ રીતે એને સિવિલ શિફ્ટ કરાવી દે.
મેં એ ભાઈને કહ્યું કે , " શા માટે તમે આટલી મોટી વાત છુપાવી અમારાથી ?? કંઈ થઈ જશે તો ?? તમે તો એવું કહેતાં હતાં કે પહેલીવાર આવ્યો છે એટલે ગભરાય છે પણ આ તો તમને ખબર હતી છતાં તમે જાણ નથી કરી. તમને આ વાત સિરિયસ ન લાગી ?? "
એ ભાઈ વિશાલની લથડતી તબિયત જોઈને ગભરાઈને બોલ્યાં, " મને માફ કરી દો. એ મારો સગો ભત્રીજો છે. એનાં માતાપિતાનાં અવસાન બાદ એની જવાબદારી મારાં પર આવી ગઈ છે. આ કારણે જ એનાં માતાપિતાએ આ વસ્તુ માટે એને કદી મોકલ્યો નહોતો. પણ મને થયું અમારો તો આ જ ધંધો છે એનાથી જ અમારું ગુજરાન ચાલે છે. અને આવાં સમયમાં અમારો આ ધંધો પણ બંધ થઈ ગયો હતો. બે મહિનાથી બધાં આમ ઘરે બેઠાં છીએ. મને થયું કે આજે એ કમાય તો બે પૈસા લાવે અમારી જવાબદારી પણ ઓછી થાય....ને આથી જ એને લગભગ થોડી તફલીફ થતી હતી એટલે જ એ ગભરાતો હતો. પણ બાહ્ય રીતે એ એકદમ સ્વસ્થ હોવાથી કોઈને જાણ ન થઈ. મને માફ કરશો...પણ મહેરબાની કરીને એનો જીવ બચાવી લો...એને હવે પછી આવું કોઈ પણ કામ કરાવીશ નહીં...!!"
એ સમયે જ સમ્રાટે ૧૦૪ પર ફોન કરી દીધો હોવાથી એમ્બ્યુલન્સ આવી ગઈ. પણ એને હજું લઈ જાય એ પહેલાં જ અહીં તપાસ કરીને તાત્કાલિક સારવાર આપે એ પહેલાં એ મૃત્યુ પામ્યો. પછી એ ભાઈ જે એનાં કાકા છે એ રોકકળ કરવાં લાગ્યાં. પછી ખબર નહીં થોડું વારમાં શું થયું કે કોઈનો ફોન આવ્યો. એણે બે મિનિટ સાઈડમાં જઈને વાત કરીને થોડી જ વારમાં આ પંદરેક લોકોનું ટોળું આવી ચડ્યું.
એ લોકો એવું કહી રહ્યાં છે કે હવે કે તમે ખોટી રીતે એ છોકરાંને લાવીને એનાં પર આ પ્રયોગ કર્યો છે. અને એ ભાઈ
એ લોકોનાં આવતાં જ કહેવા લાગ્યાં કે અમે એમને આ રિપોર્ટ પહેલાં જ બતાવ્યો હતો છતાં એમને ખબર હોવાં છતાં એમણેઆ પરીક્ષણ માટે હા કહી. આવું કહ્યું હોત તો હું અમે એનાં પર રસીનું પરીક્ષણ જ ના કરવાં દેત...!!
હવે એનાં જીવ ગુમાવ્યા બાદ કોની જવાબદારી ?? ને પછી બાકીનાં પરીક્ષણવાળાં સાત જણાં પણ બધાં એક થઈ ગયાં...!! એ કહે હવે એવું હોય તો તમે અમને એનું વળતર આપો... "
સ્મિત : " હમમમ...મને બધી વાત સમજાઈ ગઈ. એ લોકોને ખબર તો હતી કે એને કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે..બસ પૈસા માટે જ આ બધું છે હવે...એ લોકો આપણી પાસેથી પૈસા લેવા માટે આ નાટક કરી રહ્યાં છે...!! "
પ્રશાંત : " પણ હવે શું કરીશું સ્મિતભાઈ ?? પૈસા તો કેવી રીતે આપવાનાં ?? અને બીજાં લોકો પણ જતાં રહેશે તો ??"
સ્મિત હસીને બોલ્યો, " ચિંતા ન કર...આપણી પાસે એ લોકો પાસે સહી કરેલાં બધાં કાગળ છે ને ?? અને એમાં બધાંની સહીઓ પણ છે. વળી આપણે બધાંને હજું શરૂઆતનાં એટલે કે ત્રીસ ટકા જેટલાં જ રૂપિયા આપેલાં છે...બરાબર ને ?? "
પ્રશાંત : " હા એમાં તો બધી સહીઓ કે અંગુઠા છે જ...પણ એ તો કહે છે કે પહેલાં અમે રિપોર્ટ બતાવ્યો હતો તો એનું શું કરીશું ??"
સ્મિત : " અહીં બધે જ સીસીટીવી કેમેરા છે. સાથે જ એમાં સ્પષ્ટ લખેલું છે કે અત્યારે મને કોઈ મોટી બિમારી કે તફલીક નથી અને સાથે જ આ દરમિયાન જે પણ કંઈ થાય એ માટે બીજું કોઈ જવાબદાર નથી...આથી એ લોકો કંઈ કરી ન શકે."
સ્મિતે જોયું પ્રશાંત તો નવો હોવાથી એ બરાબર ગભરાઈ ગયો છે. સ્મિતે કહ્યું, " પ્રશાંત આ લોકોની પૈસા કમાવવાની આ પણ એક રીત છે...આપણે સમજીએ છીએ કે કોઈની પણ જિંદગી અમૂલ્ય હોય છે આથી આપણે એમને બધું સમજાવીને આ માટે લીધાં હતાં...પણ જો એમનાં માટે એ વિશાલનું જીવન એટલું મહત્વનું હોત તો એ આટલી મોટી વાત કોઈ છુપાવત ખરાં ?? બની શકે કે કદાચ વિશાલને આ વસ્તુ કરવાં માટે પરાણે તૈયાર કરવામાં આવ્યો હોય આથી એ ગભરાયેલો હોય...અને કોઈ પણ વ્યક્તિ ચિંતામાં હોય તો એની રોગપ્રતિકારક શક્તિ હંમેશાં ઘટી જાય છે...શક્ય છે કે વિશાલની બોડીમાં પહેલેથી જ એકદમ તળિયે આવી ગયેલી રોગપ્રતિકારક શક્તિ અને વળી ગભરાહટને કારણે આ બધું થયું હોય...!! "
પ્રશાંત : " પણ હવે આ લોકોને અહીંથી મોકલવા તો પડશે ને ?? "
સ્મિત : " ચાલ મારી સાથે..." ત્યાં જ સ્મિત પ્રશાંત સ્મિતની પાછળ પાછળ બહાર આવ્યો... ત્યાં જ વિશાલની ડેડબોડી લેવા માટે સાયરન વગાડતી ડેડબોડી વાન આવી ગઈ.
એ સાથે જ એ ટોળું લાશ ન સોંપવા માટે એની આસપાસ ઘેરી વળ્યાં અને જ્યાં સુધી પૈસા ન આપે ત્યાં સુધી લાશ ન સોંપવા માટે દાદાગીરી કરવાં લાગ્યાં.
એટલામાં જ કંપનીનાં માલિક ફટાફટ પોતાની ગાડી સાથે આવી ગયાં. એ બંને ભાઈઓ ત્યાં આવીને ઊભા રહ્યાં. કદાચ આ સ્થિતિ એમનાં માટે પણ નવું છે.
સ્મિતનાં ચહેરાં પર જરાં પણ ગભરાહટ નથી દેખાતો એ જોઈને એ માલિકને ચોક્કસ લાગી રહ્યું છે કે સ્મિત કંઈક તો કરશે જ...!!
સ્મિતે તરત જ કહ્યું, " તમે લોકો પોલીસ સ્ટેશન જઈને અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દો...જે થશે એ સજા માટે અમે તૈયાર છીએ...અને બાકીનાં લોકોએ પણ જવું હોય તો જઈ શકો છો... હું બીજાં લોકોને લઈ આવીશ.."
આ સાંભળીને ત્યાં રહેલાં દરેક જણ આશ્ચર્ય સાથે સ્મિત સામે જોવાં લાગ્યાં...!!
શું કરશે હવે વેક્સિન પરીક્ષણ કરવાં માટે આવેલા લોકો ?? મિકિન ક્યાં છે એવી જાણ કેવી રીતે થશે ?? ડૉ. વિકાસ બધાનું સત્ય સામે લાવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૧
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......