આહવાન - 19 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 19

અરોરા સાહેબ એમની ગાડી પાસે પહોંચે એ પહેલાં એમની મોટી ગાડીનાં દરવાજા પાસે જઈને જ કાજલ ઉભી રહી ગઈ. આજુબાજુ મિડીયાવાળા તો ઘેરાયેલા જ છે‌. સાથે બીજાં ઘણાં મોટાં માથાંઓ પણ...!!

કદાચ અરોરા સાહેબની નજર કાજલ પર પડી તો ગઈ જ પણ એણે અજાણ બનીને ફટાફટ ગાડીમાં બેસવાનો પ્રયાસ કરતાં એ બોલ્યો, " ચાલો ફટાફટ... હજું બધું આગળનું બધું નક્કી કરવાનું છે...આમ આવું ધીમું ધીમું કામકાજ નહીં ચાલે...રોજ રોજ આટલાં લોકો મરે એ થોડું પોસાય ?? "

કાજલ : " કાજલ માફ કરશો સર...બે મિનિટ વાત કરી શકું ?? "

એ એટલું જોરથી બોલી કે આજુબાજુ બધાં જ સતર્ક બનીને એ તરફ જોવાં લાગ્યાં.

અરોરા સાહેબે આજુબાજુ નજર કરી તો સમજાયું કે બધાનું ધ્યાન અહીં જ છે‌. એણે પોતાની ઈમેજ જાળવવા કહ્યું, " હા મેડમ બોલોને ?? પણ આપ કોણ ?? મેં આપને ઓળખ્યાં નહીં ?? "

કાજલ હવે બરાબરની અકળાઈ. એણે કહ્યું, " સર હું અમદાવાદ મંત્રી મિકિન ઉપાધ્યાયની પત્ની કાજલ ઉપાધ્યાય..."

ત્યાં જ અરોરા સાહેબની બાજુમાં રહેલો એક વ્યક્તિ બોલ્યો, " મિકિન ઉપાધ્યાય અહીંના સાહેબ હતાં , હવે નથી..."

કાજલ : " હતાં...મતલબ ?? શું કહેવા માંગો છો તમે ?? "

ઝાલા સાહેબ : " અરે માફ કરજો કે મેં આપને ઓળખ્યાં નહીં...એમની વાત મગજ પર ન લેશો. પણ શું થયું કેમ આ રીતે મને રોકવો પડ્યો ?? "

કહીને એને એવું કહેનાર વ્યક્તિને એક નાટ્યાત્મક રીતે ટોક્યો એ વાત કાજલની જાણ બહાર ન રહી.

કાજલ : " હું તમારો સમય નહીં બગાડુ સર પણ મને એક જ વાત કહો કે મારાં પતિ મિકિન ઉપાધ્યાય ક્યાં છે ?? "

અરોરા સાહેબ એકદમ સરળ રીતે બોલ્યાં, " મતલબ ?? મને શું ખબર ?? હા મને યાદ આવ્યું કે એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ એમણે મને ફોન કરીને કહ્યું પણ હતું કે એ કચેરી પર આવે છે...પણ પછી એ આવ્યાં નહીં અને હું મિટીંગમાં વ્યસ્ત થઈ ગયો‌ . તમને તો ખ્યાલ જ છે મંત્રી તરીકે કેટલી મહત્વની જવાબદારી વધી ગઈ છે અત્યારે... કેટલાં કેસ રોજનાં વધી રહ્યાં છે‌ . કેટલાં લોકો મૃત્યુ પામી રહ્યાં છે.... કંઈ તો કરવું પડશે ને હવે ?? "

અરોલા સાહેબની નજર કાજલને જરાં પણ બરાબર ન લાગી. એની નજર એકદમ રૂપાળો અને ઘાટીલો ચહેરોને સાથે એક સુંદર બાંધાયુક્ત શરીર પર વારેવારે ફરી રહી છે...પણ અત્યારે મિડીયા સામે જ એને પૂછવું જરૂરી છે આથી એણે હિંમત કરીને પૂછી લીધું, "તમને કેટલાં વાગે ફોન આવ્યો હતો ?? "

અરોરા સાહેબે જાણે સંપૂર્ણ તૈયારી કરેલી જ હોય એમ કહ્યું, મેડમ તમે જરાં પણ અવિશ્વાસ ન રાખો. હું સમજું છું...આ જુઓ... ફોનમાં વાત થઈ હતી એનું રેકોર્ડિંગ..." કહીને એણે બધાંની સામે જ મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ શરું કર્યું. એમાં મિકિન રિપોર્ટ આવ્યાં બાદ ઘરેથી નીકળ્યો એ થોડીવાર પછીની જ એ બંનેની વાતચીત સંભળાઈ રહી છે‌. એ મુજબ બંનેએ સારી રીતે વાતચીત કરી છે. અને અરોરા સાહેબે દુઃખ સાથે સાંત્વના આપતાં કહ્યું હતું કે ચિંતા ન કરો ભલે તમને અત્યારે મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં મુકવામાં આવ્યાં પણ બહું જલ્દીથી બધું સારું થઈ જશે....!! પછી મિકિને સારું કહીને એકવાર એ ઓફિસ આવીને રૂબરૂમાં મળે છે એવું કહીને ફોન મુકી દીધેલો છે..."

આ સમગ્ર વાતચીતમાં મિકિન ઉપાધ્યાય અને અરોરા સાહેબ વચ્ચે એક સારાં સંબંધે વાતચીત થઈ હોવાનું પ્રતિત થાય છે.

કાજલને કંઈ સમજાયું નહીં. મિકિને સામેથી એમને ફોન કરેલો છે...એને થયું કદાચ આવા ટ્રાન્સફરના સમાચાર સાંભળીને કદાચ મિકિનને કંઈ થયું હોય કે એણે જાતે કંઈ અજૂગતુ કર્યું હોય...?? એનાં મનમાં અનેક શંકા કુશંકાઓના વાદળો ઘેરાવા લાગ્યાં.

પણ પરિસ્થિતિ સંભાળતાં કાજલે કહ્યું, " સોરી સર...તમે જઈ શકો છો‌‌...પણ હજું સુધી મિકિનનો કોઈ સંપર્ક થયો છે એટલે મને થયું કદાચ...."

અરોરા સાહેબ સહેજ હસીને બોલ્યાં, " તમારી જગ્યાએ હું હોવ તો પણ મને પણ એવું લાગે...પણ અમારી વચ્ચે તો આટલાં સારાં સંબંધો છે હું આવું વિચારી પણ કેમ શકું ?? હું મારી રીતે ચોક્કસથી એમની શોધખોળ માટે પ્રયત્ન કરાવું છું..." કહીને એ ફટાફટ ગાડીમાં બેસી ગયાં ને એ સાથે ગાડી ફટાફટ નીકળી ગઈ.

બીજાં લોકો પણ આમતેમ પોતાની ગાડીમાં બેસીને ફટાફટ નીકળવા લાગ્યાં ‌. ત્યાં બે રિપોર્ટર કાજલ પાસે આવીને પૂછવા લાગ્યાં, " મેડમ આખરે શું થયું છે આપ મને જણાવી શકશો...?? મિકિન ઉપાધ્યાય જે હજુ સુધી મંત્રી હતાં શું એમનો કોઈ અતોપતો નથી ?? મતલબ આપ શું કહેવા ઈચ્છો છો ?? કદાચ અમે તમને કોઈ મદદ કરી શકીએ તો‌...."

સ્મિત કાજલની પાસે આવીને પાછળની બાજુએ ઉભો રહી ગયો.

કાજલ પણ એક મંત્રીની પત્ની છે સાથે જ એક અમીર પરિવારની બિઝનેસમેનની દીકરી છે. એને ખબર છે કે આ બધું જ હમણાં બ્રેકિંગ ન્યુઝ તરીકે ચોક્કસ જશે...એટલે એણે હવે જે મોકો મળ્યો છે એનો લાભ ઉઠાવવા મક્કમતાથી કહ્યું, " હું આપને ચોક્કસ જવાબ આપીશ‌‌...પણ આપ મને જણાવી શકશો કે તમારી પાસે હજું સુધી મિકિન ઉપાધ્યાયની ટ્રાન્સફરનાં ન્યુઝ નથી આવ્યાં ?? "

રિપોર્ટર : " હા મળ્યાં ને. હમણાં તો અરોરા સાહેબે કહ્યું બધાંની સામે રેકોર્ડિંગ સંભળાવીને..."

કાજલ : " હમમમ...તો ડિક્લેર કરવાનું ક્યારે નક્કી કરવામાં આવ્યું છે ?? એની કોઈ તારીખ અપાઈ છે ?? "

બધાં રિપોર્ટર ચૂપ થઈ ગયાં જાણે કંઈ જવાબ ન હોય તેમ... એમાંથી એક બોલ્યો , " મેડમ અમારે ઉડતાં ન્યુઝ તો ન અપાય ને...ભલે જાણ હોય પણ કોઈ પ્રુફ ન હોય તો અમે કેવી રીતે આપી શકીએ...!! "

કાજલ : " હમમમ...આજ સુધી જે વ્યક્તિ કોઈ એવાં પોઝિટિવ પેશન્ટનાં સંપર્કમાં નથી આવી છતા એને ક્વોરેન્ટાઈનમા રાખવામાં આવે છે. આખરે ચૌદ દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવતાં એ વખતે જ અચાનક ટ્રાન્સફર કરવામાં આવે છે વ્યક્તિની...આ બધું શું છે ?? જે કપરાં સમયની વાતો કરવામાં આવી રહી છે ત્યાં જ આ રાજકારણ રમવાનો સમય મળી રહ્યો છે...!! "

બધાં ચૂપ થઈ ગયાં. કોઈને કાજલ પાસેથી એમનાં સવાલોનાં જવાબ માંગવાની હિંમત ન થઈ.

રિપોર્ટર તો શું જવાબ આપવાનાં એ કાજલને પણ ખબર છે એ ફકત આ બધું લોકો સુધી પહોંચાડવા માંગે છે...કોણ જાણે કેમ આ સાંભળ્યાં પછી પણ હજું કાજલના મનમાં ઊંડે ઊંડે શંકાની સોય મંત્રી અરોરા તરફ જઈ રહી છે.

પછી ધીમેથી સ્મિતે કાજલને હવે ચૂપ રહેવા ઈશારો કર્યો. એ સાથે જ કાજલ 'એક્સક્યુઝ મી' કહીને ત્યાંથી નીકળી ગઈ.

એટલામાં જ સ્મિતને પ્રશાંતનો ફોન આવ્યો એણે થોડી વાતચીત કરી. એનાં ચહેરાનાં હાવભાવ પરથી કાજલને લાગ્યું કે કોઈ ગંભીર વાત છે...પણ એ ચૂપ રહી.

ફોન મુકતાં જ સ્મિત બોલ્યો, " ભાભી તમે પહોંચી જશો ઘરે ?? સોરી, પણ એક અરજન્સી છે મારે ફટાફટ રિસર્ચ સેન્ટર પહોંચવું પડશે..."

કાજલ : " સ્મિતભાઈ કોઈ સિરિયસ મેટર છે કે શું ?? "

સ્મિત : " હા છે તો સિરિયસ...ફોન પર વાત કરીશ પછી..." કહીને ફટાફટ સ્મિત ગાડી લઈને નીકળી ગયો.

***************

સાત વાગ્યામાં દસ જ મિનિટની વાર છે. કાજલ તો ઘરે પહોંચવાની તૈયારીમાં છે. પણ સ્મિતને હજું વીસેક મિનિટ થાય એવું છે એણે બને એટલી સ્પીડે ગાડી ભગાવી...કારણ કે અત્યારે એ કોઈ પણ હિસાબે વચ્ચે અટવાય એ પોસાય એમ નથી.

ત્યાં જ એક પોલીસવાળાંએ છેલ્લાં ચાર રસ્તે સ્મિતને અટકાવ્યો. એણે પોતાનું આઈકાર્ડ બતાવ્યું પણ એ ના માન્યો. એમણે એને ત્યાં નજીક પોલીસ સ્ટેશન છે ત્યાં પહેલાં હાજરી નોંધાવવા કહ્યું. સ્મિતે કહ્યું કે જે દંડ લેવો હોય એ લઈ લો પણ અત્યારે મને જવાં દો...મારે ત્યાં પહોંચવું ખૂબ જરૂરી છે નહીં તો બહું મોટી મુશ્કેલી સર્જાઈ જશે..

એ પોલીસવાળો બહું કહેવા છતાં ન માન્યો અને કહેવાય લાગ્યો, " આ લોકડાઉનમાં વળી મેડિકલ સ્ટાફ અને અમારાં જેવાં સિવાય બધાય નવરાં જ છે ભાઈ... ખોટાં બહાનાં ન કરશો...

સ્મિતને લાગ્યું હવે એનો સમય બગડી રહ્યો છે વધું મુશ્કેલી થાય એ પહેલાં એણે ઈન્સપેક્ટર કે.પી. ઝાલાને ફોન કરીને એની પ્રોબ્લેમ વિશે ટૂંકમાં વાત કરી. અને પછી એ પોલીસ ઓફિસર સાથે વાત કરાવી...ખબર નહીં શું વાત થઈ કે બે જ મિનિટમાં એ પોલીસ ઓફિસરે કહ્યું, " સારું સાહેબ તમે જઈ શકો છો... ફકત આમાં એન્ટ્રી કરી દો. ને પછી ફટાફટ સ્મિતે એન્ટ્રી કરી અને એ રિસર્ચ સેન્ટર પહોંચી ગયો...!!

ત્યાં રહેલી થોડાં લોકોની ભીડ જોઈને સ્મિતને પરિસ્થિતિનો અણસાર આવી ગયો...એ બહું સતર્કતા સાથે અંદરની તરફ પહોંચ્યો.

શું થયું હશે રિસર્ચ સેન્ટરમાં ?? કોઈ બહું સિરિયસ વસ્તુ હશે ?? હવે કાજલ મિકિન માટે શું કરશે ?? ડૉ.વિકાસ બહાર મોહરા લગાવીને ફરતાં મોટાં લોકોનાં સત્યને કેવી રીતે બહાર લાવશે ?? જાણવાં માટે વાંચતા રહો, સંગાથ - ૨૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......