આહવાન - 18 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 18

વિકાસ ફટાફટ ડૉ. અંતાણીની કેબિનમાં પહોંચ્યો. તેઓ બેસીને આવાં કપરાં સમયમાં પણ શાંતિથી કોઈ વિષય બહારનું મનોરંજનનું પુસ્તક લઈને વાંચી રહ્યાં છે. એ સિનિયર ડૉક્ટર ભલે છે પણ અત્યારનાં સમયમાં તો એ લોકોને પણ ડ્યુટી આપવામાં આવી છે...અમૂક ઉંમરને કારણે એમને જનરલ વૉર્ડ જ સોંપવામાં આવ્યાં છે. ક્રિટિકલ પેશન્ટો અને આઈસીયુ માટે લગભગ થોડાં અનુભવી અને યુવાન હોય એવાં ડૉક્ટરસ્ મુકવામાં આવ્યાં છે.

ડૉ. અંતાણીએ વિકાસને જોયો કે તરત બુક સાઈડમાં મૂકીને બોલ્યાં, " અરે ડૉ. વિકાસ ?? કેમ છો ?? તબિયત તો રેડી છે ને ?? હજું તો આપણી જંગ બહું લાંબી છે " કહીને હસવા લાગ્યાં..

વિકાસ : " ભગવાનની કૃપાથી હેમખેમ જ છું...સર તમે તો બરાબર ને ?? "

ડૉ. અંતાણી : " બસ હું પણ ઠીક છું....બોલો કેમ આવવાનું થયું ?? "

વિકાસ : " બસ પેલાં ઇન્જેક્શન મંગાવ્યાં એનાં માટે થેન્કયુ...પણ મને બીજાં બે ઇન્જેક્શન જોઈએ છે...આપ એ ડીલર પાસે મંગાવી આપશો કે અથવા મને એનો ફોન નંબર આપો તો હું એની સાથે વાત કરીને મંગાવી લઈશ...બે ક્રિટીકલ પેશન્ટ છે એમને જરૂર છે એની...!! "

ડૉ. અંતાણી : " હમમમ...એ બરાબર...તમને કોણે કહ્યું કે ઇન્જેક્શન આવી ગયાં છે ?? "

વિકાસ : " ટ્રીટમેન્ટ ચાર્ટમાં જોયું તો ખબર પડી...બાકી તો સ્ટૉક ખાલી થઈ ગયેલો છે અત્યારે એટલે કેમ ખબર પડે ?? "

ડૉ. અંતાણી : " તો તમે એ પણ જોયું હશે કે એ ચારેય પેશન્ટ મૃત્યુ પામ્યાં છે...!! "

વિકાસ : " હા‌..."

ડૉ. અંતાણી : " હા તો તમે હજુ પણ વધુ એક પેશન્ટનો જીવ જોખમમા નાખવા ઈચ્છો છો ?? "

વિકાસ : " એ ઈન્જેકશનની અસર ખુદ હું મારાં બે મહિનાનાં દીકરા પર જોઈને આવ્યો છે. એ પોતે કોરોના પોઝિટિવ છે.. સાચું કહું તો એનાં માટે અમે આશા જ ગુમાવી બેઠાં હતાં એને જન્મ બાદ બે મહિને પહેલીવાર મેં એને જોયો છે...એ વાત તો હું ખોટું નહીં બોલતો હોઉં ને ?? "

ડૉ. અંતાણી : " તમે સાચાં જ છો... હું એવું નથી કહેતો...પણ જેનાં માટે આપણને એવું હતું કે એનાંથી જીવ બચાવી શકાય એવાં વીસ હજારનું એક ઇન્જેક્શન એવાં ચાર ઇન્જેક્શન લાવીને ચાર પેશન્ટને અપાયાં છતાં પરિણામ શૂન્ય...તો હવે તમે કહો શું કરવું છે ?? મને કોઈનો જીવ બચતો હોય તો પૈસાની કોઈ ચિંતા નથી પણ જો પરિણામ વિના આ કરવું મને યોગ્ય નથી લાગતું...હવે તમે જ કહો..."

વિકાસ : " ફક્ત બે ઇન્જેક્શન લાવી આપીને મને એક ચાન્સ આપશો ?? મને ડૉ. આલોક કે જેણે પણ સારવાર આપી હોય એમાં કોઈ જ શંકા નથી પણ બસ એક વાર મને હેલ્પ કરી શકો તો‌...કારણ કે મને જ્યાં સુધી ખબર છે એનાંથી એક મિરેકલ રિઝલ્ટ આવે છે..‌ફકત એ બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટીવાળાં દર્દીમાં એડવર્સ સાઈડ ઈફેક્ટ કરે છે...અને મૃત્યુ પામ્યાં છે એમાંથી બે પેશન્ટ બાયપાસ કરેલાં અને એક પેશન્ટને એન્જિયોપ્લાસ્ટી કરાવેલી હતી આથી બની શકે કે એની ઉંધી અસર થઈ હોય. અને હું જે બે પેશન્ટ માટે કહું છું એ બંનેને કોઈ જ હાર્ટની તફલીક નથી...."

ડૉ. અંતાણી હવે બરાબર ફસાયા હોય એવું લાગતાં એ બોલ્યાં , " ડૉ. વિકાસ...ફાઈનલ ડિસીઝન ડૉ. જોશી કહે એ મુજબ થશે...એટલે એમની સાથે વાત કરીને આપણે કંઈ કરીએ..."

વિકાસ બધું સમજી ગયો. એને ખબર છે કે ઇન્જેક્શન આવ્યાં જ નથી બાકી છે ઇન્જેક્શન ચાર આવેલાં હોય એમાં ડીલરને ફક્ત ફોન કરીને ઓર્ડર જ આપવાનો હોય...ડૉ. અંતાણી અને ડૉ. જોશી બેય ત્યાંનાં ડિરેક્ટર છે બંનેને સરખી જ રિસ્પોન્સિબીલીટી અને રાઇટ્સ છે કોઈ પણ એકની સહીથી પણ બધું ચાલે છે...એટલે આ એમને એક બહાનું જ બતાવ્યું છે...

વિકાસે જોયું તો હવે સ્ટાફે જણાવ્યા મુજબ ડૉ. આલોકનો આવવાનો સમય થઈ ગયો છે. એણે સારી રીતે જ ડૉ. અંતાણીને કહ્યું, " સર ડૉ. જોશી આવી ગયાં છે આપ ચર્ચા કરીને મને જણાવજો... એવું ન થાય કે ફરી એકવાર મોડું થઈ જાય...!! " કહીને સ્મિત કરતો વિકાસ ફરીથી આઈસીયુમાં પહોંચી ગયો.

**************

કાજલ મિકિનની ઓફિસ પહોંચી. અંદર એક કોન્ફરન્સ રૂમમાં મિટીંગ ચાલું છે. એણે સ્મિત પહોંચે ત્યાં સુધી ત્યાંનાં પ્યૂનને પુછ્યું કે , " મિટીંગ ક્યારે પતશે ?? "

પ્યૂન : " કંઈ ખબર નથી..."

પ્યૂનને ખબર હોવાં છતાં કે એ પોતે આ જ ઓફિસનાં કમિશનર મિકિન ઉપાધ્યાયની પત્ની છે છતાં એ જાણે ઓળખતો ન હોય એમ વર્તન કરી રહ્યો છે‌. હજું સુધી મેડમ મેડમ કરતો એ વ્યક્તિ કદાચ પોતાની આંખો ઉંચી રાખીને વાત પણ નથી કરી શકતો‌.

કાજલ સમજી રહી છે એ તો એક નાનો વ્યક્તિ છે એને તો ઉપરથી ઓર્ડર આવે એટલે એ પણ શું કરે...!!

એણે થોડીવાર પછી પૂછ્યું, " કે મિકિન સર અહીં આવ્યાં હતાં હમણાં ?? "

પ્યૂન : " મેડમ મને કંઈ ખબર નથી. મેં નથી જોયાં. "

એટલામાં સ્મિત આવ્યો. કાજલે એને બધી વાત કરી.

સ્મિતે સીધું પ્યૂનને પૂછ્યું , " અંદર કોણ છે મિટીંગમાં ?? "

પ્યૂન : " સાહેબ મંત્રીની ઓફીસ છે તો કમિશનર અરોરા સાહેબને બીજાં બધાં સ્ટાફને વિડિયો કોન્ફરન્સ ચાલે છે અત્યારે..."

એ લોકોએ જોયું કે પ્યૂન સિવાય કોઈ જ બહાર નથી. સવા છ થઈ ગયાં છે...સાત વાગ્યે તો કરફ્યૂ લાગી જાય છે...પછી ઘરે જવું પણ મુશ્કેલ બની જશે...કાજલને શૈલી અને સત્વ પણ એકલાં છે ઘરે વળી સ્મિતને થોડીવાર પછી પહેલાં સ્ટેજનું સંપૂર્ણ પરીક્ષણ જોવાનું છે...એટલે નીકળવું પણ જરૂરી છે.

કાજલ અને સ્મિતે થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું કે મિટીંગ પૂરી થાય તો કોઈ સાથે વાત પણ થાય...!!

લગભગ અડધો કલાક થયો. ત્યાં બેલ મારતાં પ્યૂન ફટાફટ અંદર ગયો. પછી થોડીવારમાં બહાર આવ્યો.

કાજલે પૂછ્યું, " હવે મિટીંગ પૂરી થવાં આવી છે ભાઈ ?? "

પ્યૂન : " કદાચ...પણ મેડમ કોઈ વાત કરશે કે નહીં એ ખબર નથી..."

કાજલ : " ફક્ત એક મદદ કરશો... નવાં સાહેબ બહાર આવે એટલે મને ઈશારો કરજે...આમ તો મેં ટીવીમાં જોયાં છે... છતાં બધામાં ક્યાંય એ નીકળી ન જાય..."

પ્યૂન કદાચ મિકિન સાથે સંબંધોને કારણે ના ન કહી શક્યો...એ બોલ્યો, " સારું મેડમ...."

સ્મિત અને કાજલ એકબીજાં સાથે વાત કરી રહ્યાં છે.

સ્મિત : " ભાભી તમે આમ ચિંતા ન કરો‌ કંઈ ને કંઈ તો કરીશું. પણ મને આમાં કંઈક બહું મોટાં વ્યક્તિઓનો હાથ હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. "

કાજલ : " હા મને તો સાચું કહું નવાં સાહેબ અરોરા સાહેબ પર શક જાય છે..."

સ્મિત : " અત્યારે કોઈ પણ બાકાત ન રાખી શકાય...પણ એની છાપ તો પહેલેથી ખરાબ છે જ લગભગ...!! "

કાજલ : " હા પણ મને એ માનવામાં નથી આવતું કે એ હજું સુધી મિકિન સાથે ફોન કરીને રોજ એનાં ખબર અંતર પૂછતાં હતાં પણ રિપોર્ટ આવ્યાં પછી એમનો ફોન પણ નથી આવ્યો. મિકિન ઉતાવળ કરીને નીકળ્યો. કાશ ! હું એને રોકી શકી હોત...!! " કાજલથી અશ્રુનો બંધ તૂટી પડ્યો.

સ્મિતે કાજલને સાંત્વના આપતાં કહ્યું, " ભાભી જે થશે એ સારું જ થશે... ચિંતા ન કરો..એ તો નસીબમાં જે થવાનું હોય તે જ થાય...!! "

એટલામાં જ મિટીંગ પૂરી થતાં દરવાજો ખૂલ્યો. એમની કલ્પના કરતાં પણ વધારે માણસો બહાર નીકળ્યાં. એ સાથે જ મિડિયાનો ધસારો... બંધ ફટાફટ બહાર નીકળીને જવાની તૈયારીમાં છે ત્યાં જ સ્મિત અને કાજલે એ સામેથી આવતાં નવાં મંત્રી અરોરાને માસ્કમાં પણ ઓળખી લીધાં એ સાથે જ પ્યૂને ઈશારામાં કાજલને કહ્યું. એમની સાથે બીજાં બે ત્રણ જણાં પણ છે‌.

સ્મિતે ફટાફટ કાજલને એમની સાથે વાત કરવા કહ્યું કારણ કે કદાચ જેન્ટ્સ સાથે વળી કોઈવાર વાતચીત સરખી ન કરે એવું બની શકે...પણ એક લેડીઝ સાથે વાતચીતમાં એમણે હંમેશાં મર્યાદા સાચવીને વાત કરવી પડે નહીંતર મિડિયામાં બધું છવાઈ જતાં આવાં સમયમાં તો જરાં પણ વાર ન લાગે.

કાજલે બૂમ પાડી, " એક્સક્યુઝ મી...સર બે મિનિટ મારી સાથે વાત કરશો ?? "

પહેલાં તો એ કંઈ સાંભળે એ પહેલાં જ એની આજુબાજુ રહેલાં બે વ્યક્તિઓમાંથી એક જણ બોલ્યો, " મેડમ તમે કોણ છો ?? સર ને મોડું થાય છે...આમ અહીં ઉભાં રાખીને એમનો સમય ન બગાડો..."

કાજલ : " પણ બહું અગત્યનું કામ છે મારે... પ્લીઝ...!! "

એ વ્યક્તિ થોડો તૈયાર થયો ત્યાં બાજુવાળા એ ઈશારો કરીને ના કહી. કાજલે સ્મિત સામે પાછળ ફરીને જોયું...ત્યાં જ સ્મિતે કંઈ ઈશારો કરતાં એ અરોરા સાહેબ પહોંચે એ પહેલાં જ એમની ગાડી આગળ જઈને દરવાજા પાસે જ ઉભી રહી ગઈ....!!

શું કરશે કાજલ હવે ?ઝાલા અરોરા સાહેબ પાસેથી સચ્ચાઈ કઢાવી શકશે ?? શું એમને ખરેખર કંઈ ખબર હશે ખરી ??

સ્મિતનું પહેલું પરીક્ષણ સફળ બનશે ખરાં ?? વિકાસ સચ્ચાઈ બધાંની સામે લાવી શકશે ખરાં ??

શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો, સંગાથ - ૧૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....