આહવાન - 17 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 17

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૭

લગભગ સાંજ થવાં આવી પણ ન મિકિનનાં કોઈ સમાચાર કે ખબર...ના ન્યુઝમાં કોઈ ખબર...!!

વિશાખાનો ફોન આવ્યો કે , " એનાં પપ્પાએ કહ્યું કે છે કે પહેલાં એની ઓફિસ તપાસ કરવામાં આવે કે હકીકત શું છે ?? એને કાજલને શું કારણો હોઈ શકે એ પણ બધું વિગતવાર સમજાવ્યું. પછી એ મુજબ કરવાં કહ્યું.

કાજલને અમૂક નકારાત્મક વિચારો આવવાં લાગ્યાં. એણે પહેલાં મિકિનની ઓફિસ ફોન કર્યો ને ફરીથી એકવાર એનાં વિશે પુછવાની કોશિષ કરી પણ કંઈ સરખો જવાબ ન મળ્યો. અહીં તો કોઈ આવ્યું નથી કે અમને કંઈ ખબર નથી એવાં જવાબો મળ્યાં. એને ખબર છે કે આ પહેલાં કોઈવાર મિકિનનો ફોન ન લાગ્યો હોય તો ઘણીવાર એ લેન્ડ લાઈન પર ફોન કરતી પણ લોકો એટલાં ગભરાઈને કહેતાં હા મેડમ સાહેબને આપું છું કે વાત કરાવું છું...એમ વ્યવસ્થિત જવાબ મળતો. ન હોય તો પછી પણ ભૂલ્યાં વિના ફોન કરાવડામાં આવતો હતો.

કાજલે એની ઓફિસ પહોંચીને હકીકત જાણવાનું વિચાર્યું. પણ એ પહેલાં એણે સ્મિતને ફોન કર્યો.

સ્મિતે ફોન ઉપાડ્યો. કાજલે બધી વાત કરી મિકિનની.

કાજલ : " હું અત્યારે મિકિનની ઓફિસ જાઉં એ યોગ્ય રહેશે ?? આમ તો અત્યારે ઓફિસ બંધ થઈ જાય પણ આ પરિસ્થિતિને કારણે ઓફિસ મોડે સુધી ચાલું જ હોય છે...પણ હજું સુધી એનાં કોઈ ખબર અંતર નથી શું કરવું કંઈ સમજાતું નથી..‌"

સ્મિત પણ થોડો ચિંતામાં આવી ગયો . એણે કહ્યું, " મને વિશાખાએ કહ્યું બધું...જો કોઈ પણ વસ્તુ ન્યુઝમાં આવે તો એ પારદર્શકતા કહેવાય પણ જો હવે બધું જાણ બહાર હોય તો મતલબ આ કોઈ નાની વસ્તુ નથી... પણ કદાચ કોઈ એક્સિડન્ટ કે એવું....તો ?? "

કાજલ મક્કમ અવાજે બોલી, " સ્મિતભાઈ એ પણ મેં વિચાર્યું એકવાર. પણ આવાં લોકડાઉનના સમયમાં પોલીસ પણ બને જ હોય છે. જરૂરી વાહનો સિવાય કોઈ રોડ પર પણ નથી જોવાં મળતું. વળી અમારાં ઘરેથી ઓફિસ જવાનો રસ્તો સીધો હાઈવેવાળો જ છે કોઈ ગલી ખૂંચી વાળો પણ નથી કે જેથી એવું કંઈ બને અને કોઈને ખબર પણ ન પડે. વળી એ ગાડી પણ ઓફિસની જ લઈને ગયો છે આથી ગાડી પરથી કદાચ કંઈ થયું હોય તો પણ કોઈને તરત જ ખબર પડે. અને કોરોના આવ્યા પછી તો ના ઓળખતાં લોકો પણ એને ઓળખવા લાગ્યાં છે તો એનો ચહેરો અને આઈડી પરથી કોઈ પણ ઓળખી શકે જ ને ?? "

સ્મિત : " એ પણ છે ભાભી. એક કામ કરી શકો કે ઓફિસ જો તમે જઈ શકો તો ત્યાં જઈને કોઈ ઓળખીતા વ્યક્તિ પાસે સત્ય જાણી શકો. હું પ્રયત્ન કરું જો અહીંથી નીકળી શકાય તો... હું તમારી સાથે આવું..!! "

કાજલ : " ના સ્મિત ભાઈ મને પણ ખબર છે તમે ઈમ્પોર્ટન્ટ કામમાં છો આથી હું તમને હેરાન નહીં કરું....બસ મુંઝાઈ ગઈ છું સમય પણ એવો છે કે કોઈ કોઈને મદદ કરી શકે એમ નથી. વિકાસભાઈ અને અંજલિભાભી પણ એમની ડ્યુટી અને અર્થની બહું નાજુક સ્થિતિ વચ્ચે અટવાયેલા છે....કોને વાત કરું સમજાતું નથી..."

સ્મિતને થયું મિકિને જ મને અહીં લાવવામાં મદદ કરી હવે એનાં માટે જરૂર છે ત્યારે હું જઈ ન શકું તો શું કામનું ?? એ તો મારો ભાઈ છે એવું કહું તો ચાલે...બે મિનિટ વિચાર્યા પછી એણે કહ્યું, " ભાભી તમે ઘરેથી નીકળો હું પણ ત્યાં ઓફિસ પહોંચું છું...આ સમયે તમે એકલાં જાવ એ બરાબર નથી..."

સ્મિત પ્રશાંતને અમૂક જરૂરી સૂચનાઓ આપીને એ પોતાની ગાડી લઈને ફટાફટ નીકળી ગયો...!!

***************

સાંજ પડતાં અર્થનાં બે રિપોર્ટ સિવાયનાં બધાં જ રિપોર્ટ આવી ગયાં છે. લગભગ બધાં જ રિપોર્ટ પહેલાં કરતાં ઘણાં સારાં છે. સાથે જ એની તબિયત આજે બહું સુધારા પર છે‌ . ડૉ. કચ્છીએ વિકાસને ફોન કરીને વાત કરી.

વિકાસને હવે શાંતિ થઈ પણ આવતીકાલે બે રીપોર્ટ આવ્યાં ન

પછી બધું વ્યવસ્થિત લાગશે સ્ટેબલ પછી જ રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું. ને પછી તો ફોન મુકાઈ ગયો.

વિકાસને અર્થની ચિંતા તો જતી રહી પણ અહીં એક અઠવાડિયામાં બદલાયેલી બધી ગોઠવણથી એને કંઈ સમજાયું નહીં.

એણે ફરી એનાં સિનિયર ડૉક્ટરો ડૉ. અંતાણી અને ડૉ. જોશી સાથે વાત કરવાનું વિચાર્યું. કારણ કે જે મેડિસન અને ઇન્જેક્શનો માટે એણે ડૉ. આલોક પટેલ સાથે માથાકૂટ કરી હતી એનું એમણે બે દિવસમાં સ્ટૉક આવી જશે એમ કહ્યું હતું..પણ એ હતો ત્યાં સુધી તો કંઈ આવ્યું નહોતું...અને એનાં જઈને આવ્યાં બાદ ચાર પેશન્ટમાં એ વપરાયેલાં છે એવું ઓર્ડરમાં લખાયેલું છે...પણ તપાસ કરતાં ખબર પડી કે એ ચારેય પેશન્ટ બહું જ ક્રિટીકલ હતાં અને એ મૃત્યુ પામ્યાં છે.

વિકાસને નવાઈ લાગી કે મોટી મોટી બુક્સ અને પ્રેક્ટિકલી એનાં સર ડૉ. બત્રા એમણે બહું જ ક્રિટિકલ પેશન્ટોમાં એ વાપર્યું છે અને એમનાં જીવ પણ બચાવાયા છે તો આવું કેવી રીતે શક્ય બને ?? કંઈ સમજાતું નથી. નક્કી આમાં કંઈ ગડબડ છે.

એણે એની સાથે કામ કરતાં નર્સિંગ સ્ટાફને બોલાવ્યો‌. થોડી વાતચીત કરી કેવું રહ્યું આટલાં દિવસમાં... કેટલાં લોકો સારાં થઈને ગયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં વગેરે...

એ નર્સિંગ સ્ટાફ તો અહીં જ હતો એટલે બધી માહિતી આપી. પછી ધીમેથી એણે પૂછ્યું કે , " પેલું નવું ઇન્જેક્શન આવ્યું છે એ કંઈ રીતે આપતાં હતાં ?? "

પહેલાં તો એ બોલ્યો, " કયું નવું ઇન્જેક્શન ?? કોઈ આવ્યું જ નથી ને... મેં કોઈને આપ્યું નથી..."

વિકાસ : " એણે મોબાઈલમાંથી એ ઇન્જેક્શનનાં ફોટાં બતાવ્યાં...અને કહ્યું , " આવાં ઇન્જેક્શન હશે... તું ભૂલી ગયો કે આ શું ?? થાય આવું આટલાં પેશન્ટો અને આવાં ભયજનક વાતાવરણમાં... કંઈ વાંધો નહીં...!! "

પેલાં સ્ટાફે અચાનક કંઈક વિચાર્યું પછી બોલ્યો, " હા સર હતાં ઇન્જેક્શન તો મને યાદ આવ્યું. પણ કંઈ બહું મોંઘાં હતાં. પણ એ તો કાલે જ પૂરાં થઈ ગયાં...આલોક સરે મને ખાસ સરખી રીતે મુકવાનું કહ્યું હતું..."

જે રીતે એ સ્ટાફે વાત કરી એ પરથી એ વાત ચોક્કસ ખબર પડી કે એ નર્સિંગ સ્ટાફને આ ઇન્જેક્શન વિશે કંઈ ખબર જ નથી...કારણ કે આઈસીયુનો સ્ટાફ જે બરાબર ઘડાયેલો જુનો સ્ટાફ છે એને આવા કોઈ નવાં ઇન્જેક્શન આવ્યાં હોય અને દર્દીને અપાયા બાદ યાદ ન હોય એવું શક્ય જ નથી. કારણ કે આ ઈન્જકશન તો ખાસ રીતે ડાયલ્યુટ કરીને આઈવી સેટમાં ચોક્કસ માત્રામાં આપવામાં આવે છે તો એ કેમ ભુલી શકે કોઈ ??

ડૉ. આલોકને આજે કંઈ કામ હોવાથી એ થોડાં મોડાં આવવાનાં છે એટલે એ પહેલાં જ વિકાસે કામની સાથે સાચી માહિતી મેળવવાનું નક્કી કરી દીધું.

એણે પછી બીજાં એક નર્સિંગ સ્ટાફને કામ માટે થઈને બોલાવ્યો‌...પછી એની સાથે પણ આડીઅવળી રીતે વાત કરી. વળી વિકાસે એ બે નર્સિંગ સ્ટાફ એકબીજાં સાથે વાતચીત કરીને બધું સેટ કરી દે એ પહેલાં જ એણે એને પોતાની પાસે બોલાવી દીધો. આ સ્ટાફ પણ બહું જુનો છે એટલે કે એ લગભગ પીસતાલીસ વર્ષનાં ભાઈ છે. જેમને કહી શકાય કે એ પૂરાં ડિપાર્ટમેન્ટની નાનામાં નાની વસ્તુની માહિતી એની પાસે હોય છે. છતાં એનાં પાસે આ જવાબ એવો જ મળ્યો જેવી એણે આશા રાખી હતી.

વિકાસે વિગતવાર એવું કંઈ બહું પૂછ્યાં પહેલાં જ એ બ્રધરે સીધું એ ઇન્જેક્શન વિશે સીધી વાત શરું કરીને કહ્યું, " સાહેબ ગયાં અઠવાડિયે તો ચાર જણા મૃત્યુ પામ્યાં. ખબર નહીં પેલાં નવાં ઇન્જેક્શન આપ્યાં પછી આવું થયું કે શું ખબર ના પડી...‌."

વિકાસ : " ક્યાં ઇન્જેક્શન ?? મને તો નથી ખબર કંઈ ?? "

બ્રધર : " સર પેલાં સૌથી વધુ ક્રિટીકલ કેસમાં અપાય છે એ‌..આલોક સરે કેટલી મથામણ કરીને મંગાવ્યાં કે કોઈ પણ ઇન્જેક્શનની અછતને કારણે મૃત્યુ ન પામવું જોઈએ...!! પણ ખબર નહીં એનાંથી પણ કંઈ ન થયું....!! "

વિકાસ : " એ ઇન્જેક્શનનું કોઈ બોક્સ તો પડ્યું હશે ને ?? "

બ્રધર થોડાં ગુંચવાયો. એ પછી મનમાં કંઈ વિચાર કરીને પછી બોલ્યો, " એ તો આપ્યાં પછી પેશન્ટ મૃત્યુ પામતાં અમે એ બધાં બોક્સ પણ એની સાથે જ ડિસ્કાર્ડ કરી દીધાં.

વિકાસ : " સારું કંઈ વાંધો નહીં..." કહીને એને સ્ટાફને ફરી કામ માટે મોકલી દીધો.

એણે બધાં જ ટ્રીટમેન્ટ ચાર્ટ જોયાં તો ચાર પેશન્ટમાં એ ઇન્જેક્શન ઓર્ડરમાં એ લખાયેલાં છે પણ છેક છેલ્લે...એ રીતે કે જાણે એમનાં મૃત્યુ બાદ જ એને ખાસ ઉમેરવામાં આવ્યાં હોય...!! બાકી એ ઇન્જેક્શનની પોઝિટિવ ઈફેક્ટ તો એ પોતે અર્થ પર જોઈ ચૂક્યો છે આથી એની નેગેટિવ ઈફેક્ટનો કોઈ સવાલ જ નહોતો...!!

આખરે એણે મનમાં કંઈક નક્કી કર્યું અને પછી ત્યાંથી ઊભો થઈને એક મક્કમ પગલે ક્યાંક જવાં નીકળી ગયો‌....!!

વિકાસ શું કરશે હવે ?? એની પ્રામાણિકતા અને સચ્ચાઈ એને ત્યાં ટકવા દેશે ?? સ્મિતનું વેક્સિનનું પહેલાં સ્ટેજનું પરીક્ષણ સફળ થશે ?? મિકિન ક્યાં હશે ?? કઈ સ્થિતિમાં હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......