Bump Ahead: Stop, Look Go books and stories free download online pdf in Gujarati

Bump Ahead: Stop, Look Go

BUMP AHEAD: STOP,LOOK & GO

આજની દોડધામભરી જીંદગીમાં તહેવારોનું આગમન આપણી દોડતી ગાડીમાં બ્રેક લગાવે છે અને બમ્પનું કામ કરે છે કહે છે સ્ટોપ..જરા થોભો,વિચારો કે ગત દિવસોમાં શું શું બન્યું ?.લુક..જુવો કેટલું સારું આવ્યું ને કેટલું ખરાબ ગયું? સુખદુ:ખની ઘટમાળમાં ચડાવ ઉતાર આવ્યા કરે..આપણે કેટલું સમતાથી જીવ્યા?એ વિચારો ... એન્ડ ગો.....જુના અનુભવોના ભાથામાંથી નવાને અપનાવો અને આગળ વધો...જરા સ્વને સમજી,નવા ઉત્સાહ સાથે જીવનરૂપી ગાડીને સાચી દિશામાં હંકારીએ..તુલસીદાસજીના શબ્દોમાં...

બડે ભાગ માનુષ તન પાવા,સુરદુર્લભ સદગ્રંથન ગાવા.

અર્થાત મનુષ્યજન્મ મળ્યો છે એ સદનસીબની વાત છે.પૃથ્વી પર આપણે ખરેખર જીવવું જોઈએ એવું જીવન જીવીએ છીએ ખરા?? નવલા વર્ષે આટલા મુદા જરૂર વિચારીએ અને જાગૃત થઈએ:

) માનસિક શાંતિ: ભૌતિક સુખ સુવિધાને મૃગતૃષ્ણા જ કહી શકાય કે જે કદી ખતમ નથી થતી.અને તેની પાછળ જ દોટ લગાવ્યા કરવાને પરિણામે આપણા મનમાં રાગ,દ્વેષ,ક્રોધ,તિરસ્કાર ભેગા થાય છે જે માનસિક શાંતિના શત્રુ છે.જેને વિદાય લેતા વર્ષ સાથે વિદાય આપી,મન સ્વચ્છ,પવિત્ર રાખીએ.ભૂતકાળ ભૂલી,વર્તમાનમાં સંતોષ અને હકારાત્મકતાથી જીવીએ.

) શારીરિક શાંતિ: મન સ્વસ્થ તો તન સ્વસ્થ ને તન સ્વસ્થ તો મન સ્વસ્થ..આજની દોડધામભરી જીંદગીમાં પોતાના માટે અચૂક પણે સમય ફાળવીને નિયમિત જીવનશૈલી અપનાવીએ,યોગ,પ્રાણાયામ,કસરત,ધ્યાન,પૌષ્ટિક આહારવિહારને દૈનિક જીવનમાં સ્થાન આપીએ.શારીરિક-માનસિક સુખાકારી સતત દોડતી જીન્દ્ગીરુપી ગાડીમાં ઇંધણ જેવું કામ કરશે.જેથી સરળતા અને ઝડપથી જીવન જીવી શકાશે.

) સદભાવનાનો વિકાસ: ત્યાગભાવથી ઉદારતાનો ગુણ કેળવાય છે.અન્યી ભૂલોને માફ કરવાની ઉદારતા કેળવીએ.આપણને પસંદ ન હોય એવો વ્યવહાર બીજા સાથે ન જ કરીએ.આચરણમાં શ્રેષ્ઠતા અને પવિત્રતા કેળવીએ.સર્વ હિત માટે સર્વે સુખીન ભવતુની ભાવના કેળવીએ.

4) શ્રેષ્ઠ કર્મો: જેવા બીજ વાવીશું તેવા લણીશું.નૈતિકતા અને સત્ય અપનાવી,સત્કર્મરૂપી ફૂલો વાવી જીવનરૂપી બાગ સુવાસથી મઘમઘાવીએ.ફળની આશા વગર સારા કર્મો કરીએ એ જ મનુષ્ય જીવનની સાચી ધન્યતા.

) વ્યસનમુક્ત સમાજ બનાવીએ: નાની બાબતોમાં હતાશ થઇ માની લીધેલા દુ;ખોને ભૂલવા વ્યસનના રવાડે ચડતા અટકીએ અને યુવાપેઢીને પણ એ માર્ગે જતા બચાવીએ.

)પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજ યાદ રાખીએ:જે ઝડપે પર્યાવરણનું નિકંદન આપને કાઢી રહ્યા છીએ તે જોતા બહુ થોડા વર્ષોમાં આપણી પૃથ્વી પર આપણા અસ્તિત્વનો નાશ થઇ જશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.આવું ણ થાય એ માટે પ્રકૃતિને જાણીએ,સમજીએ અને શુદ્ધ રાખીએ..બચાવીએ....

વીતેલા વર્ષને અલવિદા અને નવા વર્ષને આવકારવા આટલા સંકલ્પો જરૂર લઈએ:

મારે લોભ કરવો છે તો અન્યનું અહિત કરવામાં લોભ કરીશ,ક્રોધ કરવો છે તો મારા દુર્ગુણો પ્રત્યે,કરકસર કરવી છે તો વ્યર્થ કે કટુ બોલીમાં કરીશ,ધર્મ કરવો છે તો નીતિમય જીવન જીવીશ,ત્યાગ કરવો હોય તો અસત્ય અને અન્ય દુર્ગુણોનો ત્યાગ કરીશ,ઉપયોગ કરવો છે તો સમયનો સદુપયોગ કરીશ,પ્રેમ કરવો છે તો જીવમાત્ર પ્રત્યે પ્રેમભાવના કેળવીશ,યાદ રાખવું છે તો માત્ર ઈશ્વરનો ઉપકાર..કે જેણે આવો દુર્લભ મનુષ્યજન્મ આપ્યો છે.એ અમુલ્ય જીવનને સદગુણોથી સભર બનાવીએ.જે કઈ મળ્યું છે તેમાં સંતોષ રાખી,શાંતિથી જીવીએ અને અન્યને પણ શાંતિથી જીવવા દઈએ.....

વિક્રમ સવંતમાં ગુજરાતી નવું વર્ષ આવ્યું અને અંગ્રેજી નવું વર્ષ આ મહિના પછી બદલાશે..ત્યારે આ જાણવું પણ જરૂરી છે: વિક્રમ સંવતનો પ્રારંભ મળવાના રાજા વિક્રમાંદીત્યાએ શકોને પરાજય આપ્યા પોતાના નામનો સંવત શરુ કર્યો હોવાનું માનવામાં આવે છે.કાર્તિક સુદ એકમ અને શક સંવતની ચૈત્ર સુદ એકમથી તેની ગણના થાય છે પણ ઉતર ભારતના પંચાંગ શક સંવતને આધારે બનતા તેમાં ચૈત્ર સુદ એકમથી વર્ષારંભ માનવા લાગ્યા હશે.પણ ગુજરાત રાજ્યમાં વિક્રમ સંવતનો આરંભ સોલંકી કાળ (..૯૪૨-૧૩૦૪)દરમિયાન થયો.રાજ્ય સંવત તરીકે વિક્રમ સંવત વપરાતા ગુજરાતમાં તે પ્રચલિત રીતે અસ્તિત્વમાં આવ્યો. આપણે આઝાદ થયા ત્યાં સુધી વ્યવહારમાં વિક્રમ સંવતનો જ ઉપયોગ થતો.આજે ભલે આપને તેના વિષે ખુબ ઓછું જાણીએ છીએ અને વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ખુબ ઓછો કરતા હોવા છતાં આપણે સહુ ગુજરાતીઓ કારતક સુદ પડવાએ બેસતું વર્ષધામધુમથી ઉજવીએ છીએ અને નૂતન વર્ષાભિનંદન તો વિક્રમ સંવતના વર્ષથી જ કરીએ છીએ એ પણ હકીકત છે ને?!!

સહુનું મંગલ થાઓ.....એવી નવા વર્ષે શુભકામનાઓ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED